ધબકાર હજુ બાકી છે...
(2)
ધાર્મિક ભડકોલીયા
"પણ નામ તો હશે ને કંઈક.." બસ હવે નામ સાંભળતા સુઈ જાય એવી જ હાલત માં હતા. પણ અચાનક આંખો ફાટી રહી.
" શુ બોલ્યો તુ.... પેલી ગુજરાતી એકટ્રેસ.. કૃતિ પટેલ "
સત્યમ્ એ આંખો બંધ કરી હા પાડી...
અરે બેટા એ એક્શન હિરોઈન સાથે તે ખુદ પણ એકશન જ છે. તેની સાથે.....???
"ના અંકલ એ તમને લાગે હકીકત માં એવી નથી.."
" મેં તેની સાથે કામ કરેલું છે મને ખબર છે.."
સત્યમ્ એ વાત ફેરવી નાખી "અંકલ યાદ છે 2 મહિના પહેલા આપણે દુબઇ ગયા હતા. તે મનોજ શુક્લ ના મરેજ મા.....
" હ..... " પ્રભાતભાઇ ને યાદ આવ્યું..
(3 મહિના પહેલા દુબઇ હોટેલ..).
"કોંગ્રેચ્યુંલેશન... મનોજ મેરે યાર." પ્રભાતભાઈ અને મનોજ બન્ને જુના મિત્રો હતા.અને સેલિબ્રિટી પાર્ટી માટે ખાસ બધા એક્ટરો ને આમંત્રિત કર્યા હતા. ત્યાં સત્યમ્ ની પહેલી મુલાકાત કૃતિ સાથે; કૃતિ સત્યમ્ પાસે આવી.
" સર પ્લીઝ એક ઓટોગ્રાફ.. " તેની આંખો માં નિખાલસ સ્મિત હતુ.
" મારો ઓટોગ્રાફ ? " સત્યમ્ ને આશ્ચર્યજનક વાત લાગી પેલી છોકરી છે જેણે મારો ઓટોગ્રાફ માગ્યો..
"હા સર આપકા વો મૂવી 'ફીર મિલેગે' સુપર્બ હૈ... "
" ઓહકે... " પેન કાઢી સત્યમ્ એ કૃતિ ને ઓટોગ્રાફ આપ્યો.
"એન્ડ સર મે કૃતિ...(ઓહોહો... હું પણ બુદ્ધુ છુ ભુલાય ગયું તમેં પણ ગુજરાતી છો..)" કૃતિ એ હાથ લંબાવ્યો.
સત્યમ્ બેપળ વિચારમાં પડ્યો અને હાથ મેળવ્યો. સ્થિર થઈ જોતો જ રહ્યો.
" નો સર ; ફ્રેન્ડ્સ...." સત્યમ્ એ હળવું સ્મિત રેલાવ્યું.
" તું સેલિબ્રિટી પાર્ટી મા ?" સત્યમ્ એ વાત કરવા પોઇન્ટ મુક્યો.
" હા લે હું એક એક્ટ્રિસ જ છુ. મહિના પહેલા હિન્દી માં આવી પણ જો ને મલીના ખાન ક્યાંય આવવા જ નથી દેતી.."
"ઓહ... તો નેક્સ્ટ મૂવીમા સાથે કામ કરશું..." સત્યમ હસતા હસતા બોલ્યો.
"નામ લિયા ઔર શૈતાન હાજીર.." કૃતિ ઇર્ષ્યાસ્પદ રીતે મલીનાખાન તરફ જોયું.
"લાલ ડ્રેસ મા લાલ લિપસ્ટિક હોટ દેખાતી માલિનખાન ની એન્ટ્રી થઈ. ઉંચી એડીના સેન્ડલ ટક.. ટક... અવાજ સાથે સત્યમ્ પાસે આવી.
" હાઈ... સત્યમ્ મેરે સાથ કામ કિયા તો નામ બન ગયા.. ઔર એસી ખડૂસ કે સાથ બાત કર કે મેરા નામ ડૂબા રહે હો.." મલીના ખાન કૃતિ તરફ કતરાતી બોલી.
"ખડૂસ કિસકો બોલતી હૈ.." કૃતિ ગરમ થઇ ગઈ.
ત્યા એક વ્યક્તિ આવ્યો અને મલીના ખાન ને કપાળ પર કિસ કરી...
"હેય... ચિલ.. બેબી..." મલીના ખાન એ એને પકડ્યો.
