ત્યાંથી હવે બપોર પછીનો અડધો દિવસ શું કરવું અને પૈસાનું સેટિંગ થશે કે નઈ અને થશે તો ક્યાંથી આ બધા વિચારો મારા દિમાગમાં ઘૂમી રહ્યા હતા
પછી છેવટે મેં ગલ્લા પરથી સિગારેટ લઈને સળગાવીને વસીમને ફોન કર્યો
"હા બોલ રતન.." સામેથી એનો અવાજ આવ્યો
"ક્યાં છે તું..?" મેં એને પૂછ્યું
"બસ આજનું કામ વહેલા ખતમ થઇ ગયું છે તો ઘરે જવા નીકળ્યો છું ખડૂસને ફોન કર્યો કે સર કામ પૂરું અને સારા મૂડમાં હતો તો ઘરે જતો રે એવું કીધું" વસીમ ખુશખુશાલ અવાજે બોલી રહ્યો હતો
"મને અહી ગીતામંદિર બસસ્ટેન્ડ મળને કામ છે તારું" અને મેં વસીમ જોડે મારો પ્રોબ્લેમ વહેંચવાનું નક્કી કર્યું કેમ કે અમદાવાદમાં મારું કહી શકાય આવું વસીમ, રાજા અને અખિલ જ હતો એમાય વસીમ મારાથી એ બંને કરતા વધુ નજીક હતો
"હા તું રુક હું દસેક મિનીટમાં જ આવ્યો" કેહતા વસીમે ફોન મુક્યો અને હું ગલ્લેથી બીજી સિગારેટ લઈને સળગાવીને એના કશ ખેંચવા લાગ્યો
સિગારેટની લત મને કોલેજના ત્રીજા વરસથી લાગી હતી અને પેહલાનો શોખ હવે આદત બની ચુક્યો હતો, જેટલી એનાથી દુર જવાની કોશીશ કરતો એટલી એ મને વધુ નજીક ખેંચતી જયારે હું કઈ મુશ્કેલીમાં હોય ત્યારે સીગારેટનો ડોઝ રોજીંદી જીદગી કરતા એ દિવસે વધુ રેહતો અને આવું જ છેલ્લા બે દિવસથી થઈ રહ્યું હતું
મેં બીજી બે સિગારેટ ખતમ કરી એટલામાં વસીમ ત્યાં એનું એકટીવા લઈને મારી રાહ જોતો આવી ગયો હતો અને પછી હું એના પાછળ બેસી ગયો અને મારા કેહવાથી બાઈક એને મારા રૂમ તરફ લઈ લીધું
રસ્તામાં એ મને આજે કેમ રજા ઉપર હતો અને સુ થયું ખામોશ કેમ છે એવા સવાલ પૂછતો રહ્યો પણ મારું દિમાગ અત્યારે બીજે જ ક્યાંક હતું
થોડીવારમાં તો હું અને વસીમ મારા રૂમ પર આવી પહોચ્યા હતા વસીમ એક્ટીવાની ડેકીમાંથી એક થેલી લઈને આવ્યો હતો રૂમનો દરવાજો ખુલ્લો જ હતો એટલે રાજા અને અખિલ રૂમ પર આવી ગયા હતા
"શું થયું ભાઈ ક્યાં છે કાકા-કાકી, ડોક્ટરે શું કીધું, બધું બરાબર તો થઇ જશે ને" ઘરમાં મને આવતા જોઇને જ આવા સવાલોનો મારો રાજા અને અખિલ તરફથી સવાલો આવી રહ્યા હતા
"શું થયું છે ભાઈ તારી મમ્મીને તે મને કેમ કીધું નઈ કઈ મને તે હું રસ્તામાં તને પૂછતો તે કઈ કીધું નહોતું" વસીમ મારા પર ભડકી રહ્યો હતો પણ એ એક દોસ્તની બીજા દોસ્ત માટે ચિંતા હતી એ મારો જીગરજાન દોસ્ત અને ભાઈ પણ હતો જેને મારા પર આંધળો વિશ્વાસ હતો
