Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

કુષ્ણા- પ્રેમ ને પામવાની તરસ - કુષ્ણા

  ત્રણ એવી છોકરીઓ જેણે પોતાની જીંદગી ના દરેક સંધર્ષ પાર કરી .... છોકરી થી સ્ત્રી બનવા ની યાત્રા પાર કરી.... હજાર વાર જીંદગી માં નિરાશા મેળવી પણ હારી નહિ.... હજાર ઠોકરો ખાધી પણ ... પોતાને હિંમત આપી આગળ વધી .... અને એવી સ્ત્રી બની.... જેના પર ખુદ ભગવાન ને પણ અભિમાન થાય.... દરેક સ્ત્રીમાં જોવા મળતી આ ત્રણ સ્ત્રીઓ.... ખનક, મોસમ, ચાહત.....                                 




આજ થી  ૨૦ વર્ષ પહેલાં ની આ વાત છે.....                                                                                                                       

          
બહાર ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો હતો. બપોરના સમયે પણ સાંજ થવા આવી હોય એવું વાતાવરણ હતું અમુક અમુક જગ્યાએ પાણીનો જથ્થો થઈ ગયેલો વૃક્ષો વધુ લીલા દેખાતા જાણે આપણી સામે જોઇને હસી રહ્યા હોય રસ્તા પર કોઈ અવરજવર નહોતી.. ગુજરાત ના ગામડા "પાલનપુર" માં આ ચોમાસાની બપોર બધાને માટે રોજ જેવી જ હતી જમીને બધા પોત પોતાના ઘરે બેઠા હતા વરસાદને કારણે બહાર જવાનું ટાળતા ગ્રામજનો ઓટલે બેસીને વાતો કરવાનું પસંદ કરતા પરંતુ ગામના મધ્યમાં ત્રણ રસ્તા પર આવેલું એક ઘર આજે રોજ કરતા અલગ એકલવાયું લાગતું હતું....

ગામ નું સૌથી સુંદર કહી શકાય એવું આ ઘર ત્રણ રૂમ અને બાજુમાં અલગ રસોડું ધરાવતું ભવ્ય ઘર હતું બહાર એક નાનો બગીચો અને બગીચામાં આંબો, લીમડો, ગુલાબના છોડ ઉગાડેલા ઘરની સામે જ બાજુમાં બે રૂમો જેટલું નાનું મંદિર બનાવવામાં આવેલું જેમાં રામજી, સીતામાતા અને લક્ષ્મણજી સાથે હનુમાનજી સ્થાપના કરાયેલી ઘર અને મંદિરના ઓટલા ને જોડીને એક વિશાળ ઓટલો તૈયાર કરાયેલો જેના ઉપર એક લારી મુકાયેલી જેમાં વેફર બિસ્કીટ જેવી વસ્તુઓ ગોઠવાયેલી જોતાની સાથે જ લાગે કે અહીં એક નાની દુકાન જેવું બનાવવામાં આવેલું ઓટલા પર જ એક હિંચકો જેના પર ત્રણ જણ આરામથી બેસી શકતા એ મૂકવામાં આવેલો અને હિંચકા થી થોડે દુર ચાર જણ બેસી શકે તેવો બાકડો ગોઠવાયેલો..ઘરમાંથી બહાર જવા માટે બગીચાની વચ્ચે થી પગદંડી બનાવાયેલી જે સીધી રસ્તા સુધી પહોંચાડતી.. બગીચા અને રસ્તા વચ્ચે નાની નહેર વહેંતી જેની ઉપર રસ્તા સુધી પહોંચી શકાય એવો નાનો પૂલ બનાવાયેલો ખૂબ જ સુંદર કહી શકાય એવું આ ઘર ગામ નાં મધ્ય માં હોવાથી હંમેશા લોકોથી ભરાયેલું ખુશખુશાલ રહેતું.. સાથે મંદિરે અને દુકાને આવતા લોકોની ચહલપહલથી જીવંત લાગતું આ ઘર આજે એકલવાયું લાગતું હતું....

