ડ્રેસિંગ ટેબલ ભાગ ૭ Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રેસિંગ ટેબલ ભાગ ૭

   રાજવીર ના એક મામા હતા. તે રાયપુર થી ઘણે દુર આવેલા સંભવપુર ગામ માં રહેતા હતા. તે બહુ સારા કારીગર હતા. લાકડા માંથી અદભૂત સુંદર વસ્તુ ઓ બનાવતા હતા. રાજવીર ને પણ નવી નવી વસ્તુઓ બનાવાનો ખુબ શોખ હતો. શમશેર તે જાણતો હતો. તેણે એક દિવસ રાજવીર ને કહૃાું," તારા મામા તને બહુ યાદ કરે છે. તેમને એક મદદનીશ ની જરૂર પણ છે. કાલે એમની ચિઠ્ઠી આવી હતી. હું વિચારુ છું કે તું એમની પાસે જા. તું સારો કારીગર પણ બનીશ અને તારા મામા ને મદદરૂપ પણ થઈશ."
         ૧૫ વર્ષ ના રાજવીર ને આ હવેલી ને ખાસ કરીને રૂપા ને છોડીને જવાની ઈચ્છા ન હતી.પણ તે પોતાના પિતા સામે કંઈ ન બોલી શક્યો.તેણે કહૃાું," જી પિતાજી, જેવી તમારી ઈચ્છા."
       રાજવીર રૂપા તરફ આકર્ષિત થઈ રહૃાો હતો.પણ તે જાણતો હતો કે બંને વરચે જમીન આસમાન નો અંતર છે. આથી જ તેણે પિતા ના નિણર્ય નો સ્વીકાર કરી લીધો. શમશેર બહુ ખુશ થઈ ગયો. તેણે રાજા માધવસિંહ ને પણ રાજવીર ના જવાની વાત કરી. રાજવીર એ રાજા ને પ્રણામ કર્યા ને રાજા માધવસિંહ એ તેને આગળ પ્રગતિ કરવાના આશિર્વાદ દીધા.ને તે સાથે કપડાં અને ભેટ સોગાદ પણ આપી.
           રાજવીર ભારે હૈયે જવાની તૈયારી કરી રહૃાો. જ્યારે રૂપા ને આ સમાચાર મળ્યા ત્યારે તે ગુસ્સે થઈને સાંજે રાજવીર ને મળવા પહોંચી ગઈ. ૧૨ વર્ષ ની રૂપા નું રૂપ પહેલાથી વધારે ખીલ્યું હતું. તે નાજુક નમણી કળી જેવી લાગતી હતી. તે ગુસ્સામાં રાજવીર પાસે આવી . તેને જોઈને રાજવીર સ્મિત કરતાં બોલ્યો," હું તારી જ રાહ જોતો હતો."
    રૂપા ગુસ્સામાં બોલી," તે મને કીધું પણ નહીં કે તુ જાય છે."
રાજવીર બોલ્યો," અચાનક પિતાજી એ મારું જવાનું નક્કી કર્યું. "
   રૂપા બોલી," તું ન જા ને ."
  રાજવીર બોલ્યો," તને ખબર છે ને મને અલગ અલગ વસ્તુઓ બનાવાનો ખુબ શોખ છે. તું ઇચ્છે છે ને કે હું એક શ્રેષ્ઠ કારીગર બનુ તો મારે જવું પડશે."
   રૂપા બોલી," એક શરતે તને જવા દઈશ તું પાછો આવીશ ને ?" રૂપા એ પોતાનો હાથ આગળ કયૉ.
રાજવીર બોલ્યો ," હા હું પાછો આવીશ .આ મારુ વચન છે." એમ કહી
પોતાનો હાથ રૂપા ના હાથ પર મુકયો.
     રૂપા ની આંખો માં આંસુ આવી ગયા . રાજવીર ની આંખો પણ ભીની થઈ ગઈ. તે આંસુ લુછી નેબોલ્યો," મેં તારા માટે કંઈક બનાવ્યું છે."
   રૂપા  બોલી ," શું ?"'
રાજવીર એક લાકડા નો બનાવેલો નાનો ઘોડો લઈ આવ્યો ને રૂપા ને આપ્યો. રૂપા તે નાનકડા ઘોડા ને જોઈને બહુ ખુશ થઈ ને રાજવીર ને ભેટી પડી. રાજવીર એકદમ ચોંકી ગયો. ૧૫ વર્ષ નો રાજવીર ખાસો ઉચ્ચો થઈ ગયો હતો. તેના ખભે આવતી રૂપા પોતાના પંજા પર ઉભી રહી ને રાજવીર ને ભેટી પડી. રાજવીર ના આખા દેહ માં ઝણઝણાટી વ્યાપી ગઈ. તેણે પણ હળવે થી રૂપા ની પીઠ પર પોતાના હાથ મુકયા . થોડી વાર રહી રૂપા રાજવીર થી અલગ થઈ.
        તેની આંખો માં થોડી શરમ આવી ગઈ. તે એટલું જ બોલી ," હું તારી રાહ જોઈશ." દોડતી ત્યાં થી જતી રહી.
    રાજવીર બસ તેને જતા જોઈ રહ્યો. તે બસ રૂપા ના પહેલી વાર ના આટલા નિકટ ના  સ્પર્શ  માં ખોવાઈ ગયો.
   રાજવીર ના જવાનો સમય થતાં તે મામા ના ઘરે જતો રહ્યો. રૂપા ને શરૂઆત માં તેની બહુ યાદ આવતી.પણ તે રાજવીર એ આપેલી ભેટ ને જોઈને ખુશ થઈ જતી. તે શમશેર ની પાસે જઈને રાજવીર ના સમાચાર પુછી લેતી. ઘીમે ઘીમે સમય પસાર થવા લાગ્યો. રૂપા અને શ્યામા મોટા થઈ ગયા. છ  વર્ષ પસાર થઈ ગયા.
         રૂપા ૧૮ વર્ષ ની થઈ ગઈ હતી. તેનુ રૂપ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. એકવડિયો બાંધો,લાંબા કાળા વાળ, માંજરી આંખો તેને મોહક બનાવી રહૃાા હતા. કેટલા રાજવી કુટુંબ ના માંગા રૂપા માટે આવી ગયા. રૂપા કોઈ ને માટે હા પાડતી ન હતી. શ્યામા પણ મોટી થઈ ગઈ હતી. તે ૧૬ વર્ષ ની થઈ હતી. તેના શ્યામ વર્ણ છતાં તેના ચહેરા પર ની નમણાશ તેને મોહક બનાવતા. તેમ છતાં તેના મન માં રૂપા માટે એક પ્રકાર ની ઈષૉ તો રહી જ ગઈ હતી.
        બીજી તરફ રાજવીર એક બહુ ઉમદા કારીગર બની ગયો હતો. તેની બનાવેલી વસ્તુઓ ઉંચી કિંમતે વેચાતી હતી. રૂપા શમશેર પાસે થી તેના સમાચાર મેળવી લેતી. રાજવીર પણ રૂપા ને ભુલ્યો ન હતો. એક દિવસ રાજવીર રાયપુર આવવા નીકળી પડ્યો. તેણે પોતાના પિતાજી ને પણ પોતાના આવવાની વાત કરી ન હતી. રાજવીર રાત્રે રાયપુર પહોંચી ગયો. તેના પિતાજી તેને જોઈને ખુબ ખુશ થયા. રાજવીર એ વિચાર્યું કે તે સવારે રૂપા ને મળીને તેને ચોંકાવી દેશે.
             બીજે દિવસે સવારે રૂપા વહેલી પોતાના ઘોડા ને લઈને ફરવા નીકળી ગઈ. રૂપા એ ઘોડેસવારી ની સારી તાલીમ લીધી હતી. રાજવીર પણ તેની પાછળ ઘોડા પર જતો રહ્યો. રૂપા ને એવું લાગ્યું કે કોઈ તેનો પીછો કરે છે એટલે તે સતકૅ થઈ ગઈ. ગામ થી બહાર સુમસામ રસ્તા પર રૂપા જવા લાગી.તેણે એક વળાંક પર ઘોડા ને ઉભો રાખ્યો ને તે ઘોડા પરથી ઉતરી ગઈ.તે જોઈ રહી કે કોઈ તેની પાછળ આવે છે કે નહીં. ત્યાં તેના જ અસ્તમબલ નો ઘોડો જોઈ તેને નવાઈ લાગી.
          રૂપા આશ્વર્ય થી ઘોડા ને જોઈ રહી હતી. ત્યાં પાછળ થી રાજવીર આવ્યો ને હળવે થી રૂપા ના કાન માં બોલ્યો. ," તમે ઠીક તો છો ને રાજકુમારીજી?"
     રૂપા ચોંકી ને પાછળ ફરી ને તેણે જોયું તો એક યુવાન ઉભો હતો. તે રાજવીર હતો. તે પહેલાં કરતાં ખાસો ઉચ્ચો થઈ ગયો હતો. તેનું કસાયેલું શરીર, ચહેરા પર નું નટખટ સ્મિત , કાળી આંખો તેને મોહક બનાવી રહ્યા. રૂપા એક પળ તો તેને જોતી રહી પછી તેને ઓળખી જતા તે ઉમળકાથી ભેટી પડી.
