પૃથ્વી-એક અધૂરી પ્રેમ કથા ભાગ-6 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથ્વી-એક અધૂરી પ્રેમ કથા ભાગ-6

અદિતિ ખૂબ જ ઘભરાયેલી હતી. એ ચમકતી પીળી આંખો જોઈ ને એ સમજી ગઈ કે આ કોઈ ખતરનાક જાનવરો છે. એ ધીમે ધીમે અદિતિ તરફ આગળ વધી રહ્યા હતા. અદિતિ થોડી પાછળ ગઈ પણ હવે નદી ના કિનારા સુધી આવી ગઈ. પાછળ ઊંડી નદી અને આગળ જાનવરો થી અદિતિ સંપૂર્ણ ઘેરાઈ ગઈ હતી. Werewolf ઘુઘવાટ કરતાં આગળ વધી રહ્યા હતા. પણ અચાનક એમની વચ્ચે એક વ્યક્તિ ભાગીને આવીને ઊભો રહી ગયો. અદિતિ ને ખ્યાલ જ ના આવ્યો કે આ વ્યક્તિ ક્યાથી આવ્યો. પણ આ બધુ વિચારવાનો સમય નહોતો.એણે સફેદ રંગ ના વસ્ત્ર ધારણ કર્યા હતા. એના હાથ માં સળગતી મશાલ હતી. એ વ્યક્તિ એ આગળ આવીને werewolf સામે ધસી ગયો અને કોઈક અલગ ભાષા માં જ કોઈ મંત્ર બોલ્યો અને મશાલ ઘુમાવી અને werewolf ડરીને પલાયન કરી ગયા.

અદિતિ ના જીવ માં જીવ આવ્યો, એ વ્યક્તિ પાછો ફર્યો અને અદિતિ ની તરફ વળ્યો.અદિતિ ને એ વ્યક્તિના કદ પર થી લાગ્યું કે પૃથ્વી છે , મધરાત્રિ ના અર્ધચંદ્રમા ની જંગલ માં ફેલાયેલી આ ચાંદની ના મંદ પ્રકાશ માં એ વ્યક્તિ અદિતિ ના નજીક આવ્યો. એનો ચહેરો મંદ પ્રકાશ માં ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગ્યો. અદિતિ ની એકદમ પાસે આવતા એને આભાસ થયો કે આ તો પૃથ્વી નથી.

અત્યંત તેજસ્વી ચહેરો અને વિશાળ કદ ધરાવતા આ વ્યક્તિ એ હલકું સ્મિત રેલાવ્યું ,અદિતિ પણ સહજ એના સામે થોડું હસી અને કહ્યું “ આપનો ખૂબ આભાર કે તમે મારો જીવ બચાવ્યો, પરંતુ માફ કરજો હું તમને જાણતી નથી.”

એ વ્યક્તિ હસ્યો , “સ્વાભાવિક છે કે નહીં જ જાણતા હોવ હજુ તો આજે જ આપની પ્રથમ મુલાકાત થઈ છે. અને હું આ શહેર માં નવો છું થોડાક દિવસ પેહલા જ અહી આવ્યો છું.”.

અદિતિ : ઓહ એમ ? પણ તમે અત્યારે આ જંગલ માં શું કરો છો ? અને મુખ્ય વાત તો એ કે તમે આ ભેડીયા ઓને કઈ રીતે ભગાવ્યા.?.”

એ વ્યક્તિ : હમમમ .. આટલી ડરાવની પરિસ્થિતી માં પણ અહી કોઈક છોકરી ખૂબ જ સ્માર્ટ છે ..Nice

Actually મારી આખી life માં beauty with brain બવ ઓછી છોકરીઓ જોઈ છે. I am impressed .

અદિતિ થોડું શરમાઇ

એ વ્યક્તિ : હવે તમારા પ્રશ્ન નો Answer આપી દવ. હું આ જંગલ માં રસ્તો ભૂલી ગયો છું કોઇકે જાણી જોઈને મને ખોટો રસ્તો બતાવ્યો ખબર નહીં કેમ ? . મને તમારી બૂમ સંભળાઈ એટ્લે આ બાજુ ભાગ્યો .અને હું વિદેશ થી આવ્યો છું , ત્યાં animal shelter માં કામ કરતો હતો so પ્રાણીઓ ને કઈ રીતે હેન્ડલ કરવા એ જાણું છું simple છે કે જંગલી જાનવરો આગ થી ડરે છે .so i used that tricked and saved you.

