મૃગજળની મમત-3 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

મૃગજળની મમત-3

પ્રસ્તાવના:

આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..
છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..
કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..
મિનલ ક્રિશ્ચન "જીયા"
સાબીરખાન પઠાણ "પ્રીત"


ઝબકીને સમીરે પાછળ જોયુ. એના આશ્ચર્ય વચ્ચે પડસાળમાં સૂનકાર વ્યાપેલો હતો.
એના ખભા પર કોઇએ હાથ મૂક્યો હતો. એનો અર્થ એ હતો કે એની પડખે કોઈ મોજુદ હતુ.
પરંતુ દૂર સુધી કોઈ દેખાયું નહી.
એ ખૂબ ગભરાઈ ગયો હતો.
એનું મન હવે ભાગીને પોતાના કમરામાં પુરાઈ જવા અધીર બન્યું.
એ ઉતાવળાં ડગલાં ભરતો ચાલવા લાગ્યો. એણે જે નજારો જોયો હતો એ પછી ત્યાં ઉભા રહેવાની એનામાં હિંમત નહોતી.
એને ડર હતો કે જરા પણ એ લોકોને અહેસાસ થયો કે એમની પાપલીલાનો પોતે સાક્ષી છે, તો પોતાનો પણ એ જ હાલ થવાનો હતો જે પેલાં નિર્દોષ યુવાનનો થયો હતો.
હવે એને બધું સમજાઈ ગયું હતું.
આજ દિન લગી પ્રિયા નામની યુવતી પોતાની સાર-સંભાળમાં દિલ લગાવીને આટલી બધી વ્યસ્ત કેમ રહેતી હતી..?
પોતાની સરભરામાં આટલો ઉમકળો કેમ દર્શાવતી હતી..?
ધીમેથી પોતાના કમરાનો દરવાજો ખોલી એ ભીતર કૂદી પડ્યો.
એકાદ કિ .મી દોડીને આવ્યો હોય એમ એનું શરીર હોંફવા લાગેલુ.
જેવો એને કમરામાં પ્રવેશ કર્યો કે તરત કમરાનુ દ્વાર ભીડાઈ ગયું.
એ ઊભો થઈ દરવાજાને ધારી ધારી જોવા લાગ્યો.
શું ખરેખર દરવાજો કોઈએ બંધ કરી દીધો હતો..?
પોતાની આગળ-પાછળ કોઈ હતું...?
એણે ડરતાં-ડરતાં આખા કમરામાં નજર ફેરવી.
હવે જ એને એ વસ્તુનો આભાસ થયો કે કમરામાં મોગરાની ખુશબુ વ્યાપી ગઈ છે
આ એજ ખુશ્બુ હતી જે સપનામાં એણે પ્રિયાના મોહમાં ઝકડાઈને કરેલા સંવનન વખતે અનુભવી હતી.
એણે ખાતરી કરવા દરવાજાને ધક્કો મારી જોયો.
એનો ભય ખોટો નહોતો.
દરવાજો બહારથી બંધ હતો. સજ્જડ લોક હતો.
સમીરના મન-મગજમાં ઘમસાણ મચ્ચુ હતું. પોતાની બેડ પર આવીને એ પટકાઇ ગયો.
હવે એને ઊંઘ આવે એમ નહોતી.
છતાં એને સૂઈ જવું હતું.
કોઈ નવું છમકલું થાય અને પોતાનું હ્રદય બંધ પડી જાય એમ તે ઈચ્છતો નહતો.
બંગલામાં રહેનારા લોકો એને રહસ્યમય લાગ્યાં.
સમીર એક વાત સમજી ગયો હતો અહીં કમરા માં ગોંધાઈ રહેવામાં પોતાના જીવને ખતરો હતો હવે મરણિયા બનીને પણ આ ગૂંગળાવી મારતી કેદમાંથી ભાગી છૂટવું હતું પોતાની જાતને બચાવવા કોઈનું ખૂન પણ કરવું પડે તો હવે એ મનોબળથી મક્કમ હતો
આ મકાનમાં વસતો પરિવાર માનવ રક્તનો પ્યાસો હતો
એમના પર ભરોસો કરવાનો મતલબ એ હતો કે પોતાની જિંદગીની જાણીજોઈને ભૂતાવળના હવાલે કરી દેવી..
