દોઢ મહિના પછી અવની એ આકાશ ને સરપ્રાઈઝ આપવા આખો બંધ કરવા કહ્યું, હા અવની એ આકાશ ના હાથ માં પ્રેગાન્યુઝ કિટ મૂકી જેમાં બે ઘાટી લાઇન હતી અવની એ સૌપ્રથમ પ્રેગ્નેન્સી ના ન્યુઝ આકાશ ને આપ્યા કે જે એનો પહેલો હકદાર હતો. અલબત્ત છેલ્લા બે એક દિવસ થી અવની ને ઉબકા આવતા સમજદાર સાસુ તો સમજી જ ગઈ હતી. સાંજે આકાશ અને અવની બંને નવજીવન પ્રસૂતિગૃહ એન્ડ નર્સિંગ હોમ ની મુલાકાત લીધી ડૉ ગાંધી શહેર ના જાણીતા ગાયનેકોલોજિસ્ટ હતા ત્યાં અવની ના બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી રિપોર્ટ જોઈ ડૉ એ દવાઓ લખી આપી ફરી મહિના પછી ફોલોઅપ માટે કહ્યું. આખા પરિવાર માં ખુશી નો માહોલ છવાઈ ગયો હતો. માયા બેને જ અવની ના ઘરે ફોન કરી સૂરેખા બેન ને ન્યુઝ આપ્યા કે એમની અવની માં બનવાની છે. આકાશ અને આખો પરિવાર અવની ની ખૂબ કાળજી રાખે છે, અવની ને ભાવે કે ના ભાવે જુદા જુદા ફ્રૂટ્સ, જ્યુસ રોજેરોજ અવની ને આપવામાં આવે છે. આકાશ અને અવની આવનારા બાળક માટે ખુબજ ઉત્સાહી બની ગયા હતા. અવની આકાશ જેવો જ રૂપાળો દીકરો ઇચ્છતી હતી તો આકાશ અવની જેવી ક્યુટ પરી ઇચ્છતો હતો. આમ પણ પુરૂષો ને દીકરી અને સ્ત્રીઓ ને દીકરા પર વધુ મોહ હોય છે આ વર્ષો થી ચાલ્યું આવ્યું સત્ય છે.
ડૉ ગાંધી પાસે રૂટિન ચેકઅપ અને એમની સલાહ મુજબ જ મેડિસિન ચાલુ રાખી આ દંપતી આવનાર મહેમાન ની ખૂબ આતુરતા થી રાહ જોવે છે. અવની ને પાંચમા મહિને થ્રીડી ફોર ડી સોનોગ્રાફી પણ કરાવી અંદર બાળક ની સ્થિતિ જાણી ડૉ એ ચિંતાનું કોઈ કારણ ન હોવાનું જણાવ્યું હતું. અવની અને આકાશ બસ ભગવાન ને એકજ પ્રાર્થના કરતા હતા કે એમની ઈચ્છા મુજબ નું એક ક્યુટ બેબી એમના જીવન માં આવી જાય. આકાશ અવની ના પેટ પર હાથ ફેરવતો અને જાણે એની સાથે વાતો કરતો હોય એમ " મારી રાજકુમારી તારી રાહ જોવું છું દીકરા" અવની પણ કહેતી તમે ગમે તે કહો આવશે તો રાજકુમાર. પછી બંને બાબો બેબી ના જગડા નો અંત લાવવા ચિઠ્ઠી ઉછાળતા જેમાં બાબો બેબી લખતા અને એક ચિઠ્ઠી અવની ઉપાડતી અને ખુશ થઈ જતી જુવો મેં કહ્યું ને બાબો જ આવશે. આ ચિઠ્ઠી જુવો અને બંને હસતા હસતા સુઈ જતા. અવની ને સાતમો મહીનો બેસી ગયો હતો એટલે રિવાજ મુજબ અશોકભાઈ અને સૂરેખા બેને કહ્યું અમારી દીકરી ની પેહલી સુવાવડ એના પિયર માં અમારે ત્યાંજ કરાવીશું. સામે માયા બેને પણ કહ્યું હા સારૂ મૂહુર્ત જોઈ ને વળાવીશું.
