ડ્રેસિંગ ટેબલ ભાગ ૪ Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રેસિંગ ટેબલ ભાગ ૪

     સાંજે જશોદા બહેન એ સુમિત ને આ વાત કરી. સુમિત આ વાત સાંભળીને ચોંકી ગયો. તેણે કહ્યું," મને લાગે છે કે કામિની ને મન માં ડર બેસી ગયો છે એટલે જ તેને આવા વિચારો આવે છે. હવે તે ડ્રેસિંગ ટેબલ જ રુમ માંથી હટાવી દેવું છે. "
    સુમિત એ નક્કી કર્યું કે કાલે સવારે જ તે એ ડ્રેસિંગ ટેબલ સ્ટોર રૂમ માં મુકાવી દેશે. આજે રાત્રે કામિની તેના મમ્મી સાથે ઉપર ના ફ્લોર પર આવેલા રુમ માં સુવા ગઈ. સુમિત એકલો જ નીચે ના બેડરૂમ માં સુતો. અડધી રાત્રે અચાનક સુમિત ની આંખો ખુલી ગઈ. તેને અવાજ સંભળાયો ," ઠકક- ઠકક-"
           તે અવાજ તે ડ્રેસિંગ ટેબલ માંથી આવતો હતો. જાણે કોઈ ડ્રેસિંગ ટેબલ ની અંદર  થી અવાજ કરી રહયુ હોય એવો અવાજ  હતો.સુમિત ને આશ્વર્યે થયુ. બેડરૂમ ની લાઈટ ચાલુ કરીને તે ડ્રેસિંગ ટેબલ પાસે ગયો. અવાજ બંધ થઈ ગયો હતો. તે અરીસા સામે જોતો ઉભો રહ્યો. ત્યાં તેને પોતાના પ્રતિબિંબ માં પાછળ કોઈ ઉભેલું દેખાયું .તે ચોંકી ને પાછળ ફર્યા તો કોઈ ન હતું. થોડી વાર  રહીને લાઈટ જતી રહી. રૂમ માં એકદમ અંધારું થઈ ગયું. સુમિત એ ટોચૅ શોધીને ચાલુ કરી ત્યાં ફરી " ઠકક-ઠકક-" એવો અવાજ ડ્રેસિંગ ટેબલ માંથી આવવા લાગ્યો.
            સુમિત ટોચૅ લઈને તે ડ્રેસિંગ ટેબલ પાસે ગયો. તો ફરી અવાજ બંધ થઈ ગયો. તે ધારીને અરીસા માં જોઈ રહ્યો તો તેને પોતાના પ્રતિબિંબ ને બદલે કામિની દેખાઈ તે રડી રહી હતી. તેનુ શરીર લોહી થી લથપથ હતું. તે એક સ્ત્રી પાછળ રડતા રડતા જઈ રહી. તે સ્ત્રી ના હાથ માં તાજુ જન્મેલું બાળક હતું. તેના ખુલ્લા વાળ , વિકરાળ આંખો, લાંબા
તીક્ષ્ણ દાંત હતા ‌.તેણે સફેદ કપડાં પહેર્યા હતા. તેના હાથ માં બાળક હતું. જેની ચામડી માં તેના લાંબા તીક્ષ્ણ નખ ખુંપી રહૃાા હતા. બાળક જોર જોર થી રડી રહૃાું હતું. તે સ્ત્રી ભયંકર અટૃહાસ્ય કરી રહી હતી. તેના કાળા દાંત ભયંકર દેખાઈ રહૃાા. તે એ જ સ્ત્રી હતી જે કામિની ને દેખાતી હતી.
          તેણે સુમિત સામે જોઈને અટૃહાસ્ય કર્યું. એક હાથ માં બાળક પકડી ને બીજા હાથે કામિની નું ગળું દબાવા લાગી. થોડી વાર માં કામિની તરફડીને મરી ગઈ. સુમિત આ દશ્ય જોઈ ચોંકી ઉઠ્યો ને તેણે આવેશ માં આવી ડ્રેસિંગ ટેબલ પર રાખેલા શો-પીસ નો જોર થી અરીસા પર પ્રહાર કર્યો. પણ અરીસો એકદમ સલામત જ રહૃાો. તેના માં એક તિરાડ પણ ન આવી. પહેલી સ્ત્રી સુમિત સામે અટૃહાસ્ય કરતા અદશ્ય થઈ ગઈ.
