KING - POWER OF EMPIRE - 6 A K દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

KING - POWER OF EMPIRE - 6

(આગળ નાં ભાગમાં જોયું કે ન્યૂઝપેપર માં M.K.INDUSTRY ના શેર ના ભાવ ખૂબ નીચે જતાં રહ્યાં પણ આ ન્યૂઝ તેનાં માટે ખૂબ લાભદાયી હતા, બીજી તરફ પ્રીતિ શૌર્ય ની નજીક જવાં જયેશ સાથે દોસ્તી કરે છે અને શૌર્ય તેને ઈગ્નોર કરે છે આ વાત થી પ્રીતિ ખૂબ ગુસ્સે થાય છે આ બાજુ મુંબઈ એરપોર્ટ પર એક વ્યક્તિ નું આગમન થાય છે જે હવે આ સ્ટોરીમાં એક નવો વળાંક લઇ ને આવી રહ્યો છે) 

શૌર્ય એ બધાં જ લેકચર મા પ્રીતિ ને ઈગ્નોર કરી આ બાજુ પ્રીતિ વારંવાર તેની સામે જોવે છે પણ કોઈ રિસ્પોન્સ ન મળતાં તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જાય છે પણ કોણ જાણે દિલથી એ શૌર્ય પર ગુસ્સે થઈ શકતી ન હતી એનું કારણ તેને ખબર હતી પણ એ આ બાબતે શ્યોર ન હતી, કૉલેજ પૂરી થતાં શૌર્ય નિકળી ગયો જયેશ પણ જતો રહ્યો, અક્ષય અને શ્રેયા પણ જતાં રહ્યાં હવે બાકી રહી પ્રીતિ એ હતી ગુસ્સામાં એટલે ફૂલ સ્પીડ એ તેણે કાર જતી કરી દીધી જયારે તે ગુસ્સે થાય ત્યારે ગાડી પર તેનો કાબુ ન હતો. 

થોડે દૂર જતાં જ ચાર રસ્તા આવ્યા પ્રીતિ એ સ્પીડ ઓછી ન કરી અને ગાડી ને જવા દીધી જેવી તે ત્યાં પહોંચી સાઈડ માંથી એક કાર આવી અને પ્રીતિ ની કાર સાથે તેની ટક્કર થઈ ગઈ સમય રહેતાં પ્રીતિ એ ગાડી પર કાબૂ મેળવી લીધો અને બેક્ર લગાવી દીધી પહેલી ગાડી પણ સમયસર રોકી લીધી, તે ગાડી માંથી ડાઈવર નીચે ઉતર્યા અને તે પ્રીતિ પાસે પહોંચી ને તેને ગુસ્સામાં બોલવા લાગ્યો બીજી તરફ પ્રીતિ પણ ગુસ્સામાં હતી એ પણ ડાઈવર ને જેમતેમ બોલવા લાગી ,ભૂલ પ્રીતિ ની હતી છતાં તે ડાઈવર ની ભૂલ કાઢવા લાગી , પેલી ગાડીમાંથી પાછળ ની સીટ પરથી એક વ્યક્તિ નીચે ઉતર્યા તે બીજું કોઈ નહીં પણ એરપોર્ટ ઉપર આવેલ લંડન વાળી વ્યક્તિ હતી, જયાં પ્રીતિ ઝઘડો કરી રહી હતી તે ત્યાં પહોંચી ગયો, તેને જોઈને ડાઈવર વધુ ઉંચા અવાજે બોલવા લાગ્યો જેથી માલિક ને સારું લાગે પણ તે વ્યક્તિ ડાઈવર પાસે આવી ને તેને એક લાફો મારી દીધો.

પ્રીતિ આ જોતી રહી તે કંઈ સમજે એ પહેલાં જ પેલાં વ્યક્તિ એ બીજો એક લાફો મારી દીધો.