પણ જુવો અમારે ત્યાં સીમંત નો રિવાજ નથી એટલે તમારે ત્યાંથી બે ચાર માણસો મોકલજો તેડવા માટે અમે અવની ને સાદી રીતે મોકલીશુ. અવની ને આ ગમ્યું નહીં પરંતુ તે એ સમયે કઈ બોલી નહીં. પછી તેણે આકાશ ને વાત કરી કે મારા જીવન માં આ પહેલો પ્રસંગ, આપણું પહેલું સંતાન આવશે આપણને કેટલો ઉમંગ છે? તો આવુ સાદે સાદું કેમ? આપણી સગાઈ ધામધૂમ થી થઇ મેરેજ ધામધૂમ થી થયા તો સીમંત કેમ નઇ? આકાશે કહ્યું અવની અમારા કુટુંબ માં સીમંત થાય તો એ પ્રસૂતા ને પળતું નથી, સીમંત કર્યા પછી કોઈક ને કોઈક પ્રોબ્લેમ આવતા એટલે વર્ષો થી આપડે ત્યાં સાદેસાદા વળાવા નો રિવાજ છે, તું સમજ ત્યાં અવની એ સામી દલીલ કરતા કહ્યું યાર એકવીસમી સદી માં આ ફાસ્ટ મેડિસિન સાયન્સ ટેકનોલોજી ના જમાનામાં પણ તમે આવું માનો છો? ગઈ સાલ ભૂમિ ના બેબી શોએર માં ગયા ત્યારેજ મેં નક્કી કર્યું હતું કે મારૂ બેબી શોએર આના કરતાં પણ ગ્રાન્ડ રીતે થશે. પ્લીઝ તમે ઘરમાં સમજાવો. આકાશે અવની ને હૈયાધારણા આપતા કહ્યું ઠીક છે હું મમ્મી ને વાત કરીશ.
આકાશે માયા બેન ને અવની ની ઈચ્છા જણાવી પોતે પણ આવુજ ઈચ્છે છે એવું જણાવ્યું અને માયાબેન તૈયાર થયા. અને એ ઘરમાં એક વખત માયા બેન ની હા થાય પછી અનંતરાય થી પણ ના થઇ શકે નઇ. અને અવની ના બેબી શોએર (સીમંત) ની ભવ્ય ઉજવણી ની તૈયારીઓ થવા લાગી.
કાર્ડ છપાવા અપાઈ ગયા. હી અને શી વાળા કાર્ટૂન ચિત્રો ઘરમાં આવી ગયા, ઢીંગલા અને ઢીંગલીઓથી ઘર ને સજાવી દેવામાં આવ્યું. એક એક ઝીણી ઝીણી વસ્તુઓ ની યાદી તૈયાર થઈ અને અવિની ના બેબી શોએર ને યાદગાર બનાવવા ની તૈયારીઓ શરૂ થઈ. હની સ્ટુડિયો માં પ્રીતમ ને ફોટોશૂટ માટે કેહડાવી દીધું. બાકી પ્રીતમ ની સિઝન બારેમાસ હોય પ્રેમીપંખીડા ખાસ એની પાસે ફોટો શૂટ કરાવે, પ્રિવેડિંગ ફોટોશૂટ નો સ્પેશિયાલિસ્ટ હતો પ્રીતમ. સીમંત ની તારીખ આવી ગઈ. આજે પ્રીતમ વહેલો આવી ગયો હતો જેથી મહેમાનો ના આવતા પેહલા એ જુદા જુદા પોઝ માં ફોટોગ્રાફી કરી શકે. મહેમાનો આવી ગયા હતા. અને બેબીશોવેર ની રસમ શરૂ કરવામાં આવી, નાના બાળકો ની માતાઓ એ અવની ને આશીર્વાદ આપ્યા, દિયર અને નણંદો એ અવની ના ગાલે કંકુ લગાવ્યું અને અવની નો ખોળો ભરવામાં આવ્યો.
(ક્રમશઃ)