બધી જ લોકલ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરમાં એક જ news બ્રેકિંગ થઈ રહ્યા હતા “પ્રગતિ મહેતા નું ખૂન કરનાર હજી સુધી પકડાયો નથી”
પ્રગતિ મહેતા એક હોનહાર ,સફળ અને ઈમાનદાર વ્યક્તિ હતી. તે એક ટ્યુશન ક્લાસીસ ચલાવતી હતી. એને ત્યાં કામ કરતાં ટીચર્સ અને students પોત પોતાના વિષયમાં અવ્વલ નંબરે રહેતા. જેમ એન્જિનિયરિંગ અને મેડિકલ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય છે એવી જ રીતે આ પ્રગતિ મહેતાના ટ્યુશન ક્લાસીસ માં પણ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાતા. પ્રગતિ મહેતા કોચિંગ ની દુનિયામાં મોટું નામ હતું.
હવે આટલા નામચીન ક્લાસીસની સ્થાપકને કોઈ શુકામ મારે? આજ સવાલ સામાન્ય જનતાથી લઈને પોલીસ સુધી ચર્ચાતો હતો. એક અઠવાડિયું થવા છતાંય હજી સુધી કડી મળતી નહોતી કે ખૂન કોણે કર્યું?, પોલીસ સ્ટેશનમાં ઘણી બધી ચર્ચાઓ પછી આ કેસ હોનહાર ઇન્સ્પેક્ટર નવ્ય કુમારને સોંપવામાં આવ્યો. યુવાન અને હોશિયાર હતા. એમને બધા જ પુરાવાઓ નો ફરીથી અભ્યાસ કર્યો. અને ફરીથી કેસને લગતા તમામ શંકાસ્પદ વ્યક્તિઓ ની મુલાકાત લેવાની શરૂ કરી
સૌપ્રથમ એ મળ્યા પ્રગતિ મહેતાના ક્લાસીસ માંથી હમણાં જ છૂટા કરાયેલા એક શિક્ષકને જેમની પર આરોપ હતો કે એ એન્ટ્રન્સ ટેસ્ટ ના પેપર કોઈને વેચાતા આપ્યા હતા. અને પકડાઈ જતાં પ્રગતિ મહેતાની સાથે બોલાચાલીમાં ધમકી પણ આપી હતી: “તને જોઈ લઈશ પ્રગતિ મહેતા તને પણ ખબર પડશે કે તે કેટલી મોટી ભૂલ કરી છે મને નોકરીમાંથી છૂટો કરી ને”
એ શિક્ષકની સાથે વાત કરતા એ શિક્ષકે એ જ રટણ કર્યા રાખ્યું કે ગુસ્સામાં બોલી ગયો પણ એનો મતલબ એ નથી કે મેં જ એનું ખૂન કર્યું. ને જે દિવસે ખૂન થયું. એ દિવસે હું આ શહેરમાં જ ન હતો. એમ કરી એને પોતાના સોશિયલ મીડિયા પર ની post અને ફોટો બતાવ્યા જેમાં એ સાબિત થતું હતું કે એ દિવસે એ શિક્ષક શહેર માજ નહોતા. નવ્ય કુમારે એને જવા દઈ ને કહ્યું સાચી વાત છે તમે નિર્દોષ છો. તમે જઇ શકો છો. અને એ શિક્ષકના પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતાં જ પોતાના વિશ્વાસુ હવાલદારને બોલાવી ને કહ્યું આની પર નજર રાખો મને આ માણસ ક્યાં જાય છે? શું કરે છે? એની બધી જ માહિતી જોઈએ.
ત્યારબાદ નવ્ય કુમારે બીજા શકમંદ એટલે કે પ્રગતિ મહેતાના પ્રતિસ્પર્ધી પરાગકુમારને બોલાવ્યો. પુરા શહેરમાં બધાને ખબર હતી કે પ્રગતિ મહેતા અને પરાગકુમાર બંને પોતાના ટ્યુશન ક્લાસીસ માં ભણેલા અને ભણતા સ્ટુડન્ટ્સ ના માર્કસ અને ગ્રેડ એકબીજાથી વધુ આવે એના માટે ખૂબ જ મહેનત કરતા પરંતુ નસીબની બળવાન અને મહેનતુ પ્રગતિ મહેતા હંમેશા બાજી મારી જતી હતી. આના લીધે હવે પરાગકુમાર ના ટ્યુશન ક્લાસીસના સ્ટુડન્ટ્સ ની સંખ્યા ઘટવા લાગી હતી. આનાથી ગુસ્સે ભરાઇને પરાગકુમારે એક બે વાર પ્રગતિ મહેતાના ટ્યુશન ક્લાસીસ ની તોડફોડ પણ કરાવી હતી. જેના માટે પોલીસ ફરિયાદ અને પછી બન્ને વચ્ચે સમાધાન પણ થયેલું હતું.
