શૈતાન - ભાગ ૩ BANSRI PANDYA ..ANAMIKA.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

શૈતાન - ભાગ ૩


આસ્થા અને અનીતા બે દિવસ છુપાઈને રહ્યા પણ કોઈજ અંદેશો ન આવ્યો કે એ શૈતાન વિશાલ સાથે થયુ શું હશે. ઓફીસ માં તો નીકળ્યા મુંબઈ થી એ જ દિવસે સીક લીવ નો મેઈલ કરી દીધેલો. બે દિવસ થયા પછી બંન્ને  એ હિંમત કરી ઓફીસ જવાનું વિચાર્યું. બંન્ને તૈયાર થઈ ગઈ ઓફીસ જવાં.

" શું લાગે છે આસ્થા. વિશાલ શૈતાન ત્યાં હશે? "

" ખબર નથી અનીતા પણ આપણે જોવું તો પડશે "

બંન્ને  ઓફીસ પહોંચી. બધું જ નોરમલ લાગતુ હતુ. જોસેફ, મંદીરા, નીતીન, મિત્તલ, અર્પિતા એ બધાં તેમનાં કલીગ ટોળુ વળી ઊભા હતાં સફેદ કપડ‍ાં પહેરેલા તેઓએ. આસ્થા અને અનીતા જોઈને ગભરાઈજ ગયાં કે લાગે શૈતાન નો અંત જ આવી ગયો એટલે જ આમ બધાં શાંતિ પૂજા કરાવતા લાગે છે. બધાં હ્ટયા એટલે ફોટો જોઈ નિરાંત થઇ કે એ એમનાં બોસ નાં દાદી નો હતો. પણ વિશાલ ક્યાંય નજરે ન પડતો હતો. આસ્થા અને અનીતા ને જોઈ તેઓએ તેમની ખબર પૂછી.

" અમે હવે બરોબર છે "

" શું યાર લાગે મુંબઈ તમને લોકો ને સદયુ નહી નઇ"

" હા નીતીન કાંઈ એવુ જ સમજ"

" અને વિશાલ સર ને પણ ના સદયુ. "

આસ્થા અને અનીતા એ નજરો માં ખોફ હતું.

" ક..કેમ? "

" અરે તને નથી ખબર વિશાલ સર એ દિવસ પછી ગાયબ હતાંઅને પછી મેઇલ કરેલો સર ને જોબ માંથી રીઝાઇન કરે છે. બસ પછી ક્યાં ગયા શું થયું કોઈને જ ખબર નથી "

આસ્થા ને શાંતિ થઇ કે ચલો પોતાના હાથે ખૂન તો નથી થયુ. પણ ડર પણ લાગ્યો કે વિશાલ ગયો ક્યાં હશે?

" આસ્થા તુ હવે ભૂલી જા એને લાગે એને એની ભૂલ નો એહસાસ થઈ ગયો છે એટલે એ જાતે જ સમજી ને જતો રહ્યો "

" પણ અનીતા એ એવો માણસ નથી. શૈતાન પોતાની શૈતાનીયત ન ભૂલે "

" જવા દે આસ્થા પ્લીઝ "

" ઓકે  "

એ વાત ને છ મહિના વીતી ગયાં. ના તો એ શૈતાન નો કોઈ જ પતો હતો કે ના કોઈ જ કોન્ટેક્ટ. આસ્થા ને પણ હવે અનીતા ની વાત સાચી લાગી. બંન્ને સાથે પીજી શેર કરી ખુશીથી રહેતાં હતાં. આસ્થા નાં મમ્મી એ તેનાં માટે છોકરો પણ શોધી લીધો હતો. નામ હતું એનુ આસ્થિક. તે આજે એને મળવા આવવાનો હતો.