ઘરની બહાર હિંચકા પર એક છોકરી પોતાના વિચારોમાં ખોવાયેલી પોતાના પગમાં જોર હોય એટલું જોર લગાવીને ઉંચા-ઉંચા ઝુલા ઝુલતી હતી.... જોવાથી જ ખબર પડે કે ઝુલા ની જેમ જ એના વિચારો પણ ઉપર નીચે થતાં હતાં.. સવારથી એકલી આ રીતે બેસેલી છોકરી ને બે ત્રણ મંદિરે આવેલા ભક્તો એ જોઈ હતી... પરંતુ જાણે એના વિચારોમાં ભંગનો પાડવો હોય તેમ તેઓ ત્યાં ઉભા રહેતા અને ચૂપચાપ નીકળી જતાં...

બપોરના ૧ વાગ્વા આવ્યો હશે..એક વૃદ્ધ જેવા લાગતાં વ્યક્તિ મંદિરમાંથી બહાર આવ્યા મોઢા ઉપર તેજ અને પૂજારીની જેમ સફેદ ધોતી અને કફની પહેરેલી સાથે આંખો પર ચશ્માં પહેરીને એક હાથ માં પ્રસાદ ની થાળી લઈને ... મંદિર ની બહાર આવી બીજા હાથે મંદિર ને આગરો માર્યો અને રસોડા તરફ જતા હતાં ત્યાં એમનું ધ્યાન હિંચકા પર બેસેલી છોકરી તરફ ગયું થોડીવાર એ છોકરીને પ્રેમથી જોતા રહ્યાં પછી વળીને રસોડા તરફ જઈ દાળ ગરમ કરવા મૂકી અને બહાર આવ્યા....

"ખનક" નામની બૂમ પાડી પરંતુ એમની આશા મુજબ કોઈ જવાબ ન મળ્યો ફરીથી હિંચકા ની નજીક જઈને એ છોકરીને જોઈ બૂમ પાડી
"બેટા ખનક, ચાલ જમી લે" પરંતુ કોઈ જવાબ નહીં....

    હવે વૃદ્ધ ની સહનશક્તિ તૂટી ગઈ હોય એમ એ માથે દયને ઓટલા પર નીચે બેસી ગયા એમની આંખોમાં અશ્રુની ધારા વહી રહી હતી... પેલી છોકરી કે જેને એ "ખનક" ના નામે બોલાવતાં હતાં એ તેને લાચાર થઈને જોઈ રહ્યાં હતાં.. ત્યાં જ અચાનક એક સ્ત્રી આવી અને આવતા એણે પરિસ્થિતિ પામી ગઈ હોય એમ હિંચકા નજીક ગય અને એક હાથ પકડીને હિંચકા ને ઊભી રાખ્યો અને છોકરીના ખભેથી પકડીને હલબલાવી અને જોર જોરથી ગુસ્સામાં અને આંખો માં આંસુ સાથે કહેવા લાગી...

"મારું નામ તો ખરાબ કરી નાખ્યું છે તે તારો બાપ તારા લીધે આજે મને મૂકીને જતો રહ્યોં હવે આ જે બિચારો મારો બાપ છે એને તો જીવવા દે શાંતિથી"

આ વાક્ય સાંભળીને છોકરીએ પેલી સ્ત્રીની આંખોમાં જોયું છોકરીની આંખમાં એટલી તો કોરી હતી કે પેલી સ્ત્રીને અંદરથી ધ્રુજાવી ગઈ઼....
"ખનક" પેલી સ્ત્રીએ જોરજોરથી છોકરીને હલાવી અને જાણે તંદ્રામાંથી બહાર આવતી હોય એમ પેલી છોકરી એ સ્ત્રીને વળગીને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી અને પેલી સ્ત્રી કંઈક પણ કહ્યાં વગર એની પીઠ પર હાથ ફેરવતી રહી.

