dracula the demon king - 2 books and stories free download online pdf in Gujarati

ડ્રાયકયૂલા - એક મહાદાનવ - ૨

ડ્રાક્યુલા - એક મહાદાનવ ૨
◆◆◆◆◆

પહેલાં ભાગ માં તમે જાણ્યું કે ડ્રાક્યુલા કઇ રીતે એક મહાન યોદ્ધા માંથી એક ખૂંખાર મહાદાનવ બન્યો........
હવે તેનાં અગાળ ની કહાની.......

મિત્રો આ કહાની માં હવે નવા પાત્રો નો સમાવેશ થાય છે...જેમ , કૈ....
●ડો.રેન ફિલ્ડ....(એક પ્રોપર્ટી ડીલર હતાં.)
● જોનસન.......(કહાની નો મુખ્ય નાયક કિરદાર)
●સ્ટીવ .....(જોનસન ની કંપની નાં હેડ)
●મેરી......(જોનસન ની મંગેતર અને કહાની ની નાયિકા)
●લૂસિ.....(મેરી ની ખાસ સખી.)
●કાઉન્ટ ડ્રાકયૂલા......(કહાની નો ખલનાયક).....

        ૪૦૦ વર્ષ બાદ....
◆◆◆◆◆◆

●ઇ.સ.૧૮૯૭........લંડન.......

◆◆◆◆◆◆◆◆

લંડન ની એક મોટા પાગલખાના માં ડો.રેન ફિલ્ડ ને દાખલ કરવામાં આવ્યાં તેમની તબિયત માનસિક રીતે ખૂબ જ  કઠીન હતી......
કોઈને પણ ખબર ન હતી કે તેમણે શુ થયુ છે....ડ્રાકયૂલા નાં કિલ્લા પર થિ પાછા ફર્યા બાદ તેમની આજ હાલત હતી....
તેં કંઇક અલગ જ દુનિયા માં જીવતાં હતાં.....

ડો.રેન ફિલ્ડ નાં શબ્દો......
"મારા મલિક તમે આપેલી સંપુર્ણ જવાબદારીઓ મે બખૂબી નિભાવી છે...મને વિશ્વાસ છે..કે, તમે મારા થી ખૂબ જ ખુશ હશો...અને તમારી આ સેવા બદલ તમે મને યોગ્ય પુરસ્કાર પણ આપશો....અહિયાં બધુ જ તમારા કહ્યા પ્રમાણે ચાલી રહ્યુ છે....! બધુ જ !!! "
 
આવા અજીબ વાર્તાલાપ થિ બધાં જ હેરાન હતાં ત્યાં ઉપરાંત તેમનાં ખાવાની ચીજ-વસ્તુ માં પણ જબરજસ્ત બદલાવ નોંધાયો હતો.......
હવે તેં કીડા,મકોંડા,અને અન્ય એવી જ ચીજો ખાવા લાગ્યા હતાં......
◆◆◆◆◆◆◆
●સ્ટીવ ની ઓફીસ...પર..જોનસન જોડે નો સંવાદ..
◆◆◆◆◆◆

સવાર નાં ૭:૩૫ નો સમય હતો અને તારીખ હતી...૨૪ મે, સ્ટીવ જોડે એક મોટો સોદો આવયો હતો....એક વ્યક્તિ આખાં લંડન નાં અલગ-અલગ ખૂણે પ્રોપર્ટી લેવા માંગતો હતો....તેનાં માટે તેને એક ખાસ માણસ ની તલાશ હતી....ત્યારેજ અચાનક તેને "જોનસન" નો વિચાર આવ્યો....અને તેને આ કામ જોનસન ને આપવાનું વિચાર્યું.....

અંદાજે ૯:૩૦ નાં સમયે જોનસન તેને મળવા માટે આવ્યો અને કામ-કાજ ની વાત ચાલુ થઈ.....

સ્ટીવ....."આવ,જોનસન હુ તારી રાહ જોઇ રહ્યો હતો..! "
જોનસન....."

જોનસન....."હા,જણાવો સર . અચાનક મારી યાદ કેમ આવી...?"

સ્ટીવ....."(દુઃખદ લાગણી અનુભવતા જણાવ્યું).....
જોનસન તમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે , આપણાં ભૂતપૂર્વ એમપ્લોય ડો.રેન ફિલ્ડ ની માનસિક હાલત દિન બ દિન હવે બદ થી પણ બતતર થતી જાય છે.....!"

જોનસન......"ઓહ....આતો ખૂબ જ ગંભીર વાત છે....! 

સ્ટીવ..."હવે બીજી રીતે જોવા જઇયે તો એ આપણાં કામ ના રહ્યાં નથી....... જ્યાર નાં એ  ટ્રાંનસ્લવેંનીયા થી પરત આવ્યાં છે. ત્યાર ની એમની હાલત થોડીક અજીબ છે.....
મારી ઇચ્છા છે કે, એ કામ હવે તમે પુરુ કરો....મને તમારા પર ભરોસો છે....!

જોનસન....."જરૂર, તો હવે મને જણાવશો કે મારે શુ કામ કરવાનું રહેશે.....સર..."

સ્ટીવ......"હા, ટ્રાંનસ્લવેંનીયા ની એક પાર્ટી આખાં લંડન ની અંદર અલગ-અલગ જગ્યા એ પ્રોપર્ટી ખરીદવા માંગે છે.....!
તમારે, તેમનાં જોડે જઇને એ દસ્તાવેજ પર એમની લેખિત મંજુરી અને આપણાં કોન્ટ્રાક્ટ પેપર પર તેમનાં  સાઈન લેવાના છે....."

જોનસન....."ઓકે...સર...હુ એમને મળી લઈશ...."

સ્ટીવ....."હા, જરૂર.... ખરેખર તમારા માટે આ સોનેરી અવસર છે...તમારી કબિલિયત ને સાબીત કરવાનો...."

જોનસન...."હા, જરૂર હુ વિશ્વાસ અપાવું છું... કે, તમારી લાગણીઓ દૂભવવા નહીં દવ....."

સ્ટીવ...."હા આવો અવસર જીંદગી માં એકવાર જ મળે છે...મને ખાતરી છે..તમે આ કાર્ય ચોક્ક્સ પુર્ણ કરશો....હવે મને લાગે છે. તમારે ટ્રાંનસ્લવેંનીયા માટે નીકળવું જોઇયે....."

જોનસન..."હા,ચોક્ક્સ પણ એક અંતિમ પ્રશ્ન , શુ હુ જાણી શકુ કે , ડો. રીન ફિલ્ડ જોડે ટ્રાંનસ્લવેંનીયા માં શુ થયુ હતુ....???

સ્ટીવ...."(ગંભીર સ્વર માં ) ના , ના , કાઈ જ નઈ ......પણ તેની આ હાલત અમારાં માટે પણ એક મોટુ રહસ્ય જ છે...હજુ."

જોનસન...."ઠીક છે..તો , હવે હુ રજા લવ......" 

(આટલું કહી ને તેં ઓફીસ થી ઘર તરફ રવાના થાય છે....)

◆◆◆◆◆◆

●ટ્રાંનસ્લવેંનીયા ની સફર પહેલા "જોનસન "અને "મેરી " ની મુલાકાત....

◆◆◆◆◆◆

બીજા દિવસે તારીખ ૨૫ મે સવાર નાં ૪:૦૦ વાગે 
જગ્યા લંડન નું રેલ્વે-સ્ટેશન  
જોનસન ને છોડવા માટે તેનાં જોડે મેરી પણ આવેલી હતી....(મેરી અને જોનસન એક - બીજા ને ખૂબ જ પ્રેમ કરતાં હતા.) ગણા દિવસે બન્ને આમ એકબીજા થી થોડાક દુર થઈ રહ્યાં હતાં એટલે મેરી થોડી ચિંતિત લાગતી હતી.....

મેરી....."જોનસન , હજુ આપણે લગ્ન માટે કેટલી રાહ જોવી પડશે....?? ( તેનાં આ સવાલ માં વ્યાકુળતા હતી..)

જોનસન..."ચિંતા , નાં કર....હુ જેવો ત્યાંથી પરત આવીશ આપણે લગન કરી લઈશું...."

મેરી....."ભલે, જેવી તમારી ઇચ્છા.....!!! "

જોનસન...." મારી ગેરહાજરી માં તારી સેહત ની ધ્યાન રાખજે....હુ , જેમ બને તેમ જલ્દી આવવાની કોશિશ કરીશ..."

