સીમંત (ધ બેબીશોવેર) 3 Mehul Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સીમંત (ધ બેબીશોવેર) 3

       અવની આજે ખુબજ ખુશ હતી, અને હોય જ ને! આ પહેલો એવો પ્રસંગ હતો કે અવની વાજતે ગાજતે સાસરી માંથી પિયર આવી હતી. તે પોતાના પેટ પર હાથ ફેરવતા ફેરવતા સ્વગત બોલવા લાગી બસ હવે બેજ મહિના પછી તું આકાશ અને અવની ની વચ્ચે હોઈશ. અવનીએ ફેસબુક અને ઇંસ્ટાગ્રામ અને વોહટ્સએપ સ્ટેટ્સ પર અપલોડ કરવા માટે આજની ફોટોગ્રાફી ની સોફ્ટ કોપી મોબાઈલ માં લઈલિધી હતી. અવની એ સ્ટેટ્સ અપલોડ કર્યા " માય ગ્રાન્ડ બેબી શોએર ફંકશન" " વેઇટિંગ ફોર ક્યુટ હી ઓર શી" વિથ આકાશ. આમ આકાશ ને પણ ટેગ કર્યો જોત જોતામાં બેસ્ટ વિશિશ અને અભિનંદન નો ઢગલો થવા લાગ્યો, ભૂમિ ના બેબીશોવેર ના પીક કરતા આજે એને બસો લાઇક્સ વધુ મળી હતી.  અવની એ આકાશ ને ફોન કર્યો ઘણીબધી વાતો કરી. અને મીઠા સ્વપ્નો જોતી અવની સુવા ગઈ.
                સૂરેખા બેન ખુબજ સમજદાર અને અનુભવી ગૃહિણી હતા એટલે એ દીકરી ને બિલકુલ બેદરકાર રહેવા દેતા ન હતા. સૂરેખા બેન અવનીની ખુબજ કાળજી રાખતા. અશોકભાઈ પણ અવની માટે રોજ ફ્રૂટ્સ લઇ આવતા. અવની નો નાનો ભાઈ આનંદ અવની માટે ચોકલેટ્સ અને આઇસ્ક્રીમ પ્રોવાઇડ કરતો. આકાશ ની યાદ આવ્યે અવની એને ફોન કરી લેતી. આઠમો મહિનો બેસતા જ ડૉ ગાંધી એ ખાસ તકેદારી રાખવાનું કહ્યું હતું.  ડૉ ગાંધી એ સાથોસાથ જણાવ્યું કે અમે પંદર દિવસ ન્યુયોર્ક જઈએ છીએ તો કોઈ ઇમરજન્સી જણાય તો ડૉ શાહ ને ત્યાં જતા રહેજો .આમ જોઈએ તો સગર્ભા સ્ત્રીઓ એ ત્રીજા અને આઠમા મહિને ખાસ કાળજી લેવી જોઈએ આવું બધા જ કહેતા હોય છે.
                   આ વાત ને અઠવાડિયું થયું ત્યાંજ આકાશ ના મોબાઈલ પર અશોકભાઈ નો ફોન આવ્યો" હેલ્લો! આકાશ કુમાર અવની ને અચાનક દુઃખાવો ઉપડતા અમે ડૉ શાહ ને ત્યાં  કિલ્લોલ હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ તમે આવી જાવ". અને અશોકભાઈ એ ફોનમૂકયો ને માયા બેન ને ફોન કર્યો. આકાશ એની ઇનોવા લઈને પરિવાર સાથે કિલ્લોલ હોસ્પિટલ પોહચ્યો. ડૉ શાહ  બાહોશ ગાયનેકોલોજિસ્ટ હતા પણ આજે એમની કસોટી હતી, આઠમો માસ શરૂજ થયો હતો ને અચાનક અવની ને તકલીફ થઇ, અવનીના રિપોર્ટ્સ કરાવ્યા અને સોનોગ્રાફી રિપોર્ટ્સ જોઈ ડૉ શાહ બહાર આવ્યા. અવની ના પરિવારજનો સાથે વાત કરતા ડૉ શાહ બોલ્યા " જુવો કોમ્પ્લિકેશન્સ વધી ગયું છે, અંદર પાણી ખૂટી ગયું છે અને બાળક ફરી ગયું છે, નાળ ગળે વીંટળાઈ ગઈ છે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે પરંતુ કઈ ચોક્કસ કહી શકાય નહીં".  આકાશ ના માથે જાણે આભ તૂટી પડ્યું એતો બસ અવની ને જંખતો એના બાળક ને જંખતો ને આ કેવી અણધારી પરિસ્થિતિ આવી ગઈ? આકાશ આકુળ વ્યાકુળ બની ગયો. અશોક ભાઈ અને અનંતરાયે જરૂરી ફોર્મલિટીસ પુરી કરી, ડૉ શાહ ઓપરેશન માં ગયા, આકાશ હજી શૂન્યવત હતો. 
                ઓપરેશન થઈ ગયું હતું ડૉ શાહ બહાર આવ્યા ગંભીર સ્વરે એટલું બોલ્યા કે " સૉરી બાળક ને બચાવી ન શક્ય  અવની ખતરા થી બહાર છે; પરંતુ! "
પરંતુ શું ડૉ? સુરેખાબેન અને માયાબેન એકસાથેજ બોલ્યા.
                   ડૉ શાહે કહ્યું " હવે બીજી વખત અવની ના માં બનવાની શકયતા નહિવત છે , અને જો કદાચ એ ગર્ભ ધારણ કરે તો પણ એના જીવ ને સો ટકા ખતરો છે; આઈ એમ સોરી" અવની હજુ પણ બેભાન જ હતી. એને તો ખબર જ ન હતી કે એની સાથે શુ બની ગયું છે અને શું બનવાનું છે?.

