કેદી નં ૪૨૦ ભાગ ૧૮ JADAV HETAL D દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેદી નં ૪૨૦ ભાગ ૧૮

આગળ આપણે જોયું કે મ્રૃણાલમા અને અખિલેશ્વર બંન્નેની એક ખુન કેસમાં તપાસ શરુ થાય છે.અને એ કેસ ઇન્સપેક્ટર અભિજિત બહુ જ ચતુરાઇ પુર્વક હેન્ડલ કરી રહ્યો હતો.જેને લીધે અખિલેશ્વરને એકવાર જેલમાં જવું પડે છે.જામીન પર છુટતા જ એ અભિજિતને મારી નાખવાનો કોન્ટ્રાક્ટ એક કિલર ને આપે છે.જેની મ્રૃણાલમા ને જાણ થાય છે. અભિજિત ની મા મ્રૃણાલ મા જોડે એને માફ કરી દેવા માટે કરગરતી હોય છે.એની વાત પરથી મ્રૃણાલમાને ખબર પડે છે કે એ સ્ત્રી અભિજિત ની પાલક માતા છે .એને અભિજિત ને લિટલ લોટસ અનાથાશ્રમ માંથી દત્તક લીધો હતો મ્રૃણાલમાને યાદ આવે છે કે આ એજ અનાથાશ્રમ હતુ કે જે અનાથાશ્રમ માં એમનો પુત્ર ગુમ થઈ ગયો હતો .મ્રણાલમા અભિજિત ની મા ના ઘરે જાય છે અને એક લોકેટ કાઢીને બતાવે છે જે જ્યારે એને દત્તક લીધો હતો એ સમયે એના ગળામાં હતુ એ લોકેટ જોતા જ મ્રૃણાલમા ને ખબર પડી જાય છે કે અભિજિત એ એમનો જ ખોવાયેલો પુત્ર છે .એ ભાવુક બની જાય છે અને અભિજિત ની મા ને ભેટી ને ખાતરી આપે છેકે એ અભિજિત ને કંઇ જ નુકસાન નહિ થવા દે.એમ કહીને નીકળી જાય છે.બહાર નીકળતા એને યાદ આવે છે કે અખિલેશ્વરે અભિજિત ને મારી નાખવાની સોપારી આપી દીધી છે.
અભિજિત ના ઘર થી મારા આશ્રમ સુધીનો એ રસ્તો કેવી રીતે કાપ્યો એ મને હજુ ય યાદ છે એકતરફ મારા પુત્ર ની ભાળ મળવાની ખુશી અને બીજીતરફ એને ફરીથી હંમેશા માટે ખોઇ બેસવાનો ડર.મારા કરેલા કર્મો નું ફળ ક્યાંક મારા પુત્ર ને ભોગવવાનો વારો ના આવે એ વાત ના ડરને લીધે ધબકારા વધી જતા હતા.શ્વાસ પણ અટકી જતો હોય એવું લાગતુ.જ્યારે આશ્રમ આવ્યું તો તરત જ ગાડીનો દરવાજો ખોલીને ઉતરી ગઇ.દોડીને અખિલેશ્વર જ્યાં હતો ત્યાં પહોંચી .દોડવાને લીધે હું હાંફવા લાગી ,બોલવું હતુ પણ ગળામાંથી અવાજ જ નહોતો નીકળતો. અશોક ત્યારે બે સેવિકા ઓ સાથે એક રુમ માં જલસા કરી રહ્યો હતો મારી હાલત જોઇને એ હસવા લાગ્યો ,” તને જોઇને તો એવું લાગે છે જાણે દોડવાની સ્પર્ધા માં ભાગ લીધો હોય.જરા એ તો ભાન રાખ કે તું મ્રૃણાલમા છે .અને મ્રૃણાલમા જેવી દૈવીય સ્ત્રી માટે દોડવું શોભનીય નથી .એ તો સારુ થયુકે લોકો એ તને દોડતા નથી જોઇ નહિ તો કેવી છાપ પડત.?”
“અભિજિત, અભિજિત “ હું ખાલી એટલું જ બોલી શકી.અભિજિત નું નામ સાંભળીને અશોકે બંન્ને સેવિકાઓને બહાર મોકલી દીધી .અને રુમ બંધ કરીને મને પાણી પાયુ.પાણી પીને હું થોડી સ્વસ્થ થઈ એટલે બોલી,”અભિજિત ને ના મારીશ.અભિજિત ને કંઇ જ ના કરીશ .પેલા કિલર ને ફોન કરીને એને ના પાડી દે કે અભિજિતને કંઇ જ નુકસાન નથી પહોંચાડવાનું.