“ઔકાત થી વધારે વાત ન કરવી જોઈએ ” પેલાં વ્યક્તિ એ ગુસ્સામાં ડાઈવર ને કહ્યું 

“સોરી સર, પણ ભૂલ મારી ન હતી ” ડાઈવર નીચે જોઈ ને બોલી ગયો 

“તો તારું કહેવું છે કે ભૂલ મારી દીકરી ની છે ” પેલાં વ્યક્તિ એ પ્રીતિ સામે ઈશારો કરતાં કહ્યું 

“સર…રરર મને ખબર ન હતી કે આ.... ”ડાઈવર થોથરાતાં અવાજે બોલ્યો 

“પેલાં આની માફી માંગ અને તેની ગાડી લઈને ગેરેજ જા અને રીપેરીંગ કરાવી ને ઘરે પહોંચાડી દે ” પેલા વ્યક્તિ એ કડક અવાજ માં કહ્યુ 

“ઓકે સર ” ડાઈવર આટલું કહીને પ્રીતિ ની ગાડી લઈને ડાઈવર જતો રહ્યો 

પ્રીતિ કયારની પેલાં વ્યક્તિ ને જોઈ રહી હતી તે યાદ કરી રહી હતી આ વ્યક્તિ ને કયાં જોયો છે અચાનક જ તેને યાદ આવ્યું અને એ બોલી ઉઠી “મોટા પપ્પા તમે???? ” 

“હવે છેક યાદ આવ્યું ? બહુ મોટી થઈ ગઈ ” એમ કહીને તે વ્યક્તિ એ પ્રીતિ ને ગળે લગાડી. 

હકીકત માં એ વ્યક્તિ પ્રીતિ ના મોટા પપ્પા એટલે કે મોહનભાઈ ના મોટાભાઈ જગન્નાથ પટેલ ઉફૅ J.K. PATEL ,એ ઘણાં વર્ષોથી વિદેશ મા રહી રહ્યા હતા અને ત્યાં થી પોતાનો બિઝનેસ ચલાવી રહ્યાં હતા, આજે એ ફરી ઈન્ડિયા આવ્યા હતા અને ઘરે પહોંચતાં પહેલા જ પ્રીતિ સાથે મુલાકાત થઈ ગઈ. 

“સોરી બાપુજી આટલાં વર્ષો પછી તમને જોયા એટલે થોડો જ સમય લાગ્યો યાદ કરતાં ” પ્રીતિ એ ગળે લાગતા કહ્યું

“બસ લે હવે બાપુજી ને માખણ ન લગાવ ” તેમણે પ્રીતિ નો ગાલ ખેંચતાં કહ્યું

“ઓકે બાપુજી નહીં લગાવી પણ ઘરે કહેતાં નહીં કે મે કારનું.... ”
પ્રીતિ એ માસુમ થતાં કહ્યું

“ઓકે પણ હવે આગળ થી ધ્યાન રાખજે , ચાલ હવે ઘરે જઈએ ” તેણે પ્રીતિ ને ટપલી મારતાં કહ્યું
  
તે ગાડી મા બેસી ને પટેલ મેન્સન તરફ જતાં રહ્યાં, થોડી વાર મા તે ત્યાં પહોંચી ગયા બહાર નીકળી ને તે ઘર મા પ્રવેશ્યા, કાનજીભાઈ હૉલ મા બેસી ને કેટલીક ફાઈલ જોઈ રહ્યા હતા અને સુનિતા બહેન ઘર નો હિસાબ કરી રહ્યા હતા ત્યાં જ મોહનભાઈ ઉપરથી નીચે આવ્યા તેણે દરવાજા તરફ નજર નાખી તો પ્રીતિ કોઈ વ્યક્તિ સાથે આવી રહી હતી તેણે ધ્યાન પૂવૅક નજર કરી ત્યાં જ તેનાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું અને તે બોલી ઉઠ્યા “મોટાભાઈ.... ” બધાં ની નજર તે તરફ ફરી અને તેના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. 

મોહનભાઈ દોડી ને તેનાં મોટાભાઈ પાસે ગયા અને તેને ભેટી પડ્યા, જગન્નાથ પણ તેને ભેટી પડ્યા, તે કાનજીભાઈ ને પગે લાગ્યા અને પછી બધાં એકસાથે બેઠાં.

“બેટા તું અહીં અચાનક કેવી રીતે?? ” કાનજીભાઈ એ પૂછયું 

“બસ હવે પોતાની જન્મભૂમિ યાદ આવી એટલે રહેવાયું નહીં ” જગન્નાથ એ હસતાં હસતાં કહ્યુ 

“વાત સાચી મોટાભાઈ પણ તમારો બિઝનેસ....? ” મોહનભાઈ એ પૂછયું 

“હવે શું બિઝનેસ મોહનિયા એ તો હવે અહીં થી પણ ચલાવી જ લેશું બહુ પૈસા પૈસા કરયા હવે પરીવાર સાથે થોડું રહેવું છે ” જગન્નાથજી એ કહ્યું 