અને બોલી "પૈસે લાયે..."
" હા 20 લાખ કાફી હૈ ?"
" ઓકે રૂમ ન 306 મે 1 બજે આ જાના "ચાવી આપી મલીના ખાન નીકળી ગઈ.
"એક્ટર હૈ યા કોલગર્લ પતા નહીં ચાલતા.." કૃતિ એ સત્યમ્ ને કહ્યું.
" પણ પેલો મુર્ગો કોણ હતો ?" સત્યમ્ ને પ્રશ્ન થયો.
" રનદીપસિંહ... વર્ષ માં એક બે જ સોન્ગ ગાય છે પણ ખૂબ જ ઉપડી જાય છે..."
***
"તો બચ્ચા એટલામાં પ્રેમ થઈ ગયો..." પ્રભાતભાઈ એ ત્રીજો ગ્લાસ ભર્યો.
" એ જે હોય તે ......અંકલ તમારે અમારી બન્ને ની મૂવી સાઈન કરવાની છે "
"ઠેકાણે છે ને..." ગ્લાસ ને ઠપકારતા પ્રભાતભાઈ ને સત્યમ્ તરફ જોયું.
'ભુલા ના પાએંગે' મા ગ્રીષ્મા ની જગ્યાએ કૃતિ ને લઈ લો ને."
" પણ બેટા આબુવાલા ના સમજે... જે છે એ બધું બરાબર જ છે.." લાલઘૂમ આંખો સત્યમ્ તરફ ફેરવતા પ્રભાતભાઈ બોલ્યા.
" આબુવાલા ને શુ જોઈએ છે એ મને ખબર છે " આંખ મારતા સત્યમ્ એ પ્રભાતભાઈ ને કહ્યું.
"ઓકે બેટા ગુડ નાઈટ કાલે જઈએ આબુવાલાની ઓફીસમા..."
'ક્યાં મેં અંદર આ સકતા હું મિસ્ટર આબુવાલા.' પ્રભાતભાઈ બોલ્યા.
આઓ... આઓ.... (3 કપ ચાઇ લાના.....) આબુવાલા એ ઉભા થઇ આવકાર્ય આપ્યું.
"ઔર ક્યાં ચલ રહા છે..." પ્રભાતભાઈએ ફોર્માંલિટી માટે પૂછ્યું.
"અભી તો હાલ મંદી હૈં કોઈ ફિલ્મ મેં પ્રોડ્યૂસર નહિ હૈ."
"અરે યાર મેં હું ના વો સત્યમ્ ઓર ગ્રીષ્મા કી ફિલ્મ ઓપન કરતે હૈ ના.." પ્રભાત ભાઈ પોઇન્ટ પર આવ્યા.
આબુવાલાએ સત્યમ્ તરફ જોયું.
"પર ઉસમેં પ્રોબ્લમ હૈ..કી..." આબુવાલા વાત પૂરી કરે એ પહેલાં વાત કાપતા પ્રભાતભાઈ બોલ્યા.
"ગ્રીષ્મા કી જગહ કૃતિ કો લે લેતે હે. વો ગુજરાતી મેં હિટ હૈ. ઔર આપકા પ્રોબ્લમ ભી સોલ્વ હો જાયેગા ક્યાં બોલતે હો...."
આબુવાલાએ થોડી વાર વિચાર્યું . ત્યાં ચા પણ આવી ગઈ.
"આબુવાલા... ઓ આબુવાલા... ચાઇ ઠંડી હો રહી હૈ.."
"હ.....હા...." આબુવાલા વિચારો ના વમળો માંથી બહાર આવ્યો
"તો મેં હા સમજુ ?" પ્રભાતભાઈ એ કપ મુકતા બોલ્યા.
" ઓકે પર અભી......" આખું બોલે ત્યાં સત્યમ વચ્ચે બોલ્યો
" અરે.... એની તો " શર્ટ ની બાહુ ચડાવતા બોલ્યો..
"અરે કુછ નહિ હોગા આબુવાલા તુમ સાઈન કરો.." પ્રભાતભાઈ એ કહ્યું.
" રાત તો ફાઇનલ કરતે હે કહા પે શૂટ કરના હૈ..." પ્રભાતભાઈ ઉભા થયા..
ઓફીસ ની બહાર નીકળતા હતા અને સામે ફરી અભી આવતો હતો.
