પ્રથમ પત્ર મનના માણીગરને Zeel Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રથમ પત્ર મનના માણીગરને

ઝરણા થોડા દિવસોથી રાહ જોઈ રહી હતી એના હમસફરની ... કે ક્યારે એની એંટ્રી થાય... 

આ પહેલાં એને આવો વિચાર નહોતો આવ્યો... 
આવ્યો હોય પણ આટલો વિસ્તારથી નહિ...
પહેલાં એના જીવનમાં આવી કોઈ જરૂર જ નહોતી... એની જોડે એનો પરિવાર જે હતો એટલે એ એમાં ખુશ...
હમણાં પણ પરિવાર તો છે જ અને એ ખુશ પણ છે જ ... પરંતુ એક કારણ એ કે ...આ ઉંમર એવી કે જેમાં કોઈનો સાથ અને સંગત ગમે ....
બીજું કારણ એ કે ... એના જીવનમાં અણધારેલી નાની ઘટના ....... 

જોકે
હવે તો એ વાત ઝરણાને કોઈ જ અસર નથી કરતી...


અને ત્રીજી 
વાત એ પણ કે... હવે અા જમાનો જ એવો થઈ ગયો છે કે બધાને કોઈ ને કોઈ સાથીની જરૂર પડે જ ... 
ઘણા ને તો ટાઈમપાસ માટે કોઈ જોઈએ. ઘણાને દેખાડો કરવા કોઈ જોઈએ. તો વળી ઘણાને જરૂરિયાત પૂરી કરવા કોઈ જોઈએ... આજકાલ એમ પણ ફૅશન થઈ ગઈ છે કે... બધાને ગર્લફ્રેંડ કે બોયફ્રેન્ડ હોવા જ જોઈએ પછી ભલે એ ટાઈમપાસ માટે અને થોડા સમય પૂરતો જ કેમ ના હોય...
પૂરી જિંદગી ભલે સાથ ના આપવાનો હોય...

પરંતુ ઝરણાને આવો કોઈ બોયફ્રેન્ડ જોઈતો નહોતો... બાકી એવા તો કેટલા એની સામે આવ્યા હશે પણ ઝરણાએ કોઇ ને ખાસ દાદ ના આપી... એને તો એવી વ્યક્તિ જોઈતી હતી, એવો સાથી જોઈતો હતો કે જે હંમેશા એની જોડે ખભે થી ખભા મિલાવીને ચાલી શકે, એના સુખ દુખ માં સાથ આપી શકે, સપ્તપદીના સાત વચનો નિભાવી શકે, એને સમજી શકે, એને એટલો પ્રેમ કરે કે એને બીજા કોઈની અને ખાસ તો એના માતા-પિતાની યાદ ન આવવા દે... , કે જેના પર પોતાનાથી વધારે વિશ્વાસ કરી શકાય.... આવા સાથીની જ એને જરૂર હતી અને એને વિશ્વાસ પણ હતો જ કે એના માટે એના નાથ(ભગવાન)એ આવો જ એનો પ્રિન્સ કે જે સાચા અર્થમાં પ્રિન્સ સાબિત થાય એવો એના માટે બનાવ્યો હશે જ... 
બસ હવે ઝરણાને એની જીવનમાં આવવાની જ પ્રતીક્ષા છે.

એક વખત એ બેઠી બેઠી વિચારતી હતી... તો એને થયું લાવ ને મારા મનના માણીગર ને પત્ર લખું...



મારા મનના માણીગર, 
મારા પ્રિન્સ ચાર્મિઁગ, 
મારા જન્મોજન્મના સાથી, 

આવા તો કેટલાય સમ્બોધન છે મારી પાસે...
પણ પ્રિય તમે ક્યા છે ? 
હજુ કેટલી રાહ જોવડાવશો ? 

હું તમારી રાહ જોઈ રહી છું.


મારા ખ્યાલ મુજબ તમે પણ મારી રાહ જોતા જ હશો ને ? 

તમને પણ મારી જોડે વાતો કરવી હશે ... મારો સાથ જોઈતો હશે ... બધી વાતો શેર કરવી હશે ... 

