આગળ આપણે જોયું કે મ્રૃણાલમા અખિલેશ્વર થી પોતાના પુત્ર અભિજિત ને બચાવવા અખિલેશ્વર અને એના ત્રણ સાથીઓની હત્યા કરે છે.અને અભિજિત ને હોસ્પિટલમાં લઇ જઇને બચાવે છે.પછી અભિજિત દ્વારા થતી પુછતાછ માં એ અભિજિત ને જણાવે છે કે અભિજિત એનો પુત્ર છે અને એને બચાવવા માટે એણે અખિલેશ્વર સહિત બીજા ત્રણ નું ખુન કર્યું છે.પહેલા તો અભિજિત વિશ્વાસ નથી કરતો પણ પછીથી જ્યારે એને સત્ય ની જાણ થાય છે ત્યારે મ્રૃણાલમા પાસે
એ વાતનું દુખ વ્યક્ત કરે છે કે એ મ્રૃણાલમા જેવી સ્ત્રી કે જે પોતાના સ્વાર્થ માટે ગમે તે હદ સુધી જઇ શકે છે એવી સ્ત્રી એની જનેતા મા છે જે વાત મ્રૃણાલ મા ના હ્રદય ને ઠેસ પહોંચાડે છે અને પોતાના ગુનાઓ ને કોર્ટમાં સ્વીકાર કરે છે અને એમના ગુનાઓ માટે એમને આજીવન કેદની સજા થાય છે.મ્રૃણાલમા જેલમાં એ આશા એ જીવન કાઢતા હોય છે કે ક્યારેક તો એમનો પુત્ર અભિજિત એમનો મા તરીકે સ્વીકારશે.અને કેટલા દિવસોથી ચાલી રહેલો મ્રૃણાલમા નો ઇન્ટરવ્યુ પુરો થાય છે.
આદિત્ય અને કલ્પના જેલ ની બહાર નીકળે છે ત્યારે રાત ના નવ વાગી ચુક્યા હોય છે કલ્પના જતી હોય છે ત્યાં આદિત્ય કલ્પના નો હાથ પકડી લીધો અને એની નજીકના જઇને કહ્યું ,”શું વાત છે કલ્પના ?હું આજ સવારથી જ જોઉં છું કે તું મારાથી નારાજ છે કોઇ વાત છે જે તને પીડા પહોંચાડે છે પણ તું મારાથી છુપાવે છે?શું મારાથી કોઇ ભુલ થઈ ગઇ છે?જો મને નથી ખબર કે મારી શું ભુલ છે પણ જો એવું જ હોય તો મને માફ કરી દે .આઇ એમ સોરી.શું તારા ફ્રેન્ડ્ ને માફ ના કરી શકે ?જ્યારથી તું મારી સાથે નથી બોલતી મને કંઇ જ નથી ગમતું .અકળામણ થાય છે.એવું લાગે છેકે જો આમ વધારે સમય સુધી જો તું મારી સાથે નહિ બોલે તો હું મરી ‘કલ્પનાએ તરત જ આદિત્ય ના મોં પર હાથ રાખી એને બોલતા અટકાવી દીધો .,”એમ ના બોલ.ઉલ્ટાનું હું સવારથી જ તારી સાથે બેહુદુ વર્તન કરું છું .માફી તો મારે માગવી જોઇએ .આઇ એમ સોરી.હવે થી હુંક્યારેય નહિ નારાજ થઉં..અને હંમેશા તારી બેસ્ટ ફ્રેન્ડ્ રહીશ.”
“હંમ્મ ,હવે આવીને લાઇન પર.પણ હવે થી તુ મારા થી ક્યારેય નારાજ નહિ થાય.પ્રોમિસ.અને ગમે તે થાયઓફિસ અને ઘરે તને લેવા અને મુકવા હું જ આવીશ કેમ કે તારા મિત્ર હોવાના લીધે તું મારી જવાબદારી છે.”કલ્પના એ હા પાડી.આદિત્ય એ બાઇક સ્ટાર્ટ કર્યું .કલ્પના ને ખુશી હતી કે એમની વચ્ચેની સમસ્યા હલ થઈ ગઇ છે.ભલે આદિત્ય એને પ્રેમ નથી કરતો પણ કમસે કમ એની મિત્ર બનીને તો રહી શકશે.
કલ્પના ખુશ થતી ઘરે આવી.અને જોયું તો ઘરમાં કોઇક મહેમાન દંપતિ બેઠેલા હતા.એમને જોતાજ કલ્પના બોલી,”અરે,સુરજ અંકલ,વિશાખા આન્ટી તમે ક્યારે આવ્યા?તમે તો ન્યૂયોર્ક માં સેટલ થઈ ગયા હતા ને?કહેતા બંન્ને ના પગે લાગી.એ બંન્ને એ આશિર્વાદ આપ્યા.કલ્પના એ પુછ્યું ,”અને સ્વયં એ સાથે નથી આવ્યો?”
“અરે પહેલા શાંતિ થી આવીને શ્વાસ તો લઇ લે! તારા બધાજ પ્રશ્ન ના જવાબ આપીશ.અને રહી વાત સ્વયમની તો એ કાલે આવશે..”
“ઓહ તો એમ વાત છે .આવવા દે કાલ એને .એની ખબર લઇ નાખુ..કેટલા મહિના થઈ ગયા.ના કોઇ ફોન ના મેસેજ .મારા ઇમેલ ના ય જવાબ નહિ.નાનો હતો ત્યારે તો મારા વગર સ્હેજેય ચાલતુ નહોતુ .અને ત્યાં વિદેશ માં ગયો એટલે એન આર આઇ થઈ ગયો..”
“એવી વાત નથી આ તો હમણાં થી એ બહુ જ મહત્વપુર્ણ ડીલ સાઇન કરવાની છે .એટલે હમણાં થી વ્યસ્ત રહેતો હોય છે.
બધાએ સાથે મળીને ભોજન કર્યું .અને રાત્રે મોડે સુધી વાતો કરીને સુઇ ગયા.કલ્પના ની ઓફિસ મા ઇનટરવ્યુ નુંએડિટિંગ થઈ ગયુ.ને એ દિવસે જ ઇન્ટરવ્યુ નો પ્રચાર પ્રસાર શરુ કરી દેવામાં આવ્યો.
બીજા દિવસે કલ્પના સ્વયમ ને રિસિવ કરવા એરપોર્ટ જાય છે.એ માટે આદિત્ય ને અને અજયસરને ફોન કરીને કહે છે કે એને ઓફિસ માં આવવામાં મોડુ થશે.સવારના અગિયાર વાગે સ્વયમ ની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવાની હોય છે.કલ્પના સ્વયમ ને મળવા માટે આતુર છે.કેમ કે કેટલાય મહિના ઓ થી સ્વયમે એનો કોઇ કોન્ટેક્ટ કર્યો નહતો.અને રુબરુમાં તો બાળપણ માં જ જોયો હતો.એટલે એને જોવા ની તાલાવેલી હતી.અગિયાર વાગ્યા એટલે ફ્લાઇટ નું અનાઉન્સમેન્ટ થયુ.અને વીસ મિનિટ પછી બધા યાત્રી ઓ એક પછી એક આવવા લાગ્યા.
થોડી વારમાં યાત્રી ઓમાં વ્હાઈટ શર્ટ પર બ્લુ કલર નું બ્લેઝર પહેરેલ ,આંખો પર ગોગલ્સ ચડાવેલ સોહામણો યુવક આવતો નજરે પડ્યો.એને જોતાજ કલ્પના ના ફેસ પર એક શરારતી સ્માઇલ આવી .એ જ સ્વયમ હતો.સ્વયં કલ્પના પાસે આવ્યો.કલ્પના એને જોતી જ રહી.એટલે સ્વયં પાસે ગોગલ્સ ચડાવીને બોલ્યો," આમ આંખો ફાડી ફાડી ને શુ જોઇ રહી છે?કયાય મારા જેટલો હેન્ડસમ અને સ્માર્ટ યુવક નથી જોયો કે શુ?"