“એક વાત ન સમજાય તમે અને પ્રીતિ એકસાથે..? ” સુનિતા જી એ પૂછયું 

“અરે હવે કેટલાક સવાલો કરશો બિચારો હજી આવ્યો છે ચા-નાસ્તો કરાવો ” કાનજીભાઈ એ વચ્ચે બોલતાં કહ્યુ 

“હા આજે તો મોટાભાઈ ની પસંદ ની વાનગીઓ બનાવજે” મોહનભાઈ એ રસોયા ને સંબોધી ને કહ્યું 

પ્રીતિ ખુશ થઈ કારણ કે કોઈ ને અકસ્માત ની જાણ ન થઈ, પણ દિલનાં એક ખૂણામાં શૌર્ય એ તેને ઈગ્નોર કરી એનું દુઃખ હતું કારણ કે તે શૌર્ય પર વધારે સમય માટે ગુસ્સે ન રહી શકે. બધા લોકો જૂની વાતો વાગોળવા લાગ્યા 

બપોર ના 4 વાગ્યા હતા અને શૌર્ય બાલ્કની મા બેઠો બેઠો લેપટોપ મા પ્રીતિ ની ફેસબુક આઈડી મા તેનાં વિશે માહિતી મેળવી રહ્યો હતો એકતરફ તે પ્રીતિ ને ઈગ્નોર કરી રહ્યો હતો પણ બીજી બાજુ તે તેની નજીક જવાં તેની પસંદ નાપસંદ વિશે માહિતી મેળવી રહ્યો હતો, શૌર્ય એક યુવાન હતો આ ઉંમરે બધાં મા જોશ હોય છે કયાંક કરવાનો પણ શૌર્ય મા જોશ ની સાથે સમજદારી પણ હતી, તે છોકરીઓ પ્રત્યે કયારેય આકષૅયો ન હતો પણ પ્રીતિ સાથે રહેવાનું તેનું કારણ અલગ હતું પ્રીતિ એમ સમજતી કે જયેશ દ્વારા તે શૌર્ય સાથે મિત્રતા કરી પણ એ કોઈ ને ખબર ન હતી કે શૌર્ય એ જયેશ ને મોહરો બનાવી ને તેની સાથે મિત્રતા કરી હતી. 

અચાનક જ S.P. અને અર્જુન શૌર્ય ના રૂમમાં આવ્યા  પણ તેણે જોયું કે રૂમમાં કોઈ ન હતું, અર્જુન ની નજર બાલ્કની મા પડી ત્યાં તેણે શૌર્ય ને જોયો કારણ કે રૂમ અને બાલ્કની વચ્ચે પારદર્શક કાચની દિવાલ હતી, તે બનેં ત્યાં ગયા, શૌર્ય એ તે બને ને જોયા એટલે લેપટોપ બંધ કરી ને બાજુમાં મૂકયું. 

“સર તમારી વાત સાચી હતી ” S.P. એ કહ્યું 

“મતલબ માહિતી સાચી હતી ” શૌર્ય એ તેની સામે જોઈ ને કહ્યું 

“હા સર શહેર થી 20 કિ.મી. દૂર એક ખંડેર જેવી જગ્યા છે અને સર એવી માહિતી પણ મળી છે કે આજ સવારે જ ત્યાં બે કન્ટેનર આવ્યા છે એક મા ગેરકાયદેસર હથિયાર અને બીજા મા.... ” અર્જુન બોલ્યો 

‘બીજા મા શું છે? ’ શૌર્ય એ ખુરશી માંથી ઉભા થતાં કહ્યું 

“સર બીજા મા ડ્રગ્સ છે ” S.P. એ કહ્યું 

“ઠીક છે હું ત્યાં જઈ ” શૌર્ય એ કહ્યું 

“સર એ તમારાં માટે સુરક્ષિત નથી અને ઉપર થી એ માહિતી પણ મળી છે કે એ માલ કોઈ માફિયા નો છે અને એ જગ્યા પર હુસેન છે જે આ માલ ની ડિલ કરવાનો છે ” S.P. એ કહ્યું 

“હુસેન આ એજ છે ને જેના પર 20 મડૅર અને 50 રેપ કેસ દાખલ છે ” શૌર્ય એ કહ્યું 

“હા સર એટલાં માટે જ તમે ત્યાં ના જવા અમે બન્ને છીએ ને અમે આપણાં લોકો સાથે ત્યાં જઈશું ” અર્જુન એ કહ્યું 