ધીમે ધીમે પવનનુ જોર વધી રહ્યુ હોય એમ એને લાગ્યુ.
વરસાદ પડતો હોય એમ વૃક્ષોનો પર્ણધ્વનિ ગાજતો હતો.
કમરાની દિવાલો ફાડીને ભીતરના સન્નાટાને ઘમરોળી નાખવો હોય એમ તોફાને ચડેલો પવન જાણે બધુ નેસ્તનાબૂદ કરવાના ઈરાદે ઘૂરકિયે ચડેલો..
સમિરની આંખોમાં એક દ્રશ્ય જીલાઈ રહ્યુ હતુ.
એ દિવસે પવન આમજ બેફામ બનેલો. ધૂળના ગોટા ઉડતા હતા.
માનવ મહેરામણથી ઉભરાઈ રહેલા પ્લેટફોમ પર સમિર ભાગતો હતો.
વેકેશનનો સમયગાળો હોઈ ટ્રેનો ઓવર ફ્લો હતી.
તત્કાલ વેઈટિંગની ટીકિટ લઈ સમિર જમ્મુ તાવીમા ચડી ગયો..
મમ્મી પપ્પા એને મૂકવા આવેલાં. પબ્લિકના ધોંધાટમા એને મમ્મીનો અવાજ સંભળાયો.
તુ સાચવીને જજે બેટા....!
બારી બહાર નમીને મમ્મીપપ્પ સામે હાથ લાંબો કરી વિદાય લીધી.
ગાડીએ સ્ટેશન છોડ્યુ એટલે સમિરે પોતાના ખભે લટકતા ટ્રાવેલિંગ બેગને ઉપર સેરવી દીધો.
કંમ્પાર્ટમેન્ટ આખો ફૂલ હતો.
સામેની સીટ પર બે સુંદર યુવતીઓ બેઠી હતી. બન્નેના ચહેરા મેકપના કારણે વધુ નિખરી રહ્યા હતા. આટલા છલોછલ સોદર્યને આંખભરી જોવામાં એને સંકોચ થયો.
બન્ને યુવતીઓની બાજુમાં કદાવર કદકાઠી અને લંબગોળ ચહેરાઓ પર એક સરખી દાઢી અને માથે કસકસાવીને બાંધેલી પગડી વાળા આકર્ષક પંજાબી યુવાનો બેઠા હતા.
એની સામેની સીટપર એક ફેમિલી હતુ. જેમાં બે જુવાનો અને ધૂંધટ તાણેલી નવોઢા સાસુમાને અડીને બેસેલી..
સમિર ઉભો હતો.
આગળ જતાં સીટ ખાલી થાય એટલે મોકો ઝડપી લેવાનો હતો.
કંમ્પાર્ટમેન્ટમાંથી કોણ ક્યાં ઉતરવાનુ એની સચોટ માહિતી જોઈએ.. અને સમિરને કોઈને પૂછવાનુ યોગ્ય ના લાગ્યુ.
પેલી બન્ને રૂપસુંદરીઓ મોબાઈલમાં ખોવાઈ ગઈ હતી.
સમિરે જોયુ કે પહેલાં બેસેલી યુવતી ગુલાબની પંખૂડી જેવા હોઠ પર સમિરની સામે જોઈ વારે વારે સ્મિત કરતી હતી.
અને અછડતી નજરે જોઈ લેતી હતી.
એના એ બનાવટી સ્મિત તરફ સમિર લપસી ગયો.
એની સામે સમિરે પણ પોતાના માસુમ ચહેરા પર નાજૂક સ્મિત પાથર્યુ.
જાણે મોકાની જ રાહમા હોય એમ એ સમિરને ટગર-ટગર જોતાં બોલી.
"કહા જાયેંગે આપ.. ?"
"કાશ્મિર..!"
સમિરે એક ટૂક ઉતર વાળ્યો.
"વાઉ..! અમેઝિંગ પ્લેસ..!
કાફી લંમ્બા સફર હૈ..!"
આપકો એતરાજ ન હો તો યહાં મેરે પાસ બેઠ સકતે હૈ આપ..!
એણે જગા કરી આપી શિષ્ટાચાર દાખવ્યો.
"નો થેંક્સ..!"
સમિરને એટલે અજૂગતુ લાગ્યુ કે એની આવી ઓફરથી કંમ્પાર્ટમેન્ટના દરેક જણે સમિરને કોઈ અજાયબી હોય એમ આંખો ફાડી-ફાડીને જોયુ હતુ.
"બેઠ જાઈએ.. હમ દોનો આપકો ખા નહી જાયેંગે..!"
બન્ને અપ્સરાઓ ખખડીને હસી હતી.
સમિર એક પણ શબ્દ બોલ્યા વિના બન્નેની પડખે સંકોચાઈને બેઠો.
"કીસીસે મિલને જા રહે હૈ..?"
એના અવાજમાં માધુર્ય હતુ.
"હા, અપની મૌસીસે..!"
અજાણી સુંદરીઓના મોહમા તણાઈને એમના પર ભરોસો કરવાની મૂર્ખામી એ કરી બેઠો હતો.
**** **** *** **** ****
અચાનક કોઈ ગીત ગુનગુનાવી રહ્યુ હોય એવુ લાગતાં એની તંદ્રા તૂટી.
ફરી પાછો ભયાવહ ખૌફના માહોલમાં પટકાઈ ગયો.
એ ઉભો થયો..
એના કાન સતેજ થઈ ગયા.. એક ધીમો મધુર સ્વર કમરામાં ગૂંજતો હતો.
"યે મુલાકાત ઈક બહાના હૈ...
પ્યારકા સીલસીલા પૂરાના હૈ..
તેરે કદમો તલે જમાના હૈ..
દિલકો દિલકે કરીબ લાના હૈ..!"
ગીતની કળીઓની વિંસંગતતા એને ખટકી. સ્વર મધુર હોવા છતાં આ સમયે એના શરીરમાં ધીમુ કંમ્પન ભરી ગયો.
અવાજ બાથરુમ તરફથી આવી રહ્યો હતો.
સાથે સાથે પાણીના ફૂવારાનો લયબધ્ધ અવાજ પણ એમાં ભળી જતો હતો.
કોઈ શાવરબાથ લેતાં-લેતાં ગુનગુનાવી રહ્યુ હતુ.. પણ કોણ હતુ એ..?
અત્યારે આ સમયે પોતાના કમરામાં..?"
એનુ મન ભીંસાવા લાગ્યુ.
એ બાથરુમ જોડે હળવા પગલે પહોચ્ચો.
બાથરુમ ઉપરથી ખૂલ્લુ હોઈ.. એને ઉપરથી ભીતર જોવાની ઈચ્છા થઈ..
ધીમા પગલે એણે ટેબલ ઉંચકી બાથરુમની દિવારને સટાવી દીધુ.
જરા પણ અવાજ ન થાય એની તકેદારી રાખી એ ટેબલ પર ચડ્યો. દિવાર પકડી ભીતર ડોકાયો..
બાથરુમમાં નાના લેમ્પનુ શ્વેત અજવાળુ હતુ.
દુધ જેવા ખૂલ્લા શરીર પર એ ફૂવારો પકડી એ ગીત ગુનગૂનાવી રહી હતી.
એના ખૂલ્લા વાળ એની ડોક અને પીઠને ઢાંકી નાખતા હતા.
આખાય ખંડમાં મોગરાની મધમધતી ખૂશ્બૂની લહેર ફેલાઈ ગઈ..
સમિરે જોયુ કે આ એજ મુલાયમ બદન હતુ જેને પોતે સપનામાં રગદોળી રહ્યો હતો.
આવો અદભૂત દેહ વૈભવ..! જાણે સ્વર્ગથી ઉતરી આવેલી એ મેનકા હતી.
સમિર ધડકતા હૈયે એને જોતો રહ્યો.
અને એકાએક એનુ ગીત અટકી ગયુ.
સમિરનુ હૈયુ એક ધબકારો ચૂકી ગયુ.
***** ******

જ્યારથી ખટપટીયાએ નોર્થ ઝોનની ચોકી પર ડ્યુટી જોઈન કરી હતી ત્યારથી આ ઇલાકામાં ક્રાઇમ રેટ ઘટયો હતો.
પરંતુ દારૂ ના ધંધામાં તેજી આવી ગઈ હતી ભાવો આસમાને પહોંચ્ચા હતા.
