"ખૌફનાં મંડાણ" હવે પૂર્ણાહુતિને આરે છે ત્યારે ખુબજ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું. કેમકે આ વાર્તા ને લખતા લખતા હું જીવી ગયો છું આ વાર્તા અને એના પાત્રોને મારે ભુલવાં છે )
*** ****
ધુમાડાના ગોટા વચ્ચેથી ફકીર બાબા એ દેખા દીધી એટલે સમીરના જીવમાં જીવ આવ્યો.
પ્રિયાના શરીરમાં રહેલી ડાયન એક પળ માટે ઠરીઠામ થઈ ગયેલી.
એને કલ્પના પણ નહોતી કે જિયા પોતાની ચાલને ધ્વસ્ત કરી શકે છે.
એટલે એની બધીજ બડાશ હેઠી પડી ગઈ.
સમિરના સહવાસમાં રંગાવાની અને રક્તની તલપ મિટાવવાની એની લાલસા અધૂરી રહી ગઈ.
"મૈને ક્યા કહા થા તૂજે..યાદ હૈ ના..?
ફકીરબાબાએ બહાર ઉભેલી ડાયનને પડકાર ફેકતાં કહ્યુ.
આજ તૂ ચાહે તો અપની સારી તાકાત આજમાલે..!
તેરે જુલ્મો કા અંત હોગા અબ..!"
પ્રિયાના શરીરમાં રહેલી ડાયન હસવા લાગી.
એનુ હાસ્ય ધીમે ધીમે વધતુ ગયુ.
ફકિરબાબા જરા પણ વિચલિત થવાની ગફલત કરે એમ નહોતા.
એકાદ ચૂક પણ ભારે પડી જાય..
એમણે સૂરાહીમાં રહેલુ જળ પ્રિયા પર છાંટ્યુ.
પ્રિયા આખી સળગી ઉઠી હોય એમ ચિલ્લાઈ.
ડાયન પણ પોતાની જગા પર ઉછળતી હતી.
સમિરે જોયુ કે આકાશ ફરી ગોરંભાઈ ઉઠ્યુ.
મેધો ગર્જના કરવા લાગ્યો.
જોત જોતામાં ફરી ધરણી જળ બંબાકાર થઈ જવાની હતી.
વિજળીના ચમકારાથી હવે એ ડરી રહી હતી.
પોતાની શક્તિઓ મ્લાન બની હતી.
"જાને દો..! જાને દો મૂજે..!"
પ્રિયાએ માથુ ઉંચકી છણકો કર્યો.
શરીરમાં ઉઠેલી અગનજાળે એને ગભરાવી દીધેલી.
જાને દૂ..? તૂજે જાને દૂ ..?
ઈસ લિયે કી ફીરસે તૂ લોગો કો અપની હવસ કા શિકાર બનાયે..?
બચ્ચો કો જન્મસે પહેલે ખા જાયે..?"
હરગિજ નહી..
મૈને કબિલે કો તૂજસે બચ્ચો કે બદલે કુછ ઔર માંગના ક્યા કહા.. તૂ તો સારે કબિલે કો મૂઠ્ઠી મે લેકર નચાને લગી.
તરહ તરહ કે જૂલ્મો સે સબકા ચેનો સૂકુન છીન બૈઠી..?
મેરી વજહ સે ઔર કીતને યુવા લડકો કી જાન ગઈ.. ઔર અબ તૂ કહેતી હૈ જાને દૂ..?"
ફકીરબાબાના શબ્દો એને કડવા ઘૂંટ જેવા લાગ્યા.
તુ દેખતી જા.. અબ ક્યા ક્યા કરતા હું મૈ..!
ડાયન થથરી ઉઠી.
મૈ કબિલે કો છોડકર ચલી જાઉંગી..!
મૂજે બક્ષ દો..!"
કિસી કો ફીર પરેશાન નહીં કરુંગી..
મુજે જાને દો...
છોડ દો મુજે...!"
બચવા માટ એે ધમપછાડા કરી રહી હતી.
બહોત ઘમંડ થા ના તૂજે અપની તાકત પર..?
ફકીર બાબાના ચહેરા પર રોષ ચોખ્ખો વર્તાતો હતો.
સમીર તેરી જાલ મે નહી ફંસા તો તુને બચ્ચી કો અપને જાંસે મે લે કર..
સમિર કો તેરે હી ઠિકાને પર ઉઠા લાનેકા ફેસલા કિયા મગર તું જાનતી નહિ હૈ તેરે જુલ્મો કા શિકાર હુઈ જીયા અક્સર મુજે મિલતી થી.
