સફેદ કાજળ - 10 ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

સફેદ કાજળ - 10

સફેદ કાજળ

(પ્રકરણ – ૧૦)

પોલીસને સંજય ડોરાના ખૂનીની ભાળ લાગી નહોતી. તેઓએ હવે રાણીનાં ફોટાઓ છાપી રોકડ ઇનામની જાહેરાત કરી હતી. એક ક્લુ ઉપરથી એમણે આશ્રમની મુલાકાત લીધી અને સંજય અંગે પુછપરછ કરી. દેવહર્ષ એ તે દિવસની સંજયની ટૂંકી મુલાકાતની વાત કરી જયારે દિશાંક શહેરમાં દેખાતો નહોતો. આજુબાજુનાં બધાં લોકોને અને પોલીસને આશ્રમ માટે અને ચિંતનઆનંદ સ્વામી માટે માન હતું એટલે ટૂંકમાં જ એ લોકો નીકળી ગયાં. પોલીસ ઉપર રાણીનાં માણસોનો વોચ હતો.

થોડાંક કલાકોમાં આ ઘટના ને અપડેટ કરવા રાણીનાં માણસો રાણીને મળ્યાં. રાણી ઉપર સરકારે રોકડ ઇનામ જાહેર કર્યું છે એ જાણી હવે બધાએ સતર્ક રહેવાંનું નક્કી કર્યું. રાણીએ સંજય ઉર્ફે સોજ્યા સાથે થયેલ હકીકત બધાંને જણાવી હતી. સંજયના પૈસા હજુ અકબંધ પડ્યા હતાં. કોઈ પ્રવૃતિઓને અંજામ આપવો એટલે મોત વહોરવું નક્કી હતું. ધીરેધીરે સરકારની પહેલ ઉપર વિશ્વાસ કરી અમુક લોકો સરકારને સરન્ડર પણ કરી રહ્યાં હતાં અને એ પહેલ સારી હતી.

થોડા દિવસો બાદ કાલીસિંગના માણસોએ જે માહિતી રાણીનાં લીડરને આપી હતી તે કન્ફર્મ કરવા માટે કાલીસિંગના બે માણસો સાથે રાણીનો એક માણસ આશ્રમમાં ગયો. પેલાં બે માણસો દિશાંકને આશ્રમમાં શુટ કરનારા હતાં પરંતું અચરજ એમણે દિશાંક ને તે જ રૂમમાં ધ્યાનમાં બેઠેલો જોયો અને વિચારમાં પડી ગયાં. આ વાત જયારે રાણીને ખબર પડી ત્યારે તે વિચારમાં પડી ગઈ. રાણીને એક ઘટના યાદ આવી.

વરસો પહેલાં જંગલમાં એમણે એક વ્યક્તિને કેદ કર્યો હતો. શંકા હતી કે કોઈ ખબરપત્રી હશે. વાતચીત કરતાં એવું કંઇ લાગ્યું નહી એટલે એને કેદ કરી રાખવાનું નક્કી થયું. અચાનક એજ દિવસે એમનાં ઉપર હુમલો થયો અને બધાં ભાગી જવામાં સફળ થયાં. ફક્ત એક વ્યકિત કે જેને ગોળી વાગી હતી તે એની પાસે આવીને પડી ગયો. એ વ્યકિત જાણતી હતી કે જંગલની એ ગુફા ખૂબ સલામત હતી. કોઈના નજરે ચઢે નહી એવી સલામત. એક્વાર અંદર ગયાં પછી પકડાઈ જવાની શક્યતાં નહોતી. બે ત્રણ કલાક બાદ બધું શાંત થયું ત્યારે એક સુંદર છોકરી કંઇક શોધતી શોધતી ગુફામાં આવી. એક વ્યક્તિને કેદ કરી બાંધી રાખેલ હતો અને બીજી એક વ્યકિત બેભાન અવસ્થામાં પડેલી હતી.

બેભાન પડેલી વ્યક્તિને જોતાંજ એણે બાપુજી.....કહી રાડ નાંખી અને રડી પડી. બાજુમાં થાંભલા સાથે બાંધી રાખેલ વ્યકિત ઉપર એની નજર ગઈ. એ એનાં ઉપર ભડકી. આ બધું તારી આપેલ બાતમીના આધારે થયું છે. તું પોલીસનો ખુપિયા ખબરપત્રી છે એ વાત સાબિત થાય છે. હવે તારું મોત નક્કી છે. હું તને જીવતો નહી છોડું.