મેરી...."ઠીક છે...હુ તમારી રાહ જોઇશ....!

જોનસન..."હુ તને પત્ર લખતો રહીશ.....અને હા મને તારી ખૂબ જ યાદ આવશે...."

મેરી..."હા મને પણ..... જોનસન..! જોનસન...!
જોનસન , હુ તમને ખૂબ જ પ્રેમ કરૂ છું...!...."

જોનસન...." હુ પણ..."
(એટલાં માં ટ્રેન નું વ્હીસલ સંભળાય છે....)

ટ્રેન આવીને તેનાં પ્લેટફોર્મ પર ઊભી રહે છે...અને એક આખરી ચુંબન સાથે જોનસન , મેરી જોડે થી વિદાય લે છે........

◆◆◆◆◆◆

■સફર ની શરૂઆત....

ટ્રેન ધીમે - ધીમે વાંકાચૂકા રસ્તા પર એક નશીલી નાગણ ની જેમ વધવા લાગી... જોનસન મન માં એક બાજુ મેરી ના વિચાર માં મશગુલ હતો...ત્યાંજ અચાનક , એક અજાણ્યા માણસે તેને એક પત્ર આપ્યો.....

એ સમયે ટ્રેન બુરાબેસ્ટ પહોંચી હતી......
જોનસન એ સમયે પોતાની રોજિંદી ડાયરી માં તેનો અનુભવ લખી રહ્યો અને સાથે પેલો પત્ર પણ વાંચ્યો...
ડાયરી ના શબ્દ....." અત્યારે હુ બુરાબેસ્ટ થિ રવાના થયો. મને એવું લાગી રહ્યુ હતુ.... કે જાણે હુ પશ્ચિમ યુરોપ માંથી પુર્વ યુરોપ માં દાખલ થઈ રહ્યો છું....જયાં હુ જઇ રહ્યો છું...એ જગ્યા કારપેથિન પર્વત ને ટ્રાંનસ્લવેંનીયા , મોન્ડેલિયા , બયૂકાવેંનીયા ની બોર્ડર પર છે.....યુરોપ નો આ ઇલકોં ખૂબ ખતરનાક માનવામાં આવે છે....અને અન્ય લોકો પણ આ જગ્યા વિશે કાઈ ખાસ નથી જાણતા...."

પોતાનાં પ્રવાસ નો અહેવાલ લખીને તેં તેને મળેલાં પત્ર ને વાંચે છે.... 

પત્ર

મારા પ્રિય મિત્ર ,
કાર્પેન્ડિયા નાં પર્વતો માં તમારુ સ્વાગત છે. 
હુ ખૂબ જ આતુરતા થી તમારી રાહ જોઇ રહ્યો છું. તમારા અહિ આવવાના સમાચાર જાણીને તરત જ મે તમને લેવા માટે મારા સેવક ને મોકલેલ છે. બારકોંપસ. થી તમને મારી બગી મળી જશે.જે તમને સીધા મારી પાસે લઇને આવશે. મને ખાતરી છે , કે તમારો લંડન થી અહિયાં સુધી નો સફર મંગલમય રહ્યો હશે...! અને મારી ખૂશનસિબિ કે મને તમારી મહેમાનનવાજી કરવાનો અવસર મળશે. મને વિશ્વાસ છે કે તમે મારા આ નિવાસ સ્થાને રહેવાનું પસંદ કરશો..........
લિ.
તમારો મિત્ર.....
"D"

પત્ર વાંચીને જોનસન નું મન કેટલાંક ખયાલ થી ઘેંરાયૂ હતુ...
અને સાંજે મોડે થી તે બારકોંપસ પહોંચી ગયો... ધીમે-ધીમે સુરજ તેની અંતિમ કિરણો સાથે વિદાય લઇ રહ્યો હતો.અને રાત તેનાં અંધકાર નાં આવેશ ને પહોળો કરી રહી હતી...
બગી માં બેસયા પછી જોનસન ને નવા અને ડરાવી દે તેવા આભાસ ઉભા થવા લાગ્યા.....