ઉસ દિન તુમ દોનો કે ઈરાદે કો જિયાને જાના તો તૂરંત ઉસને મુજસે સંપર્ક કિયા. ઓર ફિર હમને તૂજે તેરી હી જાલ મે ફસાને કા નિશ્ચય કર લિયા...
ઔર દેખ આજ તુ તેરી હી જાલમે ફસી હૈ..!"
ડાયનની લોહીયાળ આંખોમાં ખૌફ દેખાયો.
કદાચ એ ફકીરબાબાનો ઈરાદો પામી ગયેલી.
એમના હાથમાં રહેલો અસ્ત્રો જોઈને એ ધ્રૂજી ઉઠી હતી...
ચિચિયારીઓ પાડી બહાર એ ઉછાળા મારતી હતી.
એણે પ્રિયાના શરીર પર હાવી થઈ જિંદગીની સૌથી મોટી ભૂલ કરેલી.
નહી તો એ ક્યારેય દયાજનક પરિસ્થિતિમાં ન સપડાતી..
**** **********
"અબ ચાહે જિતની તુ ઉછલ કુદ કરલે..
તેરી મૌત નિશ્ચિત હૈ...!"
બાબાએ મક્કમ બની ચહેરે કઠોરતા ધરી લીધી.
સમિર અધ્ધર જીવે પ્રિયાના વલવલાટને જોતો હતો.
એની દ્રષ્ટી ફકીરબાબાની એકએક પ્રતિક્રિયા પર હતી..
"સમિર...!"
ફકીરબાબાએ એકદમ એનુ નામ ઉચ્ચારતાં
એનુ હ્રદય એક ધબકારો ચૂકી ગયુ.
પ્રિયા કે દોનો હાથ કસકે પકડ લે..!
અપની જગહ સે વો જરા ભી હીલ ન પાયે..!"
સમિરે બાબાની આજ્ઞાનુ અનુસરણ કર્યુ.
એણે કસકસાવી પ્રિયાના હાથ પકડ્યા.
ચહેરો વાળથી ઢંકાઈ ગયો હતો.
છતાં એ "હૂંહ" કરી પ્રતિકાર કરતી એટલે એની લાલધૂમ મોટી મોટી આંખો નજરે પડી જતી હતી.
જો બાબાની હાજરી ન હોત તો સમિર પ્રિયાને પકડવાની હિમ્મત ક્યારેય ન કરતો.
બાબા અસ્ત્રો આગળ કરી પ્રિયા જોડે આવ્યા.
પ્રિયાએ રાડારોળ કરી મૂકી.
ડાયન બમણા જોરે ઉછળી રહી હતી.
બાબાએ એ તરફ જરા પણ ધ્યાન દિધા વિના એકાગ્રતાથી પ્રિયાના માથાના વાળ પકડ્યા.
અને કપાળ તરફથી અસ્ત્રો ફેરવવાનુ શરૂ કર્યુ.
પ્રિયાની ચિચિયારીઓ સાંભળવા વાળુ આ નિર્જન વિરાન જગ્યા પર કોઈ નહોતુ.
પ્રિયાના માથેથી વાળ ઉતરી રહ્યા હતા એમ ડાયનની ચિસો વધતી ગઈ.
એ વારંવાર પોતાના ચહેરા સુધી હાથ લઈ જઈ.. બૂમાબૂમ કરતી હતી.
અચાનક આવેલા વાવટાના વંટોળથી એનો ચહેરો ઉધાડો અલપજલપ દેખાઈ ગયો.
સમિરની આંખો પહોળી થઈ ગઈ..
ડાયના ચહેરા પરથી ચામડી ઉતરી રહી હતી.
અને એટલે જ એની ચીસોએ આસપાસનો માહોલ ગજવી મૂકેલો.
એ રડતી પણ હતી અને હસતી પણ હતી.
જિયા આ દ્રશ્યને નિર્લેપતાથી જોતી રહી.
ડાયન રિબાઈ રિબાઈને મરે એમાં જ જિયાને સંતોષ હતો.
પોતાની જિંદગી એના કારણે જ ગુમાવવી પડી હતી.
બાબાએ એના માથાના તમામ વાળ ઉતારી દીધા ત્યારે ડાયનના સંપૂર્ણ ચહેરા પરથી ચામડી નિકળી ગઈ હતી.
હવે એ ખુબજ ડરાવની લાગી રહી હતી.
એની આંખો ફૂટી ગઈ હતી અને એમાંથી કાળુ રક્ત નિકળી રહ્યુ હતુ.
"જિયા..! ઈસકે ધૂટને ખુલ્લે કરો..!"
બાબાના આદેશનુ જિયાએ પાલન કર્યુ.