“કેમ ના મારું ?તને નથી ખબર કે એ ઇન્સપેક્ટર આપણા માટે સંકટ બની ગયો છે.કેવો હાથ ધોઇને પાછળ પડ્યો છે પાછો છે ય ઇમાનદાર એટલે રુપિયા આપીને ય કામ નથી થતું.એના લીધે એવી હાલત થઈ છે કે કોઇ અત્યારે આપણી મદદ કરવા તૈયાર નથી.એને ના મારું તો મારે ફાંસીએ લટકવું પડશે.અને તું જેલના સળિયા પાછળ આખી જિંદગી સડતી રહીશ. પાછી કહે છે એને કંઈ નુકસાન ના પહોંચાડુ .અને તું મને એકવાત કહે કે તું આમ ઉતાવળ માં ગઇ હતી તે કંઇ સાંભળીને આવી છે કે શુ?કે તને અચાનક મારા અને તારા પોતાના કરતાંય એના પર વધારે પ્રેમ ઉભરાઇ આવ્યો છે.”
“ તને નથી ખબર મને પણ હમણાં જ ખબર પડી કે અભિજિત મારો એ જ ખોવાયેલો દીકરો છે જેને મારા પિતાજી અનાથાશ્રમ માં મુકી આવ્યા હતા અને જ્યારે હું એને લેવા ગઇ ત્યારે એ દત્તક લેવાઇ ગયો હતો.એના ગળામાં એ સમયે જે લોકેટ હતુ એ મે જોયુ એ એવુ જ એક લોકેટ મારા પિતાજીએ મને આપ્યું હતુ.જેથી કરીને ભવિષ્યમાં કદાચ હું એને ઓળખી શકુ.અને જો એ જ લોકેટે મને મારો દીકરો પાછો અપાવ્યો.તું કહેતો હોયને તો બધી જ સંપત્તિ તારે નામ કરી દઉં .બસ તું એને કંઇ નાથવા દઇશ.”
અશોકે થોડો વિચાર કર્યો અને પછી ફોન કરીને કોઇક ને કહ્યું , “ હા હું અખિલેશ્વર બોલું છું .પેલા ઇન્સપેક્ટર ને મારી નાખવાનું જે કામ મે તને સોંપ્યુ હતુ એ કામ મારે પાછું લેવું છે.તું જીવથી ના મારતો બસ ધમકી જ આપજે અને કહેજે કે આ કેસમાં થી પીછેહઠ કરી દે.બસ એ ડરીને પાછો હટી જશે તો એની સોપારી ના રુપિયા હું તને આપી દઇશ.”એનીવાત સાંભળી ને હું નિશ્ચિત થઈ ગઇ.અને ભક્તો ની પાસે ગઇ..પણ મને નહોતી ખબર કે એણે મારી સામે કિલર ને ફોન કરવાનું નાટક કર્યું હતુ..
રાત્રે જ્યારે બધા સુઇ ગયા ત્યારે હું અશોક નો આભાર પ્રગટ કરવા એના કક્ષમાં ગઇ તો મને અશોક ના મોઢે થી અભિજિત નું નામ સંભળાયુ.એનું નામ સાંભળીને હું ચોંકી ગઇ..મે દબાતા પગલે કક્ષ ના બારણા ની આડશે ઉભી રહીને જોયુ તો એ કોઇકની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો.એણે કહ્યું ,”જેમ બને એમ જલ્દીથી એનું કામ તમામ કરી દો.હું વધુ રાહ નહિ જોઉં .જો તમે ના કરી શકતા હોય તો હું કોઇબીજાને કામ સોંપી દઇશ.” હું સમજી ગઇ કે એ કિલર ને અભિજિત ને મારવાનું કહી રહ્યો હતો.મારા પેટમાં ફાળ પડી એ જાણીને કે અશોકે હમણા ફોન કરીને જે કહ્યું હતુ એ બધું માત્ર નાટક હતુ.
