શૈતાન - ભાગ ૨ BANSRI PANDYA ..ANAMIKA.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

શૈતાન - ભાગ ૨


     સવારે   મિટીંગ  માં  જવાનુ   હતુ.  આસ્થા  વહેલી  ઊઠી  ગઈ. અરીસા સામે  તૈયાર થઈ રહેલી આસ્થા વિચારી રહી હતી કે અનીતા ઊઠી હશે કે નહી. આમ તો સવારે હંમેશા વહેલી તૈયાર થઈ જાય છે. આજે ફોન પણ નથી કર્યો સવારે ઊઠી ને. હમણા જઇને જોવ.  એમ વિચારતા વિચારતા એણે કાજલ લગાવ્યુ  આંખમાં. આમ તો એ હંમેશા સીમ્પલ જ રેડી થતી પણ હંમેશા કાજલ જરૂર લગાવતી.  આજે એણે  બ્લૂ લેગીસ અને પીળી ખુરતી પહેરી હતી. ઉપર સ્ટોલ ને ગળામાં ફોલ્ડ કરી નાંખ્યો. હવે તે પ્રેઝેન્ટેશન માટે એકદમ રેડી હતી.  તે જલદીથી નીકળી  અને  અનીતા નાં રૂમ એ ગઈ. એ જેવો દરવાજો ખટખટાવા ગઈ કે અનીતા એ દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાં જ અનીતા નજરે પડી. અને આસ્થા વિચાર માં પડી. અનીતા આજે એકદમ સાદી તૈયાર થઈ હતી. વાળ પણ ખુલાં ન હતા રાખ્યા. રોજ કરતાં કાંઈ   અલગ પણ લાગતી હતી. એણે ગોગલ્સ પહેરેલા હતાં.

આસ્થા -  શું થયુ અનીતા?

અનીતા - કાંઈ નહી આસ્થા

આસ્થા - તબિયત તો ઠીક છે ને તારી અને આ અત્યારે ગોગલ્સ કેમ?

અનીતા - અરે કાંઈ નહી કાલે બહુ ફર્યા ને તો આંખ માં ઈન્ફેક્શન  થઈ ગયુ છે.

આસ્થા - ઓહ. બહુ વધુ થયુ છે કે? આપણે  ડોક્ટર ને પાસે જઈ આવીએ?

અનીતા -  ના ના મેં મારા પાસે હતાં એ ટીપાં નાંખી દીધા છે આઈ  એમ  ફાઈન નાવ.  આપણે  નીકળીએ  હવે. 

એટલામાં વિશાલ પણ તૈયાર   થઈને   આવી ગયો.

વિશાલ - રેડી લેડીઝ ?
આસ્થા - યેસ સર.

વિશાલ - અનીતા    આ   ગોગલ્સ ?

અનીતા - સર અાંખ માં  ઈન્ફેક્શન થયું છે.

વિશાલ - બહુ સીરીયસ તો નથી ને?

અનીતા - ના સર. જઈએ હવે.

બધાં કાર માં બેઠા. અને કાર નીકળી પડી મુંબઈ નાં રસ્તા પર. અનીતા શાંત બેસેલી હતી.  આસ્થા ને કાંઈ વિચિત્ર  લાગતુ હતુ. આટલી બોલકણી આ અનીતા આજે કેમ આમ ચૂપચાપ બેસી રહી છે. એમ વિચારી રહી એ. એણે પાછુ પૂછ્યું અનીતા ને. " અનીતા તુ ઠીક તો છે ને? ". જવાબ માં અનીતા એ કહ્યું " હા બસ થોડી થાકી ગઈ છુ. બીજુ કાંઈ  નહી. તુ ચિંતા  ન કર " . આસ્થા મે લાગ્યુ તો ખરુ પણ પછી એ કાંઈ  બોલી નહી.

    બધાં કંપની એ પહોંચી ગયા. તે તેમની જ કપની ની બીજી શાખા હતી. પણ એમની ઓફીસ કરતાં ઘણી વિશાળ અને સુંદર હતી. મેઈન ગેટ પર  એન્ટ્રી કરી તેઓએ. વોચમેન એ ગેટ પાસ આપ્યો. વિશાલ આગળ હતો અને અનીતા આસ્થા પાછળ.  બધાં કંપની માં દાખલ થયાં.  પહેલાં મોટો હોલ હતો. આખી ઓફીસ સફેદ મારબલ ટાઇલ્સ થી સજેલી હતી. જમણી બાજુ રીસેપ્શનીસ્ટ નુ  મોટુ ડેસ્ક હતુ. તેની સામે બીજા ખુણે સોફા હતા.   વિશ‍ાલ ને બધાં ઓળખતા હતા. એ ગયો એટલે પ્યુન હરૂકાકા આવ્યા. 

વિશાલ - " કેમ છો કાકા. બધુ બરોબર ને?"

હરૂકાકા - " હા સાહેબ તમારી દયા થી બધુ બરોબર. તમે ઓપરેશન માટે પૈસા ન આપ્યા હોત તો હું અત્યારે અહીં ન હોત. "

વિશાલ - " અરે એવુ કાંઈ  નહી કાકા. માણસ ની ફરજ છે માણસ ની મદદ  કરવી. "

હરૂકાકા - " તમારા જેવો નિખાલસ માણસ મેં ક્યાંય નથી જોયો. બોલો શું લ‍ાવુ? ચા પાણી ? "

વિશાલ- " કાંઈ નહી કાકા આ બે લેડીઝ આપડા વડોદરા ની ઓફીસ ના છે. એમનુ ધ્યાન રાખજો. "

આટલુ કહી વિશાલ આગળ વધ્યો અને  અનીતા આસ્થા ને બેસવા કહ્યું  ડેસ્ક ની સામેનાં સોફા પર.  બંન્ને  જઇને બેઠાં આસ્થા ને હજુ પણ અનીતા નુ. વર્તન અલગ લાગતુ હતુ. 

  મિટીંગ નો સમય થઈ ચૂક્યો હતો.  બધાં જ સ્ટાક મેમ્બર પ્રેસેનટેશન રૂમ માં   ગોઠવાઈ  ગયા હતાં.  એક  વિશાળ  હોલ  બનાંવવામાં  આવેલો   હતો  જેમાં   પ્રોજેક્ટર હતુ.  અને   એની સફેદ સ્ક્રીન  હતી જેદરવાજો ખોલતાં જ સામે નજરે પડે. એની સામે ખુરશી ઓ  ગોઠવેલી હતી. જેમાં બધા સ્ટાફ મેમ્બર ગોઠવાઈ ગયા. આજે  અનીતા એ પ્રેસેન્ટેશન આપવાનુ હતુ. વિશાલ અનીતા અને આસ્થા આગળ  બેઠાં.  વિશાલ  એ   ઈન્ટ્રો  આપ્યો. હવે વારો આવ્યો અનીતા નો અને છેલ્લે   આસ્થા એ ક્લોઝ કરવાનુ હતુ પીપીટી.  અનીતા ઊભી થઈ એ  આજે બહુ જ નર્વસ હતી. આજ પહેલાં એકદમ આત્મવિશ્વાસ સાથે સ્પીચ આપતી અનીતા આજે ધ્રુજી રહી હતી. આસ્થા નાં આશ્ર્ચર્ય નો પાર ન રહ્યો. હવે આસ્થા નુ મન પણ ગભરાવા લાગ્યુ કે અનીતા ને થયુ  શું હશે.  અનીતા ઉભી થઈ સ્ટેજ પર ગઇ. એણે ચાલુ કર્યુ પોતાનુ કામ. પણ અડધે   આવીને જ એ ભૂલી ગઈ. બધાં બહુ નારાજ થયાં અને અનીતા દોડીને રૂમ ની બહાર જતી રહી. આસ્થા ને પાછળ જવાનું મન થયુ પણ હવે એને આખી વાત સંભાળવાની હતી. એણે બાકીનુ કામ પૂરુ કર્યુ મિટીંગ પૂરી થઈ. વિશાલ પણ ટેન્સ જણાંતો હતો પણ એ બીજા કામ માં વ્યસ્ત હતો. આસ્થા મોકો જોઈને નીકળી ગઈ. એ સીધી હોટલ એ અનીતા નાં રૂમ માં ગઇ એ ત્યાં  ન હતી. એણે બધે શોધ્યુ પણ ન મળી. ફોન પણ ન હતી ઉપાડતી.  હવે આસ્થા ને ચિંતા થવા લાગી. એણે વેઈટર ને પૂછ્યું તો તેણે જણાંવ્યુ કે  અનીતા ને એણે ટેરેસ પર જતાં જોઈ હતી.  આસ્થા ઝડપથી  ટેરેસ પર પહોંચી ગઈ.  ત્યાં  જઈને જોયુ તો એના હોશ જ ઉડી ગયા. અનીતા બસ કૂદવાની તૈયારી કરી રહી હતી. અંધારુ થઈ ગયેલુ એટલે ખબર નહી પડી હોય કોઈને.  આસ્થા એ અનીતા નો હાથ પકડી એને બચાવી લીધી.

