પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-4 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-4

રઘુવીર એક બાજુ શાંતિ થી બેઠા .. પાણી પીધું..

અદિતિ ધીમેક થી એમની પાસે આવીને બેઠી. અને બોલી ... તમે આટલા રઘવાયા કેમ થઈ ગયા ...તમે કેવી રીતે પૃથ્વી ને ઓળખો છો ..અને એ પાછા આવી ગયા એનો મતલબ શું ?

રઘુવીર અદિતિ ની સામે જોઈ રહ્યા પછી બોલ્યા “ મને ખબર નથી કે મારી વાત તું માનીશ કે નહીં પણ હું હવે જે કહીશ એ મારા જીવન નું અટલ સત્ય અને એકમાત્ર લક્ષ્ય છે” .

અદિતિ : હું તમારી બધી વાત માનીશ ... સત્ય જાણવા તો અહી સુધી આવી છું.

રઘુવીર : તો સાંભળ... હું માત્ર પ્રોફેસર નથી ... મારી હકીકત અલગ છે ..હું આ જંગલ નો રક્ષક છું .. તને એમ થશે કે આ જંગલ ને રક્ષા ની શું જરૂર છે .. પણ જેમ કે આજે મે તમને બધા ને આજે કહ્યું હતું કે આ જંગલ કેટલાય અદ્ભુત શક્તિશાળી જીવો એટ્લે એક supernatural creatures થી ભરેલા છે .. એ વાત અફવા નહીં .તદ્દન હકીકત છે . અમારા પૂર્વજ હજારો વર્ષો થી આવા દરિન્દાઓ નો શિકાર કરતાં આવ્યા છે અને સામાન્ય લોકો ને આ જીવો ના આતંક થી બચાવતા આવ્યા છીએ. હું પણ અમારા પૂર્વજ ની જેમ એક શિકારી જ છું . મારા પિતાજી ખૂબ મોટા શિકારી હતા ,જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતાજી અને એમના કબિલા એ આ રાક્ષસો ને જંગલો માં ખદેડી દીધા હતા. પણ... અંત માં જ્યારે ખાલી મુઠ્ઠીભર દાનવો જ વધ્યા હતા ત્યારે એમાં ના એક અત્યંત બુદ્ધિશાળી દાનવે મારા પિતાજી ની બાતમી મેળવી લીધી અને એમની હત્યા કરી દીધી. .. એ દાનવો બીજા કોઈ નહીં પણ પૃથ્વી નો પરિવાર જ છે ... હા એ સત્ય છે પૃથ્વી ....એક પિશાચ છે . એ એક vampire છે.

આટલું સાંભળતા જ અદિતિ હબક થઈ ગઈ .

રઘુવીર : અમારા આખા કબિલા ને એ લોકો એ નષ્ટ કરી નાખ્યું સદનસીબે હું બચી ગયો. પરંતુ એ ઘટના બાદ એ લોકો આ જંગલ માં કોઈ દિવસ દેખાયા નહીં . હું વર્ષો થી એમને જંગલ ના દરેક ખૂણા માં શોધું છું . મારો બદલો અધૂરો છે ..જ્યાં સુધી આ જંગલો ને દાનવો થી મુક્ત નહીં કરી દવ ત્યાં સુધી મને ચેન નહીં મળે. મારા કબિલા નો હું એક માત્ર હયાત સદસ્ય છું અને આ હથિયારો જે તને ચારે બાજુ દેખાય છે એનો એક માત્ર વારસદાર છું. આ કોઈ સામાન્ય હથિયાર નથી એને ખાસ કરીને આ પિશાચો અને એના જેવા બીજા જીવો ને ખતમ કરવા માટે બનાવેલા છે.આ vampire ને કોઈ સામાન્ય બંદૂક ની ગોળી કે તલવાર મારી શકે એમ નથી એમને નષ્ટ કરવા માટે ખાસ વસ્તુ ઓની જરૂર હોય છે.

આ બધુ સાંભળ્યા પછી અદિતિ ખૂબ જ અસમંજસ ની પરિસ્થિતી માં હતી .

