Dankh books and stories free download online pdf in Gujarati

ડંખ

અસ્મિતા મધ્યમવર્ગીય માતા-પિતાની પુત્રી હતી. ભણવામાં બહુ ખાસ નહી પણ મધ્યમ કહી શકાય એવી વિદ્યાર્થીની . પણ એના સપનાઓ બહુ જ ઊંચા . રંગો અને કાગળો સાથે બહુ જ લગાવ. એનું સપનું હતું  કે બહુ જ મોટી ચિત્ર કાર કે કાર્ટૂનિસ્ટ બને અને એના કાર્ટુન કે ચિત્ર ન્યૂઝ પેપર માં છપાય. થોડી અલ્લડ, મસ્તીખોર ખરી પણ દિલની બહુ જ સાફ. સ્કૂલમાં થતી ચિત્ર સ્પર્ધાઓ મા હંમેશા પ્રથમ નંબરે જ આવતી. અને આ સિલસિલો કોલેજમાં પણ ચાલુ રહ્યો કોલેજમાં પણ એ પ્રથમ  નંબર જ લાવતી. 
લગ્નની ઉંમર થતાં એના માતા-પિતાએ સમાજના બની બેઠેલા કહેવાતા મોટા લોકો ની સલાહથી  એક સામાન્ય પણ “સંસ્કારી ખાનદાન” મા ઓછુ ભણેલા, ૧૭મી સદીની માનસિકતા વાળા પાત્ર ને પરણાવી.લગન પછી અસ્મિતાને ખબર પડી કે કેટલા “સંસ્કારી” કુટુંબમાં પરણીને આવી છે.
  આખરે અસ્મિતા પણ સંસ્કારી હતી. એ સ્ત્રી કે મનુષ્ય પછી હતી પહેલા એના મમ્મી પપ્પાનું સન્માન હતી. એને કોઈ જ હક ન હતો કે પોતાના મમ્મી-પપ્પાનું બની બેઠેલા સમાજના મોટા લોકોનું ખરાબ લગાડે અને આ નર્કાગાર જેવી જિંદગી માંથી છૂટી જાય.
       એનેતો બિચારી ને નાનપણથી એક જ વાત કહેવામાં આવતી હતી તું તારા માતા-પિતાનું “નાક” છે. તું ધ્યાન રાખજે તારા થી તારા માતા-પિતાનું સમાજમાં નાક ન કપાય. માતા-પિતાના નાક ને બચાવવા માટે એ રોજ પોતાનું શરીર અને મન ઝીણા ઝીણા ટુકડાઓમાં કપાવતી હતી.
        સાસરીયાઓનો ત્રાસ એને બહુ જ ઓછો લાગતો જ્યારે, એનો અભણ પતિ એની જોડે બળાત્કાર કરતો. લોહી ના આંસુ રોતી અસ્મિતા જેમ તેમ કરીને પોતાનો સંસાર ચલાવી રહી હતી.            
       એક દિવસ એને ઘરમાંથી રંગો અને કોરા કાગળ મળ્યા. બસ જાણે ડૂબતાને એક તણખલાનો સહારો. અને અસ્મિતા ફરીથી હવે થોડું થોડું જીવવા લાગી હતી. એ પોતાના બધા જ દુઃખ ને કાગળ પર ઠાલવી હળવી થઈ જતી હતી. રોજ જીવવા માટે રંગો પાસેથી થોડું જીવન ઉધાર લેતી હતી. ઘણીવાર મનમાં વિચારે છે." મારા દોરેલા પતંગિયા અને મારામાં કોઈ ફરક નથી. એ પણ બિચારા ઉડી શકતા નથી અને હું પણ."
      પણ રંગોની અસર થવાથી એ ધીમે ધીમે "અસ્મિતા" બની રહી હતી એ અસ્મિતા જે પોતે એક સ્ત્રી એક કલાકાર છે. નહી કે કોઈનું નાક
    ધીમે ધીમે રોજ કામ પતાવી ઘર પાસેના બગીચે જવાનું અને કાગળ અને રંગો થી પોતાના મનને રંગીને ઘરે આવવાનો ક્રમ બની ગયો હતો. આજે પણ એ એમ જ ગઈ હતી. પણ એને ત્યાં એક ભમરી કરડી ગઈ એ પણ એના એ હાથ ઉપર જેનાથી એ ચિત્ર બનાવતી હતી. બદનસીબે અને એ ડંખ ના લીધે સુજન અને રિએક્શન આવ્યું. ઘરે ગઈ ત્યાં સુધીમાં તો એનો પૂરેપૂરો હાથ સુઝી ગયો હતો. એ હવે પોતાના હાથથી મુઠ્ઠી પણ નહોતી વાળી શક્તિ. રસોઈનો સમય થઈ ગયો હતો. લગ્ન પછી પ્રથમવાર એવું થયું અસ્મિતા જે રસોઇ કરવા સક્ષમ નહોતી. એવું નહોતું કે પહેલીવાર બીમાર પડી હતી. પણ એ વખતે બિમાર હોવાની સાથે પણ એ બધું જ કામ કરતી હતી. પણ આજે અસ્મિતા રસોઈ તો દૂર બનેલી રસોઈ ને જમી શકે એવી હાલતમાં પણ નહોતી એનો હાથ બહુ જ પીડા કરી રહ્યો હતો. છતાં પણ એક હાથે કામ કરવાનો પ્રયાસ કરતી હતી અને પ્રયાસ માં એનાથી એક વાસણ નીચે પડી જાય છે. બેઠકરૂમમાં tv પાસે બેઠેલા ઘરના બીજા સભ્યો અને પતિદેવ એની આ " ભૂલ" માટે ખરીખોટી સંભળાવે છે. અને એવી સલાહ પણ આપે છે કેએક નાની ભમરી કરડી જવાથી આવડા મોટા શરીરમાં કઈજ ફેર ન પડે. અત્યાર સુધી બધું જ સહન કરતી અસ્મિતા અચાનક જ  ઊભરાઈ જાય છે. એ વિચારે છે આ નાની એવી ભમરીનો ડંખ મને આટલો બધો કેમ લાગ્યો જ્યારે હું તો આવા કેટલાય ડંખથી ટેવાઈ ગઈ છું.
        ક્યાં સુધી હું આ બધા ડંખ સહન કરીશ? ક્યાં સુધી હું સમાજ ની બીકે આવા બધા ડંખ ને પ્રોત્સાહન આપતી રહીશ. લાગી રહ્યું હતું એને જાણે કોઈ ભમરી એ ડંખ થી એનામાં ઝેર નહીં પણ પોતાની જાત પ્રત્યે નું સન્માન , આત્મસન્માન ભરી દીધું હોય. એને થયું હું મારી કળાથી મારુ ગુજરાન ચલાવી શકું છું. હવે હું અસ્મિતા જ બનીશ. સમાજ ના ખોટા સન્માન કે દેખાડા માટે હું મારી જાતને નહિ જ હોમું.
     અને અસ્મિતા, નહિ એક નવી જ અસ્મિતા એ સંસ્કારી ઘરના રસોડામાંથી જ નહિ પણ ઘરમાંથી જ બહાર નીકળી. જ્યાં એક નવી સવાર એક નવું ઉજ્વળ ભવિષ્ય ની રાહ જોઇ રહ્યું હતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED