Premni charcha books and stories free download online pdf in Gujarati

પ્રેમની ચર્ચા

પ્રેમની ચર્ચા.
આજના યુવાનોનું કેન્સર

આજના સમયમાં જીવતા યુવાનોને પ્રેમના નામ નું કેન્સર થયું છે. આ પ્રેમ માત્ર દેહપ્રેમ છે. સૌપ્રથમતો યુવાનોને પ્રેમ એટલે શું? તે ખ્યાલજ નથી. યુવાનોને મનોરંજનનો ખુબજ શોખ હોય તે સ્વાભાવિક છે, પણ આપણા ભારતમાં બનતી હિન્દી ફિલ્મોએ પ્રેમ પર બનાવેલી ફિલ્મોમાં પ્રેમ કેમ થાય, કોને પ્રેમ કરાય,પ્રેમમાં શું થાય? જેવા અનેક સવાલોના જવાબ પોતાની પ્રેમની વાર્તા પ્રમાણે ગોઠવી નાખ્યા છે, તે કોઈ ગુન્હો કે ખરાબ નથી પણ લેખકને પોતાની પ્રેમ વાર્તા ફેમસ બનાવવા એવાજ શબ્દો અને કિસ્સાઓ ઉમેરવા પડે અને જેનાલીધે લોકો તેની ફિલ્મ બાજુ આકર્ષાય પરંતુ આજના સમયમાં એવી ફિલ્મો ક્યાં વયના લોકોએ જોવી તેવું નિર્ધારિત નથી. ફિલ્મોમાં સ્કુલ અને કોલેજની મનઘડીત પ્રેમકથાઓને ફિલ્મોમાં રૂપાંતરિત કરવામાં આવી છે અને તેજોઈને આજના યુવાનોમાં, તેમના સમાજમાં, તેમના કુટુંબ પર શું અસરથાય તેને કદાચ નજર અંદાજ કરવામાં અવે છે અથવાતો તે સ્થિતિ દર્શાવતી અમુક ગણીશકાય તેટલીજ ફિલ્મો બની છે.

ખરેખર સાચી જીંદગીમાં નજર નાખીએતો યુવાનીએ એક જીવનની એક એવી ઉમર છે કે જેમાં તમે પોતાના ભવિષ્ય માટે ખુબજ મહેનત અને અથાક પરિશ્રમ કરીશકે તેમ હોય છે સાથે સાથે સ્ત્રી અને પુરૂષ વચ્ચે આકર્ષણ થાય તેપણ સહજ છે. અને આ હોર્મોન્સને આજની ફિલ્મો પ્રેત્સાહન અપે છે અને ત્યારબાદ યુવાનોતે ફિલ્મી પ્રેમ માં પડેછે.

મારી સાથે સંકળાયેલા વ્યક્તિઓ અથવા વાંચકોએ ખ્યાલ હશેકે હું એક વાત સતત લખુછુ કે બોલુછુ “ ભાઈ, પ્રેમમાં પડીએ તો વાગીજાય, પ્રેમમાંતો ઉભારહેવું પડે.” આમાં ઉભારહેવું એટલે!!!!!

જીવનના ભવિષ્યમાં પોતાના કુટુંબની જીવન જરૂરિયાતો માટે મહેનત કરીને સમાજમાં વટથી જીવવું તેને ઉભારહેવાનું કહેવાય.

જીવનમાં વાલી પોતાના બાળકોને પોતે જીવે ત્યાસુધી સાચવવા તૈયારજ હોય, પણ તે બાળક જયારે પોતાનું કુટુંબ ચલાવતોથાય ત્યારે શું ચાલશે?. ત્યારે સમજાય અને ત્યારે મહેનત કરવી જરુરી બનીજાય ત્યારે શરીર યુવાની જેટલું સાથ નહિ અપીશકે. ત્યારે સમાજમાં પોતાનું નામ કાયમ રાખવું અને વટથી જીવવુએ અઘરૂ બનીજાય છે. ત્યારે ખબર પડેકે યુવાનીમાં કામ કર્યું હોત તો સારું, પણ હવે શું?, સમય છે વ્હાલા પાછો અવ્યોનથી અને આવવાનો પણ નથી.

પ્રેમલગ્ન કરવા વાળા વાલીઓ જાણતાજ હશે કે કેટલું ભોગવ્યું અને કેટ કેટલી તકલીફો વેઠી, માટે તે પોતાના બાળકોને આનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરશે પણ ૨૧મી પેઢીના યુવાનો છે, એમથોડા માંનીજવાના હતા!!!, તે પોતાના વાલીઓને પ્રશ્ન કરશે કે તમે તો પ્રેમલગ્ન કર્યા?, ત્યારે લાચારી સાથે વાલીઓ બાળકો માટે જતું કરશે. તેમણેજે ભોગવ્યું, તકલીફો, અને માતાપિતાનું સમાજમાં નામએ બધી બીજા કોઈને કહી નહિ શકેતે વ્યવ્હારીક છે પણ અંતરમને દુઃખ અનુભવતા હોયછે.

સાચો પ્રેમ એટલે શું?, પ્રેમ ક્યારે કરાય? કોનીસાથે કરાય? જેવા અનેક સવાલોના જવાબોતે ફિલ્મોમાંથી અને ઈન્ટરનેટના માધ્યમથી મેળવી લેશે, હવેતે સમજણ સાચી કે ખોટીતે કોઈ કહેતું નથી. ફિલ્મ શરૂ થાય ત્યારે લખેલું હોયછે કે, “આ ફિલ્મમાં ભજવવામાં આવેલ પાત્રો કાલ્પનિક છે જેને વાસ્તવિક જીવન સાથે કોઈજ તાલ્લુકાત નથી.” પણ યુવાનીયાઓની ફાસ્ટ ફોરવર્ડ જીંદગીમાંતેને નંબરીયા દોડાવીને સીધી ફિલ્મ જોવાનું અને તેને જીવનમાં ઉતારવાનું શરૂકરીદેવામાં અવેછે.

સાચો પ્રેમ તો માતા અને બાળક વચ્ચેનો હોય છે, જયારે માં તેના બાળકને પહેલીવાર જોવોછે ત્યારેતે પોતાના બધાજ દુઃખો ભૂલીને તેના બાળકના પહેલી નજરનાં પ્રેમમાં ગરકાવ થઈજાય છે. ત્યારે માતાનેજે અનુભવ થાય તેનેજ મારા ખ્યાલ પ્રમાણે સાચો અને પહેલી નજરનો પ્રેમ કહેવાય.

સ્કુલ કે કોલેજમાં થતો ફિલ્મી પ્રેમએ પ્રેમ નહિ પણ યુવાનીના કારણે શરીરમાં થતા હોર્મોન્સના લીધે સ્ત્રી અને પુરૂષ વચ્ચેનું આકર્ષણ છે, જો તેને કેળવતા આવડીજાયતો જીવન સફળ, નહીતો ફિલ્મી પ્રેમ શરૂથાય, સમાજ સાથે પ્રેમ માટે લડવાનું, કુટુંબથી દૂર થવાનું, બગીચામાં પ્રેમી સાથે ગીતો ગાવાના, ફરવા જવાનું, પ્રેમિકાના ભાઈ સાથે લડાઈ કરવાની, ભાગીજવાનું બધું શરુ, ત્યારબાદ શું? છે કોઈ ફિલ્મો માં?... “થોડા દિવસો પછી” એમ બતાવીને પછી વાર્તા આગળ વધે ત્યારે પ્રેમિકાના માતાપિતા-ભાઈ બધા રાજી અને ફિલ્મ પૂરી. ત્યાર બાદ અંધકાર... અંધકાર... અંધકાર... ફિલ્મ પૂરી અને જિંદગી પણ.

સ્કુલમાં સારી કોલેજમાં એડમીશન થાય તેમતે સારા માર્ક્સ અને ભણતરનો પાયો મજબુત કરવામાં ધ્યાન આપવામાં આવે, કઈ કોલેજની લાઈનને જીવનમાં આગળ કાર્ય કરવુંતે નક્કી કરવુંએ ખુબજ અઘરૂ કામ છે, પણ તેમાં ધ્યાન આપીને સફળતા પૂર્વક પૂર્ણ કરો. તેમતે વાલી, સગા-સંબંધીઓ અને શિક્ષકોની મદદલઇ અને વ્યસન, ફિલ્મી પ્રેમ જેવા દુષણો તમને નીચે પાડવા માટે તત્પર હશે, તેને હરાવી મસ્ત જીવન સેટ કરો અને પોતાના મહેનતથી સમાજમાં નામ કમાવો. ત્યારબાદ સમય વધે તો પ્રેમ. પછી રુપીયા કમાવો, સત્ય પ્રેમ અને કરુણા થી મસ્ત જીવનના ચક્રોને ગોઠવી જીવો.

