હૃદય ભીતરની લાગણીઓ- કાવ્યસંગ્રહ Chapara Bhavna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હૃદય ભીતરની લાગણીઓ- કાવ્યસંગ્રહ







૧.સ્મિત
પળભરનું સ્મિત તારું એવું તે કેવું, 
કે ઘડિક જંપવા ન દેતું.

નિર્મળ હોઠોથી પ્રસરેલું સ્મિત એવું તે કેવું,
કે તરત હૃદયમાં ઊતરી જતું.

દુઃખ ની પળો માં પણ સ્મિત તારું એવું,
કે હરપળ સુખ નો અહેસાસ કરાવતું.

પળભર નું સ્મિત તારું એવું,
કે પળમાં રડતાં ચહેરાને પણ હસાવતું.




૨.ઝંખના
ઝંખના જીવાડે છે, 
ને એ જ વિતાડે છે.

કયારેક સુખ માં મજા પડાવે છે, 
ને કયારેક દુઃખનાંં દરિયા માં ડુબાડે છે.

સાંજે સ્વપ્ન બની સુવાડે છે,
અને સવારે આશા બની જગાડે છે.

કંઈક મેળવવાની ઝંખના હસાવે છે,
અને એ પૂરી ન થતાં એ જ રડાવે છે.

ઝંખના માનવી ને જીવંત રાખે છે,
તો કયારેક મૃત્યુના દ્વારે પહોંચાડે છે.

ઝંખના જીવાડે છે,
ને એ જ વિતાડે છે.




૩.મન નું સુખ
મનનું સુખ ન બહાર ન ઘરમાં,
કયારેક મળે છે મારા અંતર માં.

મનનું સુખ ન ખોટ માં ન લાભ માં,
કયારેક મળે છે બીજાની ખુશી માં.

મનનું સુખ ન ક્ષોભ માં ન લોભમાં,
કયારેક મળે છે જોઈને ઘરના મોભ માં.

મનનું સુખ ન પ્રેમ માં ન તિરસ્કાર માં,
કયારેક મળે છે કોઈની દરકાર માં.

મનનું સુખ ન એકાંત માં ન સભામાં,
કયારેક મળે છે કોઈ ના ભલા માં.



૪.દિલ નું દર્દ
દિલનું દર્દ આંસુ બની આંખો માંથી વહે છે,
જીંદગી આમ જ સુખ દુઃખ માં રહે છે.

કહે છે કે મને કોઈ સમજતું નથી,
જાણે પોતે બીજા ને ખૂબ સમજતાં ફરે છે.
                           દિલનું દર્દ.........

વિચારે છે કે હું ઈચ્છું છું એ કયારેય થતું નથી,
જાણે બીજા તો ઈચ્છા વગરના જ રહે છે.
                           દિલનું દર્દ.......

દરેક ને ખબર છે કે અસત્ય કયારેય ટકતું નથી,
છતાં અસત્ય તો સત્ય નું મ્હોરું પહેરીને ફરે છે.
                             દિલનું દર્દ.........

વિચારે છે કે મારા જ જીવનમાં સુખ નથી,અને 
કેટલાક જીવન છે એ જ વિચારી ને સુખ માં રહે છે.                                 દિલનું દર્દ......

દિલનું દર્દ આંસુ બની આંખો માંથી વહે છે,
જીંદગી આમ જ સુખ દુઃખ માં રહે છે.





૫. જીંદગીની આશા
જીંદગીમાં જ્યારથી સમજણ મળી ગઈ,
ત્યારથી છે તેનો ઈન્તજાર.........

તેના વિચારોમાં રાત વહી ગઈ,
ને ઘડીમાં થઈ ગઈ સવાર....

પળવારમાં અઢળક વિચાર કરી ગઈ,
એ છૂટી ગયા બધા ક્ષણવાર......

આશાઓ સપનાઓ ઘણા જોઈ ગઈ,
તૂટી જાય છે ઘણા પળવાર......

તારા આવવા ના એંધાણ થી
જીવનમાં પાછી જીંદગી મળી ગઈ,
આશા પાછી મળી ગઈ એકવાર.....




૬. મળતા નથી
પ્રશ્નો છે ઘણા એના જવાબ મળતા નથી,
ચાહ્યા હોય જેને દિલથી એ દિલ થી મળતા નથી.

