હોટેલ હોન્ટેડ - ભાગ ૨ Prem Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોટેલ હોન્ટેડ - ભાગ ૨

નમસ્કાર મિત્રો તો આગલા પ્રકરણમાં તમે જોયું કે મજદૂરો કામ ન કરવાની વાત કરવા માટે અબ્દુલના બંગલામાંએકઠા થાય છે અને તે લોકો વચ્ચે વાત ચીત થાય છે

ચિત્ર હવે તમે લોકો કહેશો કે હોરર સ્ટોરીમાં ચિત્ર ક્યાંથી આવ્યું.સામાન્ય રીતે ચિત્ર બે પ્રકારના હોય છે એક જે હાથો વડે દોરી અને જોઈ શકાય છે અને બીજું શબ્દચિત્ર જે શબ્દો વડે દોરવામાં આવે છે,આ ચિત્રમાં જે પ્રકારે લખાયેલા શબ્દો હોય તે આંખો સામે ફિલ્મની જેમ વહેવા લાગે અને કહાનીનો સાચો આનંદ ત્યારે જ આવે જ્યારે તે વાંચતા સમયે આંખો સામે દેખાવા લાગે.જે તમે લોકોએ અનુભવ્યું હશે.હવે કહાની આગળ...

હોટેલ હોન્ટેડ.ભાગ-૨

મજદૂર જે અબ્દુલ સાથે વાત કરતો હતો તેનું નામ રધુ હતુ તેને આગળ કહેવાનું શરૂ કર્યું

હું બાકી મજદૂરો કામ કરતા હતા,કામ કરતા કરતા ક્યારે સાંજ પડી ગઈ ખબર જ ન પડી

કાળું જે મારી સાથે કામ કરતો હતો.બધા મજદૂરોનું કામ પૂરુ થઈ ગયું હોવાથી તે ઘરે જતા રહ્યા હતા.મારું કામ ખતમ થઈ ગયું હોવાથી હું આગળ ઊભો તેની રાહ જોતો હતો અને કાળું કામ ખતમ થવાનું હતું

ત્યાં અચાનક કાળુંની ચીસો સંભળાઈ હું ત્યાંથી કાળુન તરફ ભાગ્યો પણ જ્યાં કાળું કામ કરતો હતો ત્યાં પહોચ્યો તો કોઈ હતું નહી.પણ કાળુંની ચીસો સ્પષ્ટ સંભળાતી હતી તે દેખાતો ન હતો ઉપરાંત તેણે ખોદાઈ કરી હતી તે જગ્યા એક જમીન હતી જાણે ત્યાં કોદાળીનો એક પણ ઘા લાગ્યો ન હોય.તેને શોધતા શોધતા હું જંગલની ઉડાઈઓમાં ખોવાઈ ગયો.

હોલમાં સન્નાટો છવાઈ ગયો તો કોઈ કશું બોલતું ન હતું.અચાનક કટાક...... કરતો અવાજ આવ્યો.બધાએ જોયું તે હોલની બારી પવનના કારણે ખુલી ગઈ હતી.અબ્લદુના નોકર રાજુએ ઊભા થઈને બારી બંધ કરી દીધી

તો શું કાળું ક્યાંય મળ્યો નહી

હાં સાહેબ અમે લોકોએ બધો પ્રયાસ કર્યો પણ કાળું ન મળ્યો. અમે લોકો સાચું કહીએ છીએ સાહેબ તે જગ્યાએ કોઈ ખોફનાક વસ્તુ છે.ગામલોકો પણ કહે છે તે જગ્યાએ હવેલી જેવું કઈક હતું.તે જગ્યાનું કંઈક રાજ છે જે કોઈને ખબર નથી.

રધુએ એ રીતે વાત કરી કે બધે ફરી શાંતી છવાઈ ગઈ.કોઈ કંઈ બોલતું ન હતું.અવાજ આવતો હતો તો બસ બહાર પડતા વરસાદનો.

અચાનક દરવાજો ખુલ્યો.બહારથી એક માણસ અંદર આવ્યો તેને જોઈ બધા માણસો ફરી ઊભા થઈ ગયા અબ્દુલ સિવાય.

તે માણસ અંદર આવ્યો અને તેણે પોતાનો કોટ અને ગ્લવઝ લટકાવ્યાં અને પોતાની છત્રી બંધ કરી મૂકી.