“શું ?અત્યારે ?સારું હું અત્યારે જ નીકળું છું”એમ કહીને એણે પોતાના ટેબલ ના ખાના માંથી એક રિવોલ્વર કાઢી જે મે જોયુ.હું તરત જ બારણા થી દુર હટીને બીજી તરફ જતી રહી અશોક રિવોલ્વર લઇને ગાડીની ચાવી લઇ બહાર નીકળી ગયો.એ પછી તરત જ હું પણ મારા કક્ષ માં ગઇ અને એક છુપી જગ્યા એથી રિવોલ્વર કાઢી કે જેને મે હથિયારો ને સગેવગે કરતા સમયે લઇને છુપાવી દીધી હતી.એની પાછળ હું પણ એક ગાડી લઇને નીકળી .મે એની ગાડીથી એક ચોક્કસ અંતર જાળવી રાખ્યું જેથી કરીને કોઇ એનો પીછો કરે છે એની શંકા એને ના જાય.એક સુમસામ રસ્તા પર ખંડેર જેવી જગ્યા પર મે અશોક ની ગાડીને ઉભેલી જોઇ.હું તરત જ ગાડીમાંથી ઉતરી ને ખંડેર માં જઇને જોયું તો અશોક ચાર માણસો સાથે બિલકુલ મારી સામે ઉભો હતો .એમની બાજુમાં અભિજિત બેહોશ પડ્યો હતો.એના માથામાંથી લોહી નીકળતું હતું.અશોકે રિવોલ્વર કાઢી ને એનું નાળચું એણે અભિજિત ના કપાળ પર રાખ્યું.એ સાથે જ મે મારા હાથમાં રહેલી રિવોલ્વરને અશોક ની તરફ તાકીને ટ્રીગર દબાવી દીધુ.અશોકની છાતીમાં ગોળી વાગતા જ એ ઢળી પડ્યો.ને તરફડીને મરી ગયો.એની બાજુમાં ઉભેલા ગુંડાઓ આ અણધારી ઘટનાથી ડરી ગયા.પણ મારે રોકાવાનું નહોતુ. કંઇ સમજે એ પહેલા બહાર નીકળી ને એ ત્રણેય ને છાતીમાં ગોળી મારી દીધી .બાકીના ત્રણ ગુંડાઓ પણ મરી ગયા છે એ જોઇને મે અભિજિત ને ઢંઢોળ્યો.પણ એ ભાનમાં આવ્યો નહિ.હું તરત જ અભિજિતને ખેંચીને મારી ગાડી સુધી લાવી ને મારી ગાડીમાં એને હોસ્પિટલ પહોંચાડી દીધો .આખી રાત એની પાસે રહીને એને બચાવીલેવાની પ્રાર્થના કરતી રહી.પછી જ્યારે ડોક્ટરે એને ભયમુક્ત જાહેર કર્યો ત્યારે મે રાહતનો શ્વાસ લીધો કે મે અભિજિત ને બચાવી લીધો છે.પણ હવે મે નિર્ણય લઇ લીધો હતોકે મારે શું કરવાનું છે.હવે પછીનું મારું જીવન મારા કરેલા ખરાબ કર્મો ના પરિણામ ભોગવવામાં વીતાવવાનુ હતુ.