એટલે જેવી આ હત્યા થઇ પરાગકુમાર આપોઆપ શકમંદોના લિસ્ટમાં આવી ગયા. નવ્ય કુમારે તેમની પૂછપરછ કરી. અને પછી એમને પણ જવા દીધા. એ સમજી ગયા હતા અહીં આ કેસમાં જરૂર કંઈક ત્રીજો ખૂણો છે જે આપણા સમજમાં નથી આવ્યો.
નવ્ય કુમારે હવે પ્રગતિ મહેતા ના ક્લાસીસ ની મુલાકાત લીધી અને ત્યાં કામ કરતા કર્મચારી તથા સ્ટુડન્ટને મળ્યા જેથી કંઈક નવું જાણવા મળે જે અત્યાર સુધી ની પૂછપરછમાં કે શોધમાં નથી મળ્યું સ્ટુડન્ટ્સ સાથે વાત કરતા એમને પ્રગતિ મહેતાનું એક નવું રૂપ જોવા મળ્યું. સ્ટુડન્ટસ ના પ્રમાણે મહેતા મેડમ થોડાક તીખા સ્વભાવના જરૂર હતા, પરંતુ ખોટું ક્યારેય સહન નહોતા કરતા. પછી ભલેને એ પોતાની સાથે થયું હોય કે કોઈ બીજા સાથે. પણ સ્ત્રીનું અપમાન તેમનાથી સહન નહોતું થતું.
આવાજ સ્વભાવના લીધે હમણાં જ એક વાર મોટી રેસ્ટોરન્ટમાં એક વેઇટરને બધાની વચ્ચે ખખડાવી નાખ્યો હતો. કેમકે એણે એક છોકરીઓ નું ગ્રુપ હતું. એમની સામે અભદ્ર ઈશારાઓ કર્યા હતા. જે મેડમ ની નજર માં આવી ગયું. અને પછી મેડમે જે પેલા વેઇટરને ખરીખોટી સંભળાવી છે, ત્યાં બેઠેલા બધા જ લોકો એકીટશે જોઈ જ રહ્યા અને પછી મેડમ ને તાળીઓની સાથે વધાવ્યા.
અમે લોકો તો વિચારતા હતા એક્ઝામ પતે પછી મેડમ સન્માન કરતો પોગ્રામ કરશું. ને ન્યુઝપેપર વાળા ને પણ આ વાત કહેશું કે અમારા મેડમ અમને ફક્ત ચોપડી ના જ પાઠ નહીં પણ જીવનના પાઠ પણ ભણાવે છે.
સ્ટુડન્ટ્સની આ વાત સાંભળીને નવ્ય કુમાર તરત જ પોતાની ટીમ સાથે રેસ્ટોરન્ટ પહોંચી ગયા. ત્યાં પહોંચીને એ વેઈટર વિશે પૂછ્યું જેને પ્રગતિ મહેતાએ પાઠ ભણાવ્યો હતો.
પણ આ શું? રેસ્ટોરન્ટના મેનેજરે કહ્યું અમે તો તો એ વેઇટરને એ દિવસ પછી આ રેસ્ટોરન્ટમાં જોયો જ નથી, એટલે સુધી કે એ એનો બાકી નો પગાર લેવા પણ નથી આવ્યો.
હવે નવ્ય કુમારને આ કેસની ખૂટતી કડી મલી ગઈ હતી. હવે બસ રાહ જોવાતી હતી એ વેઇટરને પકડવાની.
રેસ્ટોરન્ટના મેનેજર પાસેથી એ વેઇટરના ઘરનું સરનામું લઈને એને પકડીને લાવ્યા. એની પૂછપરછ કરતા એણે કહ્યું : " એ બાઇએ મને બધાની વચ્ચે અપમાનિત કર્યો" હવે મારી પણ ફરજ બને છે કે અપમાનનો બદલો વ્યાજ સહિત એને આપુ . અને પછી નિર્ણય કર્યો એને હું પણ એને પાઠ ભણાવીશ " મોત નો પાઠ".
બીજા દિવસે વહેલી સવારે જ્યારે એના ક્લાસીસ પર જતી હતી અંધારાનો લાભ લઈ મે જ એના માથા પર પથ્થર મારી હત્યા કરી દીધી હતી.
આખરે, " એક અઠવાડિયા પછી પ્રગતિ મહેતાનો ખૂની પકડાયો" એ હેડિંગ સાથે ન્યૂઝ પેપર બધાના ઘરે પહોંચ્યા અને પેલો વેઇટર જેલમાં.