         રાજવીર પહેલા તો ચોંકી ગયો પણ પછી તેણે હળવે થી પોતાના હાથ તેની પીઠ પર રાખી દીધા. રૂપા રાજવીર ના આવવાથી બહુ ખુશ હતી. રાજવીર તો રૂપા ની સુંદરતા માં જ ખોવાઈ ગયો. રૂપા બોલે રાખતી અને રાજવીર એકીટશે તેની સામે જોવે રાખતો. ઘીમે ઘીમે બંને એકબીજા ની નજીક આવી રહૃાા.
          બીજી તરફ શ્યામા પણ રાજવીર તરફ આકર્ષિત થઈ રહી હતી. રાજવીર અને રૂપા ની વધતી નજદીકી તેના મન માં આગ લગાવી રહી. શમશેર પણ રાજવીર અને રૂપા ની વધતી નિકટતા જોઈ રહૃાો.તેણે એક વાર રાજવીર ને કહ્યું," બેટા , આપણે સામાન્ય માણસો છીએ. આસમાન ને પામવાની ઈચ્છા નહી કરવાની. તું જે રસ્તે જઈ રહૃાો છે ત્યાં વિનાશ સિવાય કશું નહીં મળે.તુ સમજે છે ને હું શું કહેવા માગું છું."
        રાજવીર  નીચું માથું કરી ને ફક્ત એટલું જ બોલ્યો," જી પિતાજી."
ત્યાર બાદ રાજવીર એ રૂપા થી એક અંતર બનાવી લીધું. રૂપા ને સમજાયું નહીં કે અચાનક રાજવીર ને શું થયું . તેણે આ વિશે રાજવીર ને પુછ્યું તો તેણે કામ નું બહાનું બનાવી દીધું.
       રૂપા નો જન્મદિવસ આવી રહૃાો હતો. તેને ૧૮ વર્ષ પુરા થવાના હતા.રાજા માધવસિંહ એ એક બહુ મોટા જશન ની તૈયારી કરી હતી. તેણે એક બહુ ખાસ ભેટ રૂપા માટે બનાવડાવી હતી.તે ભેટ રાજવીર એ બનાવી હતી. પોતાના જન્મદિવસ ની સવારે રૂપા તેના પિતાજી ના આશીવૉદ લેવા ગઈ. માધવસિંહ એ તેને ગળે લગાવી લીધી ને કહ્યું," અમે અમારી ઢીંગલી માટે એક ખાસ ભેટ બનાવડાવી છે."
    રૂપા એ ખુશ થતા કહ્યું," શું પિતાજી ?"
રાજા માધવસિંહ એ હાથ નો ઈશારો કર્યો ને બે નોકર એક વસ્તુ ઉંચકીને લઈ આવ્યા. તેના પર કપડું ઢાંકેલું હતું. તે વસ્તુ મુકીને નોકર જતા રહ્યા. રૂપા એ હળવે થી કપડું હટાવ્યુ. તે ડ્રેસિંગ ટેબલ હતું. તે લાકડા માંથી બનાવેલા બહેદ સુંદર ડ્રેસિંગ ટેબલ ને તે જોતી જ રહી. તેને તે ખુબ જ પસંદ આવ્યું. તે બોલી," પિતાજી આ બહેદ સુંદર છે."
   રાજા માધવસિંહ બોલ્યા," આ રાજવીર એ બનાવ્યું છે.તેના હાથ માં તો જાદુ છે."
   રૂપા આ સાંભળી ચોંકી પછી બોલી," જી પિતાજી."
          રૂપા નું મન રાજવીર ને મળવા તલપાપડ થવા લાગ્યું . પણ આજે કોઈ તેને એકલી મુકતુ ન હતું. રૂપા રમાદેવી ના આશિવૉદ લઈ આવી. શ્યામા એ પણ તેને જન્મદિવસ ની શુભકામના આપી. તે ડ્રેસિંગ ટેબલ  રૂપા ના કમરા માં મુકવામાં આવ્યું. શ્યામા ને તે ગમ્યું તો નહીં પણ તે હસતા ચહેરે બોલી," વાહ દીદી , પિતાજી એ તેમને બહુ સુંદર ભેટ આપી છે. તમારુ રૂપ તો આ આયના માં વધારે સુંદર લાગે છે."
   રૂપા બોલી," મારી નાની બહેન પણ કંઈ કમ નથી. " તે શ્યામા ને ભેટી પડી. ત્યારે કોઈ ને ખબર ન હતી કે આ ડ્રેસિંગ ટેબલ જ ભવિષ્ય માં ઘણા ના જીવન માં તુફાન લાવશે.
           ****************