મૃગજળની મમત-17 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળની મમત-17

જિયાની વાત સાંભળી સમિર ડઘાઈ ગયો.
એનુ મન બળવો કરતુ હોય એમ પોકાર કરી ઉઠ્યુ.
"ફૂટબોલ કી તરહ દોનો કભી ઈધર તો કભી ઉધર મૂજે લાત ઠોક રહી હૈ..
તૂમને કભી સોચા હૈ.. મેરી અપની ભી કુછ ખ્વાઈશે હો સકતી હૈ..? મેરા દિલ ક્યા ચાહતા હૈ..?
તૂમ ચાહે મુજે સાથ દો યા ના દો મૈ તુમ પર કોઇ દબાવ નહી ડાલના ચાહતા..!
મગર ઈતના જાન લો યે મેરી સાંસે અબ સિર્ફ તૂમ્હારે લિયે હી ચલ રહી હૈ.
મૈ તો વહી સમિર હૂં ઉલજન મે તો તૂમ દોનોને મુજે ડાલા હૈ.. કભી તૂમને ઉધર ધકેલા તો કભી ઉસને ઈધર..
મુજે કીસી ને નહી પુછા કી મૈ ક્યા ચાહતા હૂં..!
ઓર રહી બાત મેરી તો સૂનો મેરી હર ખુશી તુમસે શુરૂ હોકર તુમ પર હી ખત્મ હોતી હૈ..!
તૂમ હી મેરી દુનિયા હો મેરા સબ કૂછ હો..!
તુમને કભી સોચા હૈ તૂમ જબજબ સાથ હોતી હો મેરે ચહેરે પર યે મૂસ્કાન કૈસે હોતી હૈ..?
તૂમ્હારા મેરી જિંદગી મે હોના મેરે લિયે કોઈ કરિશ્મે સે કમ નહી..!"
"તૂમ બિલકુલ સહી હો સમિર..!"
પ્રિયા સમિરની વાત સાથે સહમત હતી.
હમ જિસે ચાહતે હૈ વો હમારી જિંદગી મે સબસે અહમ હૈ..
મૈને તો તુમ્હારે જજબાતો કે સાથ સિર્ફ ખેલા હૈ.. જિસકા મુજે બહોત રંજ હૈ..
મૈ પૂરી જિંદગી યહ બોજ લેકર નહી જી પાઉંગી...! મૈ તુમસે શાદી નહી કરના ચાહતી ક્યો કી મૈ તૂમ્હારે પ્રેમ કે લાયક નહી હૂં.. પ્રેમ તો તૂમ્હારા સચ્ચા હૈ.. મૈને દેખા હૈ.. તૂમ જિયા કો ના દેખકર કૈસે ટૂટ પડે થે..!
પર તૂમ ચાહો તો મૂજસે બદલા લે સકતે હો..
મેરે બદનકા રોયાં રોયાં તૂમ્હારા કર્જદાર હૈ.. મૈ પ્રાયશ્ચિત કરના ચાહતી હૂં..!
એટલુ બોલતાં બોલતાં એ ઢીલી પડી ગઈ..
ફકીરબાબા આ તમાશો તાજ્જૂબથી જોતા હતા..
ગજબની ત્યાગ ભાવના પરસ્પરમાં હતી.
પ્રિયા પશ્ચાતાપના બદલે પુરી જિંદગી દાવ પર લગાવવા તૈયાર હતી.
એ આડકતરી રીતે કહી રહી હતી કે સમિર એના શરીને આખી જિંદગી ભોગવે એજ એનુ વળતર હતુ. અને પ્રિયાના મનને શાંતિ.
બીજી તરફ જિયા પણ પ્રિયાની બેબસી જોઈ ઢીલી પડી ગયેલી.
પોતે સમિરને ચાહતી હોવા છતાં પણ એ જાણતી હતી કે પોતે એની સાથે રહી શકે એમ નથી એટલે જ એ પ્રિયાને અપનાવી લેવા સમિરને વિનવતી હતી.
અને સમિર સંપૂર્ણ જિયામય હતો.
એને મૌત મંજૂર હતુ. જિયાની જુદાઇ નહી..
"મૈ સિર્ફ ઈતના જાનતા હૂં જિયા તૂમ્હારે બગૈર મેરી જિંદગી જિંદા લાશ કે અલાવા કૂછ નહી હૈ..!"
"ઓહ.. બેવકૂફ મૈ કેસે સમજાઉ તૂમ્હે કી..!"
જિયા સમિર પર ગુસ્સે થઈ હતી.
સમિરને તો એનો ગુસ્સો પણ એટલો જ પ્યારો હતો.
જિયા રોતલ ચહેરે બાબા તરફ મીંટ માંડી ઉભી હતી.
છેવટે બાબા એજ કહ્યુ.
દેખો જિયા.. સચ્ચા પ્રેમ બડી કિસ્મત સે મિલતા હૈ ઉસે ઈતની આસાની સે મત છોડો તૂમ..
મૈ જાનતા હૂ કી તૂમ્હારી પરિસ્થિતિયાં પ્રતિકૂળ હૈ.. ફિર ભી તુમ ચાહો તો તૂમ સમિર કા સાથ દે સકતી હો..!