અમુક દિવસો પછી જ્યારે અભિજિત સાજો થઇને આવ્યો ત્યારે મારા માટે પ્રશ્નો ની લાંબી યાદી તૈયાર કરીને લાવ્યો અને મારે એની સાથે પોલીસ સ્ટેશન માં જવું પડ્યુ.પોલીસ સ્ટેશન માં એણે મને ઢગલાબંધ પ્રશ્નો પુછ્યા.હું ધારત તો વકીલ બોલાવીને એ બધા જ પ્રશ્નો માંથી છુટકારો મેળવી શકત.પણ મારો ઇરાદો કંઇક અલગ જ હતો.મે અભિજિત ને કહ્યું ,”હું તમારા બધા જ પ્રશ્નો ના જવાબ આપીશ .પણ એક શરતે હું માત્ર તમારી સાથે એકાંતમાં વાત કરીશ .”એટલે હું અને અભિજિત એક બંધ રુમ માં આવ્યા.એટલે અભિજિતે કહ્યું ,હા તો હું શરુઆત કરું છું.વાત એમ છે કે દસ ઓગસ્ટ ની રાતે જ્યારે હું મારા કામથી જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં અમુક ગુંડાઓ એ મારી પર હુમલો કર્યો .હું બધા સાથે લડીને બધાને ધુળ ચટાડી દેત પણ એ જ સમયે એમાંથી એક જણાએ મારા માથામાં કોઇક સળિયાથી વાર કર્યો હું ઘાયલ થઇ ગયો.હું જ્યાં સુધી ભાનમાં હતો ત્યાં સુધી મને યાદ છે કે એક ખંડેર માં મને એ લોકો લઇ ગયા હતા.એ પછી શું થયુ મને યાદ નથી.પણ મને ખબર પડી કે તમે મને હોસ્પિટલ પહોંચાડી ને મારો જીવ બચાવનારા તમે હતા..હા મારો જીવ બચાવવા બદલ તમારો આભાર માનું છું.એ પછી ત્યાં તપાસ કરતાં મારી ટીમ ને ચાર લાશો મળી.જેમાંની એક લાશ અખિલેશ્વરજી ની હતી.અને બાકીની ત્રણ લાશો એ ગુંડાઓની જેમણે મારી પર હુમલો કર્યો હતો.પોસ્ટમોર્ટમ પર થી એ વાત સાબિત થાય છે કે એમનું ખુન એ જ રાત્રે થયું હતુ.તો મારો તમને પ્રશ્ન છે કે તમે એટલી રાત્રે એવા ખંડેરમાં શું કરતા હતા?તમને કેવી રીતે ખબર પડી કે મારા પર હુમલો થવાનો છે ?અને એ કે અખિલેશ્વરજી ત્યાં કેવી રીતે આવ્યા ?અને એમને ક્યાંક તમે તો માર્યા ને?તમે ત્યાંથી મને બચાવીને કેવી રીતે લઇ આવી શક્યા?અને સૌથી મોટો અને મહત્વનો સવાલ કે તમે મારો જીવ બચાવ્યો કેમ?કયા કારણસર?એ બધા પ્રશ્ન ના જવાબ મને જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી ભગવાન પણ તમને અહિંથી નહિ લઇ શકે. સમજ્યા.?”
“આ બધા જ પ્રશ્ન માંથી હું તારા એક જ પ્રશ્ન નો જવાબ આપીશ તો તને બધા જ પ્રશ્ન ના જવાબ મળી જશે.પણ મને ડર છે કે હું જે જવાબ આપીશ એના પર તુ વિશ્વાસ નહિ કરે? એટલે વિચારકરું છું કે તને એ જવાબ આપુ કે નહિ?”
“એવો કેવો જવાબ છે કે હું એના પર વિશ્વાસ ના કરું?જુઓ જે પણ હોય મને ગોળ ગોળ ફેરવ્યા વગર સાચો જવાબ જોઇએ .સમજ્યા .નહિ તો આ બધા જ સબુત જો કોર્ટ માં રજુ કરીશ ને તો તમે રિમાન્ડ માં લેવાશો અને એ પછી આ મહિલા ઇન્સપેક્ટર શારદાબેન ની તમને ખબર નથી એ જમવાનું જેટલુ સ્વાદિષ્ટ બનાવે છે ને એનાથી વધારે સારું ટોર્ચર કરી જાણે છે.એમના એક હાથ પડતાજ ભલભલા ખેરખાઓ ય પોપટની જેમ બોલવા લાગતા હોય છે તો પછી તમારી શી વિસાત?”
હું હસી પડીઅને પછી બોલી, “ હું મ્રૃણાલ મા છું .ધારુ તો હમણા જ વકીલો ની ફોજ ઉભી કરીને અહિંથી એકપણ પ્રશ્ન નો જવાબ આપ્યા વગર જઇ શકું.અને મારા વકીલો કોર્ટ માં તારા બધા સબુતો ને પાણી વગરના સાબિત કરી શકે પણ ના હું તમારા પ્રશ્ન નો જવાબ આપવા માગું છું ખબર છે કેમ?કેમ કે હવે આખું જીવન મ્રૃણાલમા બનીને વિતાવવા કરતાંય મારા માટે તારા એ પ્રશ્ન નો જવાબ આપવાનું વધારે મહત્વ નું છે કે મે તારો જીવ શું કામ બચાવ્યો?”
“હા તો કહો શું કામ બચાવ્યો?”