રઘુવીર : આ રહસ્ય વર્ષો થી મારા અંદર છુપાયેલું હતું ,અને આજ સુધી મારા ઘર માં મે કોઈ ને પ્રવેશ કરવા દીધો નથી તું પ્રથમ છે પણ હું તારા પર વિશ્વાસ કરી શકું છું . હવે તું પણ એ દાનવો ના સંપર્ક માં છે તો તારે એના થી સાવચેત રેહવાની જરૂર છે .જ્યાં સુધી હું પૃથ્વી ને સદાય માટે ખત્મ ના કરી નાખું ત્યાં સુધી તારે ખૂબ સાવચેત રહવું પડશે .પૃથ્વી અત્યંત શક્તિશાળી અને ચાલક છે. એ લોકો ના મન ની વાત વાંચી જાય છે,તારા સામે આવતા જ એને બધી જ જાણ થઈ જશે અને તારા જીવ ને જોખમ થશે .

એટલું બોલી રઘુવીર ઊભા થયા અને એમના ગળા માંથી એક જૂની માળા આપી અને અદિતિ ને આપી અને કહ્યું “આ માળા પહરી લે બેટા .. અને કઈ પણ થાય આ માળા ઉતારતી નહીં .. આ માળા સદાય તારી એ દાનવો ની શક્તિ થી તારી રક્ષા કરશે અને પૃથ્વી તારા મન ની વાત વાંચી શકશે નહીં”.

અદિતિ : ના ... હું આ ના લઈ શકું.. આ તમારી રક્ષા કરે છે ..તમે મને આપી દેશો તો તમારી રક્ષા કેવી રીતે થશે.

રઘુવીર : તું મારી ચિંતા ના કર બેટા .. આખી ઉમર નીકળી ગઈ આ પિશાચો ને મારતા .મને એમને મારવાની તાલીમ મળેલી છે. તારે એની વધારે જરૂર છે ..તારી જાન મારા કરતાં વધારે કીમતી છે. .. એટલું કહી એમને દીવાલ પર લટકેલા શસ્ત્રો માથી એક પ્રાચીન ચાંદી ના વરખ વાળું ખંજર આપ્યું.અને કીધું “ આ ખંજર પણ રાખ તારી જોડે જ્યારે પણ તને એવું લાગે કે કોઈ પિશાચ તારા પર હાવી થઈ રહ્યો છે આ ખંજર એના હદય માં આરપાર ઉતારી દેજે તરત એ પિશાચ આ શ્રાપિત જિંદગી થી મુક્ત થઈ જશે.

અદિતિ એ ઘણી આના કની કરી પણ રઘુવીર ના આગ્રહ સામે એ કહી બોલી શકી નહીં . ત્યારબાદ રઘુવીર એને હોસ્ટેલ પર છોડી આવ્યા.

રઘુવીર : અદિતિ .તને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજે . અને સાચવીને રહેજે .

એટલું કહી ને નીકળી ગયા.

અદિતિ પણ એની હોસ્ટેલ માં જતી રહી .

પણ એ બંને ને ખ્યાલ નહોતો કે હોસ્ટેલ પાસે જંગલ માં અંધારા માં ઊભો ઊભો પૃથ્વી બધુ જોઈ રહ્યો હતો .

પૃથ્વી(મનમાં ) : અદિતિ આ શિકારી જોડે શું કરતી હતી ? શું એને બધી જાણ થઈ ગઈ હશે ?મારે હકીકત જાણવી પડશે.

(થોડી વાર પછી)

પૃથ્વી પવન વેગે બારી માથી કૂદી ને અદિતિ ના રૂમ માં પહોચી ગયો. અદિતિ શાંતિ થી સૂતી હતી પૃથ્વી એકદમ એની નજીક આવી ગયો અને અદિતિ ની પાસે બેસી ગયો અને અદિતિ ને સ્પર્શ કરવા ગયો તો અચાનક એને જોરદાર જટ્કો લાગ્યો. જટ્કા થી અદિતિ ની આંખો તરત ખૂલી ગઈ. એ પલવાર માં ઊભી થઈ ગઈ પણ જોયું તો આજુબાજુ કોઈ નહોતું ખાલી બારી પાસે પડદો હલતો હતો એને સંદેહ થયો કે એની પાસે કોઈક હતું એ દોડતી બારી બાજુ ગઈ પણ દૂર દૂર સુધી કોઈ દેખાતું નહોતું

અદિતિ : (મનમાં) શું સાચે કોઈ અહી હતું કે એ ફક્ત મારો વહેમ છે . ?

પૃથ્વી જંગલો વચ્ચે ભાગતો હતો અને ભાગતા ભાગતા રોકાઈ ગયો ..એ થોડો બેબાકળો બની ગયો હતો. એટલામાં કોઈ એના ખભા પર હાથ મૂક્યો . પૃથ્વીએ પાછળ વાળીને જોયું તો એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એના પિતા વીરસિંઘ રાઠોર હતા.એમને પૃથ્વી નો હાથ પકડ્યો અને જોયું તો એનો હાથ કાળો પડી ગયો હતો. તેઓએ પૃથ્વી ને પૂછ્યું “આ કઈ રીતે થયું ?”.

પૃથ્વી પણ અસમંજસ માં હતો. “ મને પણ ચોક્કસ ખબર નહીં પણ આજે અદિતિ ના મન માં પ્રવેશ કરવા એનો હાથ પકડી જોયું તો અચાનક જટ્કો લાગ્યો અને હાથ કાળો પડી ગયો.

વીરસિંઘ એ તરત હાથ છોડી દીધો અને પૃથ્વી પર ગુસ્સે ભરાયા “ તને કેટલીયે વાર કીધું છે કે આપણે માનવ નથી આપણે એ લોકો થી દૂર રહવું પડે . તને હજારો વખત ના પાડવા છતાં છેલ્લા 23 વર્ષ થી તું એ છોકરી ના પાછળ સતત કેમ રહે છે ? એવું તો એ છોકરી માં શું છે જે મારા કાબિલ યોધ્ધા ને આટલો વિચલિત કરે છે . એ છોકરી ફક્ત તારા માટે તારા વિનાશ નું કારણ છે . એ તને અમારા થી દૂર લઈ જઈ રહી છે, હજૂ પણ સમય છે.. આ પેલા શિકારી નો ઇલાકો છે આપણે લોકો અહી પ્રવેશ નહીં કરી ના કરી શકીએ.”

પૃથ્વી : એ શિકારી ... આજે મે એને અદિતિ સાથે જોયો હતો . બસ એજ જાણવા માટે હું અદિતિ પાસે ગયો હતો.

વીરસિંઘ : એનો મતલબ ... એ છોકરી આપના વિષે બધુ જાણે છે .. અને એ શિકારી એ જ એ છોકરી ને રક્ષા કવચ આપ્યું છે .એ રક્ષા કવચ ખૂબ શક્તિશાળી છે પૃથ્વી .એ તારો જીવ પણ લઈ શકે છે. હવે એના નજીક પણ જવું તારા માટે જીવલેણ સાબિત થશે. અને હવે એ શિકારી જાણી ગયો છે કે આપણો પરિવાર અહી આવી ચૂકયો છે એટ્લે મે નિર્ણય લીધો છે આજે જ આપણે લોકો અહી થી એટલા દૂર જતાં રહીશું કે એ શિકારી શોધી ના શકે .

પૃથ્વી : બિલકુલ નહીં .. હું અદિતિ ને છોડીને ક્યાય નહીં જાવ , તમે શિકારી થી ડરતા હોવ તો બાકીના લોકો ને લઈને જઈ શકો છો.

વીરસિંઘ : તું પાગલ થઈ ચૂક્યો છે . તું ભૂલે છે કે એ શિકારી અમારા નહીં તારા પાછળ છે એ તારા જીવ નો દુશ્મન છે .કારણ કે એ એવું સમજે છે કે એના પરિવાર નો ખાતમો તે કર્યો છે .

પૃથ્વી : પણ એ અસત્ય છે , મે એમાં થી કોઈ ને માર્યા નથી . એતો આપણાં દુશ્મનો એ જાનવરો ની ચાલ હતી .એ શિકારી નથી જાણતો કે એના પિતા અને આપણાં વચ્ચે સમજૂતી થઈ હતી કે આપણે લોકો આપના પ્રદેશ માં રહીશું અને માનવ હત્યા નહીં કરીએ . તો પછી એમને મારવાનો તો પ્રશ્ન જ નહોતો. પણ એ જાનવરો એ જાની જોઈને એવી પરિસ્થિતી ઉત્પન્ન કરી કે એ શિકારી ને એવું લાગ્યું કે મે એમની હત્યા કરી છે પરંતુ હું તો એમના પરિવાર ને બચાવવા માંગતો હતો. મે ઘણી વાર એને સમજાવવા નો પ્રયત્ન કર્યો પણ એ બદલા ની આગ માં આંધળો બનેલો છે.

વીરસિંઘ : અને એ માનશે પણ નહીં .એટ્લે બધા નું હિત એમાં જ છે કે આપણે આ જંગલ છોડી દઈએ .

પૃથ્વી : તમે જાણો છો અદિતિ મારી જિંદગી છે .અદિતિ વિના પૃથ્વી અધૂરો છે હું આ જીવન નો ત્યાગ કરીશ પણ એને એકલી મૂકીને જવાનો તો પ્રશ્ન જ ઉદ્ભ્વ્તો નથી.

વીરસિંઘ : એ ના ભૂલીશ કે એ છોકરી મનુષ્ય છે અને તું લોહી પીને જીવતો એક રાક્ષસ છે. અને એવું તો એ છોકરી એ શું જાદુ કર્યું છે તારા પર કે એના માટે તું તારા પરિવાર ને છોડવા પણ તૈયાર છે.

પૃથ્વી : સમય આવતા એ પણ બતાવીશ કે અદિતિ મારા માટે શું મહત્વ ધરાવે છે.

વીરસિંઘ : તારી કિસ્મત હવે તારા હાથ માં છે પૃથ્વી ..એટલું કહીને વીરસિંઘે પૃથ્વી નો હાથ પકડ્યો અને એના પર ધીમેક થી ફૂંક મારી .પૃથ્વી ના ઘા રૂજાઈ ગયા અને એનો કાળો હાથ પુનઃ જેવો હતો એવો થઈ ગયો.વીરસિંઘ જંગલ ના અંધકાર માં ધુમાડા ની જેમ ગાયબ થઈ ગયા.

પૃથ્વી પુનઃ અદિતિ ની હોસ્ટેલ પાસે જંગલ માં ગયો અને અદિતિ ની બારી ની સામે જંગલ માં એવી રીતે ઊભો હતો કે એને કોઈ જોઈ શકે નહીં.અદિતિ આવીને બારી પાસે ઊભી રહી એ જંગલ સામે જોઈ રહી હતી એને પૃથ્વી નો આભાસ નહોતો.

પૃથ્વી : (મનમાં) કઈ પણ થાય અદિતિ હું તને છોડી ને ક્યાય નહીં જાવ એ વચન છે મારૂ.તું મને ગમે એટલી નફરત કરે પણ તું તારા પૃથ્વી ને ભૂલી ચૂકી છે, તને યાદ પણ કઈ રીતે હોય મે મારા હાથે જ આપણી સંપૂર્ણ યાદો સદાય માટે તારા શરીર માં થી મિટાવી દીધી છે. જ્યારે તને ખબર પડશે આપણો સાથ જન્મો જન્મ નો છે ત્યા સુધી કદાચ તારો પૃથ્વી જીવિત નહિ હોય. અત્યારે શિકારી ની વાતો સાંભળી તને મારા પર નફરત હશે . અને આ નફરત હું સહન નહીં કરી શકું પણ સત્ય તને કહી પણ નહીં શકુ, શું કરું ? મજબૂર છું.હું તને હકીકત જણાવીશ તો તું મારા થી દૂર નહીં રહી શકે અને આપના દુશ્મનો ને જાણ થઈ ગઈ તો એ તને નુકશાન પહોચાડશે.એ તારી શોધ માં ભટકીરહ્યા છે . મારે તારી એમના થી રક્ષા કરવી પડશે . આ બધા માટે હું જ જવાબદાર છું, એ લોકો ને તારા સુધી પહોચવા માટે પેહલા પૃથ્વીસિંઘ રાઠોર નો સામનો કરવો પડશે.પણ મારે તને સાવચેત તો કરવી પડશે હવે ખતરો વધતો જાય છે.

પૃથ્વી બારી સામે જ જોઈ રહ્યો હતો .એમ કરતાં સવાર પડી. સવાર પડતાં પૃથ્વી ગાયબ થઈ ગયો.

અદિતિ પલંગ પર ઊંઘી હતી .વિદ્યા એ આવીને અદિતિ ને ઉઠાડી “ ઉઠ ઓય . નહિતો પ્રોફેસર રૂમ પર લેવા આવશે.. અને તારો પૃથ્વીસિંઘ તારી રાહ જોતો હશે” .

અદિતિ: please . મારે એની વાત નથી કરવી.

વિદ્યા : ok .મારે કોઇની personal life માં નથી પડવું હું જાવ છું કોલેજ તું તૈયાર થઈ ને આવી જજે.

અદિતિ :ok

બધા કોલેજ માં ભેગા થયા. પૃથ્વી પણ કોલેજ પહોચી ચૂક્યો હતો. એ બધા થી દૂર બેઠો હતો .અદિતિ આવીને બધા મિત્રો વચ્ચે બેઠી . પૃથ્વી એને દૂર થી જોઈ રહ્યો હતો. વિદ્યા ની નજર પડી.

વિદ્યા એ અદિતિ ને કોની મારી ને કીધું “ તારો આશિક .એકટશે તારી સામે જોઈ રહ્યો છે.એને મળી આવ અંહી તો બિચારો નાસ્તો નહીં કરે”.

અદિતિ એ વિદ્યા ને ચીમટી ભરી અને ગુસ્સા માં પૃથ્વી તરફ ધસી ગઈ.

પૃથ્વી પાસે જઈને ગુસ્સા માં બોલી “ તારો પ્રોબ્લેમ શું છે ?મારા આગળ પાછળ ફર્યા સિવાય તારે બીજું કઈ કામ નથી.?”

પૃથ્વી : તને ખોટો વહેમ છે કે લોકો તારી સામે જોવે છે , madam સપના ની દુનિયા માં થી બહાર આવો. અને પોતાની જાત ને આટલું importance આપવાની કોઈ જરૂર નથી. કદાચ હું આખો દિવસ નવરો હોવ તો પણ મારી કીમતી 2 સેકંડ તને જોવામાં બરબાદ ના કરુ.

અદિતિ ને પૃથ્વી ની વાતો નું ખૂબ દુખ લાગ્યું પૃથ્વી ને પણ આઘાત લાગ્યો પણ એ મજબૂર હતો.

અદિતિ નો ગુસ્સો વધ્યો “મારા સામે બહુ ચાલાકી કરવાની જરૂર નથી હું સારી રીતે જાણું છું કોણ છે તું ? શુ છે તું ? ખૂની .” એટલું બોલતા અચાનક અટકી ગઈ અને યાદ આવ્યું કે ભૂલ થી બોલાઈ ગયું.

પૃથ્વી ને વાત નો અંદાજ આવી ગયો કે અદિતિ બધુ જાણે છે “ શું કેવા માગે છે તું ?શું ખૂની ?”

અદિતિ : કઈ નહીં

એટલું બોલીને બીક માં જંગલ તરફ જવા લાગી . પૃથ્વી ની નજર પડી

પૃથ્વી (મનમાં )આને કેટલી વાર કીધું છે કે જંગલ તરફ ના જઈશ પણ પેહલા ની જેમ જિદ્દી છે કોઈ વાત માનવા તૈયાર નથી.