જુઠ્ઠાણાંનું જગત છે અહીં સાચ મળતા નથી,
દગાનાં છે ખેલ બધા ને વિશ્વાસ મળતા નથી.

પ્રેમ ની રમત માં કોઈ ના મન મળતા નથી,
હાસ્ય જાય છે ખોવાઈ પછી આંસુ પણ મળતા નથી.

ઈશ્વર ને શોધે છે માનવી તે મંદિરમાં મળતા નથી,
હોય છે માનવી ના મનમાં અહીં માનવી પણ મળતા નથી.




૭. સંજીવની
તું ખુશી છે મારી                     
મારા દિલમાં રહે છે તું,
દિલ તો છે નહીં ટુકડા છે           
એમાંનો જ એક ટુકડો છે તું.

તું હર એક દુઃખ ની દવા છે        
મલમ છે મારા જખ્મો નું,
જખ્મો મળ્યા છે જેના થકી            
        એના થકી મળેલ મરહમ છે તું.

તું શું છે મારા માટે શું કહું                
     મારી જીંદગીને મારા શ્વાસોમાં,
છેલ્લાં શ્વાસે મને મળેલી                 
સંજીવની છે તું.



૮. મથું છું

જીવન જાણવાની નહીં માણવાની ચીજ છે,
                       હું જીવન માણવા મથું છું.

ખબર છે મને...છે આભ ઊંચું ઘણું,
           હું આભને આંબવા મથું છું.

સપનાઓ બધા વિખરાઈ જાય છે કાચની જેમ,
           હું સપનાઓ ના મહેલો બાંધવા મથું છું.

હાસ્યની પાછળ ક્યારેક હોય છે આંસુ ના સમંદર,
               હું અશ્રુ ના એ દરિયા સંતાડવા મથું છું.

ખબર છે મને નથી કોઈ મોલ મારો,                
            પણ હું ખુદ ને અનમોલ બનાવવા મથું છું.


૯. ચાલને
વીતી ગયેલી સારી વાતો ને યાદ કરીએ,
હર નવા દિન નું પ્રેમ થી સ્વાગત કરીએ.

ન વાર કડવા શબ્દો નાંં મન પર કરીએ,
ચાલને પ્રેમ વારંવાર અપાર કરીએ.

ન દુઃખ એક બીજાના દિલને દઈએ,
ચાલને ખુશીથી હૃદયને તરબોળ કરીએ.

ન સંબંધોની સાંકળ થી ગુલામ બનીએ,
ચાલને પ્રેમ કરવા મનને આઝાદ કરીએ.

ન ફક્ત પોતાની ખુશીનું વિચારીએ,
ચાલને મળીને આપણો વિચાર કરીએ.

ન પ્રેમ માટે કેવળ આપણે જીવીએ,
ચાલને પ્રેમને જ આપણે જીવન કરીએ. 



૧૦. રાત
કયારેક રાત વહી જાય છે,
એક મેકની યાદ માં
એકબીજાની અઢળક વાત માં.

કયારેક રાત વહી જાય છે,
આંસુ અને ફરિયાદ માં
ગુસ્સા અને નારાજગી માં.

કયારેક રાત વહી જાય છે,
પ્રેમ ના સુંદર સપના માં
સુંદર સવારની કલ્પના માં.

કયારેક રાત વહી જાય છે,
ઘોર અનંત અંધકાર માં
એ કયારેક તો ફેરવાશે ઉજાસ માં.


૧૧. આસ
આસ હતી જીવન ને                          
ખુશીઓ થી ભરી દેશે,
રડતા મૂકી ચાલ્યા જશે                       
એવી મને આસ ન હતી.

આસ હતી જીવનમાં                         
સપનાઓ બધાં સાકાર થશે,
સપનાઓ તોડી ચાલ્યા જશે                
એવી મને આસ ન હતી.

આસ હતી જીવનમાં                       
હર અરમાન પૂરા થશે,
અરમાન કચડી ને ચાલ્યા જશે          
એવી મને આસ ન હતી.

આસ હતી જીવનમાં                        
સુખ ના ઢગ ખડકાઈ જશે,
એ ઢગ કાળમીંઢ પથ્થર બની જશે      
એવી મને આસ ન હતી........




૧૨. ડર
જીવનમાં છે ખુશીઓ અઢળક                           
દુઃખ માં એ ફેરવાઇ જશે..... ડર છે મને.