“અભિજિત ,બધા જવાનીમાં નાદાન હોય છે અને હું પણએ સમયે નાદાન જ હતી જ્યારે જવાનીમાં પ્રવેશી ત્યારે મે પણ એ જ ભુલ કરી જેના પરિણામસ્વરૂપે હું લગ્ન પહેલા માતા બની .પણ મારા કમનસીબે મારા બાળકનો જન્મ થતાં જ મારા પિતા જી એ મારી જિંદગી ને બરબાદ ના થાય એટલે એને અનાથાશ્રમ માં મુકી દીધું .જ્યારે હું એ અનાથાશ્રમ માં એ બાળકને પાછું લેવા ગઇ ત્યારે મને ખબર પડીકે એ બાળકને કોઇ દંપતિ દત્તક લઇ ગયું છે.મે અનાથાશ્રમ ના સંચાલકો ને એ દંપતિ ની માહિતિ આપવા બહુ વિનંતી કરી હતી પણ એ લોકો માન્યા નહિ ને મારે નિરાશ થઈ ને પાછા ઘરે આવવું પડ્યું હતુ.”
“મને ખબર નથી પડતી તમે સ્પષ્ટ કહોને ગોળ ગોળ ના ફેરવો .એ બધીજ વાત ને આ કેસ સાથે શું લેવાદેવા ?”
“લેવાદેવા એ જ વાતનો છે અભિજિત .જે રાત્રે તારા પર હુમલો થયો એ જ દિવસે મને ખબર પડી હતી કે જે દંપતિ એ મારા બાળકને દત્તક લીધું હતું એ બીજું કોઇ નહિ પણ તારા માતાપિતા હતા.એટલે કે તું મારો એ જ પુત્ર છે જેને મારા પિતાજીએ અનાથાશ્રમ માં મુકી દીધો હતો..થોડા દિવસ પહેલા જ મને ખબર પડી કે તું મારો પુત્ર છે પણ અખિલેશ્વરે તારા નામ ની સોપારી કોઇકને આપી હતી.મે એને સમજાવ્યો કે એ તને ના મારે અને મને એમ જ હતું કે એ સમજી ગયો છે પણ ના એને મારી સાથે દગો કર્યો .એ રાતે એ તને મારી જ નાખત પણ મને ખબર પડી ગઇ હતી એટલે મે એનો પીછો કર્યો અને એ પહેલા કે તને મારે મે એને અને એના સાથીઓ ને પતાવી દીધા .”
અભિજિત આ સાંભળીને ચોંકી ગયો.પછી વિચારમાં પડી ગયો.અને પછી જોરજોરથી હસવા લાગ્યો.પછી તાળી પાડતા બોલ્યો,”માનવું પડે હોં તમારી બુદ્ધિ ને!સાચે જ મને હવે સમજાયું કે તમે કેવી રીતે લોકો ને જાળમાં ફસાવીને ભક્ત બનાવતા હશો.જ્યારે તમને લાગ્યું કે બાજી તમારા હાથમાંથી ગઇ છે તો તમે નવી વાર્તા બનાવી દીધી .અને એ પણ કેવી જોરદાર કે હું તમારો પુત્ર !પણ આ કારી તમારી મારી સામે નહિ ફાવે.મારી મા મારી જનેતા મા છે અને એણે જ મને જન્મ આપ્યો છે હું ખાતરી પુર્વક કહી શકું છુ કે તમારા જેવી સ્ત્રી સાથે મારો કોઇ જ સંબંધ ના હોઇ શકે દુર દુર સુધી નો પણ નહિ!”
“મને ખબર જ હતી કે તું મારી વાતનો વિશ્વાસ નહિ કરે.પણ ખાતરી પુર્વક આ વાત કહેતા પહેલા જરા તારી મા ને જરા ભાર આપીને તારાસોગંદ દઇને પુછી તો જો કે શું એણે જ તને જન્મ આપ્યો હતો?એને સત્ય કહેવું જ પડશે જે એણે મારી સામે કબુલ કર્યું હતુ.એને પુછ કે કે રાજકોટ ના લિટલ લોટસ અનાથાશ્રમ અને તારા વચ્ચે શું સંબંધ છે?એને પુછ કે આ લોકેટ અને તારે શું લેવાદેવા તને તારાબધા જ સવાલો નો જવાબ મળશે.”એમ કહીને મારા ગળામાં નું લોકેટ એને આપ્યું .
“સારું પુછી જોઉ છું પણ જો તમે જુઠુ બોલો છો એવો સહેજ પણ અણસાર મને થયો ને તો કાયદા ની જેટલી પણ કલમો હશે ને બધી જ તમારા પર લાગુ કરાવી દઇશ.”