પોપટ ખટપટીયાની ધાક નીચે જે લોકો ધંધો કરતા હતાં.
એ જીવના જોખમે માલની હેરાફેરી કરતા અને એટલે જ ભાવો ડબલ હતા.
ખટપટિયા સર જેવા ચોકી પર એન્ટ્રી મારતા કે તરત નારંગ સ્પેશિયલ ચા સાથે હાજર થઈ જતો.
રોજની જેમ આજે પણ પોપટ સર ડ્યૂટી પર હાજર થયા કે નારંગ 'ગુડમોર્નિગ સર' કહેતો સલામ ઠોકી ચાનો ઓર્ડર દેવા દોડી ગયો.
ઈસ્પે. જગદિશે ખટપટિયાને જોતાંજ ગુડમોર્નિગ સાથે સલામ ઠોકી.
"વેરી ગુડ મોર્નિગ.. વેરી ગુડમોર્નિગ..!"
કહેતાં પોતાની ચેર પર એમણે બેઠક લીધી.
"આ સોશિયલ મિડિયાનો યુઝ વધ્યો એમ ખાખી વર્દીની બદનામી કેટલાક લેભાગુ અફસરોના કારણે વધી ગઈ છે..!"
પોપટસરે એક ધારદાર નજર જગદિશ તરફ નાખતાં એ ભીતરેથી ફફડી ગયો.
એને ફડક એ વાતની પેઠી કે પોતાની ઐયાશ્યી અને બેઈમાનીનો ભૂતકાળ સર આગળ ખૂલ્લો તો નથી પડી ગયોને..?
એણે ડરતાં ડરતાં પૂછ્યુ..
"શુ થયુ સર...? બધુ બરાબર તો છેને..?"
"આજનુ છાપૂ જોયુ નઈ તમે..? સરઘસ કાઢ્યુ છે પોલિસવાળાઓનુ..!"
પોપટ સરે ઈસ્પે. જગદિશ તરફ આજના ન્યૂઝપેપરનો 'ઘા' કર્યો.
બે દિ પ્હેલાંજ વોટ્સએપ પર રીશ્વત લેતા પોલિસ વાળાનો વિડીયો વાયરલ થયેલો.
અને આજે છાપામાં લેખ હતો કે શહેરમાં પોલિસની રહેમ નજર હેઠળ બૂટલેગરોને તાગડધિન્ના છે..
અને શરાબના વધેલા ભાવની વિગત હતી.
એક ચાલીમાં ખૂલ્લેઆમ શરાબની મહેફિલની તસવિર ન્યૂઝમાં છપાઈ હતી.
એ જોઈ જગદિશે ખૂલાસો કર્યો.
સર આપણી હદમા આ વિસ્તાર નથી આવતો..!
અને આમ પણ બધા જ બૂટલેગરો તમારા આગમનથી સાબદા બની ગયા છે.. કોઈ તમારી અડફેટે નઈ ચડે..!"
"જે અડફેટે ચડ્યો એ ગયો જગદિશ..!
સમાજને નશાની લતે ચડાવનારા ઓને તો હું ગોળીએ દઈશ..!"
પોપટ સરે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો.
જગદિશ જાણતો હતો ખટપટિયા સરના શબ્દો બોદા નહોતા.
એ જે બોલતા હતા એ કરતા હતા.
નારંગ 'ચા' આપી ગયો.
આવી વિચારસરણીના કારણે જ કાયદાનો ડર કોઈને રહ્યો નથી જગદિશ..
ઈલાકો ગમે તેનો કેમ ના હોય કાળાં કામ થતાં જોવે ત્યાં કાયદાના રખેવાળો અવાજ ઉઠાવે તો ધણો ફરક પડે..!"
જગદિશ જાણતો હતો સર જેવા ઈમાનદાર અને ફરજપરસ્ત અફસરો હવે ભાગ્યે જ જોવા મળે છે જે કોઈ પણ ભોગે પોતાનુ ઈમાન બચાવે છે.
ચા પીધા પછી તરત ઈસ્પે. જગદિશ ચાલુ કેસોની ફાઈલ ખટપટિયા સર સન્મુખ પેશ કરી.
જેમાં સમિરના કેસની ડિટેલ આપતાં ઈસ્પે. જગદિશે કહ્યુ.