ચોમાસામાં મારી જોડે વરસાદમાં પલળવું હશે અને મસ્તી કરવી હશે ...મારી જેમ ...
ઉનાળામાં સાથે ચાલતા ચાલતા આઈસ્ક્રીમની મજા અને વાતોની મજા માણવી હશે ને ... અને કોઈ હિલ સ્ટેશન પર જઈને એકમેકમાં ખોવાઈ જવું હશે ને...
શિયાળામાં હાથ માં હાથ ભરાવીને ગરમા ગરમ ભજીયા કે મકાઈનો ડૂંડો ખાતા ખાતા બેસીને પ્રેમભરી વાતો કરવી હશે ને ...

તહેવારોમાં ... દિવાળીમાં સાથે દીવા પ્રગટાવવા અને ફટાકડા ફોડવા અને જોવા હશે ને... મને રંગોળી પૂરતા નીરખવી હશે ને... નવા વર્ષે જોડે દર્શન કરવા જવું હશે ને ... 
હોળીમાં મને રંગોથી રંગવી હશે ને ... અને પોતે પણ મારા હાથે રંગાવું હશે ને...
ઉત્તરાયણમાં હું તારી ફિરકી પકડું અને તું બધાના પતંગ કાપે અને મેં બનાવેલું ઊંધિયું પુરી બધા સાથે મને જોતા જોતા જમવું હશે ને...
હરિનોમ , જન્માષ્ટમી , શિવરાત્રી , અગિયારશ વગેરેના દિવસે મારી જોડે ફરાળ કરવું હશે ને કે જેથી હું પણ ફરાળમાં કંઈક જમુ... અને હું નિર્જળા કરું ત્યારે મારી કેર કરવી અને ધ્યાન રાખવું હશે ને ...



સવારે હું તમને જગાડું અને તમારી શુભ સવાર થાય...
તમારો ભાવતો નાસ્તો બનાવી તમને જમતાં નીરખું અને તમેં વખાણ કરો ત્યારે ખુશ થતા થતા તમને નીરખ્યા કરું ...

તમારું ટીફીન તૈયાર કરી એમા મેસેજ લખેલી ચીટ મૂકું... અને તમે પણ એ વાંચવા તત્પર હોવ...

આપડે બંને એકબીજાની ચિંતા કરતા હોઈએ ... એકે ખાધું કે નઈ ... ઘેર પહોંચી ગઈ હશે ને ... ઑફીસ પહોંચી ગયા હશે ને ... બીમાર હોઈએ તો એને સારું હશે ને ... ક્યારે સારું થશે... દરેક વખતે એકબીજાની કાળજી લઈએ અને એને ગમે એવું કરીએ...

સ્પેશિયલ ફીલ કરાવતા રહીએ દરરોજ...

સાંજે વહેલા ઘેર આવવાની અને સાથે સમય વીતાવવાની ઇચ્છા હશે ને... 
વીકએન્ડમાં નવા નવા પ્લાન બનાવીને ફરવા અને લોંગ ડ્રાઈવ પર જવાનું મન હશે ને ...અને કોઈ અનાથાશ્રમ કે વડીલોના ઘર માં જઈ ને એમને મદદ કરવાનું અને એમની જોડે આપડે બંને સમય વિતાવીએ એવું પ્લાનીંગ કરવું હશે ને ...

તમારે મારી સામે નવી નવી વાનગીઓની ડિમાન્ડ કરવી હોય અને મને પણ તમારા માટે ડિમાન્ડ પૂરી કરીને તમને જમતા નિરખવા હોય... 

એકબીજાને સર્પ્રાઇઝ આપીને મસ્ત લાઇફ જીવતા હોઈએ...

ક્યારેક એકદમ અલગ ... મેડલી બિંદાસ ડાન્સ કરીએ ... લોકો વિશે વિચાર્યા વગર મનની મરજી મુજબ જીવીએ...

તમે મને સમજો ... મારા કહ્યા વગર પણ તમે દરેક વાત સમજી જાવ ... હું પણ તમારી દરેક વાત કહ્યા વગર સમજી જાવ... આપડા વચ્ચે અંડરસ્ટૅંડિંગ અને કેમિસ્ટ્રી બહુ જ સરસ હોય... 

ક્યારેક તમે પણ મારા માટે જમવાનું બનાવી સર્પ્રાઇઝ આપો... અને હું પોતાને ભાગ્યશાળી માનુ તમને મેળવીને...

