Featured Books
શ્રેણી
શેયર કરો

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૩

મનના માણીગરનો જન્મ દિવસ હોય અને તેની પાર્ટીમાં જવાનું હોય દ્રષ્ટી પણ સવારથી જ એક પછી એક કપડાં પહેરીને જોતી હતી. પણ તેને એક પણ ડ્રેસમાં મઝા ન આવી એટલે તેને પોતાની એક મિત્રની મદદ માગી અને અંતે એક સુંદર સાડી પહેરી તે પણ તૈયાર થઇ. સાડીમાં દ્રષ્ટી ખુબ જ સુંદર લાગતી હતી. તેની કામણગારી કાયા સાડીમાં વધારે કામણગારી બની ગઇ હતી. તેની આંખોમાં લાગેલું કાજલ કોઇ પણ જોનારને ઘાયલ કરી દે તવું હતું. હોઢ પર લગાવેલી લાલ લિપસ્ટીકના કારણે તેના હોઢ ગુલાબની પાંખડી જેવા બની ગયા હતા.

દ્રષ્ટીએ એક સોનાની ચેનની ભેટ લઇ હોટલમાં પહોંચી ત્યારે આખો ખાલી અને અંધકારથી ભરેલો ફ્લોર જોઇ પહેલા તો ડઘાઇ ગઇ. પરંતુ જેમ જેમ તેને આગળ ચાલવાની શરૂઆત કરી એટલે રસ્તાની એક એક લાઇટ ચાલુ થવા લાગી. જાણે કે, પાર્ટી તેની માટે જ રાખવામાં આવી હતી. ફ્લોરની મધ્યમાં એક ટેબલ સુધી લાઇટ થઇ અને દ્રષ્ટી ત્યાં પહોંચી ત્યારે સ્વયમ તેની રાહ જોઇ રહ્યો હતો.

ખુરશી પરથી ઉભા થઇ સ્વયમે દ્રષ્ટીને આવકારી અને બેસવા માટે ખુરશી પાછળ કરી. દ્રષ્ટીએ ખુરશી પર બેસતા બેસતા સવાલ કર્યો કેમ પાર્ટીમાં કોઇ જ નથી. ત્યારે સ્વયમે જવાબ આપ્યો કે, મારી પાર્ટીની શરૂઆત પણ તું જ છે અને અંત પણ તું જ છે. એ વાક્ય સાંભળતાની સાથે જ દ્રષ્ટીના ગાલ લાલ થઇ ગયા અને શરમથી તેની આંખો ઢળી ગઇ....

સ્વયમ પણ શરમાતી દ્રષ્ટીને જોઇ રહ્યો. થોડીવાર માટે બન્ને ગુમસુમ બેસી રહ્યાં. દ્રષ્ટીને યાદ આવ્યું કે, આજે સ્વયમનો જન્મ દિવસ છે, એટલે તેને સાથે લાવેલી સોનાની ચેનની ભેટ સ્વયમને આપી અને જન્મ દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી. સ્વયમે પણ તે સ્વીકારી અને કહ્યું કે, દ્રષ્ટી આજે આપણે છેલ્લા એક વર્ષ ઉપરાંથી સાથે છીએ. આજે મારા જન્મ દિવસે હું તારી પાસે કંઇક માગું તો તું મને આપે ? સ્વયમના પ્રશ્ન સામે દ્રષ્ટીએ કોઇ જવાબ ન આપ્યો પણ તેની આંખોમાં રહેલી ખુશીએ જ સ્વયમને જવાબ આપી દીધો.