આસ્થા - આ શું કરે છે અનીતા? પાગલ થઈ ગઇ છે કે?

અનીતા - " બસ આસ્થા મને છોડ મારે નથી જીવવુ. "

આસ્થા - " એવુ તો શું થઈ ગયુ અનીતા કે જીવવુ નથી ?"

અનીતા - " બસ મને મરવુ છે જવા દે મને છોડી દે મને "

અનીતા બેકાબુ થતાં આસ્થા એ એક તમાચો માર્યો એને અને અનીતા તેને ભેટીને રડવાં લાગી. આસ્થા એને પોતાનાં રૂમ માં લઇ ગઇ અને શાંત કરી. એણે અનીતા ને બધુ જણાંવવા કહ્યું. અનીતા સ્વસ્થ થઈ અને શરૂઆત  કરી.

"  ગઈ કાલે રાતે ફરીને આવ્યા પછી હું ખુબ ખુશ હતી. તને ખબર છે ને કે મને ફરવાનો કેટલો શોખ છે. હું નાઇટ ડ્રેસ પહેરી બહાર આવી. ગેલેરી માં સારો પવન આવતો હતો એટલે હુ ત્યાં  થોડી વાર ઉભી રહી. મને કાંઈક અવાજ આવ્યો એટલે હું પાછી રૂમ માં ગઇ. હું અંદર ગઈ એટલે મેં ગેલેરી નો દરવાજો બંધ કર્યો. અંદર આછો પ્રકાશ હતો કેમ કે મે જ નાઈટ લેમ્પ ચાલુ રાખેલો. મને એવો ભાસ થયો કે ત્યાં કોઈ છે મેં પૂછ્યું કોણ છે તો કોઈ જવાબ ન આવ્યો. મેં વિચાર્યું કે મારો જ ભ્રમ હશે. ત્યાં જ મને કોઈએ જોરથી પાછળથી પકડી લીધી. હું ખૂબ જ ડરી ગઇ. કોણ છે ની બૂમો પાડી રહી તો એણે મારા મોં પર હાથ રાખી દીધો. હું મહામેહનત એ છુટી મેં લાઇટ કરી અને સામો ચહેરો જોઈ માને તો મારા અાંખ પર વિશ્વાસ જ ન હોતો આવતો. "

આટલુ બોલી અનીતા રડવા લાગી. આસ્થા એ એને શાંત કરી અને કોણ હતુ એ પૂછ્યું. અનીતા એ આગળ વાત ચાલુ કરી.

" એ વિશાલ સર હતા."

" વોટ? વિશાલ ? "

" હા આસ્થા હું પણ એટલી જ ડઘાઇ ગયેલી. મેં એને કીધુ કે સર તમે અહીં શું કરો છો આવી રીતે તો એણે મારો હાથ પકડયો અને કહ્યું " તને નથિ ખબર હું શું કરુ છુ અહીં ડાર્લિંગ ?"  મેં એને કહ્યું  કે " સર તમને કોઇ ગલતફેમી થઈ છે હું એવી નથી. તમે જાવ અહીંથી. તો વિશાલ અકળાઈ ગયો.

વિશાલ - " શું એવી નથી? રોજ માલ બનીને તૈયાર થઈને આવે છે તો કોઈનુ પણ ધ્યાન જાય "

અનીતા - " હું મોર્ડન છુ મને મન ગમતા કપડાં પહેરુ એનો મતલબ એ નથી કે હું તમે સમજો એવી છુ. અને મેં તો તમને કેટલા સારા સમજ્યા હતા તમે આવા નીકળશો એનો મને જરા પણ અંદાજો ન હતો. "

વિશાલ -" સારા બનવાનુ તો મેં નાટક કરુ છુ જેથી છોકરીઓ મારા પર ભરોસો કરે અને અહીં મિટીંગ માટે આવે અને મજા કરી શકુ હું એમની સાથે. આજ સુધી આવુ જ ચાલ્યુ છે. કોઈ પોતાની મરજીથી ન માને તો મને મનાવતા આવડે છે "

"  મને હવે વિશાલ નો અસલી ચહેરો સાફ દેખાઈ ગયો હતો. એ  માણસ નહી પણ માણસ ના રૂપ માં શેતાન છે શૈતાન. ન જાણે કેટલીય છોકરીઓ ની એણે જીંદગી બગાડી હશે.  હવે  મને બસ ભાગી છુટવુ હતુ. હું ભાગવા ગઈ પણ એણે મને પકડી લીધી. એ જબરદસ્તી કરવા લાગ્યો. હું બહુ જોર લગાવતી હતી છુટવા માટે એટલે એણે એનાં ખિસામાંથી ઈંજેક્શન કાઢયુ અને મને મારી દી્ધુ. હું બેહોશ થઈ ગઇ. સવારે ૭ વાગે મને હોશ આવ્યો તો મારી ઈજ્જત લૂટાઈ ગઈ હતી. વિશાલ બેશરમ થઈ સામે બેઠેલો. એણે મને ધમકી આપી કે કોઈને પણ આ વાત કહીશ તે આ તારો વીડીયો હું વાઈરલ કરી તને બદનામ કરી દઈશ. વિડીયો માં મારો જ ચહેરો દેખાતો હતો. એ તો જતો રહ્યો પછી હું ખૂબ રડી. અાંખોની લાલાશ છુપાવા જ મેં ગોગલ્સ પેરેલા. હું તને પણ કહી ન હતી શકતી. "

આસ્થા - " અરે અનીતા મને તો પહેલેથી જ એ યોગ્ય ન હતો લાગતો. માણસ હોય કાંઈક ને બતાવે કાંઈક. તે એકલી એ આટલુ સહન કરી લીધુ. ચલ આપડે પોલીસ ફરીયાદ કરીએ સાલા ને જેલ ની હવા લાગશે એટલે ખબર પડશે. ચાલ તુ મારી સાથે "

અનીતા - " ના આસ્થા એના પાસે વીડીયો છે હું કાંઈજ કરવા નથી માંગતી "

આસ્થા - " હા પણ અામ ડરી ન જવાય "

અનીતા - " હું એ કાંઈ નથી જાણતી બસ તુ કાંઈ નહી કરે તને મારા સમ. "

આસ્થા - " પણ વીડીયો તો ડીલીટ કરવો જ પડશે. હું કાર માં રીર્ટન થતી વખતે મોકો જોઇ વીડીયો ડીલીટ કરી દઇશ. પછી જોઈએ શું કરી શકાય. તું આજે મારા રૂમ માં જ રહી જા આજે. હું તારા રૂમ માંથી તારો સામાન લઈ આવુ છુ. તું અહીં જ રહે. "

અનીતા - " ઠીક છે "

આસ્થા રૂમ માં ગઇ અનીતા નાં રાતનાં ૮ જેવુ થયુ હતુ. એણે બધો સામાન બાંધ્યો. જવા જતી હતી ત્યાં જ વિશાલ નુ આગમન થયુ.