                 અવની જ્યારે ભાન માં આવી ત્યારે સુરેખાબેન એની પાસે ગયા ધીરે ધીરે એને એ વાત જણાવી કે એનું બાળક આ દુનિયા માં નથી. અવની ચિત્કારી ઉઠી આખી હોસ્પિટલ નો એક એક ખૂણો અવની ના આક્રંદ નો સાક્ષી બન્યો. આકાશ પણ પડી ભાગ્યો હતો. છેલ્લા સાત માસ થી ઘર માં આવેલી ખુશીઓ ક્ષણ માં ગાયબ થઈ ગઈ.
                આ વાત ને ત્રણ ચાર મહીના થઈ ગયા અવની આકાશ પાસે તો છે પરંતુ તન થી મન થી નહીં, હવે અવની ઉદાસ જ રહ્યા કરતી હતી. આકાશ એને ઘણું સમજાવતો "અવની એ આપડા ભાગ્ય માં હતું જ નહીં. તું આટલી ઉદાસ ના થઈશ, આવું સમજાવી ને આકાશ પણ છાનો છાનો રડી લેતો"   છ એક માસ પછી અવની આ આઘાત માંથી બહાર આવતી હોય એવું બધાને લાગતું, અવની સતત માતૃત્વ જંખતી હતી. હવે એના માટે એને બાળક જ સર્વસ્વ હતું, તેણે આકાશ ને વાત કરી કે તે ફરીથી માં બનવા ઈચ્છે છે. આકાશે એને સમજાવી અને એને એની મેડિકલ પરિસ્થિતિ થી વાકેફ કરી, અવની ફરી એક વખત ઉદાસ બની ગઈ, આકાશ ને ક્યારેય બીજી સ્ત્રી સાથે જોઈ પણ ન શકે એ અવની આકાશ ને બીજા લગ્ન કરવાની સલાહ આપવા લાગી, આકાશ એની વાત કોઈપણ સંજોગો માં માની શકે એમ નૉહતો. વરસ પછી આકાશે એક બાળક ને દત્તક લેવાનો વિચાર અવની સમક્ષ મુક્યો પણ આ વિચાર ન તો અવની ને ગમ્યો કે ન માયા બેન ને. હા આકાશ અવની સાથે છૂટું લઈ બીજા લગ્ન કરે તો માયાબેન ને મંજુર હતું.

                      અવની માટે આ નિર્ણય ની ઘડી હતી અવનીએ સ્પષ્ટ પણે આકાશ ને કહ્યું કે તું બીજા લગ્ન કરી લે આકાશે પણ ચોખ્ખા શબ્દો માં ના કહી દીધી. ત્યારે અવનીએ કહ્યું મારૂ જે થવાનું હોય તે થાય હું માં બનવા ઈચ્છું છું અને જો એમાં તમે મને ના કહેશો તો હું આત્મહત્યા કરી લઈશ.  આકાશ કોઈજ નિર્ણય ન કરી શકતા બધું ભગવાન ને ભરોસે છોડ્યું.
              અને આજે ફરી એક વખત અવની ને સારા દિવસો રહ્યા છે આઠમો મહિનો બેસી ગયો છે. અવની અને બાળક ની પરિસ્થિતિ જોતા ડૉ ગાંધી એ ઓપરેશન ની તારીખ આપી દીધી. ડૉ શાહ અને ડૉ ગાંધી બંને માટે આજે એક ચેલેન્જ છે, આ બંને ડૉ અને અવની કુદરત ના ફેસલા સામે બાથ ભીડવા જઈ રહ્યા છે, ઓપરેશન શરૂ થયું,  અવનીએ બાળક ને જન્મ આપી ને હિંમત છોડી દીધી. ડૉ શાહે બાળક ને એની છાતી પર મૂકી દીધું અને અવની ને કહ્યું " તારો રાજકુમાર" અવની ના ચેહરા પર એક સંતોષ ના ભાવ ઉપસી આવ્યા આટલી પીડાદાયક સ્થતી માં પણ એના ચહેરા પર સ્મિત હતું" અને ડૉ શાહ તથા ડૉ ગાંધી ઘણી મહેનતે પણ અવની ના બ્લીડીંગ ને રોકી ન શક્યા. અવની નો રાજકુમાર અવની ને રોકી ન શક્યો!
ડૉ શાહ અવની ના મો પર સફેદ ચાદર ઓઢાડી અવની ના રાજકુમાર ને લઈ બહાર આવ્યા અને બાળક આકાશ ના હાથ માં સોંપ્યું. આકાશ અવની માટે પ્રશ્નાર્થ ભરી નજરે ડૉ સામે જોઈ રહ્યો.

          ત્યારે ડૉ ગાંધી એ એટલુંજ કહ્યું" અવની ને આકાશ ક્યાં એક થાય છે? એતો એક ક્ષિતિજ હોય છે જ્યાં અવની આકાશ એક ભાસે છે"
            આજે આકાશ અવની ની પુણ્યતિથિએ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે અને એનો માસૂમ દીકરો ક્ષિતિજ માના ફોટા અને બાપ ના ચહેરા સામે જોઈ રહ્યો છે.

 લેખક: મેહુલ જોષી (પ્રા શિક્ષક)
લીલીયા, અમરેલી , ગુજરાત
વતન બોરવાઈ, મહીસાગર