ઉંચી ભેખડો અને ઊંડી ખીણો નાં રસ્તે બગી જઇ રહી હતી...ચારે બાજુ ખૂંખાર વરુ અને શિયાળો નાં અવાજ થિ વાતાવરણ ગમગીન બન્યુ હતુ....અને બીજી બાજુ વધતો અંધકાર પણ ભલભલા નાં રૂંવાટી ઊભી કરી નાંખે અંદેશો આપી રહી હતી.....
આખરે ૧ કલાક નાં સફર બાદ તેં પોતાની મંજીલે પહોંચ્યો....
તેનાં સ્વાગત માટે ખાસ તૈયારીઓ હતી....
એક ટુકડી ઘોડેસવાર તેને સલામી આપી રહ્યાં હતાં તૌ બીજી બાજુ અપ્સરાઓ થી પણ ખુબસુરત કન્યાઓ તેનાં પર ઇતર છાંટી રહી હતી....દરેક પ્રકાર નાં ખુબસુરત ફૂલો થી બનેલાં એક ભવ્ય ફુલહાર થી તેનુ સન્માન પણ થયુ...અને અંતે કાઉન્ટ ડ્રાયકયૂલા નાં મહેલ માં તેને કદમ મેકયા......

કાઉન્ટ ડ્રાયકયૂલા તેને મળવા માટે ખૂબ જ આતુર હતો....
અને અંતે સેવકો તેને જે જગ્યા એ ડ્રાયકયૂલા વાટ જોઇ રહ્યો હતો. તેં રૂમ માં તેને લઇ આવ્યાં....

જોનસન ને હજુ પણ અંદાજ નહોતો આવ્યો કે , તેં એક રીતે તેમની નજરકેદ માં છે....

તો બીજી બાજુ કાઉન્ટ ડ્રાયકયૂલા પણ પોતાનુ રાક્ષસી રૂપ ત્યાગી ને એક વૃદ્ધ માનસ નું રૂપ લઇને તેની સામે આવયો......

કાઉન્ટ ડ્રાયકયૂલા....."સ્વાગત છે. તમારુ મારા મિત્ર , મને ખુશી છે. કે તમે મારુ માન રાખીને મારા મહેલ માં પધાર્યા.."

જોનસન..."હા....હા...શુક્રીયા..."

કાઉન્ટ ડ્રાયકયૂલા....." અરે તમને મળવાની એટલી ખુશી છે કે હુ તમને બેસવાનું કહેવાનું પણ ભૂલી ગયો..... માફ કરજો...."

જોનસન...."કાઈ વાંધો નઈ... હુ સમજી શકુ છું...."

કાઉન્ટ ડ્રાયકયૂલા....."તમને અહિયાં સુધી આવવામાં કાઈ તકલીફ તો નથી થઈ ને...."

જોનસન...."ના... જરાય નહીં.....બસ થોડુંક મોડું થઈ ગયું..."

કાઉન્ટ ડ્રાયકયૂલા...."ભલે , તો ચાલો હવે જમવાનો સમય થઈ ગયો છે...તો તમે નાહી ને તૈયાર થઈ જાવ...હુ જમવાના ટેબલ પર તમારી રાહ જોવું છું...."

જોનસન..." ઠીક છે...હુ પણ આવુ જ છું તમે પહોંચતા થાવ.."

(થોડાક સમય બાદ બન્ને જમવાના ટેબલ પર મળે છે.....)

【સુસવાટા મારતો પવન અને ખંડેર જેવી જર્જરિત થયેલી હાલત નો મહેલ તેં ઉપરાંત મહેલ ની બહાર ભૂખ્યા શિયાળ અને આક્રમક વરુઓ ના રુદન નાં સ્વર વાતાવરણ માં ડર પેદા કરે છે.....】

છતાં આ બધુ નજરઅંદાજ કરીને બન્ને જમવાનું શરુ કરે છે....

કાઉન્ટ ડ્રાયકયૂલા...."ઓહ....જોનસન તમે શાંતિ થી જમો આમ તો હુ પણ તમારા સાથે જમવા માંગતો હતો. પણ મે વહેલા જમી લીધુ....અને હુ તમારા સાથે શરાબ નો ઘૂંટ પણ નહીં મારી શકુ કેમકે હુ તેં નથી...પીતો મહેરબાની કરીને તમે ખોટું નાં લગાડશો...

હવે અગાળ ની વાત ક્રમશઃ ત્રીજા ભાગ માં.... તમારો અભિપ્રાય જરૂર આપશો....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED