ધબકાર હજુ બાકી છે(ભાગ-૧) Dharmik bhadkoliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધબકાર હજુ બાકી છે(ભાગ-૧)

ધબકાર હજુ બાકી છે...

ધાર્મિક ભડકોલીયા

~ પુસ્તક વિશે બે બોલ ~

કોઈ રીતે છુપાવીને આભાર માનુ કે ખુલેઆમ આભાર માનુ પણ હું આપ સૌ સહ ઘણાંય લોકો નો આભારી રહીશ. આમ તો કોઈ વાચક વગર પુસ્તક નકામું જ રહે. ફરી એકવાર "બેપનાહ" ની જેમ આ પુસ્તક પણ આપ સૌ ને અર્પણ કરું છુ.

ફિલ્મી દુનિયાની એક પ્રેમકહાની. ગ્રીષ્મા ની ઘૃણા ,સત્યમ્ નો પ્રેમ અને આ બે વચ્ચે અભી... પૂરેપૂરો લવ ટ્રાઈનગલ સાથે રોમાંચક મલીના ખાન નુ મર્ડર. સાથે કૃતિ ની તબાહી....આવી જ એક પ્રેમ કહાની ફરી આપ સૌ સમક્ષ કરું છુ..

- ધાર્મિક ભડકોલીયા

***

બેસ્ટ ઓફ ધ યર એવોર્ડ ગોઇઝ ટુ.... બધા તત્પર હતા કે આ વખતે એવૉર્ડ ગ્રીષ્મા ને જ મળશે. છેલ્લા આઠ વર્ષથી લગાતાર બેસ્ટ ઓફ ધ યર નો એવોર્ડ એના જ હાથમા હોય છે. 2017 માં કંઈક અલગ જ થયુ ગ્રીષ્મા ઉભી થઇ.. અને એવોર્ડ ગોઇઝ ટુ ...' મિસ્ટર સત્યમ્ દેસાઈ ' તાળીયોનો ગડગડાટ થયો. સત્યમ્ " ફિર મિલેંગે " જેવી બ્લોકબસ્ટર મુવી મા પ્રથમવાર પડદા પર આવ્યો હતો.

સત્યમ્ સ્ટેજ પર આવ્યો 'વૉચ ઇન્ડિયા એવોર્ડ' અનિકેત શર્માના હસ્તે લીધો. માઇક હાથમાં લઈ સત્યમ્ બોલ્યો

"થેંક્યું..... " બેપળ વિચારી કઈ બોલ્યો જ નહીં.

બધે શાંતિ છવાઈ ગઈ કારણ કે થેન્ક્સ પણ કોને આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણતી હતી કે સત્યમ્ નવો એક્ટર છે. અને હજુ છ મહિના પણ થયા નહીં હોય ; એવોર્ડ ફંક્શન પત્યું.

ગ્રીષ્મા એ ફેમસ અને મોસ્ટ પોપ્યુલર એકટ્રેસ હતી. તેની એક પણ મૂવી ફ્લોપ નહોતી ગઈ.

***

આબુવાલા ફિલ્મ ઈન્ડસ્ટ્રી નો બેસ્ટ ડિરેક્ટર. માથે થોડા ધોળા થઈ ગયા. લાંબી દાઢી , નીચો એવો અને ગાંધીજી જેવા ચશ્મા... અડધાં દાંત પડી ગયા અને સહેજ લંગડાતો ચાલે ; તેણે એક મૂવી સ્ક્રિપ્ટ ગ્રીષ્મા અને સત્યમ્ વચ્ચે મૂકી.... અને તેની આખી ઓફિસ ધરણી ઉઠી

" વૉટ...." ગ્રીષ્મા ચીસ નાખી ઉભી થઇ ગઇ.

" મે ઇસ નયે લડકે કે સાથ કામ નહીં કરુંગી "

આબુવાલા ઉભો થયો "અરે.. મેરી બચ્ચી સમજો તુમ દોનો સ્ક્રીન પર મતલબ ધમાકા બોલગા "

" નહીં ઇસે અચ્છા મેં ઉન કમિને અભી કે સાથ કામ કરુંગી કમ સે કમ મૂવી ફ્લોપ તો નહીં જાયેગી "

સત્યમ્ ને સવાલ થયો આ અભી કોણ છે. જે એવોર્ડમા પણ ન હતો. અને તેના નામનો દબદબો છે.

" સત્યમ્ નયા લડકા હૈ કામ કા હૈ સમજો " આબુવાલા એ ગ્રીષ્મા ને ઈશારો કરતા કહ્યું.

છેવટે બન્ને એ મૂવી સાઈન કરી.

ઓફિસની બહાર નીકળતા પહેલા જ અભીની એન્ટ્રી થઈ. સાથે ચાર-પાંચ બોડીગાર્ડ ફિલ્મી દુનિયાનો બેતાજ બાદશાહ. MLA ના છોકરો હતો એનો પાવર સમાતો નહોતો.

ઓફિસ ની અંદર આવતા જ "અયયય આબુવાલા તું જાનતા હૈ મેં ગ્રીષ્મા સે પ્યાર કરતા હું ઔર મેરી ફિલ્મ ઉસી કે સાથ હોની ચાહીએ સમજા.. વરના....." જીભ ને દાંત માં દબાવતા અભિ બોલ્યો.

"અબે તું કોન હૈ... ગ્રીષ્મા સે દૂર હી રહેના " સત્યમ્ ના શર્ટનો કોલર પકડ્યો.

સત્યમ્ કોલર છોડાવતા બોલ્યો " મેરી એન્ટ્રી સાઇલેન્ટ હૈ મેરા કેરેક્ટર વાઈલોન્ટ હૈ સમજા "

"અબે તેરી તો....." અભીએ તેના બોડીગાર્ડ ની ગન લીધી..

" મેં કોઈ ભગવાન નહીં હું , સિર્ફ દો બાર જાને દુંગા. મેરે સામને ભાઈગીરી નહીં ચલેગી " સત્યમ્ નો પારો ચડી ગયો. તે ત્યાંથી ચાલતો થયો.

"ભાઈ જાને દો બચ્ચાં હૈ." એનો આસિસ્ટન્ટ બોલ્યો.

સત્યમ્ ઓફિસની બહાર નીકળ્યો ત્યાં સુધી બધા તેને જોતા રહી ગયા. અભી કોઈ ગુંડાથી કમ નોહતો અને તેની સાથે કોઈ પંગો પણ ના લેતું સત્યમ્ હજી નવો હતો અને તેણે અભી સાથે પંગો લીધો.

***

" એક્શન..... "

"તુમ મુજે કભી નહીં ભુલા પાઓગે મીરા..." સત્યમ્ અને ગ્રીષ્મા નો પહેલો લૂક.

એક હાથ પર ગ્રીષ્મા ને ઢળતી રાખી સત્યમ્ બોલે છે "આઈ લવ યુ મીરા "

"કટ...કટ...કટ..."

કોઈ હલચલ વગર સત્યમ્ એમ જ ગ્રીષ્મા ને પકડી રાખે છે એની આંખો માં પરોવાય જાય છે . આબુવાલા ફરી બોલે છે કટ... સત્યમ્ સ્થિર જ રહે છે ત્યાં ગ્રીષ્મા બોલે છે" અયય સ્ટુપીડ " અને બરોબર લાઈટ જાય છે.

" સુપર્બ એક્ટિંગ.... 'ભુલા ના પાએંગે' બ્લોકબસ્ટર હી સમજો" આબુવાલા બોલ્યો. સત્યમ્ ગ્રીષ્મા ની પાછળ પડ્યો છે એવી આશંકા ગ્રીષ્મા ને થતી હતી.

***

સત્યમ્ અને પ્રભાતભાઈ બન્ને ચા ની ચૂસકી ભરતા હતા.સત્યમ્ ની બૉલીવુડમા એન્ટ્રી એના અંકલ મિસ્ટર પ્રભાત દેસાઈ એ કરાવી હતી તે એક પ્રોડ્યૂસર હતા.