આવ અાબિદ આવ,હું તારી જ રાહ જોતો હતો,શું કહે છે આ લોકો.

તો તમે લોકોએ બધી વાત કરી દીધી

હાં સર અમારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો,તે જગ્યાએ કોઈ ખૌફનાક વસ્તુ છે

કેવી વસ્તું આજ સુધી મે તો કંઈ જોયું કે અનુ ભવ્યું નથી અાબિદે કહ્યું

કારણ કે સર તમે વહેલા જતા રહો છો અને જે ઘટનાઓ ઘટી છે તે સાંજના 5 અને 6 ની વચ્ચે ઘટી છે

કઈ છે નહી ત્યાં અને તમે કામ નહી કરો તો તમારા પરિવારનું શું થશે અને બીજી જગ્યા કરતા તમને અહીં વધારે પૈસા મળે છે અને આ કામ છોડીને જશો તો બીજે ક્યાય જલ્દી કામ પણ નહી આપે અબ્દુલે ગુસ્સાથી કહ્યું

સર તમે શાંત રહો તમે કહો છો કે તે જગ્યાએ કંઈક છે તો આજે રાત્રે ત્યાં જઈશ અને જો મને કંઈ ન થયું તો તમારે ત્યાં કામ કરવું પડશે આબિદે કહ્યું

નહી સર તમે ત્યાં ન જતા તે જગ્યા રાત્રે વધારે ખતરનાક બની જાય છે ત્યાં અત્યારે જવામાં જીવનું જોખમ છે

ના હવે આબિદ ત્યાં જશે અને ત્યાં તેને કંઈ ન થયું તો તમે ત્યાં કામ કરશો This is My final decision.આ બધો તમારા મગજનો વહેમ છે.અબ્દુલે કહ્યું

જતા જતા સર એટલું જ કહીશ સર કે ઘટનાઓ ત્યારે જ ઘટે છે જ્યારે તેનું કારણ હોય છે અને આ ઘટનાઓ પાછળ પણ કંઈક કારણ છે

બધા મજદૂરો જતા રહ્યા.અબ્દુલના મનમાં છેલ્લે કહેલા શબ્દો ગુંજી રહ્યા હતા એટલે તે વ્હીસ્કી પી રહ્યો હતો અને આબિદ બારી પાસે ઊભો હતો.

તે બારીમાંથી બહાર પડતા વરસાદ અને પવનને લીધે હલતા વૃક્ષોને જોઈ રહ્યો હતો

અબ્દુલે આબિદને કહ્યું આ ગામ લોકો બઉં ચાલુ હોય છે તેમને લાગે છે કે વધારે પૈસા મળે છે તો કહાની બનાવી વધારે લઈએ

શું વિચારે છે આબિદ આ બધી એક કહાની છે

કહાની નથી સર આ મજદૂરો સાચું કહે છે આબિદે કહ્યું

શું તુ કહે છે કે મજદૂરોનું કહેવું સાચું છે?

અબ્દુલ સર કાળુંની લાશ મળી ગઈ છે.

લલલા...શ અબ્દુલે ગભરાઈને કહ્યું

હા સર કાલે સાંજે મે ત્યાં જઈને થોડી તપાસ કરાવી તો મને લાશ ઝાડ પર લટકતી મળી.બઉં ખરાબ હાલતમાં તેની આંખો કાઢી લેવામાં આવી હતી શરીર પર નખથી પાડેલા ઉઝરડા અને આખા શરીર પર પાડેલા હોલ આખું શરીર લોહીલુહાણ અને આંતરડા કાઢી લેવામાં આવ્યા હતા અને માંસ બહાર લટકતું હતું.

સર તમને નથી લાગતું કે વાતાવરણ બે દિવસથી કંઈંક બદલ્યું છે પવનની દિશા બદલાઈ છે કંઈક વિચિત્ર છે જે ખબર નથી આપણી સાથે કોઈકના હોવાની અનુભવ.

આબિદની વાત સાંંભળીને ઠંડા વાતાવરણમાં પરસેવો વળી ગયો તે ગભરાઈ ગયો.હોલમાં એકદમ શાંતિ છવાઈ ગઈ.

અાબિદે મૌન તોડ્યું ચાલો સર હું નીકળું છું મારે હજુ તે જગ્યાએ જવાનું છે.

અબ્દુલ હજી વિચારમાં હતો તેથી તેને કશું સાંભળ્યું નહી અને આબિદ ત્યાંથી નીકળી ગયો.

હવે વરસાદ બંધ પડી ગયો હતો આબિદ ધીરે ધીરે રસ્તા પર આગળ જતો હતો વરસાદ પછી વાતાવરણ એકદમ ઠંડુ હતું આબિદના મનમાં તે બધી વાતો ફરતી હતી હતી અને ઉપરથી તે લાશ જોઈને ડરી ગયો હતો.

હવે તે તે જગ્યાએ પહોચી ગયો હતો જ્યાં દિવસે જોરથી કામ થતું હતું અને અત્યારે અેકદમ શાંતી અને અંધકાર હતો.

કોઈકવાર વધારે પડતી શાંતી માણસને ડરાવે છે.તેને પોતાની ટોર્ચ ચાલું કરી અને બધી જગ્યાએ જોવા લાગ્યો તત્યાં એટલી શાંતી હતી કે તે તેના ધબકારા સાંભળી શકતો હતો.

અચાનક ક્યાંકથી લોખંડ પડવાનો અવાજ આવ્યો તે ગભરાઈને તે તરફ જોયું કોઈ હતું નહી.તે આગળ ચાલવા લાગ્યો.ચાલતા ચાલતા તેને કોઈકના કણસવાનો અવાજ સંભળાયો.

તે ધીમે ધીમે આગળ વધ્યો,તો તેને કોઇક જમીન પર પડેલ દેખાયું તેને તરત તે જગ્યાએ ટોર્ચકરી તો લોહી લુહાણ હાલતમાં કોઈક પડેલું હતું.તે તેની પાસે પહોચ્યો અને તેને ચેહેરો જોયો તો તેની આંખો ફાંટી ગઈ તેના હ્ર્દયના ધબકારા એકદમ વધી ગયા તેનું શરીર ઠંડુ પડવા લાગ્યું.

જે શરીર અને ચેહરો જોયો તો બીજાનો નહી તેનું પોતાનું જ શરીર હતું.થોડી વારમાં તે શરીરના ટુકડે ટુકડા થઈ ગયા.

આબિદ આ બધું જોઈને જંગલ તરફ ભાગ્યો.જંગલ બહુ લાંબુ હતું નહી પરંતુ તે ખતમ જ નહોતુ થતું.

આખરે તે થાકીને ઝાડ પર પોતાનો હાથનો પંજો મૂકી ઊભે રહ્યો.અચાનક તેને એક કોલ આવ્યો તેને કોલ રીસીવ કર્યો.સામેથી અવાજ આવ્યો...

તું અહી આવી તો ગયો છે પરંતુ તું અહીથી જીવતો જઈ નહી શકે તારી પણ હાલત બીજા લોકો જેવી જ થશે.

આટલું કહી સામેથી જોરથી હસવાનો અવાજ આવ્યો.અાબિદ વધારે ગભરાઈ ગયો.તે ભાગવા જતો હતો ત્યાં તેને ખબર પડી કે તેને હાથ ઝાડ સાથે ચોંટી ગયો હતો.તે બહુ પ્રયાસ કર્યા પણ ન છૂટ્યો.થોડીવારે સામેથી કોઈકના ચાલવાનો અવાજ આવ્યો.તેને જોયું તો કાળું હતો.

એકદમ સફેદ આંખો આખુ શરીર લોહીલુહાણ લાંબા નખ શરીર પર પડેલા હોલ અને ઉઝરડા.આ જોઈ આબિદે અત્યંત બળ વાપર્યુ તો તેના હાથના પંજાની ચામડી ઉખડી ઝાડ સાથે ચોંટી ગઈ અને હાથના હાડકાં સ્પષ્ટ દેખાવા લાગ્યાં.તેને પીડાને લીધે જોરથી રાડ પાડી.તેની આંખમાંથી આંસૂ નીકળી ગયાં.

તોપણ તે હિંમત કરી ભાગ્યો.

મે અહીં આવીને ખોટું કર્યુ મારે અબ્દુલસરને સાચી વાત કરવી પડશે આ જગ્યા બરોબર નથી.તેને ફોન કાઢી ફોન લગાવ્યો પણ લાગ્યો નહીં.