પૃથ્વી એ અદિતિ ને પાછી લાવવા માટે એનો જંગલ માં પીછો કર્યો.

અદિતિ ને લાગ્યૂ કે પૃથ્વી એ એના પર હુમલો કરી દીધો છે એટ્લે એ ભગવા લાગી, પણ પૃથ્વી ની speed ને પહોચી ના શકી ,પૃથ્વી પલભર માં પહોચી ગયો.

એને આગળ જોઈ અદિતિ ડરી ગઈ “તું મારા થી દૂર રે....”

પૃથ્વી : અદિતિ મારા થી ડરવાની જરૂર નથી .હું ખાલી તને જંગલ માથી પાછી લઈ જવા માટે આવ્યો છું

અદિતિ : તું દૂર રે .... મ. મ.. મારા થી.... મ. ...મ.. ને ખબર છ ... છે તું શું છે?

પૃથ્વી : શું ખબર છે તને ?

અદિતિ : એ જ કે તું માણસ નથી એક ... એક .. vampire છે .

પૃથ્વી ની આંખો પહોળી થઈ ગઈ .

અદિતિ : પણ તું મારૂ કશ એ બગડી નહીં શકે

એટલું કહી અદિતિ એ એની બેગ માં થી ખંજર કાઢ્યું

પૃથ્વી ખંજર જોઈ ડરી ગયો .

પૃથ્વી : જો અદિતિ તને કોઈ Misunderstanding થાય છે , હું તને મારવા નથી આવ્યો તને બચાવવા આવ્યો છું .

અદિતિ : તું અને બચાવવા ? તું રાક્ષસ છે હત્યારો છે . હું બધુ જાણું છું .

પૃથ્વી : તને પૂરી વાત ખબર નથી . તને કઈ યાદ નથી એટ્લે તું આવી હરકતો કરે છે. યાદ કર મારૂ નામ પૃથ્વી જે તારા કાનો માં ગુંજતું હતું આ જંગલ તને આકર્ષે છે , તું મારા થી દૂર રહી શકતી નથી એ તું પણ જાણે છે. હું તને બધુ શાંતિ થી સમજવું છું પણ આ ખંજર તું મને આપી દે.

પૃથ્વી ખંજર લેવા અદિતિ ની નજીક ગયો. પણ બીક માં અદિતિ એ ભૂલ થી ખંજર પૃથ્વી ની છાતી માં ઉતારી દીધું .

પૃથ્વી ના છાતી માં ખંજર ઘૂસતા એને કરૂણ ચિત્કાર સાથે “નંદિની......” બૂમ પાડી.અને જમીન પર ઢળી પડ્યો એની આંખો મીંચાઇ ગઈ.

નંદિની સ્વર અદિતિ ના મન માં ગુંજવા લાગ્યો અને આખા જંગલ માં નંદિની ... નંદની અવાજ ચારે કોર ઘુમવા લાગ્યો.

અદિતિ ને અંધારા આવવા લાગ્યા એને પૃથ્વી અને એના જૂના સંસ્મરણો ની જાંખી થઈ અને ફક્ત પૃથ્વી નો અવાજ એના કાન માં ગુંજતો રહ્યો , એના કાન માં પૃથ્વી ના સંવાદ સપના રૂપે ગુંજવા લાગ્યા.. અદિતિ ને એના જ હસવા નો અવાજ આવવા લાગ્યો.પૃથ્વી અને નંદિની ને કોઈ અલગ નહીં કરી શકે . એને ચારેય કોર બધુ ફરવા લાગ્યું. અને એ પણ પૃથ્વી ની બાજુ માં ઢળી પડી.

શું છે નંદિની અને પૃથ્વી ની કહાની ? કોણ છે પૃથ્વી અને નંદિની ના દુશ્મનો ? પૃથ્વી શા માટે અદિતિ ની રક્ષા કરી રહ્યો હતો ?

જાણવા માટે

વધુ આવતા ભાગે ...