શૈતાન - ભાગ ૪ - શૈતાન - ભાગ ૪ ( અંતિમ ભાગ ) BANSRI PANDYA ..ANAMIKA.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

શૈતાન - ભાગ ૪ - શૈતાન - ભાગ ૪ ( અંતિમ ભાગ )


આસ્થા ચિંતા માં વિચારી રહી. " શું કરવુ જોઈએ મારે? વિશાલ નો પર્દો ફાશ કરવો જોઈએ? કે પછી અેમ કરવામાં ક્યાંક અનીતા ની ઈજ્જત તો ખતરા માં નહી પડી જાય ને? બહુ મુશ્કેલી થી એણે પોતાની જીંદગી સંભાળી છે. શું કરુ સમજ‍તુ નથી? આસ્થિક ને કહી દઉ? ના મારા પાસે કોઈ સબૂત નથી.

પાર્ટી માં અનીતા ડેકોરેશન વાળાને સમજાવી રહી હતી કાંઇક. ત્યાં જ એની નજર વિશાલ પર પડી. એનો ચહેરો ફિક્કો પડી ગયો. શું સાચે જ એ શૈતાન અહીં છે? એવો પ્રશ્ન પોતાને જ પૂછી વળી. એની માંજરી આંખોમાં ભય સાફ ઝલકતો હતો. એ દોડીને આસ્થા ને શોધવા ઘર માં ગઈ. ગેસ્ટ રૂમ નું બારણું હાંફળા ફાંફળા ખોલ્યુ એણે. આસ્થા બે હાથ બેડ ને ટેકી ગાઢ વિચારો માં બેઠી હતી. અનીતા ને જોતાં જ સમજી ગઈ કે એણે પણ વિશાલ ને જોઇ લીધો. અનીતા એને ગળે વળગી રડવા લાગી.

" આસ્થા આ અહીં આવી ગયો છે એ હવે આપણને નહી છોડે એ શૈતાન અહીં બદલો લેવા જ આવ્યો છે. સોરી આસ્થા મારાં લીધે તારી લાઈફ માં આ બધું થઈ રહ્યું છે. મને તે એ દિવસે જ મરી જવા દીધી હોત તો આજે તારે આ દિવસ ન જોવો પડત "

" અનીતા બસ કર હવે. વિશાલ મને પહેલા જ મળી ગયેલો. પણ તારે એનાં જેવા શૈતાન સામે ડરવાની જરૂર નથી. ગુનો એણે કર્યો છે તે નહી. એટલે ડરવુ એને જોઈએ તારે નહી. હવે એ અહીં આવી જ ગયો છે તો આપણે એનો સામનો હિંમત થી કરીશું. પ્રોમિસ આપ મને તું નહી ડરે "

" ઠીક છે આસ્થા જેમ તુ કહે એમ પણ હવે આપણે કરિશુ શું ?"

" તું જા બહાર ડરતી નહી. કોઈને કાંઈ જ ખબર ન પડવી જોઈએ. હું કાંઈ વિચારુ છું "

અનીતા બહાર ગઈ. પાર્ટીમાં પહોંચી. ત્યાં જ વિશાલમળ્યો એને. આ વખતે એની આંખો માં ડર ન હતો. આસ્થા ની વાત એને બરોબર ગળે ઉતરી ગયેલી.

" શું અનીતા હજી પણ એટલી જ હોટ લાગે છે હાન. તને મારી યાદ ન આવી "

" તારા જેવાં શૈતાન ની યાદ કોને આવે "

" પણ હવે જરૂર આવશે જ્યારે હું તારો વીડીયો અહીં બધાંની વચે લીક કરીશ "

" તારી ધમકી થી હું ડરતી નથી ગેટ લોસ "

અનીતા ત્યાં થી નીકળી તો ગઈ પણ મનમાં ડર પણ લાગી રહ્યો હતો. પણ એને આસ્થા પર ભરોસો હતો.

