“રૂહમાં સમાયેલ પ્રેમ” ક્રિષ્ના પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“રૂહમાં સમાયેલ પ્રેમ”

“રૂહમાં સમાયેલ પ્રેમ”

કેતકી અને કાર્તિક એકબીજાને વર્ષોથી ઓળખતાં. વીચારોમાં કેતકી પુરબ અને કાર્તિક પશ્ચિમ. કાર્તિક ધાર્મિકતામાં સંપુર્ણ જયારે કેતકી વ્યહવારિક પરંતુ ધર્મની દ્રષ્ટિએ જીરો. બન્નેએ પોતપોતાના જીવનમાં મુસીબતનો સામનો કરેલ. બન્ને બીજાની મદદ કરવા પોતાનું કામ છોડીને હંમેશા તત્પર રહેતાં. બીજાને મદદ કરવા માટે સમય જ નહી પરંતુ જાત ધસી નાખતાં. કાર્તિકને ધર્મનું ખુબ ઊંડાણ પુર્વકનું જ્ઞાન. કાર્તિક સંસારમાં રહેવા છતાં સંસારથી પર બહુ ઉચ્ચ જીવાત્મા છે. જયારે કેતકી હંમેશા સંસારની પરોજણ જ રહેતી. બન્નેની વચ્ચે હંમેશા વાતનો દોર ધર્મ જ રહેતો. ધીમે ધીમે કેતકીને સમજ આવી કે, ધર્મ એટલે શું ? ભગવાન એટલે શું ? કાર્તિકે ધર્મના રસ્તા પર કેતકીને ચાલતી જ નહી પરંતુ દોડતી કરી દીધી. કેતકીનો જીવન પ્રત્યેનો નજરયો બદલાવી નાંખ્યો.  
કેતકી અને કાર્તિક વચ્ચે વારંવાર મીઠી નોકઝોક થતી રહેતી અને તે જ સમયે સમેટાઈ  જતી. કેતકીની દરેક નોકઝોકને કાર્તિક ધર્મના નજરીયાથી સમજાવવાની કોશિષ કરતો. કાર્તિકનું વ્યક્તિત્વ દુધમાં સાકર ભળે તેમ તે દરેક સાથે ભળી જતો અને મીલનસાર સ્વભાવ, ખુલ્લા દિલનો, જયારે કેતકી શરમાળ, હંમેશા માણસોથી દુર ભાગતી રહેતી. માણસો દ્વારા જ માણસોને આપવામાં આવતાં દુઃખ, અન્યાય તેના મનને હંમેશા ડંખતા રહેતાં. જીવનમાં ઘણું ખોયું એનો ડર તેને હંમેશા મનમાં ફફળાટ ઉભો કરતો. ધીમે ધીમે કાર્તિકની સંગત, તેની વાતો, તેની સમજણ તેનામાં પરિવર્તન એટલી હદે લાવી કે કેતકીની પુરી દુનીયા તેના વિચાર, વાણી, શોખમાં બદલાવ આવી ગયો. વાત એટલી આગળ નીકળી ગઈ કે, બન્નેના માતા-પિતા કેતકી અને કાર્તિકના મેરેજ કરવા તૈયાર થઈ ગયા. 
પરંતુ તે બન્ને વચ્ચે તો વાતનો દોર ધર્મ જ રહ્યો. આજ ફરી કેતકી અને કાર્તિકને વાતમાં વાત નોકઝોક થઈ. કાર્તિકે એક સવાલ કર્યો કે મારી સાથે લગ્ન કરવાનું એક કારણ જણાવ. આ સવાલ કાર્તિક તરફથી વારંવાર કરવામાં આવતો. પહેલાની કેતકી અને હાલની કેતકીમાં જમીન આસમાનનો તફાવત છે. હાલની કેતકીને જીવનમાં બે જ ચીજ જોઈતી છે. કાર્તિક અને ભગવાન કૃષ્ણ. કેતકી બે માંથી કોઈને બીજું સ્થાન આપી શકે એમ ન હતી. છતાં પણ ક્યારેય મીઠો ઝગડો થતો અને વારંવાર કાર્તિક કેતકીને સંભાળી લેતો. પરંતુ આજ કાર્તિકનો સવાલ કેતકીને મનમાં લાગી આવ્યો. 