        સુમિત પરસેવા થી રેબઝેબ અરીસા સામે તાકતો ઉભો રહૃાો. ત્યાં લાઈટ આવી ગઈ. સુમિત ના ધબકારા વધી ગયા હતા. તે તરત પોતાની જાતને સંભાળી ને દોડતો ઉપર ના માળે ગયો ત્યાં જઈને જોયું તો કામિની અને તેના મમ્મી ગાઢ ઉંઘ માં હતા. તેના ચહેરા પર રાહત ના ભાવ આવ્યા. તે રુમ માં જ ખુરશી પર બેસી ગયો. તેણે વિચાર્યું," આ ડ્રેસિંગ ટેબલ માં જ કશો રહસ્ય છે. હું કાલે જ તેને ઘર માંથી બહાર કાઢી નાખીશ. કામિની ની ખરાબ તબિયત અને માનસિક હાલત પાછળ આ ડ્રેસિંગ ટેબલ જ જવાબદાર છે. હું કામિની અને આવનારા બાળક ને કંઈ પણ નહીં થવા દઉં." સુમિત એ મન મક્કમ કર્યું . તેણે આખી રાત જાગતા વીતાવી.
           પરોઢિયે સુમિત ને ઝોકું આવી ગયું ને તે ખુરશી પર જ સુઈ ગયો જશોદા બહેન જાગ્યા ત્યારે સુમિત ને આવી રીતે સુતો જોઈ ચોંકી ગયા તેમણે તેને જાગાડયો . તેમણે પુછ્યું," તું આવી રીતે કેમ સુઈ ગયો?"
  સુમિત બોલ્યો," કામિની ની વાત સાચી છે. " એમ કહી કાલ રાત વાળી વાત કરી .
   જશોદા બહેન બોલ્યા," તે ડ્રેસિંગ ટેબલ માં જરુર કોઈ ખરાબ શક્તિ નો વાસ હશે."
     સુમિત બોલ્યો," હું આજે જ તે ડ્રેસિંગ ટેબલ ઘર ની બહાર કઢાવી નાખીશ."
             સુમિત એ બે મજુરોને બોલાવ્યા ને તે ડ્રેસિંગ ટેબલ ને ખસેડવા કહ્યું. બન્ને મજુરો ડ્રેસિંગ ટેબલ ને ઉપાડવા ગયા પણ તે બંને ને ધક્કો લાગ્યો ને તે પછડાયા. સુમિત આશ્વર્ય થી આ જોઈ રહૃાો. તેણે ફરી ડ્રેસિંગ ટેબલ ઉપાડવા કહ્યું. પણ મજુરો જેવા ડ્રેસિંગ ટેબલ ને અડકતા કોઈ અજ્ઞાત શક્તિ તેમને ધક્કો મારી જમીન પર પછાડી દેતી. મજુરો બહુ ગભરાઈ ગયા હતા. તેઓ ભય ના લીધે  ભાગી ગયા.
        સુમિત અને જશોદા બહેન આ જોઈ ગભરાઈ ગયા . તેમને ખાતરી થઈ ગઈ કે આ ડ્રેસિંગ ટેબલ માં જ કોઈ રહસ્ય છે. સુમિત ને ખુબ જ ગુસ્સો આવ્યો . તેણે મન માં નક્કી કર્યું કે તે આ ડ્રેસિંગ ટેબલ નું રહસ્ય જાણીને રહેશે અને કામિની ને તેમના બાળક ને બચાવીને રહેશે.
            સુમિત કામિની ની પાસે ગયો અને  કામિની ને પાંચમો મહિનો જઈ રહૃાો હતો.તેના ચહેરા પર અજબ ની ઉદાસીનતા હતી.તે સુમિત ને જોઈને  બોલી," તે મારા બાળક ને છીનવી લેશે."
  સુમિત કામિની નો ચહેરો પોતાના હાથમાં લીધો અને કહ્યું," હું તને અને આપણા બાળક ને કોઈ ઈજા નહીં થવા દઉં."
     કામિની સુમિત ને ભેટી ને રડી પડી. સુમિત કામિની ને સાંત્વના આપી રહૃાો. ત્યાં ડોરબેલ વાગી. કામિની ના મમ્મી એ દરવાજો ખોલ્યો તો સુરભિ અને રાકેશ આવ્યા હતા.
            તે બંને કામિની ની તબિયત ની પુછા કરવા આવ્યા હતા. સુમિત એ બંને ને આ ડ્રેસિંગ ટેબલ ના વિશે વાત કરી. સુરભિ બોલી," મને પણ આ ડ્રેસિંગ ટેબલ નો ખરાબ અનુભવ થયો છે." એમ કહી પોતાને થયેલા અનુભવ ની વાત કરી.