ખૂબ જ નિરાંતે પેલાએ કહયું – “સારું, તમને એવું લાગતું હોય તો ચોક્કસ મને મારી નાખજો. મને એની ચિન્તા નથી પરંતું મને આ અર્ધમૃત પડેલ વ્યક્તિની ચિન્તા થાય છે. જો થોડોક વિશ્વાસ મારાં ઉપર કરશો તો હું એને જીવંત કરું શકું છું એની મને ખાતરી છે. એકાદ કોઈ વ્યક્તિને બોલાવો તો આ જંગલમાંથી જડીબુટ્ટી અને વનસ્પતિ લાવી તરત ઉપચાર ચાલું કરી શકાશે.”

પેલીના ગળે વાત ઉતરી અને એક વ્યક્તિને બોલાવી લાવી જે એનો ભાઈ હતો. પોતે હાથમાં તમંચો લઇ પેલાં કેદી સાથે જંગલમાં વનસ્પતી શોધવાં ગઈ. લગભગ કલાકમાં થોડીક જડીબુટ્ટીઓ ભેગી કરી તેવો પાછાં ફર્યા. ગોળી લાગેલ વ્યક્તિના શ્વાસ ધીમા પડી રહ્યાં હતાં. શરીર ઠંડું થઇ રહ્યું હતું.

અગ્નિ જલાવી એક ચપ્પુના સહારે લાગેલ ગોળી બહાર કાઢી અને તરત ગોળી વાગેલ ઘા માં જડીબુટ્ટીને વાટીને ભરી દેવામાં આવી. ઘા ને બાંધી દીધો. બીજી અલગ અલગ વનસ્પતિઓને વાટીને એનાં શરીર ને ઘસવામાં આવ્યું જેથી શરીરમાં ગરમી પેદા થાય અને થોડીક જડીબુટ્ટીઓનો રસ દર એક કલાકે પીવડાવવામાં આવી રહ્યો હતો. સવાર સુધીમાં એનું શરીર હવે ગરમ થઇ રહ્યું હતું અને શ્વાસ પણ નિયમિત થઇ રહ્યાં હતાં. લગભગ ચોવીસ કલાકે એ વ્યક્તિએ આંખ ખોલી અને બધાં ખુશ થઇ ગયાં.

એ કેદી રોજ પેલી સુંદર છોકરી સાથે જંગલમાં જતો અને નવી નવી વનસ્પતિઓની જાણકારી આપતો અને એનાં બાપુજીને પીવડાવતો. પંદર દિવસોમાં એ બધાનો વિશ્વાસપાત્ર બની ગયો અને બધાનો ડોક્ટર પણ. બધી જડીબુટ્ટી અને વનસ્પતિનો ઉપયોગ બધાંને સમજાવ્યો જેથી શારીરિક મુશ્કેલી દુર કરી શકાય. પોતાની ખરી ઓળખાણ એ લોકોને થઇ અને બધાને વિશ્વાસ થયો એટલે એમણે પહેલીવાર કોઈને જીવતો છોડી મુકવો એવો નિર્ણય લીધો. એ જીવતો છુટનાર વ્યક્તિનું નામ હતું દેવહર્ષ.

રાણીએ એ વ્યક્તિને મળવાનો નિર્ણય કર્યો પરંતું નિર્ણય ખતરનાક હતો. પોલીસના હાથે પકડાઈ જવાની શક્યતા હતી. રાણીએ પોતાનો પહેરવેશ અને હુરિયો બદલ્યો અને વહેલી સવારે આશ્રમમાં ગયી. સ્વામીજી ધ્યાનમાં હતાં અને દેવહર્ષ કંઇક વાંચન કરી રહ્યાં હતાં. દેવહર્ષ ઉપર જેવી એની નજર પડી તેવીજ એ સમજી ગયી કે આ વ્યક્તિએ જ પોતાનાં બાપુજીની જાન બચાવી હતી. પોતાનો પરિચય આપતાં દેવહર્ષને પણ ઘટના યાદ આવી. સ્વામીજી પણ એમની સાથે વાતોમાં જોડાયા અને માહિતી મેળવી.

દેવહર્ષ અને સ્વામીજીને નમન કરી એ બહાર નીકળી રહી હતી ત્યારે સ્વામીજીએ એને રોકતા કહયું – “હવે સિદ્ધાંતોને બાજુએ મૂકી સહકાર આપવાનો અને સમર્પણનો સમય આવી ગયો છે. ક્યાં સુધી લડત ચાલું રાખશો અને આત્મીયનું બલિદાન આપશો ? જીદ નુકસાન કરે છે. હવે સમજણની જરૂર છે. સમાજની સાથે વહેણમાં સારું જ થશે. ખૂબ દોડ્યા, છુપાયાં હવે સ્થાયી થાવ. ભાવી પેઢીનો વિચાર કરવો જરૂરી છે અને એ તમારી ફરજ છે. અહીં આજુબાજુ બધે હવે સુખ છે અને સમર્પણ બાદ તમને કોઈ તકલીફ પડે તો આશ્રમ તરફતી તમને જોઈતી મદદ મળશે.”

રાણીએ જંગલમાં આવી સાથીઓ અને લીડર જોડે વાત કરી. સ્વામીજીના શબ્દોની અસર થઇ અને સમર્પણનો દિવસ નક્કી થયો. કાલીસિંગ પણ સમર્પણ માટે તૈયાર થયો પોતાની ટીમ સાથે.

વાત એક સારા માર્ગદર્શનની હતી. પુરુષાર્થ વગર પેટમાં કંઇ પડતું નથી. સત્તા અને લાલચ સાથે ના હોય સત્તા સાથે સેવા શોભે. દાન ધર્મની ભાવના લાલચને છૂટી મુકે.

દેવહર્ષની સાધના અને સિદ્ધિએ સમાજને એક નવું રૂપ આપ્યું હતું અને તેનાં નિમિત્ત હતાં સ્વામી ચિંતનઆનંદ. દરેક ધર્મમાં આવી વિરલ વ્યક્તિઓ છે જે આવાં કાર્ય કરવા પ્રેરે છે. એવી વ્યક્તિઓ સમાજનાં મુઠી ઉચેરા માનવીઓ છે. જે લાલચ અને સત્તાથી પર છે. સેવા એ જ એમનો મુખ્ય આશય હોય છે. દિશાંકની પોતાની દિશા પણ હવે બદલાઈ ગયી હતી. સમજણથી હવે વીતેલા વર્ષો એને અણગમતા લાગતાં હતાં. દયાવાન પિતાજીની ભાવનાઓને દરગુજર કરી લોભ ખાતર ઉભું કરેલું આશ્રમનું સામ્રાજ્ય હવે ખરા અર્થમાં સફળ થયું હતું. ચિંતન અને દેવહર્ષની સારી ભાવનાઓએ કંઇક બગડી જતું સુધારી લીધું હતું. ચિંતનભાઈ અને દેવહર્ષ પ્રજાને ઉપયોગી થયાં. ચિંતનને સ્વામી શબ્દ પણ ગમતો નહોતો, પરંતું બનેલ ઘટનાઓની જાળમાં એ લપેટાઈ ગયો હતો, દિશાંકની ચાલમાં. જેનો દિશાંક ને ખૂબ ખેદ હતો. તેની પ્રજાને વિનંતી હતી કે એ સ્વામીજી શબ્દનું સંબોધન ના કરો. આશ્રમની આવકના વીસ ટકા રકમ હવે દેશના સૈનિકોના પરિવાર માટે મોકલી આપવામાં આવતી. બાકીની રકમ આજુબાજુના વિસ્તારો માટે અને સ્ત્રી કલ્યાણ માટે અલાયદા રાખવામાં આવતી. દાનીઓ તરફતી આવેલ દાનનાં ભંડાર હવે નહોતાં એનો ત્વરિત ઉપયોગ થતો જરૂરિયાતમંદો માટે.

હવે પેલી બે સુંદર સ્ત્રીઓ આશ્રમમાં આવતી નહોતી. તેઓ પ્રેસ રિપોર્ટર હતી. આશ્રમનું કામકાજ સફેદ કાજળ જેવું હતું, મીનમેખ વગરનું. સ્વામીના શબ્દોના પ્રભાવથી લોકો પ્રભાવિત થઇ પ્રમાણિક અને સમજદાર બની ગયાં હતાં. બધાંને સંતોષ હતો પોતાનાં કામનો અને પ્રગતિનો. મનુષ્યના બે હાથ અને બે પગ અને મગજને વિચારવાની શક્તિ હોય તો એ કોઈના દોરવાયો દોરવાય નહી. જેને વિચારવાની શક્તિ નથી તે તરત ન્યાય કરવા બેસી જાય છે એ અધોગતિનું કારણ છે. વિચારવાની અને સત્યને પારખવાની શક્તિ એ જ સાચી સમજણ છે. કોઈપણ વાતનો સાચો નિષ્કર્ષ કાઢવો સહેલો નથી.

આજે દિવસ હતો દેવહર્ષની વિદાયનો એની આગળની સફરનો. પોતાનો કાર્યભાર દિશાંક ને સોંપી એ ત્યાંથી પ્રસ્થાન કરી રહ્યો હતો બીજાં એક લોકોપયોગી કામ માટે. ચિંતન પણ હવે ખરા અર્થમાં આનંદિત હતો સેવાકાર્યોમાં પરોવાયો હતો અને દિશાંક એનો સાચો સાથી હતો.

(સમાપ્ત)