"હેન્ડસમ ? અને તુ? માન્યુ કે નાનપણ માં જેવો ચંબુ હતો એના કરતા થોડો સ્માર્ટ લાગે છે પણ પોતાના વિશે આટલો વહમ સારો નહિ?"
"રહેવા દે હવે મને બધી ખબર છે મારા પરથી નજર તો હટતી નહતી અને હવે પકડાઈ ગઇ એટલે જુઠુ બોલે છે."
"હવે બધીજ વાતો અહિં જ કરવા ની છે કે પછી ઘરે ય આવવાનું છે?જલ્દી કર મારે હજુ ઓફિસ પણ જવાનું છે."
"તે મારા માટે રજા ના મુકી દેવાય તારાથી ? "
"એક ઉંધા હાથની દઇશ ને તો ધુળ ચાટતો થઈ જઇશ.ત્યાં જઇને જેને ફોન કરવાનો કે મેસેજ ના રિપ્લાય કરવાનો ય સમય નથી એ મને કહે છે કે એના માટે ઓફિસ માં રજા મુકી દઉં.ઉલ્ટા ચોર કોટવાળ કો ડાંટે."
"સોરી યાર.એના માટે હાથ જોડીને માફી માગું છુ.અને પ્લીઝ હવે ઘરે લઇ જવાની મહેરબાની કરીશ ?"
"હા હા તો ચાલને .મે ક્યાં ના પાડી ?મારેય મોડુ થાય છે."એમ કહીને બંન્ને ઘર તરફ વળ્યા.
ઘરે પહોંચીને સ્વયં પોતાનો થાક ઉતારવા ફ્રેશ થઈ ને અમોલ ભાઇ અને ગીતા બેન તેમજ એના માતાપિતા સાથે જમવા બેસી ગયો.કલ્પના જમીને ઓફિસ જવા નીકળી ગઇ.
કલ્પના ઓફિસમાં ગઇ ત્યારે આદિત્ય અજયસર બંન્ને કેબિનમાં ઇન્ટરવ્યુ માં એડિટિંગ કરીરહ્યાં હતા.અજયસરે કલ્પના ને પણ ઇન્ટરવ્યુ બતાવ્યો અને એમાં કલ્પના ને રિપોર્ટિંગ માટે ડાયલોગ ઉમેરવા ના સજેશન્સ કર્યા.
અાબાજુસાનિયા મન માં ઇર્ષ્યા થી બળી રહી હતી કેમ કે કલ્પના અને આદિત્ય પહેલા ની જેમ જ વાત કરવા લાગ્યા હતા.એણે મનમાં કંઇક વિચાર્યું પછી કાતિલ સ્મિત કરીને કામ કરવા લાગી.
ઓફિસ છુટવાના સમયે એ આદિત્ય સાથે ટકરાઇ .એને લીધે કપાળ માં વાગ્યુ આદિત્ય એ સાનિયાની ટક્કર બદલ માફી માગી ત્યાં સાનિયા ની આંખોમાં આંસુ જોઇ ને ભાવુક થઈ ગયો.પણ અાદિત્ય કંઈ કહે એ પહેલા એ વોશરુમ તરફ દોડી ગઇ.એટલે આદિત્ય પણ સાનિયા ની પાછળ ગયો.સાનિયા ને ખુણામાં રડતા જોઇને એણે સાનિયા ને પુછ્યું ,"શું વધારે જોરથી વાગ્યું.?અાઇમ એમ સો સોરી .મારે જોઇને ચાલવું જોઇએ .ચાલ તને ડોક્ટર પાસે લઇ જઇ દવા કરાવીએ ."
"ના એમ વાત નથી .હું તારા કારણે નથી રડતી .વાત એમ છે કે મારી એક બેસ્ટ ફ્રેન્ડ હતી .એની આજે બીજી પુણ્યતિથી છે. હું આજ સવારથી જ મને એની બહુ યાદ આવતી હતી એટલે રડવું તો પહેલે થી જ આવતું હતુ.એમાં તું સામો મળી ગયો એટલે ફીલીંગ્સ પર કાબુ ના રહ્યો .ઓહ આદિત્ય તને નથી ખબર એને કેટલી મિસ કરું છુ."એમ કહીને ફરી્રડવા લાગી અને આદિત્ય ને ભેટી પડીને રડવા લાગી.આદિત્ય એની પીઠ પર હાથ ફેરવી એને સાંત્વના આપવા લાગ્યો.ત્યારે એને નહોતી ખબર કે કલ્પના દુર થી આ દ્રશ્ય જોઇને એની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.અને આદિત્ય એને જોઇ ના લે એટલે ઓફિસ ની બહાર નીકળી ગઇ.થોડી વાર પછી પોતે જ પોતાને સમજાવા લાગી.,"એમાં રડે છે શુ? તે જે જોયુ એ તો એકદિવસ થવાનું જ હતું ને? આખરે એ બંન્ને પ્રેમ કરે છે.લાગે છે કે સાનિયા ને મારી મદદ ની કોઇ જરુર નથી હવે.અને જો એવું હોય તો મારે કંઇક એવું કરવું પડશે કે મારી ફ્રેન્ડશિપ એ બંન્ને ની વચ્ચે ના આવી જાય."એમ કહીને આંસુ સાફ કરવા લાગી.ત્યાંજ આદિત્ય આવી ગયો.અને કલ્પના ની લાલ આંખો જોઇને પુછ્યું ,"તને શું થયું ?તું કેમ રડતી હતી .?"
"હું કંઇ રડતી નથી . "
"તો પછી આંખ કેમ લાલ થઈ ગઇ છે તારી?."
"ઓહ ,એ તો મારો ને મારો હાથ મારી આંખમાં વાગ્યો ને એટલે આંખમાં પાણી આવી ગયું.અને આંખ લાલ થઈ ગઇ."
"ઓહ , તું ય છે ને "એમ કહીને કલ્પના ની એકદમ નજીક આવીને કલ્પના ની આંખમાં ધીમેધીમે ફુંક મારવા લાગ્યો.ત્યાં જ બાજુ ના ચા ની હોટલમાં એ ગીત વાગતુ હતુ,."દિલ ઇબાદત કર રહા હૈ ધડકનેં મેરી સુન તુઝકો મે કર લું હાસિલ લગી હૈ યહી ધુન,જિંદગી કી શાખ પે લું કુછ હસીં પલ મૈ ચુન તુઝકો મૈ કર લું હાસિલ લગી હૈ યહી ધુન."
"હવે બરાબર છે ને"કલ્પના એ હા પાડી એટલે બંન્ને બાઇક પર બેસી ઘર તરફ રવાના થયા.
ઘરે આવીને કલ્પના એ જોયું તો બધા જમવા બેસતા હતા .એટલે કલ્પના પણ ફ્રેશ થઈ ને જમવા બેસી ગઇ.જમતા જમતા સ્વયમ ને પુછ્યું કે કેવો રહ્યો આજનો દિવસ .એટલે સ્વયમે કહ્યું ,"આજ નો દિવસ તો સુવામાં જ કાઢ્યો છે .હવે કાલ થી વિચાર છે કે તારી સાથે ઓફિસ આવું"
"ત્યાં શું કરીશ આવી ને? કંટાળી જઇશ .એના કરતા કાંકરિયા કાર્નિવલ માં જા મજા આવશે.અમદાવાદ માં ફરવા લાયક અને જોવા લાયક સ્થળ ઘણા છે."
"તું જ કહે છે ને કે નાનપણમાં તારા વગર એક સેકન્ડ નહોતું ચાલતું તો બસ એમજ રાખવું છે.તું જ્યાં જયાં સ્વયમ ત્યાં ત્યાં .આમે ય ઓફિસ માં તારા કલીગ્સ ને મળુ.શક્ય છે કે કોઇ છોકરી પટી જાય."
"સારુ કાલે વહેલા તૈયાર થઈ જજે .મને મોડુ ના કરાવતો .નહિ તો હું તને મુકીને જતી રહીશ."
પછી જમવાનું પતાવી ને સ્વયમ અને કલ્પના બહાર આંટો મારી ને પાછા આવીને પોતપોતાના રુમ માં સુવા જતા રહ્યાં .બીજા દિવસે કલ્પના એ ફોન કરીને સમજાવી દીધો કે એનો ફ્રેન્ડ ન્યૂયોર્ક થી જે આવ્યો છે એની સાથે ઓફિસ આવી જશે.એટલે લેવા ના આવે.આદિત્ય એ થોડી આનાકાની કરી પણ પછી માની ગયો.
ઓફિસમાં જઇને કલ્પના એ બધા સ્ટાફ મેમ્બરો થી અજય સર થી અને આદિત્ય સાથે સ્વયમ નો પરિચય કરાવ્યો.
કલ્પના એઆજે સ્વયમ પર વધુ પડતુ ધ્યાન આપી રહી હતી .એટલે આદિત્ય એ જોઇને થોડો અપસેટ થયો હતો.ત્યાં લંચ બ્રેક થયું એટલે જ્યારે બધા જમવા બેઠા ત્યારે સ્વયમ બધાનું ધ્યાન દોરતા બોલ્યો,"મે આઇ હેવ યોર અટેન્શન પ્લીઝ." કલ્પના સ્વયમ સામે આશ્ચર્ય થી જોઇ રહી કે સ્વયમ ને વળી કઇ જાહેરાત કરવી છે.
"કલ્પના મારી વાત તને લાગુ પડે છે.એટલે મારી વાત સાંભળ .નાનપણ થી આપણે મિત્રો છીએ .મને તારા વગર સેકન્ડ પણ ચાલતુ નહોતુ.પણ કમબખ્ત જુદાઇ આવી ગઇ.મારે તારા થી નાનપણમાં જ દુર થવું પડ્યુ.એ મારા જતા સમયે મને રોકવા માટે જે ધમપછાડા અને રોકકળ કરી હતી એ આજે પણ મને યાદ છે.અને એ ક્ષણોને ત્યારથી લઇ આજ સુધી તારી એ યાદો એ જ મને જીવવાનું આગળ વધવાનું બળ પુરુ પાડ્યુ છે.તારી કસમ મે તારા સિવાય કોઈ ને પણ દિલમાં કે જીવનમાંઆવવા દીધી નથી .હું તને ખુબજ પ્રેમ કરું છું કલ્પના .ને તારી સાથે જીવવા માગું છું."
પછી કલ્પના પાસે આવીને ઘુંટણ પર બેસી ગયો .અને એક રિંગ કાઢીને કલ્પના નો હાથ પકડીને પુછ્યું ,"કલ્પના વિલ યુ મેરિ મી?"
કલ્પના કંઇ સમજી ના શકી કે કે શું કરવું થોડી વાર એમ ઉભા રહ્યાં પછી એણે આદિત્ય સામે જોયુ પછી ને હા પાડી દીધી .એટલે સ્વયમે એને રિંગ પહેરાવી દીધી .
કલ્પના ને ત્યારે ખબર ના પડી કે આદિત્ય આશ્ચર્યથી એને જોઇ રહ્યો હતો .અને જ્યારે કલ્પના એ હા પાડી ત્યારે એને સખત અાઘાત લાગ્યો..એ વિચારી જ નહોતો શકતો કે કલ્પના ના જીવન માં એના સિવાય કોઇ બીજુ પણ હોઇ શકે .ને અા તો સ્વયં સાથે પરણવા ય તૈયાર થઈ ગઇ.એ ગુસ્સામાં જ ઓફિસ ની બહાર નીકળી ગયો.
હવે શું થશે શું આદિત્ય પણ કલ્પના ને ચાહે છે ?શું સમયસર એ વાત એ સમજી શકશે?અને જો સમજી જશે તો ક્યાંક કલ્પના ના વિરહ તો સહન કરવો પડે?જાણવું હોય તો વાંચતા રહો કેદી નં ૪૨૦