જાણી અજાણી અસંખ્ય વ્યક્તિઓની છે ભીડ
એકલતા માં એ ફેરવાઈ જશે........ ડર છે મને.

સ્વપ્ન છે ઊંચી ઉડાન ભરવાના                 
ચકચૂર એ થઈ જશે............. ડર છે મને.

આશા થી ભરેલા છે દિન બધા મારા              
નિરાશા માં એ પલટાઈ જશે......... ડર છે મને.

તું આવીને મારી દુનિયા જ બદલી નાખશે         
તું છીનવાઈ જશે મારાથી............. ડર છે મને.



૧૩. કોઈને કહેતાં નહીં

મારા જીવનનાંં થોડા રહસ્યો કહું,
હાસ્ય પાછળ છુપાયેલા છે આંસુ
                   કોઈ ને કહેતા નહીં.

હોંંશિલા મારા જીવનમાં નિરૂત્સાહ નો 
                           છે અંધકાર ઘોર,
બહાદુર બનેલી હું અંદર થી ભાંગી પડી
                          કોઈ ને કહેતા નહીં.

બેફિકર બનું છું હું ને સૌની કાળજી લેતી જાઉં,
બીજાને સાચવવા ખુદ ને કષ્ટ આપતી જાઉં
                                   કોઈ ને કહેતા નહીં.

આશા ને વિશ્વાસ પ્રેમ ને દોસ્તો થી જ હતું જીવન,
જીવું છું હું હજુંયે પણ મારું જીવન જીવંત નથી
                                     કોઈ ને કહેતાં નહીં.


૧૪. હું બની

શાયરો ની મહેફીલ જોઈ હું પણ શાયર બની,
થોડી ચંચળતા ને થોડી ગંભીરતા સાથે હું   
                        આજ કવિ બની......

ઘુઘવતા સાગરને નિહાળી તેમાં ડૂબવા આતુર બની,
તરસ્યાં જીવ ની ક્ષુબ્ધા સંતોષતી સરીતા સાથે
                          વહેવા તલપાપડ બની.......                               શાયરો ની મહેફીલ જોઈ......

ઊંચેરા આભને જોઈને ઉડતું વાદળ બની,
મનની અઢળક કલ્પના ને લગાવી પાંખો 
                             ને હું પંખી બની.......
                     શાયરો ની મહેફીલ જોઈ...

વિશાળ વિશ્વમાં  જન્મીને અસંખ્ય માંની એક બની,
એમાંના કેટલાક લોકો માટે બહુ ખાસ
                         એક વ્યક્તિ બની......
                  શાયરો ની મહેફીલ જોઈ......

જગમાં જોઈ વિવિધ લાગણીઓ તેવી હું પણ બની,
કોઈ માટે બની નફરત તો કોઈક ના માટે
                              સ્નેહ બની......
શાયરો ની મહેફીલ જોઈ હું પણ આજ શાયર બની,
થોડી ચંચળતા ને થોડીક ગંભીરતા સાથે હું પણ
                                     આજ કવિ બની....




૧૫. મનમાં
ખુદ ની મરજીથી છોડી જાઉં છું                        
તો ઉત્પાત શેનો છે મનમાં,
ધાર્યું છે તારા રોકવાથી પણ નહીં રોકાવાનું           
        તો કેમ તું રોકે એવી કામના મનમાં....

આંખો માં છે સમુદ્ર ઘુઘવતા                          
તો લાગણીના આ વમળ શાને મનમાં,
ધાર્યું છે શૂન્યમનસ્ક બનવાનું                          
    તો કેમ વિચારોની ભરતી-ઑટ મનમાં.....

નથી મારા માટે પ્રેમ તને                                  
         તો તારા માટે સ્નેહની સરવાણી શાને મનમાં,
ધાર્યું છે કે હું પણ ભૂલી જાવ તને                       
     તો આવે છે યાદ યાદગાર ક્ષણો શાને મનમાં......
                   
૧૬. તું
  
મારી જીંદગી મહેકાવવા આવી છે તું,
એક આખો મહેકતો બાગ બની આવી છે તું.

અશાંત મારા મનને શાંતિ અર્પવા                     
ખિલખિલાટ હાસ્ય લાવી છે તું,
જીવન ની કડવાશ દૂર કરીને                          
મધુર ખુશીઓ લાવી છે તું........
મારી જીંદગી મહેકાવવા..........