                                 * * * * * 

સાંજનો સમય થવા આવેલો વરસાદ હજુ પણ ચાલુ જ હતો... ખનક પણ રડતા રડતા સુઇ ગઈ તે છેક હમણાં જાગી હતી પેલી સ્ત્રી અને વુધ્ધ એની સામે જ બેઠેલા હતાં... ખનક ઊભી થઈ અને પેલા વૃદ્ધ પાસે આવી એના પગ પકડીને જમીન પર બેસી ગઈ અને માથું વુધ્ધ નાં પગ પર  મૂકી આંખો બંધ કરી વુધ્ધે પણ પોતાના હાથ ધીમે-ધીમે ખનક નાં માથા ઉપર ફેરવવા લાગ્યા.... 

થોડો સમય પસાર થયા પછી ખનકે વૃદ્ધ સામે જોયું અને કહ્યું.... "બાપા, મને માફ કરી દો"  એનો અવાજ કોઈ ગુફામાંથી આવતો હોય એટલો ખાલી અને ધીમો હતો...

પેલી સ્ત્રી ઊભી થઈ અને વાતમાં દખલ ન કરવી હોય એમ ધીમે રહીને બહાર જતી રહી ત્યાર પછી વૃદ્ધે કહ્યું... 
"ખનક, મારી લાડો શું થયેલું? જે દિવસથી તને તારા પપ્પા વિશે જાણ થઇ છે એ દિવસથી તુ સાવ ચૂપચાપ રહે છે.."

ખનક બસ એટલું જ બોલી શકી "કશું નહીં બાપા"...

પરંતુ આજે બાપા માનવાના ન હતાં બાપાએ કહ્યું 
"દીકરા, તું મને તારી માં કરતા પણ વાહલી છે તને જોઈને જ તો હું જીવું છું જિંદગી થી ભરપૂર તારી આ બે આંખો મને જીવવા માટે પ્રેરણા આપે છે અને આ છેલ્લા થોડા દિવસથી તું આમ સાવ નિસ્તેજ એકલી એકલી રહે છે મને જણાવ કે શું થયું ?? તારી માં બધી વાત જાણે છે પણ એને પૂછો તો ઉઠીને ચાલવા માંડે છે હવે તું જ કહે કોને પૂછું તમારા બે સિવાય કોઈ મારું પોતાનું?"

"બાપા" ખનક એટલું બોલતાં બોલતાં તો રડી પડી...

"બોલ દીકરી શું થયેલું આખી વાત કર તારું મન શાંત થશે" નાના બાળકને સમજાવતા હોય એ રીતે બાપા એ માથા પર ફેરવતા ખનક ને પૂછ્યું..

"બાપા, હું.... હું ... આવી રીતે નહીં રહીં શકું..." આટલું બોલતા બોલતા તો જાણે એને થાક લાગવા લાગ્યો એને ફરીથી માથું બાપા નાં ખોળામાં મૂકી દીધું અને રડવા લાગી...

થોડી ક્ષણ બસ એમ જ પસાર થઇ... બાપા હળવે હળવે એના માથે હાથ ફેરવતા રહ્યાં અને  જાણે બાપા ના દરેક સ્પર્શ થી ખનક ને શાંતિ મળતી હોય એમ એ માથું નાખીને શાંતિથી બેસી રહી... એટલામાં પેલી સ્ત્રી જે ખનક ની માં હતી એ અંદર આવી અને એની પાસે નીચે બેસી ગઈ અને એના માથે ધીરે ધીરે હાથ ફેરવતી રહી....