હું ફરી થી ખડખડાટ હસી પડી .અને પછી બોલી,”તું કલમો લાગુ કરવાની વાત કરે છે પણ હજુ સુધી કોઇ ગુનો એવો નહિ બચ્યો હોય જે મે નહિ કર્યો હોય તો ય હજુ ય કાયદાની નજરમાં હું ચમત્કારી દેવી મ્રૃણાલમા છું.હજુ ય ધારુ તો કાયદા ની નજરમાંથી છટકી શકું પણ ના હવે મારે છટકવું નથી.કેમ કે ભાગી ભાગીને થાક લાગ્યો છે.હવે જે પણ થાય બસ થવા દેવું છે.બસ એક જ ઇચ્છા છે કે તારા મોઢેથી મા સાંભળવું છે મારે .બસ એકવાર તારી મા બનીને ભેટવું છે તને.”એટલું બોલતા મારું ગળું ભરાઇ ગયું અને મારી આંખોમાં પાણી આવી ગયું.
“કાયદાની નજરમાંથી છટકવું નથી તો પછી આ નાટક બંધ કરો.તમને એમ કે હું આવું નાટક કરીશ એટલે હું તમને બચાવી લઇશ.હું અત્યારે જ જઉં છું અને સત્ય હકીકત જાણી લાવું છું.પણ જો આ વાત ખોટી નીકળી તો હું તમારા જે હાલ કરીશ ને તમે ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય.”એમ કહીને એ લોકેટ લઇને જતો રહ્યો .
બીજી સવારે જ્યારે એ મારી સામે આવ્યો ત્યારે મે જોયુ એની આંખો રાત ના ઉજાગરાને લીધે લાલ હતી.એના અવાજ માં પણ પહેલા કરતા ઓછી કડકાઇ હતી.તો ય મારી સામે અવાજમા આછી કડકાઇ લાવતા કહ્યું ,” મે ઘરે જઇને તપાસ કરી.અને તમે જે કહ્યું એ વાત સાચી છે.હા મારા માતાપિતાએ મને અનાથાશ્રમ માંથી દત્તક લીધો છે પણ એ વાત નઇ શી સાબિતી કે તમે જ મારી મા છો?મારી માએ ભોળપણમાં જે કહ્યું એનો જરુર તમે ફાયદો ઉઠાવા માગો છો .એટલે જ મારી મા એ જેવું લોકેટ બતાવ્યું એવું જ લોકેટ બનાવડાવ્યુ અને હવે મને બતાવો છો.અને જો એ વાત સાચી વાત હોય કે તમે મને જનમ આપ્યો છે તો મને એ વાત ની શરમ આવે છે કે તમે મને જનમ આપ્યો છે.જરા પોતાની અંદર જુઓ અને કહો કે તમે એવું કયું કામ કર્યું છે કે તમે ગર્વથી કહો છો કે તમે મારી મા છો તમે લોકો ની નજરમાં દેવી હશો પણ હકીકતમાં તમે એમની શ્રધ્ધા સાથે રમત કરો છો .મને હંમેશા એ વાતનું દુખ રહેશે કે જેને મને લાડ લડાવ્યા પાળી પોષીને મોટો કર્યો એણે મને જનમ નથી આપ્યો .પણ મારીસગી જનેતા મા એક ઢોંગી ,પાખંડી ને લોકો ને છેતરનારી છે.”એમ કહીને એ જતો રહ્યો .
આખી રાત હું એના દરેક શબ્દ ને યાદ કરીને રડતી રહી.મને મારા કરેલા દરેક પાપ નો પસ્તાવો થતો હતો.તું જ કહે કલ્પના એ કોઇ પણ મા માટે કેટલી શરમ અને દુખ ની વાત કહેવાય કે જેના પુત્ર ને પોતાની મા ના હોવા પર શરમ આવતી હોય.આખરે મે એક નિર્ણયની કર્યો કે ભલે અભિજિત મને એની મા માને કે ના માને પરંતુ મારે મારા કર્મો નું પ્રાયશ્ચિત કરવું જ રહ્યું .