"બેટા તું હજી નવો એક્ટર છો ધ્યાન રાખજે આ બધા હરામી છે.." પ્રભાતભાઈએ સત્યમ્ ને કહ્યું

"ડોન્ટવરી અંકલ આપણે પણ ગુજરાતી છીએ ને.."

" બેટા પ્રેમમા તો પડતો જ નય...."

"એ બધું મને ના થાય ધમાકા બોલાવશુ બસ એક મૂવી આપી દ્યો..." સત્યમ્ તેની પેલી મૂવી માટે ખૂબ ઉત્સુક હતો.

પ્રભાતભાઈ એ " ફિર મિલેગે" માં સત્યમ્ ને હીરોનો રોલ આપ્યો.

ફિર મીલેંગે મૂવીના પ્રોમોશન મા પ્રભાતભાઈએ બધા સાથે મુલાકાત કરાવી.

સત્યમ્ સ્વભાવે શાંત હતો પણ જો પારો ચડી ગયો એટલે પુરુ..... ફિર મીલેંગે હિટ ગઈ. કારણ સત્યમ્ નહીં પણ મલ્લિકા ખાન. જે ગ્રીષ્મા ને ટક્કર મારે એવી હતી. ઘણીય વાર બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.

***

છ મહિના નો સમય પછી ગ્રીષ્મા અને સત્યમ્ ની પેલી ફિલ્મ એમાંય અભી વચ્ચે આવ્યો. આબુવાલા ને ખબર હતી કે એ કઈ અભી સામે બોલી શકે એમ નથી. અને સત્યમ્ ને ના પણ પાડી શકે તેમ નથી. તેને તે સ્કીપ્ટ જ બંધ કરી.

ફરીવાર ઘણા સમય પછી સત્યમ્ પ્રભાતભાઈ પાસે ગયો. શિયાળાની ઠંડી માં પ્રભાત ભાઈ બીસ્ટોલ પિતા હતા અને ટેપરેકોર્ડર મા "જરૂરી થા..." વાગી રહ્યું હતું સત્યમ્ સીડી ચડી આવ્યો. પ્રભાત ભાઈએ બેસવા માટે કહ્યું. બોલ બેટા શુ થયું...

" બસ અંકલ જે નહોતું થવાનું એ ....."

બિયરના બે ગ્લાસ ભર્યા.. એક ગ્લાસ સત્યમ્ તરફ ખસેડયો...

લે બેટા એક પેક મારી લે..

સત્યમ્ ઉભો થયો ફ્રીઝ માંથી દૂધનો ગ્લાસ ભરી આવ્યો.

"કોણ છે એ.... " પ્રભાતભાઈ ને પુરેપુરો ચડી ગયો હતો.

"નાજુક... કોમળ... નાદાન... તે હરણ જેવી આંખો... અને તેનું કાજલ ,તે...તે નાનું નમણું નાક , ગાલ પર ખંજન.... અને તેની ઢેલ જેવી ચાલ... અરે અંકલ દિલ જ લઇ ગઈ મારુ....

" હ બેટા એ તો બધાને પોતાનું એવું જ લાગે..." પ્રભાતભાઈ ની આંખો મિચાતી હતી.

"પણ આતો સાચે જ એવી છે." સત્યમ્ ની અંદરનો આત્મા ઉછળી ઉછળી ને કહી રહ્યો હતો.

"પણ નામ તો હશે ને કંઈક.." બસ હવે નામ સાંભળતા સુઈ જાય એવી જ હાલત માં હતા. પણ અચાનક આંખો ફાટી રહી.

" શુ બોલ્યો તુ.... પેલી ગુજરાતી એકટ્રેસ..--"

(કોણ હશે એ મલિકા ખાન કે જેની સાથે પહેલું મૂવી કર્યું કે ગ્રીષ્મા કે પછી હજી કોઈ નવું બાકી છે.... ચાલો થોડું રસપ્રદ બનાવીએ )

to be continue....