સર..! માસ્ટરજીના છોકરાનો ફોન ટ્રેસ કર્યો છે.
એનુ લોકેશન મળી ગયુ છે.
કોલ રેકોર્ડમાં કોઈ ખાસ માહિતી નથી મળી..
છેલ્લા પંદર દિ'માં જેટલા કોલ એ નંબર પરથી થયા એ બધાને હું મળી ચૂક્યો છુ.!
ફોનનુ લોકેશન પશ્ચિમ બંગાળની બોર્ડર પરના એક ગામડાનુ છે.
ફોન કરીએ છીએ તો કોલ રીસિવ થાય છે પણ કોઈ વાત કરતુ નથી.
મારો એક મિત્ર એ બાજુ ટ્રાન્સફર થયો છે એને કેસની ઈન્ફરમેશન મોકલી છે .. એનો જવાબ આવવો જ જોઈએ..!"
"સરસ..! ગમે તે ભોગે આપણે છોકરાને ગોતી કાઢવાનો છે.
પોલિસવાળાઓ પર રોજ લાંછન લાગે છે એને ધોવાં તો પડશેને.. Keep it up..
એકા એક પોપટસરના ફોનની રીંગ વાગી.
સ્ક્રીન પર સ્પાર્ક થઈ રહેલા નંમ્બરને એ જોતા રહ્યા.

** ** ** ** ** ** ** ** **
એનુ ગીત અટકી જતાં સમિરનુ હ્રદય એક ધબકારો ચૂકી ગયુ.
"મુજે દેખને કે લિયે ઉપર તક ચડ ગયે..?"
એક સંમોહનકારી મધુર અવાજ કમરામાં ગૂંજી ઉઠ્યો.
સમિરે ચમકીને પોતાની બેડપર જોયુ.
એ બેડ પર બેઠી બેઠી હસતી હતી.
એના સ્લિવલેસ હાફ ટોપ નીચેથી કેળના થડ જેવા દૂધિયા પગ હિંચકો ખાઈ રહ્યા હતા.
હમણાં જ બાથ લઈને નીકળી હોય એમ એના વાળ ખૂલ્લા નીતરતા હતા.
શ્વેત ધીમી રોશનીમાં સમિરના શરીરમાં પરસેવો વળી ગયો.
ચકળ-વકળ આંખે મટકુ માર્યા વિના એ સમિરને જોઈ રહી હતી.
સમિર ધડીક બાથરુમમાં તો ધડીક બેડ તરફ જોવા લાગ્યો.
બાથરૂમમાં અત્યારે સૂનકાર વ્યાપેલો હતો.
હવે એને પૂરેપૂરી ખાત્રી થઈ ગઈ હતી કે આ પ્રિયા એક પ્રેતાત્મા હતી.
જે કદાચ કોઈ મક્સદથી સમિરના અસ્તિત્વને ઘમરોળી રહી હતી.
"આપ વહાં હી બૈઠે રહેંને વાલે હો યા ફિર નીચે ભી ઉતરોગે..?"
એણે ખિલખિલાટ કર્યો.
કદાચ સમિરની અકળામણની એ મજા લઈ રહી હતી.
સમિર ગભરાતાં-ગભરાતાં ટેબલ પરથી નીચે ઉતરવા લાગ્યો.
"આ જાઓ.. મેરે પાસ...!
યે મેરા કમરા હૈ.. મૈ ચાહતી તો તૂમ્હે પહેલે દિન હી યહાંસે ભગા દેતી.. ડરા ધમકાકર ઓર અચ્છીતરહ ખાતિરદારી કરકે..
મગર...,
એ અટકી..,
સમિરને હવે ખાતરી થઈ ગઈ હતી.
આ પ્રેત પોતાને નુકસાન કરવાનુ નહોતુ.
સમિરને પ્રેતની સન્મુખ થવાનો આ પ્હેલો અનુભવ હતો.
આજસુધી એણે લોકવાયકાઓમાં ખૂંખાર પ્રેતાત્માઓની વાતો સાંભળેલી..
આ સાવ ધારણાથી વિપરિત અનુભવે એણે ભીતરેથી હચમચાવી મૂકેલો.
એના હ્રદયમા એક તોફાન ઉઠેલુ જેને એ ચહેરા પરથી કળાવા દેવા માગતો નહોતો.