આસ્થા બ્લુ રોઝ હોટલ માં રેડ સલવાર સૂટ પહેરી સુંદર તૈયાર થઈ અાસ્થિક  ની રાહ જોતી હતી. થોડી જ વાર માં એક હેન્ડસમ ગોરો યુવાન આસ્થા નાં નજરે પડ્યો. ફોટામાં જોયેલો એના કરતાં ઘણો સારો લાગતો હતો. બીઝનેઝ ધરાવતો હતો પોતાનું. મુંબઇ માં જ પોતાનાં માતા પિતા સાથે રહેતો હતો. અહીં કોઈ બીઝનેસ મીટીંગ માટે આવેલો એટલે બંન્ને ના પરીવાર એ આ મીંટીંગ ગોઠવેલી એમની. આસ્થા ને તો એ પહેલાં જ ગમી ગયો હતો. આસ્થિક સામે આવી બેઠો. બંન્ને ની નજરો મળી. પહેલી નજરનો જ પ્રેમ થઈ ગયો બંન્ને ને. જેની ગવાહી બંન્ને ની આંખો આપી રહી હતી. પહેલી મુલાકાત સારી રહી. પછી આસ્થિક એને એનાં રુમ સુધી મૂકી ગયો. બંન્ને એ ઘરે વાત પણ કરી લીધી. બંન્ને ની સગાઈ ની તારીખ નક્કી થઈ ગઈ.એક મહિના બાદ આસ્થા અને આસ્થિક ની સગાઈ રખાઈ હતી. અનીતા પણ ખુશ હતી. આસ્થા ને અનીતા ની પણ ચિંતા હતી. એણે આસ્થિક ને અનીતા વિશે બધી હકીકત જણાંવેલી અને એનાં માટે પણ કોઈ સારું ધ્યાન માં હોઈ તો કહેવા કહ્યું.

આસ્થિક પોતાની ઓફીસ માં અનીતા વિશે વિચારી રહ્યો હતો અને દુખી પણ હતો. એવા માં જ એનો મિત્ર અનીકેત આવ્યો. પણ આસ્થિક એટલો વિચાર માં હતો કે એને ખબર જ ન રહી કે અનીકેત ક્યારે આવ્યો.

" કેમ ભાઈ આજે બહુ ઉદાસ છે. ભાભી સાથે ઝઘડો થયો છે કે શુ? "

" ના ના એવું કાંઈ નથી અનીકેત બસ એમ જ. બોલ તું "

" તું ભૂલી ગયો કે તે જ મને અહીં બોલાવેલો તારી ગાડી સર્વિસ માં ગઈ છે તો સાથે ડીનર લઈ હું તને મૂકી જઈશ ઘરે "

" અરે હા ચાલ જઈએ "

" ના પહેલા કહે શું વાત છે "

" કાંઈ નથી અનીકેત "

અનીકેત એ બહુ ફોર્સ કરતાં આસ્થિક એ બધુ જણાંવ્યુ. અનીકેત ને મન માં જ અનીતા માટે ખુબ દુખ થયુ. એની એકલોતી બહેન સાથે આવુ બનેલુ અને એણે આત્મહત્યા કરેલી તેથી અનીતા નાં દુખ ને એ સમજી શકતો હતો. એને અનીતા ને જાણતો ન હોવાં છતાં એના દુખ માં સહભાગી થવાનું મન થયુ. એણે આસ્થિક ને બધી વાત કહી અને અનીતા સાથે મુલાકાત ગોઠવવા કહ્યું. આસ્થિક એ હા કહી દીધું. પછી બંન્ને નીકળી પડ્યા ડીનર માટે.

રાત્રે  આસ્થિક એ  આસ્થા ને બધી વાત કરી. આસ્થા પણ બંન્ને  ને મેળવવા માની ગઈ. થોડા દિવસ પછી ચારેય મળ્યાં. મોકો જોઈને આસ્થા અને આસ્થિક એ અનીતા અને અનીકેત ને એકલા સમય ગાળવા મૂકી હમણાં આવે એમ કહી ચાલ્યા ગયા.

