ધબકાર હજુ બાકી છે (ભાગ-૩) Dharmik bhadkoliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધબકાર હજુ બાકી છે (ભાગ-૩)

"ઓયય...... સુન...." સત્યમ્ ઉભો થયો.
"શુ છે હવે...? " કૃતિ પાછળ ફરી બોલી.
" કઈ નહીં.." સત્યમ્ નાનકડુ હાસ્ય ફેલાવ્યું..( આઈ લવ યુ.. મન માં...)
અને કૃતિ પણ હસી...(મનોમન સ્વીકાર કયો એ કૃતિ નું હાસ્ય સાબિતી આપતું હતું....

 ★★★

' ઓ હેલ્લો... ' જણાતા અવાજ સત્યમ નો હતો.
 ' સોરી બટ મારે તારી સાથે વાત નથી કરવી ' કૃતિ પાછળ ફર્યા વગર જ બોલી
હોટેલ ની લોબી પર કૃતિ નો હાથ પકડી ફરી સત્યમ બોલ્યો.
" કૃતિ બિલિવ મી... મારી અને ગ્રીષ્મા વચ્ચે કઈ જ નથી "
" મેં તને પાંચ મિનિટ પહેલા રંગે હાથ એના રૂમમાં પકડ્યો છે " કૃતિ હાથ છોડાવતા બોલી
બસ ત્યાં ગ્રીષ્મા બહાર  આવીને બોલી ; 'કમ ઓન બેબી..'
એવામાં કૃતિ ત્યાંથી જડપભેર પગલાં ભરી ઉપડી ગઈ..
સત્યમ્ એની પાછળ પાછળ ગયો 
' કૃતિ... કૃતિ વાત તો સાંભળ મારી...'
કૃતિ કાર માં બેસી નીકળી ગઈ..

★★★

ડોરબેલ વાગ્યો....
પ્રભાતભાઈ એ ડોર ખોલ્યો...
'કમ ઓન માય બોય...'
સત્યમ્ પ્રભાતભાઈ ને ભેટીને રડી પડ્યો 
"શુ થયું હવે..." પ્રભાતભાઈ એ સ્ટૂલ પર બેસાર્યો
અંકલ તમે જ્યારથી ડિરેક્ટરી મૂકી છે ને... ટોટલી પથારી ફરી ગઈ છે...
"પણ થયું શુ ?" પ્રભાતભાઈ ના મુખ પર અજાણતાનું પ્રશ્નાર્થચિન્હ હતું.
અંકલ મારી અને કૃતિ ની " ભુલા ના પાઓગે " બ્લોકબસ્ટર ગઈ 
'હ બેટા એ તો હું જાણું છુ.. આગળ કે..'
"એ પછી મારી અને કૃતિ ની જોડી લગભગ છેલ્લા દોઢ વર્ષમાં ધમક્કા જ બોલ્યા છે પણ...."
"પણ..?' કોફીનો કપ મુકતા પ્રભાતભાઈ બોલ્યા..
"પ્લાન હતો.. મલીના ખાન અને અભીનો....
     અમારી બન્ને વચ્ચે ઝઘડો કરવાનો અલગ કરવાનો અને આ કરવા માટે એના પ્લાન વિરુદ્ધ તો મર્ડર થયુ મલીનાખાન નું..
લાસ્ટટાઈમે ગ્રીષ્મા ના હાઉસ પર મલીનાખાન ની લાશ મળી અને એ મર્ડર પર દોષી મને જાહેર કરવામાં અભી અને ગ્રીષ્માનો હાથ હતો..
"પણ ગ્રીષ્મા તો... "
" હા અંકલ એ સારી લાગે છે પણ નથી...
એને મારી અને કૃતિ વચ્ચે પ્રેમ થી જલન થતી હતી અને અભી ની પસંદગી ફરતા એ કૃતિ ની પાછળ પડ્યો.. અને કદાચ એમના પ્લેન મુતાબે કૃતિ અલગ થઈ ગઈ...