                            * * * * *
  સવારના છ વાગ્યાનો સમય હતો પાલનપુરમાં મધ્યમાં આવેલું ઘર અને બાજુમાં બનાવેલું શ્રી રામચંદ્ર નું મંદિર હમણાં રામજી ની આરતી થી ગૂંજી રહ્યું હતું.... હજી એ ચોમાસું હોવાને લીધે બહાર અંધારું અને વાતાવરણ ઠંડુ હતું... ખનક મંદિરના બહાર દાદર પર બેઠી હતી એમ પણ નાનપણથી એને પાલનપુરની શિયાળાની અને ચોમાસાની સવાર ની આરતી અને વાતાવરણ ખૂબ ગમતાં એને પોતાની સાથે વાત કરવા માટે આ સમય ખૂબ જ પસંદ હતો...

મંદિરમાં ધંટડીઓ વાગતી હતી સાથે સાથે ખનક નાં મનમાં પણ પાછલા દિવસો ની યાદો આવી ને ઝડપથી ખોવાઈ જતી હતી.. ધીરે ધીરે એ એક એવો દિવસ આંખો સામે જોવા લાગી જેના લીધે આજે એની આવી હાલત હતી..

"ક્યાં જાય છે ?? મને છોડીને જઈશ?" ખનક પાલનપુરના છેડે આવેલા મંદિરના બહાર બગીચામાં ઉભી રહી ને એક છોકરાને બુમ પાડતી હતી... જેના એનાથી લગભગ દસ ફૂટ દૂર પાછળ ફરીને જતો હતો...

"માધવ.... માધવ...." નામ ની બુમ પાડતી રીતસર દોડી અને છોકરાનો હાથ પકડી લીધો... છોકરો પાછળ ફર્યો....

દુનિયામાં કોઇ પણ છોકરાની આંખોમાં ન જોઈ શકાય એટલું ભોળપણ હતું એ આંખોમાં... લાંબો શ્યામ કહી શકાય તેવો ચહેરો અને માપ લઈને બનાવ્યા હોય તેવું સપ્રમાણ નાક અને હોંઠ.... થોડા લાંબા કહી શકાય તેવા વાળ... કે જેમાંથી બે ત્રણ લટ હવાથી ઊડી ને વારે-વારે છોકરા ની આંખો પર ઝૂલતી હતી.... એની આંખોમાં ન સમજી શકાય એવી લાચારી હતી... ખનક જોઈ રહી એ આંખોને જેને છેલ્લા બે વર્ષથી એ પોતાના થી પણ વધારે પ્યાર કરતી હતી.. જે આંખો આખી રાત ખનક ને સૂવા નહીં દેતી..
"માધવ, તું આમ જ જતો રહીશ તો હું શું કરીશ અહીં તારા વગર??" ખનક ખુબજ કરગરી રહી હતી... એ છોકરા સામે જેને માધવ કહેતી હતી...

પેલા છોકરાએ એના બે હાથ ખનક ના ગાલ પર મૂક્યા અને એની આંખોમાં જોઈ રહ્યોં...ખનક ની આંખો વહી રહી હતી અને પેલો છોકરો બસ લાચાર થઇ ને જોઈ રહ્યોં હતો... 

" ખનક, હું તને છોડીને નથી જતો.. જઈ પણ નહી શકું.. તું છે તો હું છું ગમે ત્યાં જઈશ મારો એક હીસ્સો અહીં મુકી ને જઈશ ને ખનક....  પરંતુ હમણાં જવું જરૂરી છે.. હું પાછો ફરીશ તારા માટે અને મને તારા પર એટલો વિશ્વાસ છે કે તું મારી રાહ જોશે ભલે ગમે તેટલા વર્ષો વીતી જાય.. હું આવીશ અને તારા ઉપર આ જે વિશ્વાસ છે એને લીધે જ આજે તને અહીં મૂકીને જવાની હિંમત કરું છું"

ખનક જોઈ રહી માધવ ની આંખોમાં... એ સત્ય બોલતો હતો... છેલ્લા બે વર્ષથી એક એવો દિવસ ન હતો કે માધવ અને ખનક ન મળતાં.. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એકવાર મળવાનો વણલખ્યો નિયમ હતો એમની જિંદગી નો....