યુવાનોને ખાસ વિનંતીકે ફિલ્મો જોવો પણ જીવનમાં ન ઉતારવી. જો ઉતારવા લાયકહોય તો કોઈ સારા વ્યક્તિ કે વડીલ સાથે તેની ચર્ચા કર્યાબાદ તેને જીવનમાં ઉતારો.

વાલીઓએ પોતાના બાળકોની સંભાળ સાથે સાથે તેમની કદર અને તેમના વિચારો અને આચરણોને નિહાળવા. બાળકોએ પોતાના માતાપીતા તથા વડીલોની વાતોપર ધ્યાન આપવું અને કમસેકમ એકવાર તો વિચારીજ જોવું, તેમનો અઢળક અનુબવએ ખુબજ શીખવામળે. જો આરીતે જીવન જીવવા મળે તો તેમનુંજીવન વડીલોના આશીર્વાદથી ખીજીવનલી ઉઠશે.

જીવનમાં પ્રેમએ ખુબજ જરૂરી ઈશ્વરની અદ્દભુત રચના છે તેના વગર આ દુનિયા પણ અશક્ય છે. કોઈનું ગમીજવું અને તેનીસાથે લગાવ થઈજાયએ સહજ વાત છે.

પ્રેમએ એક એવો અનુભવ છે કે જેમાં બંને વ્યક્તિ એકસાથે જ હોય એવું જરૂરી નથી. અથવાતો રોજ ફોન્ કરવો, રોજ મેસેજ કરવો, વિડીયો કોલ કરવ આબધુ જરૂરી નથી આતો માત્ર ટેકનોલોજી ની સવલતો છે.જેનો ઉપયોગ જરૂર માત્ર કરવો બાકી, એકબીજાની સ્થિતિ એ મન થી મન નું કનેક્શન છે, બીજીવ્યક્તિને કોઈ તકલીફ હોય તો પહેલી વ્યક્તિને ખાબેર પડીજજાય જયારે બીજીવ્યક્તિ કોઈ તકલીફો કહેશે પણ નહિ માત્ર એકજ બીકથી કે તે ચિંતા કરશે.એકબીજાની સામે જેવા માત્રથી એકબીજા ની ખબર પડીજાવી આને સાચો પ્રેમ કહેવાય જે માતાપિતા ને તેમના બાળકો સથે હોય, ભાઈ – બહેન વચ્ચે હોય, પતિ – પત્ની વચ્ચે હોય, વિદ્યાર્થી અને શિક્ષક સાથે હોય. એક શીક્ષક તેના વિદ્યાર્થીન આવડ્યું ન હોય, તે બોલોનાથી ચાત તેની ખાબેર પડી જવીએ પણ એક પ્રેમજ કહેવાય. પ્રેમ થાય એટલે છોકરી-છોકરા વચ્ચેજ હોય અને તેને લગ્નજ કરીલેવા જોઈએ એવું જરોરી નથી. યુવાનોને પ્રશ્ન થાય કે, “લ્યો,જે ગમે, જેનીસાથે પ્રેમ થાય તેને પ્રેમજ કરવો એવું જરૂરી નથી?!!!”, ના, નથી. અને જો એમ્હોય તો શું માતા તેના બાળકો સાથે લગ્ન કરે???.

લગ્નએ એક સામાજિકરીતે કુટુંબ અને સમાજની ગોઠવણી છે. જે કોઈ સમાજને, દેશને અને દુનિયાને સુવ્યવસ્થિત રીતે ગોઠવણ કરેછે. પ્રેમતો અલગ-અલગ વ્યક્તિઓ વચ્ચેનું નીખાલસ સંબંધ નું પ્રતિક છે.

યુવાનોએ પ્રેમને ખાસ સમજવાની જરૂર છે, શારીરિક કે માનસિક આકર્ષણ ને અને પ્રેમ સાથે કોઈ સંબંધ નથી. હાલની સોશિયલ મીડિયા પર એક સવાલ વારંવાર જોવામળે છે કે, “શું એક છોકરો અને એક છોકરી માત્ર મિત્ર હોઈ શકે?”, આ સવાલ પર ગણ લોકો ટ્ટીપણી કરેછે પણ કોઈ હા તો કેમ અથવા ના તો કેમ એ સમજાવતું નથી.