અનીતા અને અનીકેત એ સારી વાતો કરી. ઘણાં સમય બાદ અનીતા ને એક સારો દોસ્ત મળેલો જે તેને સમજી શકતો હતો. ત્યારબાદથો એમનો પણ વાત નો સિલસિલો શરૂ થઈ ગયો. અનીતા સારા દોસ્ત નાં રુપમાં અનીકેત ને મેળવી ને ખુશ હતી. અનીકેત અનીતા ને પ્રેમ કરતો હતો પણ ક્યારેય જતાવતો નહી જ્યાં સુધી અનીતા ન કહે ત્યાં  સુધી. એમ ને એમ આસ્થા ની સગાઈ નો દિવસ આવી ગયો.

સગાઈ મુંબઈ માં હતી. આસ્થા નુ ફેમિલી તો પહેલાં થી જ આવી ગયેલું. અનીતા અને આસ્થા એ સાથે મુંબઈ માં બીજી વાર પગ મૂક્યો અને શૈતાન ની યાદ આવી ગઈ. પણ સ્વસ્થ થઈ બંન્ને પહોંચી ગઈ આસ્થિક નાં ઘરે વિશાળ બંગલો હતો સફેદ રંગ નો. બહાર મોટુ લોન અને તેમાં નરમ ઘાસ હતુ. સાઈડ માં ફૂલો ની ક્યારીઓ માં જાત જાત નાં ફૂલ વાવેલા હતાં. અહીં જ રાતે સગાઈ નુ ફ઼ક્શન રખાયેલુ.

રાત પડી ગઈ હતી.  આસ્થા બ્લુ ચોલીમાં એકદમ સુંદર લાગી રહી હતી. અને આસ્થિક પણ એની મેચિંગ શેરવાની માં કોઈ હીરો જ લાગી રહેલો. અનીતા પણ પીંક ઈન્ડો વેસ્ટર્ન માં ગજબ ની લાગતી હતી. અનીકેત અનીતા ને જોઈને ફીદા જ થઈ ગયો. રીંગ સેરેમની પતી ગઈ. બધાં ડાન્સ અને વાતો માં બીઝી હતાં. પાર્ટી ચાલુ હતી.

" આસ્થા ચાલ હું તને મારા નવાં બીઝનેસ પાર્ટનર ને મળાવું. "

આસ્થા ગઈ આસ્થિક સાથે. અને એનાં બીઝનેસ પાર્ટનર નો ચહેરો જોઈ આસ્થા ડરી જ ગઈ. એનો ચહેરો ફીક્કો પડી ગયો અને હોઠ ફફડાવી બોલી ઊઠી શૈતાન?

" આસ્થિક...."

" હા આવ્યો "

" આસ્થા તુ વાત કર હું આવ્યો "

આસ્થા નાં તો શબ્દો જ ન નીકળતાં હતાં.વિશાલ નાં માથા પર પોતે આપેલા ઘાવ ના નિશાન આજ સુધી હતાં જે નજરે પડતાં હતાં. એટલે માથામાં વાળ ઓછા હતાં.  વિશાલ એ લુચ્ચા સ્મિત સાથે કહ્યું.

" હાઉઝ યુ આસ્થા "

" તું અહિં આટલા સમય બાદ શું કામ આવ્યો છે?"

" તને બરબાદ કરવા આસ્થા અને તારી પેલી બહેનપણી ને બદનામ કરવાં જેનાં લીધે તે મને આપેલો ઘાવ હજી પણ તાજો છે "

" તું અહીંથી જતો રહે નહી તો હું પોલીસ બોલાવીશ "

" ઓહ વાઉ. બોલાવ. પણ કહીશ શું? તારા પાસે કોઈ સબૂત નથી. અને પેલી વીડીયો ક્લીપ હજી પણ મારા પાસે છે. તે ફોન તેડેલો પણ મેં એ પહેલાં થી જ લેપટોપ માં નાંખી દીધેલી. નાઉ વેઇટ એન્ડ વોટ્ચ "

શું કરશે હવે શૈતાન? શું થશે જ્યારે અનીતા તેને જોશે? શું આસ્થા અને અનીતા ની ખૂશીઓ છીનવાઈ જશે? શૈતાન જીતી જશે? જાણીશું આગલા ભાગમાં