અદિતિ : ok ...but એક આખરી સવાલ .. મને એવું લાગ્યું કે તમે એ wolf ની આંખો માં જોઈને કઈક બોલ્યા હતા something મંત્ર જેવુ.

એ વ્યક્તિ : as just you said .... તમને એવું લાગ્યું કે હું એમને કઈક કહતો હોવ . but હું તો મારી જાત ને motivate કરતો હતો .કે એ wolf થી હું ના ઘભરાઈ જાવ.... નહીં તો મારૂ તો ઠીક છે પણ આ દુનિયા માં થી એક ખૂબસૂરત ચહેરો ગાયબ થઈ ના થઈ જાય .

બંને હસવા લાગ્યા.

અદિતિ : સોરી વાતો વાતો માં તમારું નામ તો પૂછવાનું ભૂલી જ ગઈ .

એ વ્યક્તિ : વાતો વાતો માં નહીં ... પ્રશ્નો પ્રશ્નો માં ...

BY the way મારૂ નામ “અવિનાશ” છે .

અદિતિ : અવિનાશ .. સરસ નામ છે આપનું .મારૂ નામ અદિતિ છે .

અવિનાશ : હા .. અવિનાશ મતલબ કે જેનો કોઈ વિનાશ ના કરી શકે No one can destroy me.

અદિતિ : ok ok સમજી ગઈ . તો અવિનાશ આ જંગલ માં થી બહાર નીકળવા વિષે શું વિચાર છે આપનો ?
અવિનાશ : આમ તો તમારા જેવી કોઈ વ્યક્તિ નો સાથ છે તો જંગલ છોડવાની મારી ઈચ્છા તો નથી .પણ ....પણ તમારી ઈચ્છા નું માન રાખતા આપણે બહાર અવશ્ય નિકળીશું.

અદિતિ : તો એનો મતલબ તમને બહાર જવાનો રસ્તો ખબર છે .

અવિનાશ : ના પણ આ નદી ના કિનારે કિનારે ચાલીશુ તો ચોક્કસ કોઈક રસ્તો તો દેખાશે .આમ તો મને વધારે ચાલવું પસંદ નથી પણ લાગે છે સફર માં કઈક અલગ જ આનંદ આવશે.

અદિતિ મંદ હસી.બંને એ નદીના કિનારે કિનારે ચાલવાનું શરૂ કર્યું.

અદિતિ : એક વાત કહું ...તમને કોઈએ કહ્યું છે કે તમે બહુ મોટા flirt છો ?

અવિનાશ :એક મિનિટ વિચારવા દો .. હા actually હું એક દિવસ જંગલ માં ખોવાઈ ગયો હતો, પછી મે એક ખૂબ જ સુંદર છોકરીનો જીવ બચાવ્યો એને મને ઘણા પ્રશ્નો પૂછ્યા પછી અમે નદી કિનારે સરસ વાતો કરતાં ચાલતા હતા અને અચાનક એ સુંદર છોકરીએ મને કીધેલું કે તમે ખૂબ Flirt છો .

અદિતિ હસતાં હસતાં બોલી.

“ શું એ છોકરી નું નામ અદિતિ તો નથી ને ?”

અવિનાશ : અરે હા યાર ... તમને કઈ રીતે ખબર પડી ?

અદિતિ : તમે જ તો કહ્યું કે હું ખૂબ સ્માર્ટ છું .

બંને હસવા લાગ્યા અને નદી કિનારે ચાલતા રહ્યા .

આ બાજુ પૃથ્વી અદિતિ નું દિલ તોડવાના દૂ:ખ માં જંગલ વચ્ચે કબ્રસ્તાન માં બેઠો હતો.ત્યાં એને આભાસ થયો કે અદિતિ પર કોઈ સંકટ છે . એને પોતાની આંખો બંદ કરીને telepathy ની શક્તિ નો ઉપયોગ કરીને જોયું કે અદિતિ નદી પાસે છે પણ કોઈક ની સાથે.