"બેટા ચૂપચાપ ચાલ્યો જજે..." પ્રભાત ભાઈ એ સત્યમ્ નો હાથ પકડી રાખ્યો. અભી સામે જોઈ ઓફીસ મા ગયો.
" બચી ગયા...." પ્રભાતભાઈ ને હાશકારો થયો.
"હમ્મ બચી ગયા..." સત્યમ્ પાછળ ફરી બોલ્યો.
"અય બેટા તુ સ્ટ્રોંગ છે પણ રાજકારણ કે તેના લાગતા લોકો થી દુર રેજે ". પ્રભાત ભાઈ સમજાવતા બોલ્યા.
( શ્રીનગર, જમ્મુ-કાશ્મીર)
"સત્યમ.... સત્યમ..."
કૃતિ તરફ પલકારા વગર જોઈ રહ્યો સત્યમ ભાન માં આવ્યો હ....." કૃતિ ધેરી નીંદરમાં હતી..
"ફ્લાઇટ લેન્ડ થવાની છે.."પ્રભાત ભાઈ બોલ્યા.
"મારી ફ્લાઇટ તો ક્યારની ય લેન્ડ થઈ ગઈ છે...."
"આબુવાલાએ હોટેલ બુક કરી છે. આપણે 3 વાગ્યે શૂટ પર જવાનું છે."
3 થી 6 મૂવી ની શૂટિંગ ચાલી...
"હેય સત્યમ્ કમઓન... તે ટેકરી પર બેસીએ..." કૃતિ બોલી.
"ઓહ.... કૃતિ થાકી ગયો છુ રાતે મળીએ..."સત્યમ્ ઈચ્છા હોવા છતાં નકારતા બોલ્યો.
"ઓહકે... આઈ વિલ વેઇટ ટુનાઈટ 9pm." કૃતિ ઘડિયારમાં જોઈ બોલી.
***
સત્યમ્ દોડતો દોડતો આવ્યો નવ ને પચીસ થઈ ગઈ હતી. તે આવી હાંફતો હાંફતો કૃતિની બાજુમાં બેઠો.
કૃતિએ ફોન બાજુમાં મુક્યો..
"વ્હોટસ્ અ ટાઇમિંગ યાર...." કૃતિ થોડી ચીડભરી બોલી.
"સોરી... સોરી...."
બે ક્ષણ બંન્ને ચૂપ રહ્યા...
"એન્ડ થેન્ક્સ..." કૃતિ બોલી.
" નો થેન્ક્સ..(આપણાઓ માં થોડું થેન્ક્સ હોય)"
કૃતિ સત્યમ્ ને જોતી જ રહી ગઈ.
"શુ છે આમ કેમ મારી સામે જો છો..." સત્યમ્ ઝરણાંને જોતો જોતો બોલ્યો..
" કઇ નહીં તારી લાઈફ મા પ્રભાત અંકલ સિવાય કોઈ છે સ્પેશિયલ..."
"હોય તો તારી બાજુમા ના હોત..."હળવા સ્મિત સાથે સત્યમ્ બોલ્યો.
કૃતિએ પણ સ્મિત કર્યું.
"અને તારી લાઈફ મા કોઈ....?? "
" હા છે ને એક...."
"સ્પેશિયલ..?" સત્યમ્ ગંભીર થયો.
"હા સ્પેશિયલ જ...."
"કોણ છે એ ખુશ કિસ્મત...? "
" માય ડેડ..."
"ઓહ... યાર તેતો મારા ધબકારા જ વધારી દીધા હતા.."
"જાને હવે...."
"ક્યાં જાવ તારા વિના....." સત્યમ્ પોતાનો પ્રેમ.વ્યક્ત કરી રહ્યો હતો. તે કૃતિ ને સાફ સાફ નજર આવતું હતું.
" તો હું જ જાવ બસ..." કૃતિ ઉભી થઇ દોડવા માંડી....
"ઓયય...... સુન...." સત્યમ્ ઉભો થયો.
"શુ છે હવે...? " કૃતિ પાછળ ફરી બોલી.
" કઈ નહીં.." સત્યમ્ નાનકડુ હાસ્ય ફેલાવ્યું..( આઈ લવ યુ.. મન માં...)
અને કૃતિ પણ હસી...(મનોમન સ્વીકાર કયો એ કૃતિ નું હાસ્ય સાબિતી આપતું હતું....
To be continue.....