"યહાં બૈઠ જાઓ મેરે પાસ સમિર..
મુજસે ડરો મત..!
"આપ પ્રિયા હૈ ના..?"
સમિરને કળ વળતાં હિમ્મત ભેગી કરી એ પ્રેતાત્માની પડખે બેઠો.
દુધ જેવા ચહેરા પરની શિતળતા મન હરી લેતી હતી.
એના વાળના ધટાટોપ ઝૂમખાથી ઘેરાયેલો તેજસ્વી ચહેરો..
મેઘસભર વાદળોની વચ્ચેથી અલપ-ઝલપ થતા ચંદ્રમા જેવો લાગતો હતો.
"નહી..!"
એના એકજ શબ્દએ સમિરને ઘમરોળી નાખ્યો.
વો જબભી તૂમ્હારે પાસ આતી હૈ.. મુજે બહોત ગુસ્સા આતા હૈ..
વો તૂમ્હે છૂતી હૈ તો કસમસે ઉસકા કલેજા નિકાલ લેને કો જી કરતા હૈ.. પર મૈ ખુદ પર કંન્ટ્રોલ કર લેતી હૂ.. ક્યોકી મૂજે તૂમ્હારી ફીક્ર હૈ..!
"મેરી ફીક્ર..?"
"હા..!, તૂમને ઉન લોગોકી દરિંદગીકો દેખા નહી..?
તૂમ ઉન લોગો કી સાજિશ કો સમજ જાઓ ઉસી ઇરાદે સે મૈ તૂમ્હૈ બાહર લે ગઈ..!"
"ઓ..હ..!"
હવે જ સમિરને સમજાયુ હતુ કે પ્રિયાના ગયા પછી રોજ સજ્જડ બંધ થઈ જતો દરવાજો આટલી આસાનીથી ખૂલી કેમ ગયેલો..?
"મતલબ કી આપ સબ પહેલેસે જાનતી થી..
કૈસે..? ઓર આપ હૈ કોન..? મુજ પર તરસ ખાને કી વજહ..?"
સમિરને હજુય એની વાતો પર ભરોસો નહોતો..
પોતાને ફસાવવાનો પ્રેતાત્માનો કોઈ નવો પેતરો તો નહી હોયને..?
એના મનને સંદેહ હતો.
"તૂમ યે સબ જાનકર ક્યા કરોગે..?
તૂમ્હેતો ખુશ હોના ચાહીએ કી મૈ તૂમ્હારી હિફાજત કે લિએ તૂમ્હારે સાથ હું..!"
"નહી, !!"
સમિરની જિજ્ઞાસા જોર કરી ગઈ એનો સંપૂર્ણ ભય ગાયબ હતો.
મૈ જાનના ચાહતા હૂ.. યે પૂરા માજરા ક્યા હૈ..?
સમજના ચાહતા હૂં.. આખિર યે સબ કિસ લિએ..?"
"ઠીક હૈ ફિર...!
એક પળ માટે એ અટકી સમિરની આંખોમાં જોતી રહી.
સમિર એની નીલિ આંખોના ઉંડાણમાં ઉતરી ગયેલો.. બદામી રતુંબડા હોઠ ... જોઈ એના શરીરમાં જણજણાટી વ્યાપી ગઈ..
એની ઘટાટોપ ઝૂલ્ફોમાં ખોવાઈને આલિંગનની મદહોશ ક્ષણોમાં ઓંગળી જવાની ઈચ્છાઓ પર એને મહામહેનતે કાબુ મેળવ્યો.
સમિરના મનોમંથનને કળી ગઈ હોય એમ એના સ્નિગ્ધ હોઠો પર સ્માઈલ ઉપસી આવ્યુ...
"ડરોગે તો નહી ન..?"
"ના..?" સમિર જાણે એને વશ થતો જતો હતો.
એ અફાટ સૌદર્યના મહાસાગર સમી યુવતીના પ્રેતે એને પોતાના મોહપાશમાં ઝકડી લીધેલો..
એણે જમણા હાથની હથેળી સમિરના મસ્તક પર મૂકી.
સમિરના શરીરમાં વિજળીનો કરંટ વ્યાપી ગયો.. એની આંખોમાં તણખા જર્યા.
