પાંચ દિવસ થઈ ગયા પગ લૂછનિયું પણ સરક્યું નથી Alpesh sonvane દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાંચ દિવસ થઈ ગયા પગ લૂછનિયું પણ સરક્યું નથી

(Vadodara, Alpesh sonavane)


એ દિવસો હતા જ્યારે આપણાને એલાર્મ નહિ પણ ફટાકડા ફૂટવાનો ધડમધુમ... અવાજ સવાર સવારમાં ઊંઘ ઉઘાડતો. આકાશના અંધકારમાં રોકેટનાં રંગબેરંગી ચમકારા જોઈ મન પ્રફુલ્લિત થઇ જતું અને સૂર્યના કિરણો જમીન પર પડે તે પહેલાં સવાર સવારમાં ન્હાઈ- ધોઈને નવા ઇસ્ત્રીવાળા કપડાં પહેરીને મિત્રોના ઘરે ઉપાડી જતાં. વડીલોના આશીર્વાદ સાથે ખાલી પાકીટમાં થોડા પૈસા આવી જતા. તેનો પણ અનોખો આનંદ હતો. મિત્રો સાથે બેસીને ગપ્પા સપ્પા મારતા અને ચોળાફળી, મઠિયાં, ચકરી, સેવ અને મીઠાઈની જયાફત ઉડાવતા. એ મજા કદી ભૂલી શકાય તેમ નથી. 

સવારથી લઇને સાંજ સુુુધી જીગરી (મિત્રો) અને આડોશ પાડોશના બધા જ ઘરે જઈ આવતા. સાંજ પડે કે તરત કેટલું pocket મની આવ્યું તે ગણતા. રાતે ફટાકડા પણ સમૂહમાં ફોડતા. પણ હવે સમય બદલાયો છે.  Social media તહેવારો પર હાવી થઇ ગયું છે. 
હવે પહેલાની જેમ તહેવારોની મજા ક્યાં...? અરે, પાંચ દિવસ થઇ ગયા પણ હજી મારી પત્નીએ આખી આખી રાત જાગીને બનાવેલા ચોળાફળી, મઠિયાં, ચકરીનો ડબ્બો ખુલ્યો નથી. અરે પગ લૂછનીયું પણ સરક્યું નથી. સબરસ આપવાવાળા પણ દેખાતા નથી.

દિવાળી આવે એ પહેલા તો wish you happy diwali in advance તેવા મેસેજનો‌ મોબાઇલમાં ‌‌‌‌થઇ જાય. પણ લોકો રૂબરૂમાં મળવાનું ભુલી ગયા. પહેલાં પપ્પા સાઈકલ પર બેસાડીને સંબંધીઓના ઘરે લઈ જતાં અને હવે મોટા ભાગે બધાં પાસે કાર છે પણ કોઈ એકબીજાને મળવા સુદ્ધા જતું નથી. Social media ના જમાનામાં આત્મીયતા વિસરાઈ ગઈ, વડીલોના આશીર્વાદ લેવાનું વિસરાઈ ગયું, લોકોના ઘરે જઈ જીયાફત ઉડાવવાનું વિસરાઈ ગયું.
 

શું social media તહેવારો ની મજાની સાથે આપણી પરંપરા અને સંસ્કૃતિ માટે નુકશાનકારક નથી..?
મારી ઉંમર હજી ૩૫ વર્ષની છે અને મારા જીવન કાળ દરમિયાન ટેકનોલોજીના ઘણા પરિવર્તન જોયા છે. એક જમાનો હતો જ્યારે નંબર save કરવા ફોન ડાયરી હતી અને પેજર હતુ. ત્યાં સુધી તો ઠીક પણ જ્યારથી મોબાઇલ ક્ષેત્રમાં ક્રાંતિ થઇ માનવીની જીવન શૈલી જ બદલાઈ ગઈ. એમાં પણ સોશ્યલ મીડિયાએ તો માનવીને સતત વઘોવતો રાખ્યો છે. 
ફેસ બુક, વોટ્સ એપ સહિતના વેબ પેજ અને વેબ બીઝ એપ્લિકેશ હવે આપણા જીવનના મહત્વના અંગ બની બેઠા છે. સંદેશાની આપલે માટે બનાવાયેલી આ એપ હવે જાણે જરૂરિયાતનું સાધન બની બેઠુ હોય, તે રીતે દરેકના જીવનમાં ઘર કરી ગયું છે. 
માત્ર કોલ અને મેસેજ માટે બનાવાયેલો મોબાઇલ હવે ગેમ, ચેટિંગ, વિડિયો કોલ સહિતના કામે આવે છે. જે ઘાતક છે.

હિન્દુ સંસ્કૃતિ માટે તો આ ખુબજ નુકશાનકારક છે. અભિનંદન, સુખ - દુઃખના સંદેશા ની આપલે સુધી તો ઠીક પણ જ્યારે તહેવારો સોશીયલ મીડીયાની છાવમાં જ તહેવારો ઉજવાતા રહેશે તો તે ભાવિ પેઢી માટે ખૂબ જ ખતરનાક બની રહેશે.

દિવાળી એ જ રહી, લોકો પણ એજ રહ્યા પણ ઉજવણીની રીત બદલાઈ અને એના કારણે પરંપરા વિસરાઈ. મને એક સવાલ ખૂબ પરેશાન કરે છે કે, જો આજે આવું છે તો આપણા છોકરાઓ મોટા થઈને દિવાળી કઈ રીતે મનાવશે...? એની કલ્પના કરતા જ મનમાં શૂન્યાવકાશ છવાઈ જાય છે.

દિવાળી માટે બનાવેલી ચોળાફળી, મઠિયાં, ચકરી એ બધાં ડબ્બા હવે કાલ થી ખુલશે. ના હો કોઈ જ મહેમાન આવવાનુ નથી. આ તો મારા બંને છોકરાઓની સ્કૂલ ખુલે છે એટલે એમની મમ્મી લંચ બોક્ષમાં નાસ્તો ભરી આપશે.

હાશ.................. હવે રોજરોજની ચોળાફળીની મેહનત માથે પડી એ રામાયણનો અધ્યાય પૂર્ણ થશે અને એ બધા ડબ્બા ખાલી થશે. એટલે હવે થોડી શાંતિ થશે. 

(સંદેશ : social media પર તહેવારોની શુભ કામના આપવાનુ છોડો અને બધાને રૂબરૂ મળી આત્મીયતા અને આશીર્વાદ મેળવો)