"ખનક, જો આવી રીતે રોકશે તો હું નહિ જાવ અને જઈશ નહિ તમારી અંદર હંમેશા અફસોસ રહેશે... હું તારી સાથે રહીને પણ તારી પાસે નહિ હોવ.. તને આવો અધુરો માધવ ચાલશે??"

"એવું તે શું શોધવા જાય છે માધવ ? કે તને મારા થી દૂર રહેવું પડે" છેલ્લા ત્રણ અઠવાડિયાથી ખનક અને માધવ વચ્ચે આ જ રીતનો સંવાદ થતો હતો માધવ નું જવાનું નક્કી હતું પરંતુ આજે જવાનો સમય પણ નક્કી થઈ ગયો હતો.. ખનક ને પૂરી વાત માધવ જણાવવા માંગતો ન હતો... એ ક્યાં અને શું કામ જાય છે એ વાત એણે ખનક થી છુપાવી હતી... અને ખનક એ હજારો વાર એને વાત પૂછી હતી પણ આજના સંવાદ માં ખનક જાણે માધવ પાસે પોતાની જિંદગી માંગતી હતી એની આંખોમાં જેટલા પ્રશ્નો હતા એ માધવ સમજી શકતો હતો... પરંતુ ઈચ્છા કહો કે મજબૂરી માધવ ખનક ને આ વાત થી દૂર રાખવા માંગતો હતો...

"ખનક, મારી વાત ધ્યાનથી સાંભળ અને બની શકે તો સમજવાનો પ્રયત્ન કરજે હું તને છોડીને નથી જતો... પણ હું ક્યારે પાછો આવીશ એ પણ નક્કી નહીં કહી શકું... હું તને ખૂબ જ ચાહું છું તારા વગર જીવવું અશક્ય છે મારા માટે.. પરંતુ મારે જવું પડશે.. હું તારી પાસે કોઈ વચન નહિં માંગું તું પહેલેથી આઝાદ જ છે અને આઝદ જ રહેશે... જો હું પાછો નહિ આવું તો તું તારી જિંદગી જીવી લેજે બાંધીને નથી જતો તને"

આટલું બોલતા તો જાણે માધવને થાક લાગતો હોય એ રીતે અટકી ગયો નજર નીચી કરી થુંક ગળે ઉતારી સાથે જ ગળામાં અટવાયેલો ડૂમો પાછળ ધકેલી ખનક ની નજીક જઈ એનો હાથ જોરથી દબાવી ને એની આંખોમાં જોઇને બોલ્યો...

"છતાં તારા ઉપર વિશ્વાસ છે કે તું મારી રાહ જોશે જ અને આ વિશ્વાસ પર જવાની હિંમત કરું છું"

ખનક વળગી પડી માધવ ને જાણે આખેઆખો પોતાની અંદર સમાવી લેવા માંગતી હોય એમ જોરથી વળગીને રડી પડી માધવ પણ ખનક ને વળગી ક્યારનો ભરી રાખેલો ડૂમો બાહર કાઢતો હોય એમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.. બંને જણાં મંદિરમાં ઊભા છે એ ભૂલીને એકબીજાને પોતાની અંદર સમાવી લેવા માંગતા હોય એવી રીતે વળીને ઊભા હતાં...

થોડી ક્ષણો પછી જગ્યા નું ભાન થતાં માધવ એ ખનક ને ધીરે થી દૂર કરી અને એના ગાલ પર હળવું ચુંબન કરીને કહ્યું.
" હવે હું જાવ છું ..રાત્રે બસ છે આઠ વાગ્યાની પરંતુ ત્યાં તું નહીં આવે એવું હું ઇચ્છુ છું તને જોઈને જવાની હિંમત નહીં રહે અને જવાનું ખૂબ જરૂરી છે તો આપણે હવે ક્યારે મળશું એ નહીં કહું પણ હું પાછો જરૂર ફક્ત અને ફક્ત તારા માટે" 

ખનક એ અખંડ શ્રદ્ધા સાથે માધવ ના હાથ જે પોતાના ગાલ પર હતા એના ઉપર પોતાના હાથ મુક્યા અને દબાવતા કહ્યું...