જૂના ગીતો સાંભળતા સાંભળતા ખોળામાં માથું રાખીને વાતો કરતા કરતા આપણી રાત પડે...

ક્યારેક હું બૂક વાંચતી હોવ ત્યારે તમે અચાનક આવીને મને ખબર ન પડે એમ નીરખ્યા કરો ... અને કોલ્ડ કોફી બનાવી લાવી સર્પ્રાઇજ઼ આપો... અને હું તમને વળગી જાવ... પછી વાતો ને વાતોમાં ક્યા સમય વહી જાય એનું આપડા બંનેમાંથી કોઈને ખ્યાલ રહે નહીં... 

આપડે બંને એકબીજાની બહુ જ સંભાળ રાખીએ...

એક ક્યાંક આમતેમ થાય તો બીજુ આકુળવ્યાકુળ થઈ જાય...

.
.
.
.
આપડે બંને એકબીજા માટે જ સર્જાયા છે એમ જ સૌ કહે...


અા તો થઈ મારા મનની થોડી વાતો... હજું તો ઘણી બધી વાતો કરવાની બાકી છે એ તમે મળશો ત્યારે જ હવે કરીશ..

તમારી પાસે પણ ઘણી વાતો હશે ને... તમારે પણ ઘણી વાતો કરવી હશે ને મારી જોડે ... જેની હું આતુરતાથી રાહ જોઈ રહી છું.

મેરે સપનો કે રાજા કબ આઓગે તુમ ...
આયી રૂત મસ્તાની કબ આઓગે તુમ...
બીતી જાયે જિંદગાની કબ આઓગે તુમ...
ચલે આઓ તુમ ... ચલે આઓ...

આ ગીત સાંભળતી હતી તો યાદ આવી ગયું અને લખી કાઢ્યું...


મારા તો બહુ બધા સપના છે જે મારે તમારી સાથે જીવવા છે...

તમારી જોડે આકાશમાં ઉડવું છે અને જમ્પ કરવું છે .. (પેરાગ્લાયડાઇંગ)... તમારી જોડે પાણીમાં તરવું છે અને માછલીઓને જોવી છે ... 
શીપમાં તમારી જોડે એન્જોય કરવું છે... ટાઈટેનિક પોઝમાં ફોટો શૂટ કરાવવો છે...
હોટ એયર બલૂન માં આપડો કોઈ સ્પેશલ દિવસ મનાવવો છે... બરફમાં રમવું છે તમારી જોડે...
બધા અડ્વેન્ચર તમારી જોડે કરી લાઇફ અડ્વેન્ચરસ બનાવવી છે...

તમારી જોડે દુનિયા ફરવી અને જોવી છે... પિક્ચર પડાવીને મેમરી બનાવવી છે...
અને આપણા બંનેના માતાપિતાની બધી ઈચ્છાઓ પૂર્ણ કરવી છે. એમની જોડે દુનિયાની સફર કરવી અને કરાવવી છે...

આવા તો કેટલાય સપના છે જે તમારી જોડે જીવવા છે...
એન્જોય કરવા છે...

આવા કેટલાય સપના તમારી રાહ જોવે છે... 

તમારા પણ ઘણા સપના હશે ને જે તમારે મારી જોડે પૂરા કરવા હશે .. જીવવા હશે ને ... હું પણ આતુરતાથી રાહ જોઈ રહી છું... તમારી જોડે તમારા સપના પૂરા કરવા અને સાથ આપવા... 
અને તમારા સપના જાણવા...


આ તો થઈ મારી અપેક્ષાઓની વાત ... તમારી પણ અપેક્ષાઓ હશે ને ... આતુર છું એ જાણવા...


દિલ ભરીને વ્હાલ મોકલું છું... 
આમંત્રણ અમથું ના જાણતા ...
સમજણના દરિયે નાવ મોકલું છું...
જલ્દી આવજો હલેશા મારતા ...




લિ. 
એ જ તમારી જન્મોજન્મની સાથી 



ઝરણાએ પત્ર લખ્યો... ને ... ત્યારબાદ એ રાહ જોવા લાગી એના પ્રત્યુતર અને એના મિ. રાઇટ ની... કે જે એને મિસ ઝરણા પટેલ માંથી મિસિસ ઝરણા પટેલ બનાવશે...