તૂમ ચાહો તો..! તૂમ્હારે લિયે યે અગ્નિપરિક્ષા હોગી.. મગર કીસી કી જિંદગી સવારને તુમ ઈતના કર સકતી હો.. ઔર મે જાનતા હું તૂમ ભી ઉસે બે ઈન્તહા મહોબ્બત કરતી હો..!
ઔર તૂમ્હે પ્રિયા કી ફીક્ર હૈ ના..?
તો સૂનો..!
"સમિર..!, બાબાએ સમિર પર નજર ટેકવી.
તૂમ પ્રિયા કો અપને સાથ રખ્ખોગે.. જિયા ભી યહી ચાહતી હૈ..!"
"હા ઔર તભી મૈ બાબા કી બાત માનકર તૂમ્હારે સાથ રહેને તૈયાર હું..!" જિયાએ સમિરને ઉલજનમાં નાખી દિધો.
પણ જિયાના સહવાસ માટે એ બધુ જ કરવા તૈયાર હતો..
"ઠીક હે જિયા..!" સમિરે સંમતિ દર્શાવી.
પ્રિયા ભી મેરે સાથ રહેગી. જૈસે તૂમ ચાહો..!
વૈસે ભી તુમ કહોગી તો ઉઠ જાઉંગા... તુમ કહોગી તો બૈઠ જાઉંગા..!"
સમિરના ચહેરા પર એજ જિવંત મુસ્કાન હતી જેને જોઈ જિયા હરખાતી હતી.
એણે સમિરના હાથમાં પોતાના હાથને લોક કરી.. સિનાથી લગાવી લીધો..
તુમ સબ ફિક્ર અબ છોડ દો.. મૈ તૂમ્હારે સાથ હું.. મૈ ખુદ અપને આપ કો હાર ગઈ તુમ્હારે પ્રેમ કે આગે..!
હમ સબ સાથ રહેંગે..! તૂમ્હારી તો બલ્લે બલ્લે.. પ્રિયા ઓર જિયા.. દોનો કે સાથ મોજ..! યાદ રખના જબ મુજે દેખકર કોઈ ડરેગા ઉસદિન મૈ ગાયબ હો જાઉંગી..!
જિયાએ સમિરની ટાંગ ખેચી. આમ પણ એને છેડવાનો એક પણ ચાન્સ એ જતો કરતી નહી..
સમિરને પરેશાન થતો જોઈ ખિજાતો જોઈ એ ખુશ થઈ જતી.
અબ સૂનો.. મેરે બુઘ્ઘુ...
ધરપર તૂમ્હારે લિયે પુલિસ કેસ હુવા હૈ..
તૂમ્હે કહેના હૈ મૂજે કીસી ને બેહોશ કરકે ઉઠા લિયા થા.. વૌ કૌન થે મૈ દેખ નહી પાયા..!
ઓર હમ લોગ પુલિસ કો યે બયાન દે દેંગે કી દો દિન પહેલે યે હમે સડક પર બેહોશ મિલા.. ઈસકા ઈલાજ કરવા કે હમ યહાં લે આયે..!
પર પુલિસ બાતે નહી માનતી..!
તુમ ગભરાઓ મત મૈ સાથ હું તો સબ હો જાયેગા..! જિયાએ સમિર સામે આંખ મિચકારી.
એ રીતસર શરમાઈ ગયો.
બાબાની રજા લઈ.. ત્રણેય હોન્ડા સિટી માં બેઠાં..!
ત્યારે સૂરજ નમી ગયો હતો.. વરસાદ પણ રોકાઈ ગયો હતો..
દૂર ક્ષિતિજ પર મેગધનૂષના રંગોથી આકાશ ખિલી ઉઠ્યુ હતુ.
ગાડી બીજા રસ્તેથી દોડતી હતી.
જિયા સમિરની પડખે બેઠી હતી. એની આંખોમાં સમિર માટે ભારોભાર પ્રેમ છલકાતો હતો.
બીજી બાજુ પ્રિયા બેઠી હતી એના બદનમાં ઠંડક વ્યાપી વળી હતી..
એની આંખોની બ્લેક કિકિઓ ગાયબ હતી.
વિસ્તરતી જતી આંખનુ વાઈટ પડળ અને એના ચહેરાના વિકારથી પરસ્પર પ્રેમમાં ગળાબૂડ પ્રેમીઓ અજાણ હતાં.
એ ચમક માત્ર પળભરની હતી.. ફરી પ્રિયા સહજ થઈ ગઈ..
ગાડી વેગવંતી ભાગી રહી હતી..
સમય પણ કેટલીક નવીજ ઘટનાઓને પેટમાં દબાવી આગળ વધતો હતો. ક્યારે શુ થવાનુ હતું કોને ખબર..!
કિશોર કૂમારની તર્જના શબ્દો ધીમા સ્વરે ત્રણેયના કાનમાં ગૂંજતા હતા.
જિંદગી કે સફર મે ગુજર જાતે હૈ જો મકામ વો ફીર નહી આતે... વો ફીર નહી આતે..!
(સંપૂર્ણ)
અંતે
આખી સ્ટોરી માં છેલ્લે સુધી સાથ આપનાર તમામ વાંચક મિત્રોનો દિલથી આભાર માનુ છું.. મારી પાસેથી હોરરસ્ટોરીની અપેક્ષા રાખતા હોવતો જરૂર જણાવશો. એજ..
-સાબીરખાન પઠાણ