સફેદ કાજળ - 5 ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફેદ કાજળ - 5

સફેદ કાજળ

(પ્રકરણ – ૫)

સ્વામીજી સાથે આશ્રમમાં દેવહર્ષનો પહેલો દિવસ હતો એટલે આગળનું પ્લાનીંગ ધીરે ધીરે ગુપ્ત રીતે કરવાનું હતું. બાકીની માહિતી સુઝાને સ્વામીજીને આપેલ હતી તેથી બહુ તકલીફ પડે તેમ નહોતી.

બીજાં દિવસે વહેલી સવારે સ્વામીજીનાં સ્નાન અભિષેકનો કાર્યક્રમ હતો. મંદિરના પ્રાંગણમાં ભીડ હતી. પૂજા માટે બીજાં બ્રાહ્મણો પણ આમંત્રિત કરેલ હતાં. કાર્યક્રમ એકદમ શાહી અંદાજમાં હતો. સ્વામીજીને ઉચ્ચ સુશોભિત બાજોટ ઉપર બેસાડવામાં આવ્યાં અને પૂજા ની શરૂઆત થઇ. સેવકો વારાફરતી સ્વામીનું વિવિધ પધાર્થો દ્વારા સ્નાન કરી રહ્યાં હતાં. એ બધામાં પેલાં બે ચહેરાઓ કે જેમણે સ્વામી ઉપર પિસ્તોલની ગોળીઓ છોડી હતી - હાઇવે ઉપર તે પણ સામેલ હતાં. એમની કોશિશ સ્વામીજીના શરીરના ઘા ના નિશાન શોધવાની હતી. તેઓ જાણતા હતાં કે ગોળી પીઠ ઉપર વાગેલ છે. પરંતું દેવહર્ષની જડીબુટ્ટીની ટ્રીટમેન્ટ કારગર હતી. શરીર ઉપર કોઈ ઘા નું નિશાન નહોતું કારણ ઘા એકદમ સરસ રૂઝાયો હતો અને ત્યાં વાળ પણ ઉગેલાં હતાં. તેઓએ ઘા વાળી જગ્યા અને આજુબાજુની જગ્યા દાબીને પણ ચેક કરી કે કદાચ સ્વામીજીને દર્દ થાય અને મોં થી આહ.. થાય. સ્નાન પૂજાનું બહુ નજીકથી વિડીઓ રિકોર્ડિંગ પણ થઇ રહ્યું હતું. એક જબરદસ્ત ચાલાક દિમાગ કામ કરી રહ્યું હતું. સામે શાંત પણે સિંહના ભ્રામક રૂપમાં દેવહર્ષ એ બધું જોઈ રહ્યો હતો અને સ્વામીજીને આંખ મિચકાવી સાંત્વન આપતો હતો. સ્વામીજી મનમાં હસી લેતાં હતાં.

પૂજા વિધિ સંપન્ન થઇ અને સ્વામીજીને સિદ્ધિઓ પ્રાપ્ત થઇ છે એની જાણ કરવામાં આવી અને સાથે આશા વ્યક્ત કરવામાં આવી કે એમની સિદ્ધિઓ જગતના ઉદ્ધાર માટે ઉપયોગી થશે. સ્વામીજીનો જય જયકાર કરવામાં આવ્યો અને પાલખીમાં બેસાડી એમનાં ખંડ સુધી લઇ જવામાં આવ્યાં સાથે એમનો સિંહ પણ ધીરે ધીરે ડગલાં ભરી રહ્યો હતો.

ભેગાં થયેલ લોકો માટે સ્વામીજીનો સિંહ એક મોટી અજાયબી હતી તેથી એમની શ્રધ્ધા ખૂબ વધી ગયી હતી. ‘દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહિએ’ ઉક્તિ સાચી હતી !

સ્વામીજી આશ્રમમાં આવ્યાં તે દિવસથી ભોજનની બે થાળીઓ મંગાવતા હતાં તેથી ભોજનની થાળીઓ લઇ આવનાર સેવકને સહજ વિચાર આવ્યો કે શું સિંહ પણ માણસની જેમ જમે છે ? માણસનો ખોરાક ખાય છે ? શિકાર કરીને ખાનાર એક જંગલી પ્રાણી માનવી ભોજન કેવી રીતે ખાઈ શકે ? આશ્રમ જેવી પવિત્ર જગ્યામાં અપવિત્ર ભોજન એટલે કે માંસ ખવડાવવામાં તો નહી આવતું હોયને ? એ ચોરી છુપીથી સિંહને ભોજન કરતો જોવા માંગતો હતો. એની શંકાનું નિરાકરણ સ્વામીજીએ કરી આપ્યું. એક દિવસ જયારે એ થાળી લઈને આવ્યો ત્યારે સ્વામીજીએ એને કહ્યું એક થાળી એની સામે મૂકી દે. સિંહને મનુષ્યનું રાંધેલું ભોજન ખાતાં જોઈ એને નવાઈ લાગી. એની શંકાનું નિવારણ થયું. હવે એ સિંહને રોજ આશ્રમમાં ફરવાં લઇ જતો. સિંહમાં પરિવર્તિત થયેલ દેવહર્ષ માટે એ ખૂબ જરૂરી હતું.

***

ટ્રીન....ટ્રીન.. દિશાંકના ફોનની ઘંટડી વાગી રહી હતી.

દિશાંકે ફોન ઉપાડ્યો - “હે...લો”

સામેથી - “મૈ કાલી… કાલીસિંગ ... બાકી પેમેન્ટ કબ કર રહે હો ?”

દિશાંક – “જો એડવાન્સ દિયા હૈ વો પૈસે પહેલે વાપિસ કરો.”

કાલીસિંગ – “કુછ ગલતી કર રહે હો, હમને કામ પુરા કિયા થા, હમારી કોઈ ગલતી નહી હૈ”

દિશાંક – “ તુમ્હારે આદમીયોને કલ પુરા ચેક કર લીયા. કોઈ નિશાન નહી થે, આપને કોઈ ગલતી કી હૈ.”

કાલીસિંગ – (ગુસ્સે થતાં) “આજ તક ઐસા હુવા નહી હૈ. મુઝે લગતાં હૈ શાયદ આપને કિસી નકલી સ્વામીકો બિઠા દિયા હૈ ઔર મુઝે બેવકૂફ બના રહે હો. મુઝે બાકી પૈસે જલદી ભેજ દો નહી તો અચ્છા નહી હોગા. કાલી અપના અસુલ નહી તોડતાં ઔર જબાન તોડને વાલેકો નહી છોડતાં, ઇતના યાદ રખના. દો દિન કી મોહલત દેતાં હું.”

દિશાંક માટે હવે પરિસ્થિતિ ગૂંચવાઈ હતી. કાલીસિંગ ખૂબ જ ખૂંખાર સ્વભાવનો ગુંડો હતો. કાલીસિંગને પૈસા આપવાં શિવાય છુટકો નહોતો, પરંતું એટલાં બધાં પૈસા કેમ આપવાં ? સ્વામીજી તો આશ્રમમાં જીવતાં જાગતાં હાજર હતાં. જો કામ થયું ના હોય તો પૈસા શેનાં ? શું ગરબડ હશે એ સમજવું મુશ્કેલ હતું. શું કાલીસિંગ ઉલ્લુ તો નથી બનાવતો ને ? ના ના એવું કદાચ ન હોય કારણ ગુનેગારીના ધંધામાં ઈમાનદારી હોય છે. કાલીસિંગ એવું નહી કરે. આજ સુધી ઘણાં કામોમાં એણે મદદ કરી છે.

દિશાંકનું બે નંબરનું સામ્રાજ્ય બહુ મોટું હતું. એ દરેક દાવપેંચ રમી શકતો. આશ્રમને ઉભું કરવા માટે એણે ખૂબ રોકાણ કર્યું હતું અને એમાંથી ખૂબ કમાઈ રહ્યો હતો. બધું જ બે નંબરનું. એની સાથે બીજાં ઘણાં મોટા માથાઓ પણ હતાં જે જુદી જુદી રીતે રોકાણમાં સંડોવાયેલાં.

દેખાતાં સજ્જનોમાં એક દુર્જન સજ્જન પણ હતો. એનું નામ હતું સંજય ડોરા. કાલીસીંગ એનો હાથો હતો. દિશાંક સાથેની કાલીસીંગની ફોન ઉપર થયેલ વાત એને જાણી લીધી અને એક ખતરનાક પ્લાન બનાવ્યો. સંજય પાસે દિશાંકની સહી વાળો એક કાગળ હતો જે એની ચાલ માટે કાફી હતો. દિશાંક ને મળવા માટે બોલાવ્યો. દિશાંક જાણતો હતો કે નજીકમાં જ ઇલેક્શન છે એટલે પૈસાની વાત થશે એટલે દિશાંક મોડી રાત સુધી હિસાબ કરી રહ્યો હતો. બીજાં દિવસે સવારે પેપરો અને ફાઈલો ગાડીમાં મૂકી એ સંજય ડોરાને મળવા નીકળી ગયો. મીટીંગ ગુપ્ત સ્થળે હતી. સંજયે થયેલ વ્યવહારની અને આવકની જાણકારી લઇ પૈસાની વ્યવસ્થા કરવા જણાવ્યું. દિશાંકે એની સામે જ હંમેશ મુજબ નેટ ઉપર પૈસા ટ્રાન્સફર કરવાની પ્રોસેસ કરી દીધી પણ એની ઉતાવળમાં દિશાંક ને કંઇક શંકા થઇ. બીજું કે વાતચીત દરમિયાન એક ફોન આવ્યો હતો અને સંજય દ્વારા ફોન રીસીવ કરતાં ‘મૈ કાલી બોલ રહા હું એ શબ્દો કાને પડ્યા હતાં’. તેણે દુર જઈ વાતચીત કરી. બે વત્તા બે ચાર ટીફીનની વાત હતી. પૈસાનો કોડવર્ડ હતો - ટીફીન એટલે કરોડ. એ મૂછમાં હસી રહ્યો હતો. એ એક ચાલ રમવાનો હતો, ખતરનાક ચાલ. દિશાંકે પણ એક ચાલ રમી ટ્રાન્સફરનો પાસવર્ડ ખોટો નાંખ્યો. થોડાંક સમયમાં પૈસા ટ્રાન્સફર થઇ જશે એમ કહી એ ત્યાંથી નીકળી ગયો. કાલીસિંગ ને આજે બાકીના પૈસા આપવા પડશે એ વિચારમાં એ ઘરે આવ્યો. સાંજે એકવાર આશ્રમમાં જઈ કંઇક ચાલાકીપૂર્વક ખરેખરી હકીકત જાણવાની કોશિશ કરવાનો પેંતરો રચ્યો. જેથી રહસ્ય ખુલું થાય.

સાંજની આરતી બાદ સ્વામીજી ફ્રી હોય છે એટલે રાત્રે જમીને સ્વામીજીને મળવાનું દિશાંકે નક્કી કર્યું. સ્વામીજી પાસેથી એણે હકીકત જાણવાની કોશિશ કરી પણ એ હકીકત જાણી શક્યો નહી.

આખરે દિશાંકે કહેવું પડ્યું કે – “સ્વામીજી તમે જયારે ગાયબ હતાં ત્યારે ગુસ્સામાં આવી મેં તમને શોધવાની બહુ કોશિશ કરી અને છેવટે તમને મારવા માટે મેં બે કરોડની સુપારી આપી હતી અને એ લોકોએ તમને ગોળી પણ મારી હતી.”

દિશાંકની વાતથી સ્વામીજી જરા પણ ચમક્યા નહી. સ્વામીજીની એક જ રટ હતી કે તેઓ હિમાલય પર સાધના માટે ગયાં હતાં. પોતે ખભા ઉપર ફક્ત સાફો જ રાખતાં તે કાઢી શરીરનો ઉપરી ભાગ બતાવતાં કહયું કે તમે જો કહેતાં હો કે કોઈએ મને ગોળી મારી હોય કે મને ગોળી વાગી હોય તો મારાં શરીર ઉપર ઘા હોવો જોઈએ. તમે પણ ચેક કરી શકો છો કે મારાં શરીર ઉપર એવું કંઇ નિશાન નથી. કદાચ કંઇ ભૂલ થઇ હશે એ નક્કી. દિશાંક પણ અચરજમાં હતો કે સ્વામીજીના સ્નાનાભિષેક કાર્યક્રમની સંપૂર્ણ વિડીઓ સીડી એમણે બે ત્રણ વાર જોઈ હતી પરંતુ એવું કંઈજ દેખાયું નહોતું. દેવહર્ષ સિંહના ભ્રમીત રૂપમાં બધું જોઈ અને સાંભળી રહ્યો હતો.

રાત્રીના લગભગ સાડા અગિયાર થયાં હશે, વાતચીત ચાલું હતી તે દરમિયાન બે બુકાની ધારીઓએ સ્વામીના રૂમમાં પ્રવેશ કર્યો અને સાયલેન્સરવાળી પિસ્તોલથી દિશાંકને ગોળી મારી એ બંને જણા ઉતાવળે બહાર નીકળી ગયાં. દિશાંક ખુરશી ઉપર ઢળી પડ્યો. વાતાવરણમાં સન્નાટો હતો.

(ક્રમશઃ)