Technologino vidhyarthi jivanma upyog - 5 books and stories free download online pdf in Gujarati

ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - 5

વેબ બ્રાઉઝરના વિવિધ એક્સટેન્શન

એક્સટેન્શન એટલે વિસ્તારવું. વેબ બ્રાઉઝરની કાર્યક્ષમતામાં આ એક્સ્ટેન્શનો ઘણો વધારો કરે છે. હું અહી જે એક્સ્ટેન્શનો બતાવીશ એ બધા જ એક વિદ્યાર્થીને તેના વેબ બ્રાઉઝીંગ દરમિયાન ખુબ જ ઉપયોગી થશે. આ એક્સ્ટેન્શન્સ વેબ બ્રાઉઝરની પ્રમાણિત વેબ ટેકનોલોજીઓ જેવી કે HTML, JavaScript અને CSSનો ઉપયોગ કરીને બનાવેલા હોય છે. ઘણા એક્સ્ટેન્શન્સ વેબ બ્રાઉઝર દ્વારા પ્રમાણિત મશીન કોડ અને APIsની મદદથી બનાવવામાં આવે છે. કેટલાક ઉપયોગી એક્સ્ટેન્શન્સ નીચે મુજબ છે.

એડ બ્લોકર

તમે સામાન્ય રીતે અનુભવ્યું હશે કે તમારા ડાઉનલોડ થયેલા વેબપેજ પર ઘણી જાહેરાતો જોઈ હશે અને ઘણી વખત તમે વેબપેજ પર કોઈ જગ્યાએ ક્લિક કરતાં વધારાની ટેબ અથવા તો વધારાની બ્રાઉઝર વિન્ડો ખુલી જતી હોય છે. આ બંને મુશ્કેલીઓમાંથી એક મુશ્કેલીનું સંપૂર્ણ નિરાકરણ એટલે કે જાહેરાતો વેબપેજ પર લોડ ના થવા દેવી એ આ એક્સટેન્શનનું કાર્ય છે. આ ઉપરાંત આ એક્સ્ટેન્શણ થોડા ઘણા અંશે વધારાની બ્રાઉઝર વિન્ડો ઓપન થતી (પોપ-અપ વિન્ડો) પણ અટકાવે છે.

આ એક્સટેન્શન બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ કરવાથી જાહેરાતો વેબપેજ પર લોડ થતી નથી અને પોપ-અપ વિન્ડો ઓપન થવામાં ઘટાડો થાય છે. આ ઉપરાંત ઈન્ટરનેટ ડેટાનો બચાવ થાય છે અને વેબપેજ ઝડપથી ડાઉનલોડ થાય છે.

પોપ-અપ બ્લોકર

પોપ-અપ બ્લોકર વેબપેજની સાથે ડાઉનલોડ થયેલા પોપ-અપને બ્લોક કરે છે અને જયારે તેના પર ક્લિક કરવામાં આવે છે ત્યારે તે પોપ-અપની ચેતવણી આપે છે અને તમને તેને ઓપન કરવા/બ્લોક લીસ્ટમાંથી બહાર કાઢવા માટે પૂછે છે. પોપ-અપ બ્લોક થવાના કારણે વધારાની બ્રાઉઝર વિન્ડો ઓપન થતી નથી જેથી અનિચ્છનીય વેબપેજ ડાઉનલોડ થતા નથી અને તમારો કામ કરવાનો સમય બચાવે છે.

રાઈટ ટુ કોપી

તમે ઘણા વેબપેજ પર જોયું હશે કે તમારા માઉસનું જમણું બટન કામ કરતુ બંધ થઇ જતું હોય છે તેમજ કીબોર્ડ પરથી કોપી કમાન્ડ (Ctrl + V) પણ કામ નથી કરતો. આવ વેબપેજ પરની કામની માહિતીને કોપી કરવા માટે પ્રિન્ટ કાઢવા સિવાય આ એકસ્ટેન્શનની મદદથી કોપી કરી, વર્ડ દ્વારા તમારા ઇચ્છનીય રીતે પ્રિન્ટ કરી શકાય છે.

કૂકી ઓટોડીલીટ

તમે ઘણી વખત જોયું હશે કે વારંવાર કોઈ ઓનલાઈન ખરીદીની વેબ સાઈટ પર કોઈ વસ્તુઓ માટે તમે શોધખોળ કરી હોય તો તેની જાહેરાતો તમને બીજી ઘણી વેબ સાઈટો પર જોવા મલ્ટી હોય છે. જે આ કુકીઓના કારણે થતું હોય છે. ઘણા કુકીઓ કામના હોય છે કે જે તમારા વેબ બ્રાઉઝરની માહિતી સર્વરને આપતું હોય છે અને તમે લોગ આઉટ કરવાનું ખુલી જાઓ તો તમે લોગ ઇન જ રહો છો. પરંતુ જો આ એક્સટેન્શન વેબ પેજની ટેબ બંધ કર્યા પછી તમામ કૂકીઓને આપમેળે ડીલીટ કરી આપે છે. આ ઉપરાંત તેમાં તમે તમારી રીતે વારંવાર ઉપયોગમાં લેતા વેબ સાઈટોની કુકી ડીલીટ ના થાય એવું પણ ગોઠવી શકો છો.

પ્રિન્ટ ફીડેલી અને પીડીએફ

હવે તમને થશે કે આ એક્સટેન્શનનું શું કામ? બધા બ્રાઉઝરોમાં વેબપેજની પીડીએફ બનાવવાની સવલતો આપે છે. પરંતુ તેમાં તમે આખા વેબપેજની પીડીએફ બનાવી શકો છો પરંતુ જો તમે તમારા ઇચ્છનીય વેબપેજની જ પીડીએફ બનાવવા માંગતા હો તો આ એક્સ્ટેન્શણ ખુબ જ ઉપયોગી બને છે, જેમાં તમે વેબપેજના વિવિધ નકામાં ભાગોને દુર કરી તેને પીડીએફમાં સેવ કરી શકો છો.

ગુગલ ડીક્ષનરી

સામાન્ય રીતે આપણે વાંચતી વખતે કોઈ શબ્દનો અર્થ જાણવા માટે ડીક્ષનરીનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. પરંતુ કોલેજના અભ્યાસમાં અર્થ તો જરૂરી હોય જ છે પરંતુ સાથે સાથે તેની અંગ્રેજીમાં સમજ પણ જરૂરી બને છે. જયારે કોઈ વેબપેજ વાંચતા હોઈ અને કોઈ શબ્દ સમાજમાં ના આવે ત્યારે આ ગુગલ ડીક્ષનરી ખુબ જ કામ આવે છે, સમજ ના પડતા શબ્દને સિલેક્ટ કરતાં એક પોપઅપ આવે છે જેમાં તેનો સરળ ભાષામાં અંગ્રેજી અર્થ આપેલો હોય છે. તે શબ્દ વિશે બધું જાણવા માટે તમે નીચે આપેલી લીંક ખોલી પણ શકો છો અને શબ્દ વિશે વધુ માહિતી મેળવી શકો છો.

ગુગલ ઈનપુટ ટુલ્સ

આપણને ઘણીવાર ગુજરાતી અને હિન્દી ભાષામાં ટાઇપ કરવાનું આવે ત્યારે ખુબ જ મુશ્કેલીઓ પડતી હોય છે, સાચું ને? આ માટે બ્રાઉઝરમાં ગુગલ ઈનપુટ ટુલ્સ ખુબ જ ઉપયોગી થાય છે. આ એક્સટેન્શનની મદદથી વિવિધ ભાષાઓમાં ટાઇપ કરી શકાય છે અને તે પણ ખુબ જ સરળતાથી. આ ટુલની મદદથી આપણે જેમ ગુજરાતી નામોના સ્પેલિંગ લખીએ છીએ તેમ ગુજરાતી અને હિન્દીમાં ટાઇપ કરી શકાય છે.

પાવર થિસોરસ

ઘણી વખત આપણને સમાનર્થી અને વિરોધી શબ્દોની જરૂર પડતી હોઈ છે. તેવા સમયે આપણને ખુબ મુશ્કેલીઓ પડતી હોઈ છે. તેના માટે આ એક્સટેન્શન ખુબ જ ઉપયોગી છે. કોઈપણ શબ્દના સમાનર્થી અને વિરોધી શબ્દ માટે શબ્દ સિલેક્ટ કરી, રાઈટ ક્લિક કરી પાવર થીસોરસ પર ક્લિક કરતાં તેના સમાનર્થી અને વિરોધી શબ્દ જોવા મળે છે.

સેવ પોકેટ

આપણે વેબ બ્રાઉઝીંગ વખતે ઘણા વેબ પેજ આપણા કમ્પ્યુટરમાં સેવ કરતા હોઈએ છીએ. જો ક્યારેક આપણું પોતાનું કમ્પ્યુટર ખરાબ થાય અથવા તો બીજાના કમ્પ્યુટર પર સાથે કામ કરવાનું આવે ત્યારે આપણને આપણા કમ્પ્યુટરમાંથી તે કમ્પ્યુટરમાં સેવ કરેલા વેબપેજ ટ્રાન્સફર કરવા પડતા હોઈ છે. તમને ઘણીવાર થતું હશે કે ઓનલાઈન વેબપેજ સેવ કરી આપતી સગવડ મળે ખરી? તો તેનો જવાબ છે હા, સેવ પોકેટ એક્સટેન્શન એ મોઝીલા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી એક સર્વિસ છે. જેમાં વેબપેજ, ફોટાઓ, વિડીયો વગેરેને સેવ કરી શકાય છે અને ગમે ત્યારે તેનો ઓનલાઈન ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત સેવ કરેલી માહિતીને ટેગ પણ આપી શકાય છે.

લાસ્ટપાસ

લાસ્ટપાસ એ પાસવર્ડ સેવ કરવા માટેનું એક્સટેન્શન છે. આપણો બધાનો સરખો પ્રોબ્લેમ છે કે આપણે બધા પાસવર્ડ ભૂલી જતા હોઈએ છીએ. રોજ ઉપયોગ કરતી વેબસાઈટોનો ઉપયોગ કરતાં હોઈ તેના પાસવર્ડ યાદ રહી જતા હોઈ છે. પરંતુ ઘણી વખત કામની વેબસાઈટના પાસવર્ડ પણ ભુલાઈ જતા હોય છે. આ એક્સટેન્શનના ઉપયોગ માટે લાસ્ટપાસની વેબસાઈટ પર એકુંત બનાવવું પડે છે. ત્યારબાદ માસ્ટર પાસવર્ડ યાદ રાખવો પડે છે. સેવ કરેલા બધા જ પાસવર્ડ માસ્ટર પાસવર્ડ નાખ્યા પછી જ ઉપયોગ કરી શકાય છે અથવા જોઈ શકાય છે. આ ઉપરાંત તે અલગ અલગ કોમ્બીનેશનવાળા અઘરા પાસવર્ડ બનાવી પણ આપે છે અને તેને સેવ પણ કરી આપે છે.

સ્ટેફોકસ્ડ

બધા વિદ્યાર્થીઓનો સરખો પ્રોબ્લેમ હોઈ છે કે સોશિયલ મીડિયા પર ખુબ જ ટાઇમ જતો રહે છે અને કામ કરી શકાતું નથી. તેના માટે આ એક્સટેન્શન ખુબ જ ઉપયોગી થશે. આ એક્સટેન્શન દ્વારા તમને કામ બાધારૂપ થતી વેબસાઈટો બ્લોક કરે છે. દાખલા તરીકે તમારો વધારે પડતો સમય ફેસબુક પર પસાર થતો હોઈ અને તમે ફેસબુક પર ૨૦ મિનીટ કરતા વધુ સમય પસાર કરવા માંગતા ના હોવ તો તમે આ એક્સટેન્શનમાં ૨૦ મિનીટ સેટ કરી શકો છો. ૨૦ મિનીટ કરતા વધુ સમય ફેસબુક પર પસાર કરતાં આ એક્સટેન્શન ફેસબુકની વેબસાઈટ બ્લોક કરી દે છે.

લાઈટશોટ

ઘણી વખત આપણે વેબપેજ પર સર્ફિંગ કરતા હોઈ છીએ ત્યારે આપણને ઘણીવાર સ્ક્રીનશોટ લેવાની જરૂર પડતી હોઈ છે. આ એક્સટેન્શનની મદદથી સ્ક્રીનશોટ લઇ શકાય છે તેમજ તેને સીધું કલાઉડ સ્ટોરેજમાં સેવ કરી શકાય છે. આ ઉપરાંત આ સ્ક્રીનશોટને એડિટ પણ કરી શકાય છે.

ગ્રામરલી

આપણા બધાનો એક સરખી મુશ્કેલી હોઈ છે જયારે અંગ્રેજીમાં લખવાની વાત આવે ત્યારે આપણે બધાને વાક્ય સાચું લખ્યું છે કે નહી તેમાં કોઈ વ્યાકરણની ભૂલ છે કે નહિ તે ચેક કરવા માટે આ એક્સટેન્શન ઉપયોગી થાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED