Featured Books
શ્રેણી
શેયર કરો

ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - 2 - વિવિધ ઉપયોગી ઉપકરણો સાધનો

તમને લાગશે કે સીધો ખર્ચ થાય એવું જ વાત કરી પરંતુ તેની પાછળ મારું માનવું છે કે જો તમારી પાસે ઉપયોગમાં લઇ શકાય એવા ઉપકરણો/સાધનો જ નહિ હોઈ તો તમારું વાચેલું કદાચ ભૂલી પણ જવાશે અથવા તમે તેને ઉપયોગમાં લેવા માટે સાધન લીધા પછી ઉપયોગ કરીશ એવું વિચારીને ભૂલી જશો, પરંતુ હું અહી જે ઉપકરણો/સાધનો વિશે જણાવવા જઈ રહ્યો છું એ બધા સાધનો મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે હશે. તો ચાલો શરુ કરીએ.

સ્માર્ટફોન
વિશ્વનો સૌપ્રથમ મોબાઇલ ફોન મોટોરોલાના જ્હોન મીચેલ અને માર્ટીન કૂપરે ૧૯૭૩માં પ્રદશિત કર્યો હતો જેનું વજન ૨ કિલોગ્રામ જેટલું હતું. ઈ.સ.૧૯૭૯માં જાપાનની નિપ્પોન ટેલીગ્રાફ અને ટેલીફોન નામની કંપનીએ વિશ્વનું સૌપ્રથમ મોબાઇલ નેટવર્ક શરુ કર્યું હતું. ઈ.સ.૧૯૮૩થી મોબાઇલ ફોન સામાન્ય બજારમાં મળતા થયા. ભારતમાં ઈ.સ.૧૯૭૫માં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બસુએ દેશનો સૌપ્રથમ મોબાઇલફોન કોલ દેશના કોમ્યુનીકેશન મીનીસ્ટર શ્રી સુખ રામને કર્યો હતો. નોકિયા સૌપ્રથમ કંપની હતી કે જેણે ભારતમાં પોતાનો મોબાઈલફોન લોન્ચ કર્યો હતો. હાલમાં આપણા દેશમાં સેમસંગ, એપલ, શાયોમી, ઓનર, નોકિયા વગેરે વિદેશની કંપનીઓ અને માઈક્રોમેક્સ, આઈબોલ, ઈન્ટેક્સ, કેલ્કોન, લાવા, કાર્બન વગેરે ભારતીય કંપનીઓના સ્માર્ટફોન બજારમાં મળી રહ્યા છે.

હાલમાં મોબાઇલફોનમાં ઘણા સુધારા વધારા થઇ ગયા છે અને આપણે હવે તેને સ્માર્ટફોન કહીએ છીએ. આ સ્માર્ટફોન ઘણા જ સ્માર્ટ બની ગયા છે. સ્માર્ટફોન એટલે એવા મોબાઇલફોન કે જેમાં ખુબ જ ઝડપથી કામ કરી શકે તેવા અને એક સાથે ઘણા કામો કરી આપે. જયારે ફોન લોન્ચ થયા ત્યારે તેનો ઉપયોગ ફકતને ફક્ત વાતચીત પુરતો જ માર્યાદિત હતો. હાલમાં મોબાઇલફોન દ્વારા આપણે વાતો તો કરી શકીએ છીએ પરંતુ સાથે સાથે તેનો ઉપયોગ ફોટો પાડવા, ટાઇમ જોવા, ચેટીંગ કરવા વગેરે જેવા કામો માટે કરતાં હોઈએ છીએ.

હાલમાં સ્માર્ટફોનમાં બે મુખ્ય ઓપરેટીંગ સીસ્ટમ જોવા મળે છે: ગુગલની એન્ડ્રોઇડ અને એપલની આઇઓએસ. આપણે બધા જાણીએ છીએ કે સારી કંપનીના એન્ડ્રોઇડ સ્માર્ટફોન બજારમાં રૂ.૪૦૦૦થી મળે છે પ્રમાણમાં જુના એપલ સ્માર્ટફોન રૂ. ૨૦૦૦૦ની આસપાસ મળે છે. મારા મત મુજબ કંપનીની પસંદગી વ્યક્તિ પર આધારિત હોય છે, પરંતુ હું એન્ડ્રોઇડ સ્માર્ટફોનની વાત આવે તો તેમાં ઓછામાં ઓછી ૩જીબી રેમ અને ૩૨જીબી જેટલું ઇન્ટરનલ સ્ટોરેજ ક્ષમતા હોવી જોઈએ, જે જરૂર પડ્યે મેમરીકાર્ડ દ્વારા વધારી શકાતું હોવું જોઈએ. પ્રોસેસરની વાત કરવામાં આવે તો તે સારું મલ્ટી-ટાસ્કીંગ કરી શકે તેવું હોવું જોઈએ. એપલના સ્માર્ટફોનમાં આ બાબતો પર વિચાર કરવાની જરૂર રહેતી નથી કારણ કે એપલ પોતાની વસ્તુઓની ગુણવત્તા અને વેચાણ પછીની સેવાઓ માટે જાણીતી છે. મારા મત મુજબ વિદ્યાર્થીઓએ ખોટા ખર્ચા ના કરતાં રૂ. ૧૦૦૦૦થી રૂ. ૧૬૦૦૦ની વચ્ચે મળતા સારી કંપનીનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લેવો જોઈએ, કારણ કે હાલમાં મોટાભાગના એપ ડેવલોપર્સ બંને ઓપરેટીંગ સીસ્ટમ પર પોતાની એપ લોન્ચ કરતાં હોય છે, એટલે ખોટા વધુ મોંધા ફોનનો ખર્ચ કરવાની જરૂર નથી.

ટેબ્લેટ
ટેબ્લેટ એ સ્માર્ટફોન જેવા જ પરંતુ મોટી સ્ક્રીન ધરાવતા અને વધુ પાવરફુલ હાર્ડવેર ધરાવતા હોય છે. જો કોઈ વિદ્યાર્થી ટેબ્લેટ અને સ્માર્ટફોન બંને લેવા માંગતો હોય તો મારા મત મુજબ બંનેમાંથી કોઈપણ એક સાધનની પસંદગી કરવી જોઈએ. જો તમને કીપેડવાળો ફોન વાપરવામાં શરમ ના આવતી હોય તો ટેબ્લેટ ખરીદવું જોઈએ ટેબ્લેટ પ્રમાણમાં મોંઘુ આવશે પરંતુ તેના ઘણા ફાયદાઓ છે. ટેબ્લેટ પણ મોટાભાગે ત્રણ ઓપરેટીંગ સીસ્ટમ પર કામ કરતાં હોય છે પરંતુ હું અહી તમને એપલની આઇઓએસ અથવા તો ગુગલની એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ પર કામ કરતાં હોઈ તેવા ટેબ્લેટની પસંદગી કરવાનું કહીશ.

જે ટેબ્લેટ સ્ટાઇલસ પેનને સપોર્ટ કરતાં હોય એ ટેબ્લેટ પર વધુ પસંદગી આપવી જોઈએ અને તેમાં મોબાઇલ નેટવર્કનો સપોર્ટ ના હોવો જોઈએ, એનું કારણ છે કે ટેબ્લેટ સ્માર્ટફોન કરતાં સાઈઝમાં મોટા અને વધુ વજનવાળા હોય છે જે વાત કરતી વખતે ખુબ જ અડચણરૂપ બનતા હોઈ છે. હાલમાં બજારમાં ૨-૩ કંપનીઓ સ્ટાઇલસ સપોર્ટ કરતાં ટેબ્લેટ વેચે છે. જેમાંની બે સૌથી મોટી કંપનીઓ સેમસંગ અને એપલના ટેબ્લેટ (એપલ આઈપેડ કહે છે)ની સરખામણી કરીએ તો એપલ અહી બાજી મારી જાય છે. હાલમાં ભારતમાં એપલ આઇપેડ ૨૦૧૮ અને સેમસંગના ગેલેક્સી ટેબ એસ૩ મળી રહ્યા છે. બંને ટેબ્લેટ સ્ટાઇલસ પેન સપોર્ટ કરે છે બંને વચ્ચે ફર્ક છે કિંમતનો!! તમારા મત મુજબ એપલનું આઈપેડ મોંઘુ હશે સાચુંને? પરંતુ અહી તેનાથી ઉલટું છે એપલ આઈપેડ શ્રેણીનું સૌથી ઉપરનું આઈપેડ કરતાં પણ મોંઘુ છે (આઈપેડ શ્રેણીની વાત છે નહિ કે આઈપેડ પ્રો શ્રેણીની). આઈપેડની વાત કરવામાં આવે તો તે એપલની આઇઓએસ૧૨ પર કામ કરે છે જ્યારે ગેલેક્સી એસ૩ એન્ડ્રોઇડ ૭ નોગટ પર કામ કરે છે (તેમાં એન્ડ્રોઇડ ૮ ઓરીયોનું અપડેટ હજુ સુધી આવ્યું નથી અને કદાચ તમે આ વાંચશો ત્યાં સુધીમાં એન્ડ્રોઇડ ૯ પાઈ પણ લોન્ચ થઇ ચુક્યું હશે). સ્ટોરેજ ક્ષમતાની વાત કરવામાં આવે તો આઈપેડ ૩૨જીબી અને ૧૨૮જીબી એવા બે વિકલ્પો સાથે આવે છે જયારે ગેલેક્સી ટેબ ૩૨જીબી સ્ટોરેજ સાથે જ આવે છે જેને મેમરીકાર્ડ દ્વારા વધારી શકાય છે. આઈપેડ સ્ટાઇલસનો સપોર્ટ કરે છે પરંતુ તે અલગથી લેવી પડે છે જેની કિંમત રૂ.૭૬૦૦ની આસપાસ છે તેમ છતાં તે ગેલેક્સી ટેબની સરખામણીમાં સસ્તું પડે છે અને સારી ગુણવત્તાવાળું મળે છે.

નોંધ: અહી જે આઈપેડની વાત કરવામાં આવી છે તે આઈપેડ ૨૦૧૮માં લોન્ચ થયેલું છે તેની પહેલાના કોઈપણ આઈપેડ અને આઈપેડ મીની શ્રેણીના ટેબ્લેટમાં સ્ટાઇલસ (એપલ પેન્સિલ)નો સપોર્ટ નથી.

કમ્પ્યુટર
કમ્પ્યુટર એ હાલનું ખુબ જ જરૂરી સાધન બની ગયું છે. કમ્પ્યુટરના મુખ્ય બે પ્રકાર છે: પર્સનલ કમ્પ્યુટર (પીસી) અને લેપટોપ. ક્મ્પ્યુટરની પસંદગી ખુબ જ સમય માંગી લે છે. કમ્પ્યુટરની પસંદગી તમારી જરૂરિયાતો અને તમારી રહેવાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. મારા મત મુજબ જો તમે હોસ્ટેલમાં રહેતા હો તો તમારે લેપટોપ લેવું જોઈએ અને ઘરે રહીને અભ્યાસ કરતાં હો તો તમારે જુદા જુદા કમ્યુટરના હાર્ડવેર તમારી જરૂરિયાત મુજબ પસંદ કરીને એક આખું પર્સનલ કમ્યુટર બનાવવું જોઈએ. પર્સનલ ક્મ્પ્યુટરની મર્યાદા એ છે કે તેને સાથે લઇ જઈ શકાતું નથી. હાલમાં તમે ઘરે રહીને અભ્યાસ કરતાં હો અને તમારી ઈચ્છા બહાર અભ્યાસ માટે જવાની હોઈ તો તમારે જરૂરિયાત મુજબનું લેપટોપ વસાવવું જોઈએ. ભારતમાં મોટાભાગે વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમ પર કામ કરતાં લેપટોપ ઉપયોગમાં લેવાય છે અને આપણી શાળા-કોલેજોમાં પણ વિન્ડોઝ આધારિત સોફ્ટવેરનો ઉપયોગ અભ્યાસક્રમોમાં કરવામાં આવે છે એટલે વિન્ડોઝ પર કામ કરતાં કમ્યુટરની પસંદગી કરવી. હું એપલ મેકબુકનો વિરોધી નથી તેને પણ ખરીદી શકાય અને ડ્યુઅલ બુટનો ઉપયોગ કરીને તેમાં વિન્ડોઝ ઓપરેટીંગ સીસ્ટમ ચલાવી શકાય પરંતુ તેમાં તમને જ મઝા નહિ આવે. વિન્ડોઝ લેપટોપ એપલના લેપટોપ કરતાં પ્રમાણમાં ઘણા સસ્તા હોઈ છે પરંતુ કાર્યક્ષમતાની વાત આવે તો એપલના લેપટોપ બાજી મારી જાય છે. એટલે કમ્પુટરની પસંદગી વખતે ખુબ જ સાવચેતી રાખવી જરૂરી છે.

અહી મેં જરુરી મુખ્ય ત્રણ સાધનોની વાત કરી. હવે આગળ હું તમને આ બધા સાધનોની સાથે સંકળાયેલી વસ્તુઓની માહિતી આપીશ. જે આ સાધનોની કાર્યક્ષમતા વધારવામાં ખુબ જ ઉપયોગી થશે.