આસ્થા ને અચાનક વિચાર આવ્યો મનમાં અને એણે એક નમ્બર જોડ્યો. તેનાં પર વાત કરી ફોન મૂકી એણે વિશાલ ને મળવા બોલાવ્યો.

" શું છે જાનેમન આજે તે સામેથી જ મળવા બોલાવ્યો "

" શટ અપ ઓકે. સીધુ સીધુ બોલ તને જોઈએ છે શું?  કેટલા રૂપિયા જોઈએ છે?"

" રુપીયા? તને શું લાગે છે હું આ બધુ પૈસા માટે કરુ છું આસ્થા? નો બેબી યુ આર રોંગ. આ માથા પર ઘાવ દેખાય છે? જે આજ સુધી નીશાન નથી ગયાં. એને સાજો કરી શકે તુ? હવે તો આનો બદલો લીધે જ પાર "

" પણ વિશાલ તુ બચ્યો કઈ રીતે અને અહીં ? "

" ચલ આજે તને હું બધું જ કહી દવ. મને અનીતા પહેલાથી જ પસંદ હતી. એને પામવાની ઈચ્છા એને જોયા પછી જાગી ઉઠેલી. એટલે જ મેં મુંબઈ મીટીંગ માટે એનુ નામ સજેસ્ટ કરેલુ. પણ એ એકલી ના આવત એટલે જોડે તારુ પણ સજેસ્ટ કરયુ. તમે બંન્ને મારા શિકાર બનવાનાં હતાં. ફરીને આવ્યા આપણે ત્યારે હું બીજી ચાવી લઈ અનીતા નાં રૂમ માં ધુસી ગયો. એ નહાવા ગઇ હતી. હું સંતાઈ ગયો. એણે નાઈટ લેમ્પ ચાલુ રાખેલો એટલે આછા પ્રકાશ માં એને આમ પણ ન દેખાત. એ નહાઈને સ્લીવલેસ ટી શર્ટ અને શોર્ટ માં મસ્ત લાગતી હતી એ. હું બહાર નીકળ્યો એ ગેલેરી માંથી અંદર આવી. મને એમ કે એ આસાની થી માની જશે પણ ન માની એટલે મારે બેહોશી નું ઈંજેક્શન આપવુ પડ્યું. અને આગળ નું તને ખબર જ છે "

" વિશાલ તને શરમ નથી આવતી? "
" નો બેબી નાવ લેટ મી ગો "

આસ્થા ત્યાં જ રહી ગઈ અને વિશાલ જતો રહ્યો.  

પાર્ટી ખૂબ જામી હતી. રીંગ સેરેમની નુ મુર્હુત ને બસ હવે ગણી શકાય એટલી મીનીટ બાકી હતી. આસ્થા અને આસ્થિક સ્ટેજ પર ઉભા હતાં. આસ્થા નો ચહેરો તંગ હતો પણ બધાંની વચ્ચે ખૂશ દેખાવા નો પ્રયત્ન કરી રહી હતી. આસ્થિક એ નોટીસ કર્યુ પણ અત્યારે સમય ન હતો એને કાંઈ પણ પૂછવાનો. અનીતા ની હાલત પણ કાંઈ એવી જ હતી. અનીકેત એ પણ તે જોયુ. તેણે પૂછી પણ લીધું. પણ અનીતા એ બધુ બરોબર છે એવો જવાબ આપી દીધો. માહોલ રંગીન હતો. વેડીંગ સોન્ગ વાગી રહ્યા હતાં. બધાં હવે બસ રીંગ પહેરાવાની રાહ જોઈ રહેલા. અને આખરે એ સમય આવી જ ગયો. બંન્ને એ એકબીજાં ને રીંગ પહેરાવી. બધાં એ તાળીઓથી વધાવી લીધાં. ખુશી નો માહોલ હતો. એવામાં જ વિશાલ આગળ આવ્યો.