શાને જગને લાગે છે તું સાપનો ભારો                 
મારો ભાર ઉતારવા આવી છે તું,
નવા અરમાનો ને લઈને                                  
    નિરંતર તરંગો સહ આવી છે તું.......
મારી જીંદગી મહેકાવવા...........

સ્થગિત મારા જીવનને વહાવવા                       
ખળખળ વહેતું ઝરણું બની આવી છે તું,
તરસ્યા મારા જીવને તૃપ્ત કરવા                        
અમૃત સમી દિકરી બની આવી છે તું.....
મારી જીંદગી મહેકાવવા...........



૧૭. પ્રેમનો સાગર

પ્રેમનો સાગર જોઈને દોડી ગઈ પીવા કાજે
ભૂલી ગઈ કે સાગર તો ...ખારો ખારો હોય છે,
પ્રેમનું ઝરણું હોય ભલે નાનું પણ
એનો અમૃત રસ બહુ જ ન્યારો હોય છે.
                             પ્રેમનો સાગર.....

સાગર બની જાય પ્રેમ ત્યારે બની જજો સાવધ
એના મોજાંની થપાટોનો મારો....અકારો હોય છે.
ખળખળ વહેતા ઝરણાં નો નાદ.........અને
એના ગલગલીયા કરતો સ્પર્શ પ્યારો પ્યારો હોય છે.
                                    પ્રેમનો સાગર.....
 
પ્રેમના સાગરની આદત હોય છે લેતાં રહેવું         
આવે જો એને ક્રોધ તો... ઝલતો અંગારો હોય છે,
અર્પણ કરતાં નીર ઝરણાંના ને એમાં       
વહેતા જતાં હૈયા ને ઊર્મિઓ નો ઝબકારો હોય છે.
                                           પ્રેમનો સાગર.......          


૧૮. સપનું

જોયું એક સપનું ઘુઘવતો સાગરને                  
એના કિનારે તું અને હું,
ના કોઈ રંજ કે ના દુઃખ દર્દ                          
ખુશીઓ ની છોળો વહાવતા...હું અને તું..
જોયું એક સપનું....

ભરતી આવતી પ્રેમ ની                             
નફરતની ઓટ લાવતાં,
સ્નેહના શંખલા અને                                  
પ્રેમ કેરા છીપલાં વીણતાં.... હું અને તું..
જોયું એક સપનું...

સપનાઓ કેરી રેતી અને                          
એના મહેલોનું કરતાં ચણતર,
લાગણીઓ કેરા ઝૂમકડા                           
ને પ્રીત કેરા તોરણીયા સજાવતાં...હું અને તું..
જોયું એક સપનું....

તૂટ્યું સ્વપ્ન ને થયો ઝબકારો                     
ના શંખલા ના છીપલાં, વિખરાયા મહેલો
ના ખુશીઓ ના પ્રીત, રહ્યા બસ...હું અને તું...



૧૯. ખ્યાલ

મનમાં એક ખ્યાલ આવ્યો,                     
તું આવશે મારા જીવનમાં અને        
જીવન નવા રંગો થી છલકાઈ જશે..

જીવન ખુશીઓ થી ભરાઈ જશે,                
નિરાશા બધી આશા માં પલટાઈ જશે...       
                મનમાં એક ખ્યાલ.......

સૂતેલા સપનાઓ બધા જાગી ઊઠશે,          
હૃદયના તૂટેલા તાર ફરી સંધાઈ જશે.........   
                  મનમાં એક ખ્યાલ.....

પાનખરના પર્ણો ખરીને નવી કૂંપળો ફૂટશે ને,
વસંત ફરી પૂરજોશમાં ખીલી ઊઠશે..........
                            મનમાં એક ખ્યાલ....

મનમાં એક ખ્યાલ આવ્યો,                           
તું આવશે મારા જીવનમાં અને               
મારું જીવન ખરેખર જીવંત બની જશે.....

૨૦. કોણ કહે છે

કોણ કહે છે માણસાઈ નથી,
કે નથી ક્યાંય આત્મીયતા....

કોણ કહે છે સુંદરતા નથી,
કે નથી કયાંય રમણીયતા...

કોણ કહે છે વિશ્વસનીયતા નથી,
કે નથી ક્યાંય વિશાળતા........

કોણ કહે છે સમજણ નથી,
કે નથી કયાંય સત્યપ્રિયતા..

કોણ કહે છે ભાવનાત્મકતા નથી,
ને રહી ગઈ ફક્ત કટુત