પૃથ્વી : અદિતિ જંગલ માં ફરીથી ? અને કોની સાથે છે એ . મને આમ બેચેની નો અનુભવ કેમ થાય છે કોઈ અનહોની તો નથી થવાની ને ? .

પૃથ્વી પવન વેગે નદી તરફ ભાગ્યો . અહી અદિતિ અને અવિનાશ મજાક મસ્તી કરતાં નદી કિનારે જતાં હતા અને પાછળ થી અવાજ આવ્યો. “અદિતિ”

અદિતિ એ પાછળ વળીને જોયું.. અવિનાશે પણ જોયું પાછળ પૃથ્વી ઊભો હતો .

પૃથ્વી : તું અહી શું કરે છે ?

અદિતિ : તું હવે આવ્યો પૃથ્વી ? મે તને જ્યારે બોલાવ્યો ત્યારે તું કેમ ના આવ્યો તને ખબર છે હું કેટલી મોટી મુસીબત માં મુકાઇ ગઈ હતી . મને ભેડીયા ઓએ ચારે બાજુ થી ઘેરી લીધી હતી આ તો સારું થયું કે અવિનાશ સમય પર આવી ને મને બચાવી લીધી .

ભેડીયા નું નામ સાંભળતા પૃથ્વી ની આંખો પહોળી થઈ ગઈ .

પૃથ્વી : ભેડીયા ? તને કોઈ ઇજા તો નથી પહોચાડી ને ?

અવિનાશ : ઓહ તમે મહાશય છો પૃથ્વી . કમાલ છે યાર આટલી સુંદર છોકરીને જંગલ માં એકલી મૂકીને ક્યાં ગાયબ થઈ ગયા હતા ?

પૃથ્વી : તમને એનાથી કોઈ મતલબ ? અને કોણ છો તમે ? અને તમે આ ભેડીયા નો સામનો કેવી રીતે કર્યો .

પૃથ્વી એ અવિનાશ સામે ગુસ્સાથી જોયું .

અવિનાશ : મારૂ નામ અવિનાશ છે ..બાકીના પ્રશ્નો ના answer તમને અદિતિ આપી દેશે.

Ok અદિતિ ... મારે હવે નીકળવું જોઈએ તું safe ઘરે હોસ્ટેલ પહોચી જઈશ મને એવું લાગે છે.

અદિતિ : પણ અવિનાશ તમને રસ્તો ખબર છે .?

અવિનાશ : કદાચ તું મારી વાતો માં એટલી ઊંડી ઉતરી ગઈ કે તને આભાસ ના રહ્યો કે આપણે રસ્તા સુધી પહોચી ગયા છીએ . દૂર સામે જો ત્યાં શહેર ની lights દેખાય છે .

પૃથ્વી એ કતરાઈને અવિનાશ સામે જોયું ,અવિનાશે કટાક્ષ ભર્યું હસી ને બોલ્યો “ ok bye અદિતિ ... ટૂંક સમય માં ફરીથી મુલાકાત થશે... પ્રોમિસ.”

અદિતિ : sure .. and thanks again.

અવિનાશ : આપણી પણ ટૂંક સમય માં મુલાકાત થશે Mr . Pruthvi

પૃથ્વી એ કઈ ઉત્તર આપ્યો નહીં અને મોઢું ફેરવી લીધું . અદિતિ ને આ ગમ્યું નહીં.

અવિનાશ ત્યાં થી નીકળી ગયો .

અદિતિ (ગુસ્સામાં) : આ શું હતું ? તું અવિનાશ સાથે આટલો rude behave કેમ કરતો હતો ? એને મારી જાન બચાવી છે .અને મારે જરૂર હતી ત્યારે તું ક્યાં હતો .

પૃથ્વી :મને એજ સમજાતું નથી કે હું તારો અવાજ કેમ ના સાંભળી શક્યો ?એવું કઈ રીતે બની શકે કે મને તારો અવાજ ના સંભળાય .કઈક ઠીક નથી મને આ અવિનાશ માં કઈક ગડબડ લાગે છે .