"હું હંમેશા રાહ જોઈશ તારી... મરુ ત્યાં સુધી.. મારા બધા પ્રશ્નોના જવાબ આપવા પણ તારે મારી પાસે આવવું પડશે.. તારા ગયા પછી જેટલી રાતો હું તરફડીશ એ રાતોના ઉજાગરા માટે માફી માંગવા પણ તારે આવવું જ પડશે.. આજે કશું નહીં પૂછું તને પાછો આવીશ ત્યારે જવાબ આપવાની તૈયારી સાથે આવ જે... બસ ડેપો પર મુકવા પણ નહીં આવ અને તું એટલું હંમેશા યાદ રાખજે કે તું જે અધુરા કામ માટે જાય છે ને ત્યાં પણ હું તને તને અધુરો જ મોકલું છું.... તારો એક હિસ્સો હું અહીં મારી પાસે જ રાખું છું...."

"આઈ એમ સોરી ખનક.... આઈ લવ યુ...." આટલું કહી માધવ એ આંખો બંધ કરી અને પાછળ ફરી જવા લાગ્યો એની ચાલ માં અજબ જેવી દ્રઢતા હતી ત્યાં બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી..

  ઘંટડીનો અવાજ બંધ થતાં ખનક પોતાની તંદ્રામાંથી જાગી પરંતુ જે કંઈ યાદ આવી ગયું એની અસર એના શરીર અને આંખોમાંથી વહી રહેલા આંસુ સાથે સ્પષ્ટ હતી કે તે કેટલી તરફડતી હતી... એણે માત્ર બે પગ વચ્ચે મૂકી દીધો થોડીક વાર એમ જ બેસી રહી પછી ઊભી થવા જ જતી હતી ત્યાં તેની માં રમીલા પાછળથી આવી અને એની બાજુમાં બેસી ગઈ......

"બેટા એ છોકરો તારા લાયક હતો જ નહીં... મેં તને ઘણી સમજાવી પરંતુ તે મારી એક ન માની ..હવે જો કહ્યાં વગર પીછો છોડાય ગયો ને તારો??"

રમીલા એ ખાન ના ખભા પર હાથ મૂક્યો...

"માં શું પપ્પા સાચે જ હું જન્મી એટલે તને છોડી ગયા??" ખનક એ જે નજરે રમીલા સામે જોયું એ રમીલા થી સહન ના થઈ શકી એ નીચું જોઈ ગઈ... થોડી હિંમત ભેગી કરી અને સામે જોઇને કહેવા લાગ્યું...

"તારા પપ્પા અને એમના મમ્મી શક્તિબા એટલે તારા દાદી આજથી 26 વર્ષ પહેલા મને જોવા આવેલા.. ત્યારે હું માત્ર 19 વર્ષની હતી તારાથી પણ નાની અને નાદાન પરંતુ એટલું સમજી શકે મારા બાપને મારા લગ્નની બહુ ચિંતા હતી"

રમીલા એ ઊંડો નિશ્વાસ નાખ્યો ખનક ના માથે હાથ ફેરવ્યો જાણે વિચારતી હોય આગળ કહેવું કે નહિ પછી આંખો બંધ કરી અને શ્વાસ છોડ્યો અને નક્કી કર્યું હોય કે આજે સાચું જ કહેવાનું... એમ આગળ બોલી....



[શું સાચ્ચે જ વિમલભાઈ ખનક ને જન્મતા છોડી ગયેલા?‌‌‌‌ રમીલા એ‌આજ સુધી ખનક થી કંઈ વાતો છુપાવી હતી? માધવ એવા તે કયા કામ માટે ખનક થી દૂર ગયો હતો? આ બધું કુષ્ણા ભાગ ૨ માં વાંચો]