જીંદગી ક્રિષ્ના પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીંદગી

જિંદગીમાં જયારે ચારે બાજુ હાર-હુસ્સાતુસી, હરસમયે પછડાટ નો સામનો કરવો પડે છે ત્યારે માણસનું મન રણમેદાનમાં હાર પામેલ રાજા જેવું ખોખલું અને ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે. ખરેખર તેને સાચુ-ખોટું કે અવળું સવળાનું પણ ભાન નથી હોતું. કારણ કે તે સમયે માણસ બાહ્ય પરીસ્થિતિ કરતા પણ માણસની માનસિક પરીસ્થિતિ વધારે ભાંગીને ચુર ચુર થઈ ગઈ હોય છે. એટલી હદે ભાંગી ગયો હોય છે કે, ખીલીનું માથું દીવાલ તરફ રાખીને હથોડી મારીશો તો ખીલી દીવાલમાં નહીં જાય. જરૂર દીવાલ બદલવાની નથી, પરંતુ ખીલીની દિશા બદલવાની છે. કયારેય એવા પણ દિવસો આવશે. જયારે તમને થાય હવે જીવાતું નથી. કોઈની મદદની જરૂર છે, પણ એ સમય પણ પસાર થઈ જાય છે. ખંત અને ધીરજ, સાહસ અને પરિશ્રમથી શું નથી થતું ? ઘણીવાર ભૂતકાળ વર્તમાન કરતાં પણ વધારે ખરાબ હોય છે, તેવા સંજોગોમાં જે ખોટ જાય છે તે કદી ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન સહન કરવું પડે છે તે સ્વીકાર્યે જ છૂટકો છે. જે વીત્યું છે તેના માટે માથું પછાડવાથી, અત્યારની અવદશાનું કારણ શોધવા કરતાં પણ એક વાત યાદ રાખવી કે જે રીતે મૃત્યુ, વૃધ્ધત્વ, બીમારી, એકલતા જેમ આપણા હાથમાં નથી. પરંતુ હા... આપણા હાથમાં છે... આપણા મનોબળને દઢતાપૂર્વક મક્કમ અને મજબુત બનાવી પુરુષાર્થ કરવા લાગી જાઓ. જિંદગીમાં એ કે ડીગ્રી સુધીની ઉથલપાથલ લાવનારા સંજોગો સામે લડી લેવાની વાત છે. કડવાશથી થાકી ગયા પછી જિંદગીમાં એક એવો મુકામ આવે છે. જે મીઠી મધુરી શીરપ જેવો હોય, જયાં આપણે કહેવાનું હોય છે, ''બસ, બહુ થયું.'' ત્યાર પછી પોતાના જ મનને સાથે લઈ એક નવા વળાંક પર પગલું મુકવાનું હોય છે. આંતરિક મન અને દ્રષ્ટિકોણ બંને એકબીજાની સાથે જોડાય છે ત્યારે પરિણામ પણ બેજોડ આવે છે. 
કયારેય સામાન્ય વાત પણ જીવનમાં બહુ પરિવર્તન લાવી દેતી હોય છે. કયારેય કોઈની મુલાકાત, તો કયારેક કોઈના વિચારો, તો કયારેય કોઈની વાણી માણસ પર કયાંકને કયાંક થોડી તો અસર છોડે જ છે. આ વિશે તમે વિચાર કરશો તો તમે જરૂર સ્વીકાર કરશો, પરંતુ તમારા મનમાં કારણકે ઘણી વાતને જાહેરમાં સ્વીકાર કરવા માટે હિંમતની જરૂર પડે છે. આમ તો શેરીમાં સિંહ થતાં વ્યકિતઓ ઘરમાં તેરી ભી ચુપ ઔર મેરી ભી ચુપ નો રોલ નીભાવતાં જ હોય છે. જીવનમાં તમને ઘણાં અનુભવો થતાં જ હશે. કયારેય સુખના તો કયારેક દુ:ખના કયારેય તમે જેને તમારી નજરે સુખી વ્યકિત તરીકે જોઈ રહયા છો તે ખરેખર મોટો દુ:ખી પણ હોય છે, અને જેને તમે ફકડ, ગરીબ, ભીખારી કરતાં બદતર હાલતમાં જીવતા માણસને તમે તમારી નજરે દુ:ખી સમજતાં હોય તો તે મહાન સુખી પણ હોય શકે છે. કહેવાનો મતલબ કે, તમે તમારી જાતને કઈ દ્રષ્ટિથી જુઓ છો તે મહત્વનું છે. લોકો શું કહેશે ? શું વિચાર શે ? તેના કરતાં આપણે આપણી જાતને કેટલી હદે ઓળખીયે છીએ તે વધારે મહત્વનું છે. આપણી લાયકાત આપણે પોતાએ નકકી કરવાની છે. આપણી જાતને આપણે આદર આપતાં શીખવું જોઈએ. આપણે જે રીતે આપણી જાતને જોઈએ છીએ તે જ દ્રષ્ટિએ બીજા લોકો આપણને જુએ છે. આપણે આપણી જે લાયકાત નકકી કરીએ છીએ તેને અનુરૂપ લોકો આપણને માન-સન્માન અને આપણી લાયકાત નકકી કરે છે. આપણે આપણી જાતને લોકાદર માટે લાયક ન ગણતા હોઈએ તો લોકો પણ તેજ રીતે આપણને ગણશે. તમારા વિચારો તમારા કાયર્ોમાં અને વર્તન દ્વારા દેખાય આવે છે. આપણે આપણી જાતને મહત્વ આપીએ અને એજ રીતે વિચારોનું ઘડતર કરતાં રહીએ તો બીજાઓ પણ આપણને મહત્વની વ્યકિત લેખશે. 



© કલ્પેશ ઉમરેટીયા