અદિતિ : તને મારો અવાજ શું લેવા સંભળાય .તું ખોવાયેલો હાઈશ તારી નંદિની ના વિચારો માં. અને અવિનાશ સારો વ્યક્તિ છે એને એના જાન ની ચિંતા કર્યા વગર વચ્ચે કૂદી ગયો .થોડો flirt છે પણ સારો છે .

પૃથ્વી (મનમાં ): એજ તો સમજ માં નથી આવતું . કે અવિનાશ કોઈ માણસ છે તો એ werewolf નો સામનો કઈ રીતે કરી શકે. Werewolf તો vampires થી પણ નથી ડરતા તો અવિનાશ એ એમને કઈ રીતે ભગાવ્યા ?અને અદિતિ નો અવાજ મારા સુધી કેમ પહોચી ના શક્યો ? શું કોઈ એવી શક્તિ હતી જે મારી શક્તિને અદિતિ સુધી પહોચવામાં રોકી રહી હતી.

અદિતિ : હવે શું વિચારે છે ?

પૃથ્વી : ખબર નહીં અદિતિ પણ મને આ વ્યક્તિ ઠીક નથી લાગતો એના તારી પાસે હોવાથી મને તું કઈક સંકટ માં લાગી એટ્લે જ તો હું તારી પાસે પહોચ્યો .

અદિતિ : આ સંકટ નથી .. તું એમ કેમ નથી કહેતો કે તને jealousy થાય છે.

પૃથ્વી : તું ખાલી સાવચેત રહેજે. આ વ્યક્તિ થી ખાસ

અદિતિ : પતિ ગયું તારું ? હવે હું હોસ્ટેલ જાવ છું .

પૃથ્વી એને હોસ્ટેલ સુધી મૂકી ગયો .

અદિતિ હોસ્ટેલ માં જતાં જ પૃથ્વી વિચારવા લાગ્યો કે અવિનાશ ના વિષે સંપૂર્ણ માહિતી એકત્ર કરવી પડશે.એ તરત એના ઘરે વીરસિંઘ રાઠોડ ને મળવા પહોચ્યો.

આ બાજુ પૃથ્વી ના જતાં જ અવિનાશ જંગલ માં થી બહાર નીકળ્યો અને સામે જોયું તો દૂર બારી માં અદિતિ ઊભી હતી પણ એ અવિનાશ ને જોઈ શકતી નહોતી.

અવિનાશ : નંદિની........ તને મારા થી કોઈ દૂર નહીં કરી શકે. પૃથ્વી એની vampire ની બધી તાકાત લગાવીને પણ મને નહીં હરાવી શકે.બહુ ઇંતેજાર કર્યો છે તારો પહેલા હું મજબૂર હતો પણ હવે .......હવે તું પૃથ્વી ને ભૂલી ચૂકી છે અને તારી યાદ પાછી આવે એ પહેલા હું તને મારી બનાવી દઇશ.

અહી પૃથ્વી એના ઘરે પહોચ્યો અને વીરસિંઘ પાસે ગયો.

પૃથ્વી : શું કોઈ એવી શક્તિ છે જે આપની સાંભળવાની શક્તિ કે telepathy power ને રોકી શકે ?

વીરસિંઘ અસમંજસ માં મુકાઇ ગયા

વીરસિંઘ : તું કહવા શું માગે છે અને આવું કેમ પૂછે છે ?
પૃથ્વી : આજે હું કબ્રસ્તાન માં બેઠો હતો હમેશ ની જેમ અને અદિતિ પર werewolf એ attack કર્યો.

વીરસિંઘ : werewolf ? આપના જંગલ માં ? ક્યાથી આવ્યા ? અદિતિને શું થયું ?

