❤️આવી જા ❤️
જે મારી જિંદગી મા મધ ની જેમ આવી તે મારી શાયરી બની ગઈ, શાયરી તો માણસ છતાં પણ બનાવી લે પણ મધ બનાવાવું માણસ ના હાથ ની વાત નથી.
કોને જઈને હું ફરીયાદ કરું તેની, બધા જ તેને પ્રેમ કરે છે, પોતાને ગુનેગાર સમજુ કે ઉપરવાળાને જઈ ભલામણ કરું, તે રિસાઈ તો છે મને જેની ચાહ છે,
તારી મહેફિલ મા તે વિચારી આવી ચડિયો હું કાંઈક એમ સમજી, તારી આંખો મારા પર કાંઈક મહેરબાન થશે, પણ શું કરું તારા ચાહવા વાળાની અસર જ કાંઈક તારા પર વિશેષ હતી, તારી સામે આવી ઉભો રહીયો કે તારી સાથે વાત કઈક ખાસ થસે, પણ તાર તો બહાના પણ કાંઈ ઓછા નોહતા, કોને જઈને હું ફરીયાદ કરું તેની, બધા જ તેને પ્રેમ કરે છે, પોતાને ગુનેગાર સમજુ કે ઉપરવાળાને જઈ ભલામણ કરું, તે રિસાઈ તો છે મને જેની ચાહ છે,
તે હસે કોઈ ઓર જે તારા પર કાયલ હસે
હું તો તારા મોંન ના ઘા થી ઘાયલ છું
તું સંબંધ ને જોડવા માટે નહીં પણ તોડવા માટે મળી જા,
તું મારી બરબાદી નહીં પણ તારી જીત ની ખુશી માટે મળી જા,
સાંભળવા મારી ફરિયાદ નહીં પણ વચન રાખવા આવી જા
મારા માટે નહીં પણ તારા પર જેને ભરોસો છે તેની માટે આવી જા
મારી સાથે વાત કરવા નહીં પણ મને ધમકાવાંવા માટે આવી જા
તું સંબંધ ને જોડવા માટે નહીં પણ તોડવા માટે મળી જા
❤️?બાળક
______________________________________? _____
❤️ચાંદ ની ફીતરત છે ફેરબ ❤️
હું ગમે ત્યાં રહું મને તે ગોતી જ લે છે, બારી માંથી ડોકિયું કરતાં, જોઈ લે છે, તે રોજે આકાશમાં રાતે આવે છે, ક્યારેક ક્યારેક તો મને ખુદ ને નિહાળતો હોવ તે પણ જોઈ લે તો છે, અને એવો અજાણ બની જાય છે જાણે ઠંડી માં રમ, સાંભળી જતો છે મારી દરેક કહાની છુપાવાંવા છતાં,
મને તેના ફેરબ થી ઇશ્ક તો છે પણ ભરોસો નથી, કે પછી કદાચ હવે ઇશ્ક નથી કે પછી ક્યારેય હતો જ નહીં, આ ચાંદ થી વફાદાર તો તારલાં હોય છે, નાના નાના તારોલિયા હોય છે, ચમકી ચમકી ને હસતાં રહે છે મને જોઈ, અને હું ચાંદ ના મોહ માં તેની અવગણના કરું છું જાણે તપેલી માં મુકેલી ચા મા ઉભરા આવતા હોય,
ચાંદ ફેરબી પણ છે અને ચાહત પણ, રાત ના કાળા કપડામાં વીંટાળયેલો ચાંદ બોવાંજ સુંદર છે, અને ઠગ પણ ચાંદ પાસે છે લખો ગગન અને લાખો ગગનો કોઈ ચાંદ નથી હોતો, ચાંદ ચતુર છે
ચાંદ વીંટી માં જડેલા નંગ જેવો છે જે વ્યવસ્થિત રાખે છે બધાં નક્ષત્ર ને પોતાની સુવિધા પ્રમાણે.
ચાંદ પોતાની શરતો પ્રમાણે જીવતો છે, મન થાય ત્યારે આવે મન થાય ત્યારે જાય, મન મોજી છે, અને પ્રેમ પણ,
ચાંદ ની ફીતરત છે ફેરબ
❤️ ? બાળક
___________________:_______? ________
❤️મારી પ્રિયતમા મારી બકૂડી ❤️
મારી પ્રિયતમા મારી બકુડી,
ચાલ પૂરી કરવી આપાડી આ પ્રેમ કહાની
હવે નહીં લઇ જઇ શકું તને મોંઘી મોંઘી હોટલમાં,
હવે નથી ચૂકવી શકતો તારા મોંઘા ડાટ શોપીંગ ના બીલો,
વધતી મોંઘવારી અને ઉપરથી તારી વધતી ડિમાંડ,
હવે પોકેટ મની નથી રહી સપ્લાઈ ને કાબીલ,
હું ક્યાં સુધી ચોરી કરીશ પાપા ના પર્સ માંથી પૈસા.
અને ક્યાં સુધી પુરી કરીશ બકુડી તારી મનમાની,
મારી પ્રિયતમા મારી બકુડી,
ચાલ પૂરી કરવી આપાડી આ પ્રેમ કહાની.
ક્યાથી લઈ આવું તારા માટે તાજા ખીલેલા ગુલાબ?
ક્યાં છો સોના? શું કરે છે બકો? કેમ કરે છે જાનુ?
બકુ ક્યાં સુધી દેતો રહું હું જવાબો?
ક્યાં સુધી તારી સહેલિઓ પાસે રાખડી બાંધાવતી રહીશ?
ક્યાં સુધી મારા કેરેક્ટર પર શક કરતી રહીશ?
તારા वहॉटसू ના msg ના રિપલય કરતા કરતા તો મારી અંગાળીઓ ની વધી ગઈ છે પરેશાની
મારી પ્રિયતમા મારી બકુડી,
ચાલ પૂરી કરવી આપાડી આ પ્રેમ કહાની.
હવે આંસુ વહાવી ને ના કર imoshnali બ્લેકમેલ
એક્વિસમી સદી માં પ્રેમ નો દેખાડો છે માત્ર એક ખેલ,
ના હું તારો કાનો છું , ને ના તું મારી રાધા છો,
મારા કેરિયર ની તુ સોથી મોટી તું છો બાધા ,
હવે ગાળો આપી રાડો પાડી ને ના કર દેખાડો તારી નાદાની,
મારી પ્રિયતમા મારી બકુડી,
ચાલ પૂરી કરવી આપાડી આ પ્રેમ કહાની
❤️ ? બાળક
23/10 /2018