પ્રિયાનો ડ્રેસ ઉપર થયો. અને ધૂંટણ દેખાવા લાગ્યા.
બાબાએ સમય બરબાદ કર્યા વિના ધૂટના પરની રૂંવાટી ઉતારી..
જેમ જેમ અસ્ત્રો ફરવા લાગ્યો એના શરીર પર અસ્ત્રાના ઘાવ થવા લાગ્યા .. એ ઘોંટા પાડતી હતી..
રક્ત જગ્યા જગ્યાએ નીતરવા લાગેલુ.
બાબાએ પ્રિયાના વાળ હાથમાં લઈ એમાં આગ ચોંપી.
વાળ બળતા રહ્યા એમ ડાયન પણ સળગી ઉઠી.
એનુ રૂદન હવે અટહાસ્યમાં પલટાઈ ગયેલુ.
જોત જોતામાં એ બળીને ખાખ થઈ ગઈ..
હાડકાંનો જે માળો બચ્ચો હતો એ.. અચાનક ક્યાંક થી એક ગીધ આવીને ઉંચકી ગયુ.
વાતાવરણમાં અકળાવનારી શાંતિ પ્રસરી ગઇ.
પ્રિયા હવે સ્વસ્થ હતી.
એણે પોતાના મસ્તક પર હાથ ફેરવ્યો.
બધાંને પહેલીજ વાર જોતી હોય એમ ધારી ધારીને પ્રિયા જોતી હતી.
બાબાના ચહેરા પર પ્રેમાળ સ્મિત હતુ.
સમિર અને જિયા સામે એ ઓશિયાળી બની જોવા લાગી..
પછી ભીંતર ધૂંટાતુ દર્દ બહાર આવવા જોર કરી ગયુ.
નમસ્કારની મુદ્રામાં હાથ બાંધી એને પોતાની આંખો પર લગાવી એ રડી..
એનુ રૂદન પર્વતોને વિંધી આરપાર નિકળી ગયુ.
એના હૈયાફાટ રૂદનથી ફકિર બાબા પણ પિંગળી ગયા.
સમિરની આંખો ભરાઈ આવી..
જિયા મૂક શોક મગ્ન ઉભી હતી..
કોણ એને રોકતુ..
આજ એને રડી લેવા દેવાનુ સૌને ઠીક લાગ્યુ.
એ રડતી રહી.. એનો પશ્ચાતાપ પિંગળતો રહ્યો.
સમિરની લાગણીઓ સાથે છળવાના રંજે એના હૈયાને હચમચાવી મૂકેલુ.
આખરે બાબાએ હિમ્મત બંધાવતાં એને કહ્યુ.
"જો હોના થા હો ગયા બેટી.. અબ તૂમ ઠીક હો...!"
"નહી બાબા..! એનુ હૈયુ આક્રંદ કરી ઉઠ્યુ.
મુજે કભી ભગવાન માફ નહી કરેગા..!
મૈને ઈસ ભોલે ઈન્સાન કી ભાવનાઓ સે ખેલા હૈ..!
ઉસકી અંતરઆત્મા કો બારબાર ઠેસ પહોંચાઈ હૈ.. મેરી જિંદગી તબાહ હો જાયેગી.. યે ઈન્સાન મૂજે માફ કરકે સબ્ર કર લેગા તબ ભી..
ઈસકે હ્રદયને જો દર્દ ભુગતા હૈ ઉસકા ખામિયાજા મુજે જિંદગી ભર ભૂગતના પડેગા..!" એ રડતી રહી. કકળતી રહી.
નહી બચ્ચી.. તૂમ્હારા ઉસમે કોઈ દોષ નહી થા તૂમતો ડાયન કે હાથો મજબૂર થી. વો હી તૂમસે યે સબ કરવાતી થી..
"હા.. મગર ગુનહગાર મૈ હી હું બાબા..! મૈ હી હુ..!
મૈ જીના નહી ચાહતી બાબા... મર જાના હૈ મુજે..! યે જિંદગી બોજ બન ગઈ હૈ..!"
પ્રિયાની દયનિય દશા જોઈ જિયા વલવલી ઉઠેલી. એણે સમિરનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યુ.
"સમિર તૂમ મેરી એક બાત માનોગે..?"
"બોલો જિયા..!"
તૂમ મેરી દી કો અપના લો પ્લીઝ..!"
સમિર અવાચક બની જિયાને જોતો રહ્યો.
કદાચ એ મનમાં એ જ વિચારતો હતો કે
મારી ઈચ્છાઓ અને.. લાગણીઓ જેવુ કંઈ છે જ નહી..?
( ક્રમશ:)
આપના પ્રતિભાવો આવકાર્ય...
Wtsp 9870063267