યુવાનીનો પ્રેમ - પ્રેમ એટલે શું? - યુવાનોનો પ્રશ્ન. Harshil Indiraben Arvindbhai Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યુવાનીનો પ્રેમ - પ્રેમ એટલે શું? - યુવાનોનો પ્રશ્ન.


પ્રેમ એટલે શું?
પ્રેમ ક્યારે થશે?
પ્રેમ કેમ થાય? 
પ્રેમ માં શું કરાય?

પ્રેમ એટલે અદ્ભુત કુદરતીય રચના.

પ્રેમ એટલે એક શુભ આત્મા બીજી શુભ આત્મા નું વગર નેટવર્કનું જોડાણ. 

     તમે ગણીબધી વાર સાંભળ્યું હશે કે હું  પ્રેમમાં પડ્યો! ?
તો  તેનો  જવાબ છે  મારી પાસે કે ભાઈ પ્રેમમાં પડાય નઈ  ઊભારેવુંપડે.

    બંને જણ એકબીજા સાથે પ્રેમમાં હોય અને કોઇ ત્રીજી વ્યક્તિ આવીને વચ્ચે સળી કરીજાય અને પેલા બંને  અલગ - અલગ થઈને એક બીજા પર ખરાબ વાતો કરવાનું શરૂકરે અને પેલો ત્રીજો માણસ તે જોઈ આનંદ અનુભવએ. તો તમને શું લાગે છે કે પેલા બંને નો પ્રેમ સાચો હતો?
       આપણી હિન્દી ફિલ્મ ઉદ્યોગએ આ યુવાનોના મગજમાં ફિટ કરીદીધું છે કે કોઈ છોકરી કોઇ છોકરા સાથે સારી રીતે વાતો કરે એટલે તે પ્રેમ કરવા તૈયારજ હોય, અને છોકરીઓ ને પણ કોઈ છોકરો સારી રીતે સાચવે તોએ મારા પ્રેમને લાયક છે. અરે ભાઈ આબધું ફિલ્મોમાંજ સારું લાગે, સાચા જીવનમાંતો કોઈ એવી વ્યક્તિ સાથે પ્રેમ થવો જોઈએ કે તેનીસાથે કોઈ બીજો છોકરો વાત કરતો હોયતો તેનો ફોન ચેકકરવાનો વિચાર સુધ્ધાં મગજમાં આવવા ન જોઈએ ત્યારે સાચો પ્રેમ કહેવાય. સાચો પ્રેમ તો માં અને તેના બાળક વચ્ચેનો પ્રેમ જેને પહેલી નજરનો પ્રેમ કહેવાય. કોઈ દિવસ માં બાપ કે ભાઈ બહેન બદલી શકાય?, "ના" એજ રીતે "સાચો" પ્રેમ પણ બદલીન શકાય.બાકી શારીરિક પ્રેમ તો થોડા સમયમાં બદલાઈ જ જાય. બધાં wastern morden બનવાની દોડમાં આપણી ભવ્ય સંસ્કૃતિથી દૂર થઈ રહ્યા છે. કોઈ દિવસ દાદા અને દાદી ના છુટાછેડા જોયા? તેલોકોતો લગ્ન પછી પ્રેમ કરે છે.વિદેશી નીતિઓ પ્રમાણે જોઈએતો live in relationship નાપ્રમાણે થોડા દિવસ સારું લાગે પછી બંને પોત પોતાના રસ્તે. આવુ કલ્ચર હવે આપણા દેશના યુવાનોને ચસ્કો લાગ્યો અને આપણી સંસ્કૃતિ ભૂલાતી હોય એવું લાગી રહ્યું છે. પણ કાંઈ વાંધો નહીં નાનું બાળક જીદ કરેતો રમકડું લઈ અપાય, પછીએ મોટું થાય ત્યારે જાતેજ સમજી જાયકે હવે આ ગેમના રમાય.
         જીવનમાં જવાનીએ એક એવો વળાંક છેકે જેમાં બ્રેક અને રેસ બંને સમપ્રમાણમાં રાખવા પડે નઈતો જીવન રૂપી ગાડી પલ્ટી મારીજાય સરવાળે નુકશાન ડ્રાઇવર એકનેજ નહીં પરંતુ ગાડી (કુટુંબ), પેસેન્જરો (કુટુંબના સભ્યો) અને રોડ (સમાજ, દેશ) બધાએ કોઈ ને ઓછું તો કોઈને વધારે પણ ભોગવવુતો પડેજ. એટલે કોઈ ગમીજાય તો તે ઉંમર પ્રમાણે એકબાજુ લગાવ થવોતે સ્વાભાવિક અને કુદરતી છે પણ પોતાના કુટુંબ અને સમાજને સાથે રાખીને આગળ વધવુંજોઈએ તો બધા વૃધ્ધ વડીલોના અનુભવનો પણ ધક્કો મળે અને ગાડી વગર તાકાતે સુરક્ષિત ચાલે. માટે જવાનીમાં જે શિખામણ અને સમાજ સાથે ચાલ્યાછે તેલોકો હાલ આકાશમાં ખ્યાતિ પામ્યા. બાકીના લોકો હજીપણ ફફાં મારે છે. માટે ખાસ જવાનીમાં આ વાત મગજ(હોય તો) માં ગાંઠ મારીને યાદ રાખવી. 
       યુવાની કૉલેજ અને તે પછીનો સમય એ તમારી જિંદગી કઈ બાજુ જશે તેનો છે, પ્રેમ થવો, લગ્ન થવા નોકરીકે ધંધો ગોઠવવો આવા જીવનના મહત્વના વળાંકો યુવાનીમાજ આવતા હોય છે.
         આ એક એવો મુદ્દો છે જેમાં ખૂબજ વાદ વિવાદ બનીશકે પણ સારાંશ માત્ર એટલોજ કે સાચો પ્રેમ હોયતો કોઈને નડે નહીં, પરંતુ ખોટા ટાઈમપાસ કે દેહ માટે થતાં પ્રેમ માટે આ સમાજમા કોઈજ જગ્યા નથી.

હું કોઈ પ્રોફેશનલ લેખકતો નથી પણ લેખન મારા રસનો વિષય છે, બધાંનાં સલાહ સૂચનો પર ધ્યાન આપવામાં અવશે.

વાંચવા બદલ અપનો ખૂબ ખૂબ આભાર. 
જય જવાન, જય કિસાન, જય હિન્દ