એટલે જ જ્યારે કોર્ટમાં મારા કેસ ની તારીખ આવી અને મને કોર્ટમાં હાજર કરી ત્યારે મને બચાવવા કેટલાય વકીલો હાજર હતા તો પણ મે મારો આરોપ કબુલ કર્યો .મે ચાર ખુન કર્યા હતા એ હિસાબે મને ફાંસીની સજા મળત પરંતુ મહિલા હોવા ના લીધે મને આજીવન કેદ ની સજા ફટકારવા માં આવી.મારા બધા ભક્તો નો વિશ્વાસ મારા પરથી ઉઠી ગયો કેમકે મે જાતે એવું કબુલ કર્યું હતુ કે હું લોકોને મુર્ખ બનાવતી હતી.અને અખિલેશ્વર ના લીધે મારી પોલ ખુલી ના જાય એટલે મે એને ને એના સાથીઓને મારી નાખ્યા.લોકો જે મારી પુજા કરતા હતા મારા વિરોધી થઈ ગયા.અને અત્યારે મારું બાકીનું જીવન જેલમાં કેદી બનીને કાઢું છું .એ આશા માં જીવીરહી છું કે કોઈક દિવસ અભિજિત મને મા કહીને બોલાવે કોઈક દિવસ એ આવીને મને ભેટે તો મારા હૈયા ને શાંતિ મળે.છેલ્લે હું એટલું જ કહેવા માગું છું લોકો ને કે ઇશ્વર તમારી અંદર જ મોજુદ છે બીજે ક્યાય નહિ .શા માટે તમારા મન ની વાત ઇશ્વર સુધી પહોંચાડવા માટે કોઇક ની તમારે જરુર છે.અને જો કોઇ ઇશ્વર સાથે વાતચીત કરી શકતું હોય તો તમે જાતે શા માટે ના કરી શકો?શું તમને એવું લાગે છે કે આ દુનિયા નીજેમ એમને ત્યાં ય લાગવગ ચાલે છે ?ના ,એના માટે તો દરેક જીવ સમાન છે બસ એકવાર વિશ્વાસ તો કરી જુઓ એની પર .એ તો આપીદેવા માતે સાગર પણ આપી દે પણ તમારું જ પાત્ર નાનું છે તો એટલું જ મળશે ને.બસ હવે ભટકવાનું બંધ કરીદો ઇશ્વર ની શોધમાં.ક્યાય નહિ મળે એ સિવાય કે તમારી અંદર.”
કલ્પના મ્રૃણાલ મા સામે જ જોતી રહી પછી એને યાદ આવ્યુ કે ઇન્ટરવ્યુ પુરો થઇ ગયો છે.એણે પણ ઇન્ટરવ્યુ નું યોગ્ય રીતે સમાપન કર્યું .આદિત્ય એ પણ વિડિયો કેમેરા બંધ કર્યો અને બધું સમેટી લીધું.કલ્પનાએ મ્રૃણાલ મા પાસે જઇ કહ્યું ,”હવે પછી ક્યારે તમને મળીશ ખબર નથી પણ એકવાત ચોક્કસ કહીશ કે જો તમને પસ્તાવો છે અને તમે યોગ્ય પ્રાયશ્ચિત કર્યું છે તો મને ખાતરી છે કે ઇશ્વર તમારી મનો કામના જરુર પુરી કરશે.અભિજિત જરુરથી તમને મળવા આવશે.અને તમને મા તરીકે સ્વીકારશે.”એટલુ કહીને બંન્ને એ મ્રૃણાલમા ની ભાવભીની વિદાય લીધી અને જતા રહ્યાં .અને મ્રૃણાલમા પાછા પોતાની બેરેક માં જતા રહ્યાં .
***********************************************:****************************
અહિંથી મ્રૃણાલમાની વાર્તા પુરી થાય છે.આશા છે કે તમને મજા આવી હશે અને સાથે એક સંદેશ પણ મળ્યો હશે કે ઇશ્વર ની શોધમાં ચાહે ગમે ત્યાં જાઓ પણ અંતે તો એ તમને તમારા મન ની ભીતર જ જોવા મળશે.પણ હજુ એ નથી જાણવું કે કલ્પના અને આદિત્ય નું શું થાય છે ?શું એ બંન્ને નો પ્રેમ પુરો થશે કે પછી કલ્પના એકતરફી પ્રેમ સમજી એને ભુલીને કોઇક બીજા સાથે જીવન વ્યતીત કરશે.જાણવા માટે વાંચતા રહો કેદી નં ૪૨૦.




.