“આજ સુધી તમે બધાં જ આ બધું સંભાળતા આવ્યા છો અને હજી પણ જો તમે જ કરશો તો લોકો ને એવું જ લાગશે હું મારી સેના ના જોરે જ આગળ આવું છું ” શૌર્ય એ કહ્યું 

“સર પણ..... ”  અર્જુન બોલવા જતો હતો ત્યાં જ શૌર્ય એ તેને અટકાવ્યો 

“તમારે મારી સાથે આવવું હોય તો ઠીક છે નહીં તો હું એકલો જાવ છું ” શૌર્ય એ કહ્યું 

“ઓકે સર હું બધાંને જાણ કરું છું ” S.P. એ ફોન બહાર કાઢતાં કહ્યું

“નહીં, આપણે ત્રણ જ ત્યાં જશું ” શૌર્ય એ કહ્યું 

“સર ત્યાં પચાસ થી વધારે લોકો હશે ” S.P. એ કહ્યું 

‘તમે કયારથી મોત થી ડરવા લાગ્યા ’ શૌર્ય એ S.P. પાસે જઈને કહ્યુ 

“ઓકે સર ” બન્ને એકસાથે બોલ્યા.

અડધી કલાક પછી તે ત્રણેય ઘરની બહાર નીકળ્યા ફરી થી તે જ બ્લેક ઓડી મા આગળ S.P. અને અર્જુન બેઠાં અને શૌર્ય પાછળ બેઠો, S.P. એ ગાડી શહેર ની બહાર હાંકી મૂકી, એક કલાક જેટલો સમય લાગ્યો તે લોકોને ત્યાં પહોંચતા, એ દરમિયાન શૌર્ય શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચી રહ્યો હતો અને આ તેની આદત હતી એ શા માટે કરે એ તો પાછળ થી ખબર પડશે 

ગાડી એક ખંડેર એવી આલીશાન જગ્યાએ આવી ને ઊભી રહી, હકીકતમાં મા બે વર્ષ પહેલાં તે એક આલીશાન સોસાયટી અને કલબ હતું પણ એક બોંબ બ્લાસ્ટ ને કારણે આજે તે ખંડેર થઈ ગયું હતું, તે ત્રણેય ગાડીમાંથી નીચે ઉતરી ગયા, ચારે તરફ નજર નાખી તો કેટલાક ઘર તૂટેલા હતા અને અમુક કાળાશ પડતાં હતા, શૌર્ય એ તે બન્ને સામે જોયું તેણે આગળ ની તરફ ઈશારો કર્યો અને તે ત્રણેય તે બાજુ સૂમસામ રસ્તા પર ચાલવા લાગ્યા.

પ્રીતિ નાં દિલમાં તો શૌર્ય માટે પ્રેમ ધીમે ધીમે પાંગરી રહ્યો હતો પણ શૌર્ય ના દિલમાં શું હતું એ તો કોઈ નથી જાણતું, ને હવે તે ત્રણેય એક એવી જગ્યાએ આવી પહોંચ્યા હતા જયાં હવે ડગલે ને પગલે મોત સાથે બાથ ભીડવાની હતી, આખરે શું થશે એ જગ્યા પર જાણવા માટે વાંચતા રહેજો  “KING - POWER OF EMPIRE ”

વહાલા વાચક મિત્રો ઘણાં ને એ જાણવા ની ઉત્સુકતા છે કે આખરે શૌર્ય કોણ છે તો હું એ કહેવા ઈચ્છું છું કે આગળ ના ભાગમાં બધું તો નહીં પણ તેનાં વિશે થોડુંક તમને જાણવા જરૂર મળશે , બીજી વાત એ કે ઘણાં વાંચક મિત્રો નો એવો પ્રત્યુત્તર આવ્યા છે કે હું નવલકથા ના બીજ ભાગ લાવવામાં સમય લગાવી રહ્યો છું પણ હું કહેવા માંગુ છું કે હું એક સ્ટુડન્ટ છું એટલા માટે મારે બન્ને માટે સમય ફાળવવો પડે છે પણ વચન આપું છું કે હવેથી જેમ બને તેમ હું જલ્દી લાવવા પ્રયત્ન કરી બસ આ નવલકથા વાંચતા રહો અને તમારો અભિપ્રાય અવશ્ય આપજો, તમારો પ્રેમ જ મારી હિંમત છે.