"નહીં બેટા એનું કારણ તારા અને અભી વચ્ચે જગડો છે.."
"ભલે ત્યારે એ શૂટ પર કૃતિ ને છેડતી કરતો હતો.. અને એમ બિચારો બચી ગયો, બાકી ત્યારે તેને ત્યાં જ દફનાવી દેત.. કૃતિ ને કઈ થયું એટલે ખતમ....."
"હજી સમજ રાજકારણ મા ખોટો પડમાં "
"રાજકારણ થી મોટો મારો પ્રેમ છે..." પગ પર પગ ચડાવી સત્યમ્ કોઈ શૂટ પર હીરો ની જેમ ડાયલોગ માર્યો..
'શુ થાશે તારું.."
 ' હવે જુઓ અંકલ મારો ખેલ...'

★★★

'વૉટ યુ સેય..? તુમ્હે પતા હૈ તુમ ક્યાં બોલ રહે હો' સત્યમ્ ના ધબકારા સાંભળાવા માંડ્યા હતા.
"યસ સર નેક્સટ મૂવી કૃતિ મેમ ને અભી કે સાથ સાઈન કિ હૈ." સત્યમ ના PA ખાતરીપૂર્વક જણાવતો હતો.
"આઈ એમ કમિંગ..."સત્યમ એ ફોન કટ કર્યો.
ત્રણ દિવસ પછી રાત્રે એક વાગ્યે સત્યમ ઘરે જતો હતો.
" હેય સ્ટોપ ધ કાર" ડ્રાઈવરે કાર ને બ્રેક મારી..
વો ઓટો મેં અભી થા પર વો ઓટો મેં.... મનોમન સત્યમ વિચારતો હતો. 
ડ્રાઈવર ને તે ઓટો નો પીછો કર્યો અને ઓટો સ્ટોપ થઈ કૃતિ ના ઘર ની બહાર..
સત્યમએ  કાર ને થોડી દૂર જ ઉભી રાખવી અને શાંત બેઠો બેઠો જોઈ રહ્યો હતો . 
દસેક મિનિટ પછી અભી બહાર આવ્યો હાથમાં થોડા કાગળ હતા.

★★★

આબુવાલા ની ડિરેક્ટરી હેઠળ દિલ્હી માં શૂટીંગ શરૂ થયું..
અને શૂટિંગ સત્યમ જીવ બાળતો બહાર પોતાની કાર માંથી જોઈ રહ્યો હતો.
અભી અને કૃતિ નો સીન શરૂ હતો લાકડા ની ઊભી કરેલી બિલ્ડીંગ અને એ વચ્ચે અભી અને કૃતિ ની મુલાકાત નો સીન...
"હેય... આઈ એમ ક્રિષ્ના  "
'ઓહ ઇન્ડિયન..' 
ત્યાં અચાનક ભડાકો થયો અને સેટ પર આગ લાગી..
"ચલો ભાગો... " બરાડા નાખતા બધા આગથી બચવા બહાર ભાગવા માંડ્યા.
અને કૃતિ પણ ભાગતી હતી ત્યાં લાકડા ના પાટિયા ની મોતી બિલ્ડીંગ જેવી પટ્ટી તેની આગળ પડી.. 
"હેલ્પ...મી......"
સત્યમ કાર માંથી ઉતરી અને તે હોલ તરફ દોડ્યો. અંદર આગ ના દરિયા વચ્ચે કૃતિ બેભાન પડી હતી. સત્યમ એ કોટ કાઢી તેને ઓઢાડ્યો અને બહાર લાવ્યો મો પર પાણી છાંટયું કૃતિ ની.આંખ ખુલતા સામે સત્યમ હતો 
"ડ્રાઈવર લેટ્સ ગો ટુ હોમ... "કૃતિ ઉભી થઇ અને કાર બેસી ગઈ. કૃતિ સત્યમ તરફ ઘૃણાથી જોઈ રહી હતી.
અને સત્યમ ત્યાં જ સ્થિર ઉભો રહ્યો.
(વધુ આવતા અંકે)
અભી કૃતિ ના ઘરે ગયો શુ વિવાદ હશે , શુ હજી કૃતિ સત્યમ થી નારાજ છે કે હવે સત્યમ ની આગલી ચાલ શુ હશે એ પોતાના પ્રેમ પામવા શુ કરશે..
તમારું મંતવ્ય મને આપવા માટે..
dharmikbhadkoliya365@gmail.com
Instagram : bhadkoliya_dharmik

Thank you