વિશાલ - " હાય આસ્થા. તું અહીં? "

આસ્થા - " હ...હા  સ..ર  જરા આ  અનીતા નો સામાન લેવા આવી હતી "

વિશાલ - " ઓહ પણ કેમ "

આસ્થા - " સર અનીતા ની તબિયત ખરાબ છે તો એ મારી સાથે રહેશે આજે "

આસ્થા જવા જ જતી હોય છે ત્યાં  જ વિશાલ એનો હાથ પકડી લે છે અને જોર થી આટ્ટહાસ્ય સંભળાય છે આસ્થાને એનું.

વિશાલ -  શું લાગે છે તને હું બેવકૂફ છુ? મને શું ખબર નથી કે તને અનીતા એ બધુ જ કહી દીધું છે મારા વિશે "

આસ્થા - " હા કહી દીધું છે. તારો વખત પણ નજીક છે હવે. હું તને નહી છોડું. જેલ માં નાંખે જ છૂટકો હવે તને. તું માણસ કહેવાને લાયક જ નથી. ભોળી છોકરીઓનો ફાયદો ઉઠાવે છે તુ. તું માણસ ના રૂપમાં શૈતાન છે શૈતાન. "

વિશ‍ાલ - " જો આ વિડીયો. હજી પણ પોલીસ માં જાવુ છે તારે? ચલ આજે તારો વારો. નહીતો તારી બેસ્ટ ફ્રેન્ડ ની ઈજ્જત ના પ્રૂફ ને હું વાઈરલ કરી દઈશ.

વિશાલ  એ આસ્થા નો હાથ પકડી લીધો. આસ્થા એ બચવાની કોશીશ કરી પણ અસમર્થ હતી. વિશાલ એ આસ્થા ને દિવ‍ાલ સુધી આડાડી દીધી. અને આસ્થા નાં મનમાં હવે બચવુ કઈ રીતે એ ચાલતુ હતુ. એ હવસખોર શૈતાન એનાં સાથે જબરદસ્તી કરવા આતુર હતો. એનો ફોન પણ પડી ગયેલો. ઉતાવળ માં આસ્થા નાં હાથ માં ફૂલદાની આવી કાચની અને એણે જોરથી વિશાલ નાં માથા પર મારી દીધી. વિશ‍ાલ ની પકડ આસ્થા પરથી છૂટી ગઈ. તેને ચક્કર આવવાં લાગ્યા. લોહી ની ધાર છૂટી. અને એ ત્યાં જ પડી ગયો.  આસ્થા ગભરાઈ ગઈ. એ ત્યાંથી બહાર નીકળવા ગઈ પણ એને વીડીયો યાદ આવ્યો. એણે વિશાલ નો ફોન લીધો અને બધું જ ડીલીટ મારી દીધુ. વીડીયો સહીત બધું જ. અને પછી ફોન બંધ કરી ડીસ્ટ્રોય કરી રૂમ લોક કરી દીધો.  ત્યાંથી પોતાનાં  રૂમ તરફ ભાગી.

" અનીતા ચલ જલ્દી. આ લે તારુ બેગ. અને મારુ બેગ નીકાળ આપડે અત્યારે જ જાુ પદશે અહીંથી જલ્દી "

" શુ્ થયુ આસ્થા? "

" કાંઈ કહેવાનો સમય નથી બસ તુ ચાલ અહીંથી "

બંન્ને  લોકોની નજર થી બચી ને ત્યાંથી નીકળી ગયા. અને રેલ્વે સ્ટેશન પહોંચી વડોદરા ની ટ્રેન પકડી લીધી. અનીતા ને આસ્થા એ રસ્તામાં બધુ કીધું. અનીતા પણ ખૂબ ડરી ગઇ.

" હવે શું થશે આસ્થા "

" ખબર નહી અનીતા આપડે અત્યારે જઇને મારા ઘરે સંતાઇ જશું પછી સ્થિતિ જોઈ પોલીસ ને વાત કરીશું. "

બંન્ને  આસ્થા નાં ઘરે છુપાઇ ને રહી ગઇ થોડાં દિવસ.

શું થયુ હશે  એ  શૈતાન નુ? શું એ જીવી જશે કે આસ્થા ના હાથે અજાણતા ખૂન થઈ ગયુ?  શું અનીતા અને આસ્થા બચી શકશે? જાણીશું આગળ નાં ભાગમાં.