તેના મનમાં પણ સવાલ ઉભો થયો કે, આજ સુધી જેનું પણ ભલું કરતી તેમાં મારો એક જ સ્વાર્થ હતો કે, ભગવાને સારું કાર્ય કરવા મોકલ્યા છે તો શક્ય એટલું સારું કરવું. પરંતુ કાર્તિકનો સવાલ આજ પહેલી વાર તેને મનમાં લાગી ગયો. સવાલનો કોઈ જવાબ તેની પાસે ન હતો. જીવનમાં સારા સારાને પગમાં પાડતી કેતકી પાસે કાર્તિકના સવાલનો કોઈ જવાબ ન હતો. કેતકીને દુઃખ એ વાતનું ન હતું કે તેનો કોઈ સ્વાર્થ નથી. પરંતુ કાર્તિક સાથે આજ ફરી દલીલ કરી બેઠી. પ્રેમ જયારે થાય ત્યારે એકની ઝીણી ઝીણી તકલીફ પણ બીજાને તકલીફ આપે છે. પરીસ્થિતિ અહી પણ એજ હતી. 
પરંતુ થોડી ઉલ્ટી. અહી આત્મા એક હતો અને શરીર અલગ હતાં. કાર્તિકને થતી નાનીમા નાની કોઈપણ તકલીફની ભાગીદાર કેતકી હતી. દરેક દર્દની ભાગીદાર જેનાથી કેતકી વર્ષો સુધી અજાણ હતી. જયારે તેને જાણ થઈ ત્યારે તેના માટે આ વાત એક વહેમ જ હતી. આ વાત કેતકી સ્વીકારવા તૈયાર ન હતી. દિવસે દિવસે પરીસ્થિતિ અને દર્દે અને કાર્તિકની ધાર્મિકતાની વાતો અને પ્રભાવથી એ વાત તો સમજ આવી ગઈ કે દુનિયામાં કોઈ રૂહના સંબંઘથી જોડાયેલ હોય છે. દિવસે દિવસે થતાં અનુભવોએ કેતકીને જ્ઞાન આવી ગયું કે, કેતકી કાર્તિક વગર અધુરી છે. કેતકીએ ભગવાન પાસે ક્યારેય પોતાના માટે કંઈ માંગ્યું ન હતું. તે ભગવાન પાસે પોતાના સવાલનો જવાબ માંગ્યો. દરેક પરીસ્થિતિનો સ્વીકાર કરનાર કેતકી એક સવાલ પાસે લાચાર હતી. પહેલી વાર ભગવાન સામે આંખો ભીની થઈ. મનમાં વ્યથા અને હોઠે કૃષ્ણને અરજ સાથે બેઠાં બેઠાં જ કેતકીની આંખ બંધ થઈ ગઈ. ગાલ પર આંખોમાંથી ટપકતાં આસુંઓ સુકાયેલ હતાં. 
કેતકીને ઊંઘમાં કૃષ્ણએ કહ્યું, “કાર્તિકના પોણા ભાગના દુઃખની તો ભાગીદાર છો. આથી પવિત્ર પ્રેમ કયો હોઈ શકે ? 
પોણાભાગની જ કેમ ? પુરા દુઃખની ભાગીદાર કેમ નહીં ? મારા પ્રેમમાં એવી કંઈ ખોટ છે કે, ચોથા ભાગનું દુઃખ કાર્તિક ભોગવે છે ? 
“જિંદગી કાર્તિકની છે, તું તો પ્રેમરૂપી રૂહથી જોડાયેલ છો ? જે નિર્મિત થાય છે તેનું કોઈ કારણ હોતું નથી. કારણ તો માણસ શોધે છે. તમે બન્ને કારણ શોધવા માટે નિર્મિત નથી થયા. તમારે....
કેતકી....કેતકી.....શું થયું ? કેતકીને હચમચાવતી તેની માતાએ કેતકીને પુછ્યું શું થયું ? કેતકી આગળ કઈ સાંભળી શકે તે પહેલાં જ વાત અધુરી રહી ગઈ. પરંતુ કેતકીને કાર્તિકના સવાલનો જવાબ મળી ગયો. કેતકી અને કાર્તિકનું જોડાણ રૂહમાં સમાયેલ પ્રેમ છે.  
© કલ્પેશ ઉમરેટીયા