ધબકાર હજુ બાકી છે (અંતિમ) Dharmik bhadkoliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધબકાર હજુ બાકી છે (અંતિમ)

બેસ્ટ ઓફ ધ યર એવોર્ડ ગોઇઝ ટુ.... એવોર્ડ ગોઇઝ ટુ ...' મિસ્ટર સત્યમ્ દેસાઈ ' તાળીયોનો ગડગડાટ ન સાંભયાયો બધા શાંત બેઠા હતા, અને સત્યમ્ પણ સ્ટેજ પર ના દેખાણો ,

"સત્યમ્ સર..." એનઉન્સર અનામિકા એ શાંત વાતાવરણમાં પથ્થર ફેંક્યો,
સત્યમ્ સ્ટેજ પર આવ્યો બધા સેલિબ્રિટીઓ એ ઉભા થઇ તાળીઓ પાડી... સત્યમ્  એ આ વર્ષ માં "ભુલા ના પાઓંગે " જેવી બ્લોકબસ્ટર મુવી ભારતમાં 1300 કરોડ ની કમાણી કરી બેઠી,
સત્યમ્ સ્ટેજ પર આવ્યો 'વૉચ ઇન્ડિયા એવોર્ડ' અનામિકાના હસ્તે લીધો. માઇક હાથમાં લઈ સત્યમ્ બોલ્યો

"થેંક્યું..... " બેપળ વિચારી કઈ બોલ્યો જ નહીં. 
"થેંક્યું કૃતિ પટેલ.."

બધે શાંતિ છવાઈ ગઈ કારણ કે થેન્ક્સ પણ કોને..?  આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણતી હતી કે તાજેતરમા સત્યમ્ અને કૃતિ વચ્ચે ઝઘડો થયો હતો  ; એવોર્ડ ફંક્શન પત્યું.

★★★

ટીન.... ટીન.....(ડોરબેલ વાગ્યો....)
સત્યમ્ એ બીજીવાર ડોરબેલ વગાડ્યો કોઈ વળતો જવાબ જણાતો નૉહતો, ડોર ઓપન હતો સત્યમ્ દરવાજો ખોલી અંદર ગયો, 
શિયાળા ની એકદમ રાત્રીના અગિયાર વાગ્યે પ્રભાતભાઈ શાલ ઓઢી બેઠા હતા., સત્યમ્ ધીરા પગલે તેની તરફ આગળ વધ્યો,
" આપણે ગુજરાતી મા એક ગઝલકાર થઈ ગયા અમૃત ઘાયલ , એનો એક શેર સાંભળવું
     "હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
         ભલે થઈ વારતા પૂરી પરંતુ સાર બાકી છે."
           પ્રભાતભાઈએ કોઈ શાયરની જેમ ગઝલ ફટકારી દીધી,
સત્યમ્ ત્યાંથી જ પાછળ વળી ગયો,
" શુ થયું ક્યાં જાય છે,? " પ્રભાતભાઈ બોલ્યા,
" અંકલ  ' ધબકાર હજુ બાકી છે '....."
સત્યમ્ પોતાના ઘરે આવ્યો એવોર્ડ સોફા પર ફેંક્યો, બ્લેઝર કાઢી ફેંક્યું,
ખૂદ પર ખૂબ ગુસ્સે થઈ પોતાની ટાઈ ઢીલી કરતો હતો, ત્યાં ડોરબેલ વાગ્યો..
સત્યમ્ એ ટાઈમ જોયો સાડા અગિયાર થઈ ગયા હતા ,
મનોમન વિચારતો હતો અત્યારે કોણ હશે.? 
દરવાજો ખોલ્યો , સામે કોણ ?? 
  કૃતિ.....
" પરમદિવસ તને મર્ડરકેસ માં ફાંસી ની સજા છે તે મને કીધુ કેમ નહી" કૃતિ ચીડભરી બોલી.
"કંબક્ત.. રોજ રોજ મરવા કરતા તો એક વાર મરી જવું સારું" 
" અને હું લૂંટાઈ ગઈ એનું શું ? "
" હમે તો અપનો ને લૂંટા ગહેરો મે કહા દમ થા.." સત્યમ્ શર્ટનું ઇન કાઢતા બોલ્યો.
" તો..... તું મને પ્રેમ નથી કરતો એમ ને ? " કૃતિ એના નેણ ઉંચા કરી બોલી,
સત્યમ્ હસવા લાગ્યો.. બે પળ પછી બોલ્યો.
" ધબકાર હજુ બાકી છે."
" સોરી...., સોરી સત્યમ્ હું ઊંધું સમજી બેઠી, છેલ્લે મને બધી હકીકત પ્રભાતકાકા એ કહી,"
"નો..નો.. મેં તને ઘણીવાર કહેવાનો પ્રયત્ન કર્યો, પણ તું વાત સાંભળવા તૈયાર જ નોહતી,
સત્યમની આંખોમાં પાણી આવી ગયું હતું, શ્વાસો હૂંફ મારવા લાગ્યા હતા,  
અને તે પાછળ ફર્યો, 
કૃતિ તેને ગળે વળગી ગઈ,
"આઈ ડોન્ટ કિલ હર" સત્યમ્ ગળગળો થઈ ગયો હતો,
"આઈ નો..ડોન્ટ વરી.. સત્યમ્  મારી પાસે પાકું સાબુત છે,
મર્ડર અભી એ કર્યું છે,
"ક્યાં છે.?? , શું છે સબૂત..?" 
" આ સીડી મા... " 
સત્યમ ચોકી ગયો અને સિડી TV સાથે કનેક્ટ કરી,
"આ વીડિયો ક્યાંથી લાવી.?" સત્યમ એ કૃતિ તરફ જોયુ,
" મેં તેને પાર્ટી માં એક ટેડીબિઅર ગિફ્ટ કર્યું હતુ, અને તે મારા વિષે શુ પ્લાન બનાવે છે એ જાણવા મેં એમા માઈક્રોચિપ નાખી હતી ઇટ્સ સિમ્પલ....."
સત્યમ સાંભળતા સાથે સોફા પર બેઠેલી કૃતિ ને વળગી ગયો..
" થેન્કયુ...થેંક્યું... થેંક્યું કૃતિ..."
"ચલો ગુડનાઈટ" કૃતિ ઉભી થઈ,
" હવે બેસ ને ક્યાં જવું છે "
"પપ્પા ઘરે રાહ જોતા હસે.."
કૃતિ દરવાજા પાસે પોહચી પાછળ ફરી જોયું ,
હજી બન્ને એક બીજાને પરાયા લાગતા હતા...

 ★★★

2 day later....

" મિસ્ટર સત્યમ્  દેસાઈ આપકે પાસ કોઈ સાબૂત હૈ કી આપને ખૂન નહીં કિયા " અભી ના લોયર એ સવાલ પૂછ્યા પછી તરત જ બોલ્યો 
"નહીં જજસાહબ મેને કહા થા મેરા કલાઇન્ટ બેગુનાહ હૈં."
"મેરે પાસ સબુત હૈ.." કોર્ટ માં હલચલ મચી ગઈ, 
"સાઇલેન્સ...." હથોડી ઠપકારતા જજ બોલ્યા.
"  મેં અદાલત સે દરખાસ્ત કરતા હું કે એ સીડી પ્લે કી જાયે" સત્યમ સીડી આપી બોલ્યો,
વિડિઓ માં મર્ડર કરો અભી સ્પષ્ટ રીતે દેખાતો હતો, જ્યારે સત્યમ રૂમ માં હાજર નોહતો,
છેવટે ગ્રીષ્મા અને અભી ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

★★★

" કૃતિ એક વાત કહું " સત્યમ કૃતિના ખોળામાં સૂતો સૂતો બોલ્યો,
"હા..."
" હું કેટલાય દિવસ થી આ દિવસ ની રાહ જોતો હતો 
પૂનમનો ચાંદ... ઘનઘોર રાત... શીતળ પવન અને તેની સાથે તુ...."
"એમ....!!!" 
"હાસ્તો...લે હવે બીજી વાત કહું ??"
"હા બોલ ને "

" તું છે ને દુનિયાની સૌથી મોટી બુદ્ધુ છો " કૃતિ સત્યમ ને મારવા લાગી સત્યમ ઉભો થઇ ભાગવા માંડ્યો,
"એય બુદ્ધુ ગુડ નાઈટ..."
"ઓયય પાગલ સુન....." કૃતિ ઉભી થઇ બોલી
"શુ ? "
"કાઈ નય..."
હળવા સ્મિત સાથે બન્ને દોડીને એકબીજા ને વળગી પડ્યા....

         Thankyou 
   આપનુ મંતવ્ય આપવા માટે....
Facebook :   dharmik bhadkoliya
Instagram :  bhadkoliya_dharmik
E-mail :  dharmikbhadkoliya365@gmail.com