સ્વયમે વાત આગળ વધારતા દ્રષ્ટીને કહ્યું કે, જે દિવસે હું તારા ઘરે આવ્યો અને તેને પહેલી વાર જોઇ તે દિવસથી જ હું તને પ્રેમ કરું છું. શું તું પણ મને પ્રેમ કરે છે ? શું તું મારી જીવન સંગીની બનીશ ? દ્રષ્ટી પણ સ્વયમને પ્રેમ કરતી જ હતી, જેથી એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના તેને એક પણ શબ્દ બોલ્યા વિના માત્ર આંખના ઇશારે સ્વયમના પ્રશ્નનો જવાબ હામાં આપ્યો. તે દિવસે સ્વયમ અને દ્રષ્ટીએ એક બીજા સાથે જીવવા મરવાના કોલ આપી છુટા પડયાં. પછી તો તેમની માટે દરેક દિવસની દરેક ક્ષણ એક બીજાના પ્રેમ માટે જ હોય તેમ વિતવા લાગી હતી. સ્વયમે એક દિવસ રાકાભાઇને દ્રષ્ટી સાથે પ્રેમ થયો હોવાની તેમજ લગ્નની વાત કરી.

રાકા ભાઇ પણ તે વાત સાંભળી ખુશ થઇ ગયા. તેમને પણ તાત્કાલીક રજત શાહને ફોન કર્યો અને મળવા બોલાવ્યો. રજત શાહ પણ દોડતો દોડતો રાકા ભાઇને મળવા આવ્યો. રાકા ભાઇએ રજતને સ્વયમની ઓળખાણ આપી અને તે પોતાનો સૌથી વિશ્વાસુ વ્યક્તિ હોવાનું કહીં તેની દિકરી અને સ્વયમના પ્રેમ વિષેની વાત કરી. તેમજ બન્નેના લગ્નનો પ્રસ્તાવ પણ મુક્યો. રજતની આંખો ગુસ્સાથી લાલ થઇ ગઇ પણ તે રાકા સામે કાંઇ બોલી શકે તેમ ન હતો. તેને શરૂઆતમાં લગ્નના પ્રસ્તાવનો વિરોધ કર્યો પણ પછી અંતે રાકાની જીદને તાબે થઇ તેને સ્વયમ અને દ્રષ્ટીના લગ્નની મંજુરી આપી. આ વાતની જાણ દ્રષ્ટીને થતાં તેની ખુશીનો પણ પાર ન રહ્યો. સ્વયમે પોતાના લગ્નની વાત તેના ઘરે પણ કહેવડાવી અને તેમને લેવા માટે શહેરની એક મોટી ગાડી મોકલાવી.

સ્વયમનો પરિવાર બીજા દિવસે શહેરમાં તેના બંગલે આવી ગયો હતો. સ્વયમના ઠાઠબાઠ જોઇ તેઓને પણ આનંદ થયો. સ્વયમે પરિવારની ઓળખાણ રાકા સાથે કરાવી પણ રાકા અને પોતે શું કામ કરે છે તેની પરિવારને કોઇ ભનક પણ ન પડવા દીધી. પછી શું લગ્નની ખરીદી શરૂ થઇ સ્વયમના માતા-પિતા અને બહેન પણ દ્રષ્ટીને મળીને ખુબ ખુશ થઇ ગયા હતા. બધાં જ લગ્નની ખરીદીમાં વ્યસ્ત થઇ ગયા. લગ્નનો દિવસ પણ નજીક આવતો હતો. રાકા માટે પણ તેના ભાઇના લગ્ન હોય તેટલી ખુશીના પ્રસંગ હોય તેમ લાગતું હતું. બધી જ તૈયારીઓની રાકા જાતે જ ધ્યાન રાખતો હતો. લગ્નના દિવસ માટે શહેરની સૌથી મોટી હોટલ બુક કરવામાં આવી હતી. રાકાના ભાઇના લગ્ન હોય શહેરના તેમજ રાજ્યના તમામ નામી બેનામી હસ્તીઓને બોલાવવામાં આવી હતી.