મને મારી માતા,પીતા, ભાઈ, બહેન, મિત્રો, વિદ્યાર્થીઓ અને સહકર્મીઓ સાથે પ્રેમ છે, આ લોકો ને કઈ પણ થાયતો મારું ધ્યાન તેમની તરફજ હોય, જેથી એવું કહીસકાય કે મને આ બધ્ધા સાથે પ્રેમ છે. હા, આકર્ષણ નહિ. આકર્ષણતો ચંચળ છે, આજે કોઈ ગમે તો કાલે કોઈ બીજું, પણ પ્રેમ!!!, એતો અડગ અને મક્કમ હોય, જેની સાથે થાય એનીસાથેજ જિંદગી વિરામ પામે. એ વ્યક્તિ હાજર ન હોય તો કઈ ફાવેજ નહિ અને કીજ ગમે નહિ. પણ જિંદગી ચાલ્યા કરે એનીજ રાહમાં કે આજે નહિ તો કાલે વાત થશે કે મળીશું.

હાલના સમયમાં તો ૨૧મી સદીનો ટ્રેન્ડ ચાલે છે, પ્રેમ, તોકે એતો સ્કુલમાં થાય અને એમાં નથાય તો કોલેજમાં. કોઈ છોકરી ખુલ્લા મને કોઈ છોકરા (મિત્ર) સાથે વાત કરે તેની નજીક આવે, ફોટા પડાવે તો એ છોકરો માણીલે કે આ છોકરી મને પ્રેમ કરેછે, જયારે બીજી બાજુ કોઈ છોકરો કોઈ છોકરીની સંભાળ રાખે , તેને સમજે, તે કહે તેમ કરે, તો તે છોકરી એકવારતો એમ વિચારેકે આ મારો જીવનસાથી બની શકે..., કોઈ એકબીજાનું પાક્કું મિત્ર બની અખુજીવન નીકળવા વિચારતું પણ નથી. કદાચ કરે તો પણ પેલી છોકરી જયારે કોઈ સાથે લગ્ન કરે તો તેના પતિની પણ એક મેન્ટાલીટી બજીજાય કે આ બન્ને વચ્ચે કોઈ ચક્કર હશે અને ત્યાં તેમની મિત્રતાનો અંત આવે.

યુવાનોએ આ વાતને ગંભીરતાથી સમજવાની જરૂરછે. કોઈ છોકરી ખુલ્લા મને તમને મિત્ર બનાવે અને મિત્રતા કેળવે તો એનો મતલબએ મિત્રતાનો વાયદો પૂરી જિંદગી માટેનો હોય છે. આમાં કોઈ વેલીડીટી નથી હોતી કે કોલેજ પૂરીને મિત્રતા પણ. માટે મિત્રો બનાવો આખી જિંદગી કામ લાગશે. હા, પ્રેમ તો જેની સાથે છેતે તો આખી જિંદગી તમારી સાથેજ છે પણ મિત્રો વગર નહિ ચાલે.અત્યાર સુધીના બધા વડીલો, મારા-તમારા માતાપિતા મહીથી કદાચ ૭૦%ને લગ્ન પછીજ પ્રેમ થયો હશે, અને અમુકે તો લગ્ન પહેલા એકબીજાને જોયા મન નહિ હોય. છતાં પ્રેમ લગ્ન વાળા કરતા મસ્ત જીવન, મિત્રો,સંબંધીઓ,અને સારા સમાજ સાથે જીવે છે. પ્રેમ લગન તો, સમાજ, કુટુંબ, આબરૂ અને દેશ પણ છોડી જવું પડતું હોય તેવા દાખલા કદાચ તમારી સામેજ હશે.તમે જાતેજ સમજદાર છો.

અહિયાં આ ચર્ચા પર વિરામ લઉં, આવતી ચર્ચા કદાચ આજ કે અલગ વિષય પર ટૂંકજ સમયમાં લાવવાનો પુરેપુરો પ્રયત્ન રહેશે.

જય હિન્દ, જય જવાન, જય કિસાન.

આ ચર્ચા વિષે તમારા મંતવ્યો વ્યક્ત કરો. https://goo.gl/forms/EhaUXGCQ251tF9st1

બીજા રસપ્રદ વિકલ્પો