" અટેન્શન એવરીબડી. આજે મારા થનાંરા બીઝનેસ પાર્ટનર આસ્થિક ની લાઈફ નો બહુ મોટો દિવસ છે. હું એને મારી શુભકામનાં આપુ છું. અને બંન્ને  માટે એક ગીફ્ટ લાવ્યો છું. જે આ વીડીયો માં દેખાશે "

હવે આસ્થા અને અનીતા બંન્ને સમજી ગયા કે આગળ શું થશે. અનીતા ની હવે હિંમત ખુંટી ગઈ. તે ત્યાંથી જાવા ની જ હતી કે આસ્થા એ એનો હાથ પકડી રોકી. વિશાલ એ પ્રોજેક્ટર લગાવ્યુ અને વીડીયો શરુ કર્યો. વિશાલ આસ્થા અને અનીતા સામે જોઈ લુચ્ચુ સ્મિત આપી રહ્યો. વીડીયો શરુ થયો અને બધાં વિશાલ સામે અજીબ નજર થી જોઈ રહ્યા. વિશાલ ને કાંઈ સમજાયુ નહી. તેણે પોતાનો જ અવાજ સાંભળ્યો. પાછળ વળી ને જોયુ તો એની અને આસ્થા નાં કોનર્વઝેશન ની  ક્લીપ ચાલી રહી હતી જેમાં તેણે પોતાનો ગુનો કબુલ કરેલો. એ જોઈ એની આંખો ફાટી રહી અને જોઈ રહ્યો. ક્લીપ પુરી થઈ.  પણ એને ખબર હતી કે ભલે પોતે બધુ બોલી ગયો પણ સમાજ અનીતા ને દોશી બનાંવશે જ.

" શું થયુ વિશાલ નવાઇ લાગે છે કે આમ કેવી રીતે? હું તને સમજાવુ છું. તુ મને તારોમપ્લાન સમજાવી ને ગયો કે તુ શું કરવાનો છે પછી મે બહુ વિચાર્યું ત્યારબાદ મેં તને એક્સપોઝ કરવાનું વિચાર્યું. મેં મારા સ્કૂલ ફ્રેન્ડ અંકીત ને ફોન કર્યો જે પોલીસ માં હમણાં જ સીલેક્ટ થયો છે અમે એ સગાઈ માં આવ્યો હતો. મેં એને બધી વાત કરી અને એની સાથે મેં અા પ્લાન બનાંવ્યો. તુ મને મળવા આવ્યો ત્યારે મેં કેમેરો ચાલુ કરી સંતાડી દીધેલો. તું ગયો એટલે મેં એ વીડીયો અંકીત ને બતાવ્યો. આગળનું કામ તેણે સંભાળ્યુ. તેણે તે વીડીયો પેન ડ્રાઈવ માં નાંખ્યો અને તું પ્રોજેક્ટર સ્ટાર્ટ કરે તે પહેલા જ બદલી નાંખ્યુ. થેંક યુ અંકીત "

" વેલકમ આસ્થા આ તો મારી ફરજ હતી. "

" બોલ શું કહેવું છે હવે તારે વિશાલ "

બધાં જોઈ જ રહ્યા. કોઈએ ધાર્યુ ન હતું કે આમ બનશે. આસ્થિક ને પણ નવાઈ લાગી અને વિશાલ એ જ છે એ જાણીને નફરત થઈ આવી. અનીકેત નું તો એટલું ખૂન ખોળતુ હતુ કે એને મારવા જ મંડે પણ અત્યારે શાંત રહેવુ એને હીતાવહ સમજ્યુ.

" વાહ આસ્થા ધાર્યા કરતાં વધુ ચાલાક નીકળી તું પણ તુ ભૂલી ગઈ કે મને ગુનેગાર બનાંવા માં તારી દોસ્ત ની ઈજ્જત પણ ગઈ. લોકો એને નહી અપનાંવે "

આસ્થા એ આજુબાજુ નજર કરી તો ખરેખર તેવુ જ હતું. લોકો તેને ગુનેગાર ની જ નજર થી જોઈ રહેલાં. હબે આસ્થા થી ન રહેવાયુ એણે બધાં વચ્ચે ગઇ.

" હું જાણું છું કે તને મારી દોસ્ત ને જ ગુનેગાર માનશો. આખરે હજી પણ આપણો સમાજ પુરુષ પ્રધાન છે. પણ હું કહું છું શુંકામ? જ્યારે પણ કોઈ રેપ કેસ થાય તો હંમેશા છોકરી નો જ કેમ વાંક કાઢવામાં આવે છે? શું ગલતી છે અનીતા ની? એ સ્વનિર્ભર છે એ? એ પોતાની મરજીથી પોતાનુ પેટ પાળવા જોબ કરે એ? પોતાની મરજી થી જીવે એમાંશું ગુનો છે? શું છોકરી ને પોતાની મરજીથી જીવવાનો અધીકાર નથી? તેનું પણ પોતાનું સ્વમાન છે. જ્યારે ભગવાન એ બંન્ને માં કોઈ ફરક ન કર્યો બંન્ને ને બે હાથ બે પગ આપ્યા તો આપણેશું કામ કરીએ છે? અને આ હવસખોર વિશાલ એ તો માણસ નાં રૂપ માં શૈતાન જ છે. આપણે ડાકણ, ભૂત પીશાચ એ બધ‍ાં થી ડરીએ છે પણ ખરેખરો શૈતાન તો આવા વિશાલ જેવા લોકો અને એની માનસીકતા છે જે બસ છોકરીઓ ને પોતાની કતપૂતલી સમજે છે. આપણે સમાજ ની માનસીકતા ને પણ બદલવાની જરૂર છે. આમાં અનીતા નો શું વાંક ? "

" આસ્થા તું સાચુ કહે છે આમાં અનીતા નો કોઈ વાંક નથી એક સ્ત્રી હોવાનાં નાતે હું એને સમજી શકુ છું " આસ્થા નાં સાસુ ભણેલા હતાં. આધુનિક વિચાર વાળા હતાં તેમણે તેમની વહુ ના સુર માં સુર પૂરાવ્યો.

અંકીત વિશાલ ને અરેસ્ટ કરી લઈ ગયો. અમુક લોકો ને અનીતા ની દયા પણ આવતી હતી " હવે કોણ લગ્ન કરશે આ બિચારી સાથે " આટલુ સાંભળતા જ અનીકેત થી હવે ન રહેવાયુ.

" હું કરીશ લગ્ન અનીતા તારા સાથે. એટલાં માટે નહી કે હું તારા પર દયા ખાઉ છુ પણ એટલા માટે કે હું તને પ્રેમ કરું છુ. શું તુ મારા પ્રેમ ને સ્વીકાર કરીશ?

અનીતા ભીની અાંખે હા કહે છે અને બધાં ત્યાં જ એમની પણ સગાઈ કરાવી દે છે.

રાતે આસ્થા અને આસ્થિક એકબીજાંનાં હાથ માં હાથ પરોવી એ જ ગાર્ડન નાં બાંકડાં પર બેઠા છે. ચાંદ ને નીહાળી રહ્યા છે. બધાં સૂઈ ગયાં છે.

" આસ્થા મને ગર્વ છે. તે તારી દોસ્ત ને ઈંસાફ અપાવા હિંમત કરી આટલી. "

" ગર્વ તોમને તમારા પર અને તમારા પરીવાર પર છે. કે તમે આજનાં જમાનાંમાં મારી વાત સમજી અને મને સાથ આપ્યો. તમને મેળવી ને હું મારી જાત ને ધન્ય સમજું છું.અને અનીકેત પર પણ મને ગર્વ છે. કદાચ મારા પાછલા જનમ નાં પૂણ્યો નુ ફળ ચવો તમે. આજ પહેલાં ક્યારેય કહ્યું નથી પણ આજે કહું છુ. આઈ લવ યુ આસ્થિક "

" આઈ લવ યુ ટુ આસ્થા "

બંન્ને  પોતાનાં સુખી જીવન ની કામનાં સાથે ચાંદ ને નીહ‍ળી રહ્યા "

સમાપ્ત. 

લેખક - બંસરી  પંડ્યા "અનામિકા "