પૃથ્વી : પેહલા મારી વાત સાંભળો પૂરી ... અદિતિ ભૂલથી એમના ઇલાકા માં ઘૂસી ગઈ હતી એને ક્યાં આપની હદ ની ખબર છે ? અને તમે werewolf ને તો જાણો જ છો એ જાનવરો એ અદિતિ નું લોહી સૂંઘી લીધું અને એના પર હુમલો કર્યો . અચરજ ની વાત એ છે કે એણે મને અવાજ લગાવ્યો પણ એનો અવાજ મારા સુધી પહોચ્યો નહીં અને હું પણ એના telepathy થી મન ના અવાજ સાથે જોડાઈ શક્યો નહીં.પણ થોડી વાર બાદ મને એવો આભાસ થયો કે એ સંકટ માં છે તો એની સાથે એક વ્યક્તિ હતો અને અદિતિ ના કહવા પ્રમાણે એ વ્યક્તિ એ એણે werewolf થી બચાવી .

વીરસિંઘ : what nonsence આ શક્ય જ નથી કોઈ પણ માનવ werewolf નો સામનો કરી શકે નહીં .અને રહી વાત કે તારી શક્તિઓ કામ ના કરી શકી તો એના વિષે વિચારવા જેવુ રહ્યું.

પૃથ્વી : મે એક ખાસ વાત નોટિસ કરી કે જ્યાં સુધી હું એના પાસે ઊભો હતો એ વ્યક્તિ મને કઈક અલગ જ લાગ્યો .

વીરસિંઘ : મતલબ તું એમ કહવા માગે છે કે એ અવિનાશ માનવરૂપિ wolf છે ?

પૃથ્વી : એ કઈ રીતે શક્ય હોય ? માનવ રૂપ માં પણ wolf પોતાની જાત ને આપણાં થી છુપાવી ના શકે . અને એના લોહી ની ગંધ તો મનુષ્ય ની જ છે.

વીરસિંઘ : મતલબ કોઈ તો શક્તિ છે જે vampires અને werewolf થી પરે છે

પૃથ્વી : એવું કોણ હોય શકે ?

વીરસિંઘ : એનો જવાબ મારી પાસે નથી કદાચ સ્વરલેખા આ વિષે કઈ જાણતી હોય.

પૃથ્વી અને વીરસિંઘ સ્વરલેખા ના ઘર પર એને મળવા પહોચ્યા

પૃથ્વી એ સર્વ વાત સ્વરલેખા સમક્ષ મૂકી.

થોડી ક્ષણો માટે સાવ સ્વરલેખા મૌન બેસીને વિચારી રહી, પૃથ્વી અને વીરસિંઘ એકબીજા સામે તાકી રહ્યા હતા.

સ્વરલેખા : મને કઈ સમજાતું નથી .. પૃથ્વી આ તારી નંદિની ને લઈને insecurity કે વહેમ પણ હોય શકે. કારણ કે એક ફક્ત હું જ vampire શક્તિ ફરતે shield બનાવી શકું .

પૃથ્વી : shield ? એ શું છે .

સ્વરલેખા : આ એક પ્રકાર ની રક્ષક શક્તિ છે જે કોઈ પણ શક્તિશાળી જીવ ની શક્તિ ને ટૂંકા સમય માટે રોકી શકે.

પૃથ્વી : તમને ચોક્કસ લાગે છે કે આ shield જ હોય શકે ?

સ્વરલેખા : હા .. કારણ કે shield ખૂબ જ શક્તિશાળી અને અનિયંત્રિત શક્તિ છે તેને કાબૂ માં કરવા માટે ખૂબ જ શક્તિ ની જરૂર પડે છે અને shield ફક્ત અમુક મિનિટ સુધી જ કાર્યરત રહે છે પછી એની જાતે જ એ ગાયબ થઈ જાય છે એના કારણે જ તને થોડી વાર પછી અદિતિ ના સંકટ માં હોવાનો અહસાસ થયો .

પૃથ્વી : એનો સાફ મતલબ તો એમ થયો કે કોઈ છે જે તમારા જ clan નો છે.

સ્વરલેખા : અમારા clan માં પણ બધા આ શક્તિ નો ઉપયોગ આટલી સહજ થી કરી શકતા નથી કારણ કે ..........

સ્વરલેખા ની આંખો પહોળી થઈ ગઈ અને એ બોલતા બોલતા અટકી ગઈ

(મનમાં બોલી : અમારી clan માં તો ફક્ત ત્રણ જ લોકો છે જે આ રક્ષક શક્તિ ના વારસદાર છીએ એક હું એક અમારા સરદાર અને ...... નહીં એ શક્ય નથી એ પાછો ના આવી શકે એને એ તો .... એ તો બંદિત છે કારાગાર માં .. પણ shield એક્ટિવ તો થયું છે એનો મતલબ એ છે કે પાછો આવી ગયો ... આ ખૂબ ખરાબ સંકેત છે . મારે આ લોકો ને ચેતવવા પડશે પણ એમને પૂર્ણ સચ્ચાઈ ની જાણ ના થવી જોઈએ .)

પૃથ્વી : શું થયું ? શું વિચાર માં પડી ગયા .

સ્વરલેખા : મ... ક... કઈ નહીં .. હું આ ઘટના ના સત્ય વિષે તપાસ કરી લવ મને થોડાક દિવસ નો સમય આપો.

વીરસિંઘ : ઠીક છે . સત્ય ની જાણ થતાં જ અમને જણાવજો .

સ્વરલેખા : હા ચોક્કસ ... પણ એક વાત નું ખાસ ધ્યાન રાખજો...... એ જે કોઈ પણ છે એની પાસે અમાપ શક્તિ છે. તમારી સુરક્ષા માટે તમે સાથે રહજો .. મારો મતલબ છે સાથે રહશો તો શક્તિશાળી રહશો.

પૃથ્વી : આપ ઠીક તો છો ને ...આપના હાવભાવ થોડા બદલાયેલા લાગે છે.

સ્વરલેખા : હા હા. હું એકદમ ઠીક છું બસ તું નંદિની નું અને તારું ધ્યાન રાખજે મારી ચિંતા ના કરીશ.

પૃથ્વી અને વીરસિંઘ નીકળી ગયા .

સ્વરલેખા : અવિનાશ.......... જો તું સાચે પાછો આવ્યો છે તો તે અહી આવીને ખૂબ મોટી ભૂલ કરી છે હું તને નંદની ના જીવન માં દાખલ નહીં થવા દવ. ભલે તે ગમે એટલી શક્તિ એકત્રિત કરી લીધી હોય પણ હું જીવું છું ત્યાં સુધી તને વિજયી નહીં થવા દવ.

આ બાજુ પૃથ્વી અને વીરસિંઘ ઘરે પહોચ્યા

પૃથ્વી : તમને નથી લાગતું કે સ્વરલેખા આપના થી કઈક છુપાવી રહ્યા છે .

વીરસિંઘ : હા લાગ્યું તો ખરું પણ.એ જે પણ કરશે આપણાં હિત માં હશે.એને ઘણા વર્ષો થી આપણી ખૂબ મદદ કરી છે.

પૃથ્વી : હા એ તો હું જાણું જ છું . પણ મને આવું લાગે છે કે કદાચ એ આ વ્યક્તિ ને ઓળખે છે એટ્લે જ એમને આપણ ને સાવચેત રેહવા કહ્યું છે.

વીરસિંઘ : હા એમને કહ્યું છે તો સાવચેત રહવું પડશે અને એ સત્ય ની જાણ કરી આપણને કહશે પણ તું સાવચેત રહજે.

સવારે

અદિતિ કોલેજ માં પ્રવેશ કર્યો અને લોબી માં થી પસાર થઈ રહી હતી અને અચાનક પાછળ થી કોઈ હાથ આવીને અદિતિ નું મોઢું દબાવીને ખેચી ગયો .....

વધુ આવતા ભાગે ....................................................................................................................

“એક અધૂરી પ્રેમ કથા : પૃથ્વી” નવલ કથા આપ સૌને ગમી એ જાણી ને આનંદ થયો.

આ નવલ કથા કુલ 21 ભાગ માં વહેચાશે .

આપ સૌ વાચકો ના પરામર્શ અને સૂચનો આવકાર્ય છે.

અને દરેક રચના ના સર્જન માં વ્યસ્તતા ના કારણે સમય લાગશે એના માટે ક્ષમાપ્રાર્થી છું.

સ્વરલેખા અને અવિનાશ નું રહસ્ય શું છે ? અદિતિ નું શું થયું ? આખરે vampire અને werewolf સિવાય આ કઈ શક્તિ છે ? એ જાણવા જોડાયેલા રહો .

આભાર .