સામેની દિવાર પર સમિરે થિએટર સ્ક્રિન જેવા દ્રશ્યો દેખાયા...
નજરની સામે ભજવાઈ રહેલા દ્શ્યોને એ વિસ્મયથી જોતો રહ્યો.
એક બંધિયાર કમરાનુ એ દ્રશ્ય હતુ.
સાત -આઠ જણાં પૂજાની થાળી સાથે ઉભાં હતાં. જેમાં બે કદાવર પૂરૂષ હતા.
પ્રિયાના ભાઈઓ સિવાય બાકીના ચહેરા સમિર માટે અજાણ્યા હતા.
સૌની આગળ મુખિયા જેવી એક પ્રૌઢ સ્ત્રી સામે રહેલી વ્યકતિને જાણે વિનંતી કરી રહી હતી.
મા તેરે લિએ નયા બકરા મિલ ગયા હૈ..!
અબ તો તૂ ખુશ હૈ ના..?
તુમ હી બતાઓ ઈસ કી બલિ તૂમ્હારે કાબિલ હૈ યા નહી..!"
લાકડાના બાજોઠ પર બેસેલી સ્ત્રીનો લાંબા વાળના ધેરાવામાં ઢંકાયેલો ચહેરો દેખાયો..
એની લાલઘૂમ મોટી મોટી આંખો પ્રાણ હરી લેવા પૂરતી હતી.. એ વૃધ્ધાનો ચહેરો કરચલીઓના કારણે વિકૃત લાગી રહ્યો હતો.
એનીઆંખોમાં શૈતાની ચમક હતી.
"મેરે બચ્ચો.. એક બડી સમસ્યા આને વાલી હૈ..!"
ટોળામાં રહેલી મોટા ભાગની સ્ત્રીઓમાં હાયકારો વ્યાપી ગયો.
વૃધ્ધાની આંખોમાં ક્રોધ ભભૂકી ઉઠ્યો.
"ઐસી ક્યા બાત હૈ 'મા' જીસસે આપ ખુદભી ખફા હૈ..?"
"તુમ હી દેખ લો.. ! એનો અણગમો શબ્દોમાં વર્તાયો.
વૃધ્ધાએ પોતાના હાથમાં જલકૂંભી લઈ ચારે બાજુ મંત્રોચ્ચાર કરી જળ છંટકાવ કર્યો.
બધાંની નજર સમક્ષ ધુમાડામાં એક દ્રશ્ય જળના પ્રતિબિંબની જેમ હિલોળાવા લાગ્યુ.
એક યુવક અને એક યુવતી એક બીજાના બાહૂપાશમાં ઝકડાઈ.. પરસ્પર ચુમ્બનોની ઝડી વરસાવી રહ્યાં હતાં.
"સમિર..!, તૂમ બૂરે ફસ ગયે હો યાર...!
મૈ તૂમસે મહોબ્બત કરને લગી હૂ. જિસ્મ કા યે ખેલ ખેલતે ખેલતે તૂમપે દિલ આ ગયા હૈ..
મૈ અપને કબિલે કા દ્રોહ કરકે તૂમ્હે સલામત નિકાલ દૂગી..
મૈ વાદા કરતી હૂં..!"
કહેતી એણે સમિરને પોતાની સૂંવાળી ભૂજાઓમાં એવી રીતે ઝકડી લીધો જાણે એ કેદમાંથી એને ક્યારેય છૂટવુ જ નહોતુ.
જાણે એની એક પણ વાત સાંભળી ન હોય એમ સમિર એની કામૂક નજરોમાં નજરબંધ થઈ ગયેલો.. હિલોળાતો ખૌફ કાળોતરા અજગરની જેમ ચોતરફ ભરડો લેવા લાગેલો.
કબીલાની દીકરી પોતાના શિકાર માટે મોજમસ્તી કરી એને તૃપ્ત રાખે..
એની સંતુષ્ટીની દરકાર કરી ટેન્શન મુક્ત રાખે પોતાનો શિકાર તદુરસ્ત અને હષ્ટપૂષ્ટ્ર બને...
એમાં કોઈને વાંધો નહોતો..
વાંધો તો બેન-દિકરી કબિલાનો દ્રોહ કરે એનો હતો.
(ક્રમશ:)