અંતે ભાગતા થાકીને ઊભો રહ્યો.તેને જોયું તો ત્યાં જ ઊભો હતો જ્યાંથી ભાગ્યો હતો.

અચાનક પીઠ પાછળથી પાઈપ માર્યો અને પેટની આગળથી નીકળી ગયો.તે પાછળ ફર્યો તો તે જ આત્માં તેણે નખથી આબિદના શરીર અનેક વાર કર્યા.

હવે વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો અને આબિદના શરીરમાંથી લોહી વહેતું હતું.અેક મોટા અવાજ સાથે આબિદની ચીસ જંગલમાં ખોવાઈ ગઈ.

અબ્દુલ તેના ઘરમાં ખુરશી પર બેઠો હતો.તે બધી થયેલ વાતો પર વિચાર કરતો હતો.બહારથી અચાનક કોઈએ દરવાજા પર દસ્તક દીધી.

તેને થયું આટલા વરસાદમાં કોણ હશે?

જઈને દરવાજો ખોલ્યો તો સ્તબ્ધ રહી ગયો.દરવાજા પર આબિદ લોહી લુહાણ હાલતમાં ઊભો હતો.તેની હાલત બહુ ખરાબ હતી.તેના શરીર પર કેટલાય ઊંડા ઘા હતા અને તેનં આખું શરીર લોહીથી લથપથ હતું.

આ દ્રશ્ય જોઈ અબ્દુલ ગભરાઈ ગયો.આઆ....બિદ તને આ શું થયું?કેવી રીતે થઈ તારી આ હાલત કોણે કરી?તું આરામ કર હું First Aid Box લઈ આવું છું.

સર તે જગ્યા બહુ ખૌફનાક છે,તે જગ્યા પર કોઈ માણસ રહી શકશે નહી જો ત્યાં હોટલ બનશે તો ત્યાં કેટલાય લોકોનો જીવ જશે

આ સાંભળી અબ્દુલ ઊભો રહી ગયો તે આ વાત કોઈને કરી છે?

ના સર હું સીધો તમારી પાસે આવ્યો છું.

સારું થયું તું અહીયાં આવ્યો અને આ વાત કોઈને ન કરી કારણ કે આ વાત કહેવા હવે તું જીવતો નહી રહે.એમ કહી અબ્દુલે આબિદ પર ગોળી ચલાવી.

તે ગોળી અબ્દુલના ખભાને અડી નીકળી ગઈ.તેને અબ્દુલને ધક્કો મારી બંગલેથી ભાગી ગયો.અબ્દુલ અને તેનો નોકર તેની પાછળ ભાગ્યા.

આબિદ ભાગતા ભાગતા જંગલ પહોંચી ગયો અને તે ઝાડ પાછળ સંતાઈ ગયો.

આબિદ ક્યાં છેે તું.તું આજે જીવતો નહી રહે.

આબિદ ઝાડ પાછળથી બીજી તરફ ભાગ્યો અબ્દુલ પણ તેની પાછળ ભાગ્યો.

આબિદ ભાગતા ભાગતા થાકી ગયો હતો અને તેના શરીરમાંથી લોહી વહે જતું હતું.આખરે તે ઝરણા પાસે પહોંચી ગયો.

હવે ભાગીને ક્યાં સુધી જઈંશ તું?

સર મને નહોંતી ખબર કે તમે આ કામ કરી શકો છો?

મારે આ કામ કરવું નથી પણ જો તને જીવતો રાખ્યો તો તું બધાને સાચી વાત કરી દઈશને કરોડો રૂપિયા હાથથી જતા રહેશે.

સર તમે જે હોટલ બનાવવા માટે જીવ લેવા તૈયાર છો તે જ હોટલ તમારા મોતનું કારણ બનશે.

તું ગમે તે કહે આબિદ તે જગ્યાએ હોટલ તો બનશે જ.

અબ્દુલે આબિદને ગોળી મારી.ગોળી વાગવાથી તેના શરીરનું સંતુલન રહ્યું નહી અને તે ઝરણામાં પડી ગયો.અબ્દુલે તેના નોકરને પણ ગોળી મારી ઝરણામાં નાખી દીધો.

ક્રમશ:

આગળ આવતા ક્રમાંકે.......

તો મિત્રો મને કહેજો કે તમને આ ભાગ કેવો લાગ્યો.