"મમ્મીને કેન્સર છે પહેલા સ્ટેજનું આજે જ મમ્મીપાપા આવેલા અને ડોક્ટરે રિપોર્ટ અને આવું જોઇને કીધું હું ફરી રડમસ થઈ ગયો હતો
વસીમ મારા તરફ આવ્યો અને મને ગળે વળગાડીને એની આંખમાં પણ મારી માટે આંસુ આવી રહ્યા હતા હું પણ જે આંસુ સુકાઈ ગયા હતા એ ફરીથી મારી આંખોમાંથી ઝળઝળિયાં સ્વરૂપે બહાર આવી રહ્યા હતા
"કેટલો ખર્ચો થશે" વસીમ મારા તરફ જોઇને બોલ્યો રાજા અને અખિલ પણ હવે મારી તરફ જોઈ રહ્યા હતા
"ચારપાંચ લાખનો ખર્ચો થશે ખબર નઈ ક્યાંથી આવશે આટલા બધા રૂપિયા કઈ જ ખબર નથી પડતી ભાઈ" મારો અવાજ એકદમ ધીમો અને રૂમનું વાતાવરણ સીરીયસ થઈ ગયું હતું અને હું ચિંતામાં જઈને પલંગ પર બેસી ગયો
"કુછ કરી લઈશું તું ચિંતા મત કર ભાઈ ઉસને તકલીફ આપી છે તો રસ્તો પણ એ ઉપરવાળો જ બતાવશે" વસીમ મારા બાજુમાં બેસીને મારા ખભા પર હાથ રાખીને બોલ્યો
"હા ભાઈ કઈક જુગાડ થઈ થશે આપડે બધા ભેગા મળીને કઈક કરી લઈશું" રાજા મારી તરફ આવીને બોલ્યો
મને ખબર હતી કે બધા મને ખાલી સાંત્વના આપવા માટે કહી રહ્યા હતા, પણ મારે આવા જીગરજાન અને મદદ કરવાવાળા મિત્રો હતા એટલે હું ખુશ હતો
હું મારું માથું હકારમાં હલાવતો રૂમની પસંદીદા જગ્યા એટલે કે બાલ્કનીમાં ગયો અને ફરી સિગારેટ કાઢીને પૈસાના વિચારમાં ખોવાઈ ગયો
"વસીમ તું પેલી કાળી પોલીથીનમાં શું લાવ્યો છે ?" રાજા અને બાકી અંદર બેઠા વાતો કરી રહ્યા હતા
"કુછ નઈ ભાઈ આજે ખડૂસે વેહલા છોડ્યો તો મેં વિચાર્યું ઘર જા કે મસ્ત દારૂ પીને પાર્ટી કરીશ પણ મને સુ ખબર રતન જોડે આવું થયું છે" વસીમ બોલ્યો
મને દારૂથી નફરત તો નઈ પણ દારૂ પીવાવાળા અને દારૂ ગમતો નહોતો, પણ ખબર નઈ અત્યારે મારું મગજ એના તરફ ખેંચાઈ રહ્યું હતું અને હું અંદર રૂમમાં ગયો
"વસીમ કેટલી બોટલ લાવ્યો છે ?" મેં જઈને પૂછ્યું
"ભાઈ આધા ખંભા જ લાવ્યો છું અકેલા કિતના પીયુંન્ગા મેં, તું કેમ પુછે છે પણ" વસીમ મારા તરફ જોઈને બોલ્યો
"બીજી એક બોટલ લઇ આવ આજ મિલકે પીતે હે" હું બોલ્યો
"પણ ભાઈ..." વસીમ બોલવા જતો હતો "કઈ નઈ સંભાળવું તું લઈ આવ આજે માથામાંથી એ ટેન્સન ઓછું કરવાનો એ જ ઉપાય છે" હું બોલ્યો
અને વસીમ તરત જ બોટલ લેવા ચાલ્યો ગયો, શરાબ મેં એક જ વાર પીધેલી પણ એનો ટેસ્ટ અને એની સ્મેલ મને નહોતી ગમી પણ હું પાછો એને મારી આજ રાત ની મેહબૂબા બનવા જઈ રહ્યો હતો