       સુમિત બોલ્યો," આ ડ્રેસિંગ ટેબલ ના ઈતિહાસ વિશે જાણવું જરૂરી છે. તો જ ખબર પડશે કે આનાથી છુટકારો કેમ થશે."
      સુરભિ તરત બોલી," આ વિશે તે એન્ટિક ની શોપ માં જ માહિતી મળશે."
     સુમિત બોલ્યો," હું આજે જ તે શોપ માં જઈને આ વિશે તપાસ કરીશ."
    રાકેશ બોલ્યો," હું પણ તારી સાથે ચાલુ છું."
          સુરભિ બોલી," તમે લોકો ધ્યાન રાખજો. ત્યાં નો માલિક કાન્તિલાલ બહુ લુચ્ચો છે. તે સહેલાઈથી માહિતી નહીં આપે."
   સુમિત મક્કમતાથી બોલ્યો," હું કામિની અને મારા બાળક માટે કોઈ પણ મુશ્કેલી સામે લડીશ. "
    રાકેશ બોલ્યો," હું અને સુરભિ તમારા લોકો ની સાથે જ છીએ."

        રાકેશ અને સુમિત તે એન્ટિક ની શોપ પર ગયા. કાન્તિલાલ એ હસીને બંને નો સ્વાગત કર્યો. તે બોલ્યા," પધારો શેઠ, શું લેશો તમે?"
   સુમિત બોલ્યો," એક માહિતી જોઈએ છે તમારી દુકાન માંથી ખરીદેલી વસ્તુ ની ."
     કાન્તિલાલ એ મીઠું સ્મિત કરતાં કહ્યું," બોલે ને સાહેબ, તમારી સેવા માં હાજર જ છું."
    સુમિત બોલ્યો," તે ડ્રેસિંગ ટેબલ તમે ક્યાંથી લઈ આવ્યા હતા? તેનો શો ઈતિહાસ છે?"
  કાન્તિલાલ બોલ્યો," મને તો તેના વિશે કશી ખબર નથી. મારા ઓળખીતા વેપારી પાસેથી તે લઈ આવ્યો હતો . બાકી મને તેના વિશે કોઈ માહિતી નથી."
    સુમિત એ કડક અવાજે કહ્યું," મને સીધી રીતે સાચી વાત કર નહીં તો સારું નહીં થાય."
  કાન્તિલાલ એ ધારદાર અવાજે કહ્યું," તમારા થી થાય તે કરી લો . "
   સુમિત એ ગુસ્સામાં કાન્તિલાલ ને કોલર માંથી પકડી લીધો. કાન્તિલાલ આ હરકત થી હેબતાઈ ગયો. તે પોતાની જાતને છોડાવા પ્રયત્ન કરવા લાગ્યો. રાકેશ એ કાન્તિલાલ ને સુમિત ના હાથ માંથી છોડાવ્યો.
     કાન્તિલાલ બોલ્યો ," હવે તમે લોકો જાવ અહીં થી નહીં તો હું પોલીસ ને જાણ કરીશ." કાન્તિલાલ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો.
  રાકેશ સુમિત ને બોલ્યો," ચલ સુમિત , નહીં તો બીજી મુસીબત ઉભી થશે."
      રાકેશ સુમિત નો હાથ પકડી ને ખેંચી ને બહાર લઈ ગયો. સુમિત હજી પણ ગુસ્સામાં હતો. ત્યાં પાછળ થી કોઈ એ બુમ પાડી," સાહેબ"
      સુમિત અને રાકેશ એ પાછળ ફરી ને જોયું તો એક જાડો અને બટકો માણસ દોડતો આવી રહૃાો. તે ભોળો હતો. તે બંને પાસે આવી બોલ્યો," હું આ દુકાન માં કામ કરું છું. મારુ નામ ભોળો છે. તમારે ઘરે તે ડ્રેસિંગ ટેબલ છે?"
  સુમિત બોલ્યો," હા, શું તને એના વિશે કશી ખબર છે?"
  ભોળો આજુબાજુ જોઈ બોલ્યો," હા, તમે મને સાંજે અહીં નજીક આવેલી ચા ની લારી એ પાંચ વાગ્યે મળો." એમ કહી તે તરત જ જતો રહ્યો. સુમિત અને રાકેશ આશ્વર્ય થી તેને જતા જોઈ રહ્યા.

    ***************