લગ્નનો દિવસ આવી ગયો, જાન નિકળવાનો સમય થયો એટલે રાકાએ સ્વયમને જાતે ઘોડા પર બેસાડયો અને ઘોડાની લગામ પકડી આગળ ચાલવા લાગ્યો, બેન્ડવાઝાના તાલે વરઘોડામાં બધા નાચી રહ્યા હતા. સ્વયમના પરિવારજનો પાછળ એક કારમાં આવી રહ્યાં હતા. સ્વયમનો વરઘોડો હોટલના પ્રાંગણમાં પહોંચ્યો એટલે રજત અને તેના પરિવારજનો વરઘોડાને આવકારવા માટે આવી ગયા હતા. સ્વયમને આવકારી દરવાજા પર લાવવામાં આવ્યો, જ્યાં દ્રષ્ટીની માતાએ જમાઇને પોંખવાની વિધી કરી અને પછી લગ્નના પાનેતરમાં દુલ્હન બનેલી દ્રષ્ટી હાર લઇ ચાલતી ચાલતી સ્વયમ તરફ આવી રહી હતી. દ્રષ્ટીની સુંદરતા અને માસુમીયતને સ્વયમ પણ જોતો જ રહી ગયો. દ્રષ્ટીએ સ્વયમને હાર પહેરાવ્યો અને સ્વયમે દરવાજામાં જમણો પણ મુક્યો અને ચોરી તરફ આગળ વધવા લાગ્યો.

લગ્નની ચોરીમાં રજત અને તેની પત્ની વિધીમાં બેઠા હતા. સ્વયમ પણ ખુરશી પર જઇ બેઠો અને મહારાજે વિધીની શરૂઆત કરી. થોડીવારમાં મહારાજે દ્રષ્ટીને લાવવા માટે જણાવ્યું એટલે દ્રષ્ટીની માતા ઊભી થઇને તેને લેવા ગઇ. થોડી જ ક્ષણોમાં દ્રષ્ટી પણ ચોરીમાં આવી ગઇ હતી. લગ્નના ચાર ફેરા ફરાયા અને મહારાજે લગ્ન પૂર્ણ થયાની જાહેરાત કરી એટલે સ્વયમ અને દ્રષ્ટી માતા-પિતાને પગે લાગી નજીકમાં જ બનાવેલા સ્ટેજ પર જઇને બેઠા એટલે એક પછી એક મહેમાનો તેમને મળવા આવવા લાગ્યા. રાકાએ સ્ટેજ પર આવેને દ્રષ્ટીના હાથમાં નવા બંગાલની ચાવી અને એક નવી કારની ભેટ આપી. તેમજ સ્વયમના હાથમાં રૂ. ૫ કરોડનો ચેક મુક્યો. સ્વયમને પહેલા તો ચેક લેવાની ના પાડી પણ રાકાની જીદ સામે કોઇનું ચાલે ખરું.

તે દિવસ રાતે તેજ હોટલના સૌથી મોટા રૂમમાં સ્વયમ અને દ્રષ્ટીની સુહાગરાતની તૈયારી કરવામાં આવી હતી. દ્રષ્ટીની બહેનપણીઓ તેને તે રૂમમાં મુકીને ગઇ પછી સ્વયમ તે રૂમમાં આવ્યો. દ્રષ્ટી અને સ્વયમ પહેલાથી જ એક બીજાને ઓળખતા હતા અને પ્રેમ કરતા હતા એટલે ઓળખાણનો તો પ્રશ્ન ન હતો તેમ છતાં દ્રષ્ટીની આંખો સતત શરમથી નમેલી જ રહેતી હતી. સ્વયમે દ્રષ્ટીની પાસે આવી તેનું મોંઢું ઉંચુ કર્યુ અને કહ્યું બોલ આજે તું જે માગે તે આપું. એટલું સાંભળા જ દ્રષ્ટીએ કહ્યું કે, હવે તમારા પરિવારજનો પણ આપણી સાથે અહીં આપણા બંગલે જ રહેશે. તેઓ પાછા ગામડે નહીં જાય. સ્વયમે પણ તેની વાતમાં હામી ભરી અને નિર્ણય લેવાય ગયો કે, હવે બધા સાથે જ રહેશે. તે દિવસે રાતે સ્વયમ અને દ્રષ્ટી એક બીજામાં ખોવાય ગયા. સવાર પડતાની સાથે જ દ્રષ્ટીએ સ્વયમને ઉઠાડયો અને બન્ને તૈયાર થઇ તેમના નવા બંગલે પહોંચ્યા. જ્યાં પરિવારજનો પણ તેમની રાહ જોઇ રહ્યા હતા.