વસીમ બોટલ લઈને આવ્યો અને મેહફીલ સજી ચુકી હતી, બોટલ,પેપ્સી,સોડા,બરફ, ચખના બધાનો ઇન્તેજામ થઈ ચુક્યો હતો હું મારું દુખ થોડીવાર માટે ભૂલવા એ શરાબનો સહારો લેવા જઈ રહ્યો હતો આ અમારી મેહ્ફીલમાં હું, વસીમ, રાજા અને અખિલ પણ સામેલ હતા
વસીમે બધા માટે પેગ બનાવ્યા અને પછી મારો ગ્લાસ મારા તરફ લંબાવ્યો, મેં હાથમાં લીધો અને પીવાનું ચાલુ કર્યું પેહલો ઘૂંટડો માર્યો અને મારા દિમાગમાં એક ઝટકો થયો કડવો લાગ્યો પણ આજ દુખ ભૂલવાની દવા છે એમ માનીને પછી હું બીજા ત્રણ ઘૂંટડામાં આખો ગ્લાસ ગટગટાવી ગયો, બીજા ત્રણ તો બીજા પેગ પણ અડધો ગટગટાવીને બેઠા હતા
"ઓર આજ આટલા વેહલા કેમ આવી ગયા રૂમ પર ?" વસીમે રાજાને પૂછ્યું
"અરે સવારમાં કામ શોધવા ગયા હતા પણ કઈ મળ્યું નઈ એટલે બપોરે જમીને જ પાછા આવી ગયા હતા" રાજા નિસાસો નાખતા બોલ્યો
"અરે પૈસાની કડકી ચાલે, મહિનામાં ત્રીસમાંથી દસ દિવસ તો કામ મળે નઈ તંગી છે હાલ" અખિલ વેફર ખાતા અને ગ્લાસમાંથી દારૂ પીતા બોલ્યો
"અમારે એવું જ છે સાલો ખડૂસ બોસ, નવી ગાડી લાયો અને આ પીછલીવાળી અષાઢી બીજ કો નયે બંગલે મેં રેહને ગયા લેકિન પગાર વધારતો જ નઈ લાગે પૈસા ઉપર લઈ ને જશે જોડે" બોલતા બોલતા વસીમનું મોઢા પર ગુસ્સો દેખાઈ રહ્યો હતો
"મિયા પૈસાની જરૂર તો બધાને છે કોઈ રસ્તો હોય તો અમને પણ કહેજો" રાજા વસીમ તરફ બોલ્યો અને દારૂના પેગ તો ચાલુ જ હતા એક પછી એક
"ડાકા ડાલિયે તો થાય બેંકમાં, નસીબ ખડૂસનું જોરદાર છે સાલા ઘરે ફૂલ પેસા અને બીવી પણ માલ, બ્લેક મની તો બવ જ છે સાલા ઘર મેં હી બહોત પૈસા રાખે છે અને વ્હાઈટ બેંકમાં અલગ આટલા પૈસા છે તો પણ કોઈ મેનેજર નઈ રાખતો કોઈના પર વિશ્વાસ નથી એને સાલાને" વસીમ બોલ્યો અને મારું મગજ દારૂના નશામાં પણ દોડવા લાગ્યું
વસીમની વાત સાંભળી રાજા અને નીખીલ નિસાસો નાખવા લાગ્યા અને નસીબને દોષ દેવા લાગ્યા પણ મારું મગજ
"એક રસ્તો છે રાતોરાત લખપતિ થવાનો અને જીંદગીમાં એશઆરામ કરવાનો પણ એમાં થોડું રિસ્ક છે પણ પૈસા મળવાનો મોકો બવ મોટો છે" હું બધા સામે જોઈને બોલ્યો
"શું છે આઈડિયા..?" અખિલ મારા સામે જોઇને બોલ્યો, બાકી બંને પણ ગ્લાસ હાથમાં પકડીને એમની આંખોથી મને એ જ પૂછી રહી હતી
"જે વસીમે કીધું એ ડાકા ડાલેંગે લેકિન બેંકમાં નઈ આપડા ખડૂસને ત્યાં" હું વસીમ સામે જોઈને બોલ્યો