પ્રતિશોધ Priyanka દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ

"પંકજ, ઉઠ હવે હજુ કેટલું મોડું કરીસ યાર? ઓફિસે નથી જવું તારે??" પ્રિયા એ રસોડામાં થી જ સાદ પડી કહ્યું.

પણએક વખત મા ઊઠી જાય એ પંકજ નહીં ? આખરે પ્રિયાને જ રૂમમાં આવવું પડ્યું પંકજને જગાડવા અને પંકજ મહાશય તો આજે પૂરેપૂરા રોમેન્ટિક મૂડ મા હતા એટલે પ્રિયાને પણ પોતાની પાસે ખેંચી લીધી..

"આમ ઘેલો ના થા, હવે કંઈ આપડે ન્યુ મેરીડ નથી કે આમ બાવરો થાય છે સવાર સવાર માં.. ઉઠો હવે પતિદેવ" પ્રિયાએ મીઠો છણકો કરતાં કહ્યું.

" જો હૂકમ, મારી રાણીસાહેબા..? પણ એ તો કહો આજે એટલું વહેલું કેમ?"

"ભૂલી ગયો ને? મને ખબર જ હતી જો...? હવે વાત જ ના કરતો મારી જોડે"

"એમ? લાગે છે આજે મારે એકલાએ જ જવું પડશે મંદિર દર્શન કરવા કેમ?"

"ઓહ... તો તને યાદ છે?? તું જાણીજોઈને મને ખીજવતો હતો એમ ને?" પ્રિયા પંકજના ગાલ પર ટપલી મારી એની બાહો માં લપાઈ જાય છે.

"ચાલ ડારલિંગ.. હવે સાચ્ચે મોડું થશે.." કહી પંકજ તૈયાર થવા જાય છે. પછી બંને જણ દર વર્ષની માફક આ વર્ષે પણ એમની એનીવર્સરી ના દિવસે નીકળી પડે છે મંદિરે દર્શન કરવા.

પંકજ અને પ્રિયા કોલેજના નજીકના મિત્રો અને એ મિત્રતા પ્રેમ માં પરિણમી. બંને એકબીજા ના ગળાડૂબ પ્રેમમાં. સાથે જીવવા મારવાના એક બીજાને કોલ આપી ચૂકેલા પ્રેમી જ્યારે પોતાના પ્રેમની જાહેરાત પોતપોાના ઘરે કરે છે ત્યારે બંન્ને ના ઘરે થી પરવાનગી મળી જતા લગ્ન ના બંધન માં બંધાય છે. પંકજ ને ઘર થી દૂર મુંબઈમાં નોકરી મળતા એ કંપનીના ક્વાટર માં શિફ્ટ થઈ જાય છે અને આ બાજુ પંકજનાં માતા પિતા પણ ચવાઈ ગયેલા શ્વસુરપણા ને નેવે મૂકી વહુ-દિકરો એમની રીતે સુખેથી જીવે એટલે પ્રિયાને પણ પંકજ સાથે મુંબઈ મોકલે છે. પંકજ  અને પ્રિયાની જિંદગી ખૂબ સરસ રીતે ચાલી રહી હોય છે પણ કહેવાય છેને કે સમય ને ફરતા વાર નથી લાગતી બસ એમ જ થાય છે પંકજ અને પ્રિયાની જિંદગી માં પણ. પંકજ એના બોસને ઘરે જમવા આમંત્રણ આપે છે અને સ્વભાવનો સાવ ખડુસ એવો સંજય પંકજનો આમંત્રણ સ્વીકારી પણ લે છે.

સંજય દલાલ, પંકજ નો બોસ પ્રિયાને જોતાજ એના પર લટ્ટુ થઈ જાય છે અને હવે પંકજથી મિત્રતા કેળવી નિતનવા બહાના થી પંકજ ના ઘરે જતો થઈ ગયો. શરૂ શરૂ માં તો પ્રિયાને કંઈ અણછાજતું ન લાગ્યું પણ પ્રિયાની છઠ્ઠી ઈન્દ્રિય એને રહી રહીને સંકેત આપતી આવનાર સંકટનું. પ્રિયા પંકજને આ વિશે કહે પણ છે છત્તા પંકજ એને મન નો વહેમ કહી વાત ઉડાવી દે છે.

સંજય પંકજ સમક્ષ પ્રસ્તાવ મૂકે છે પ્રિયા ને પણ એની જ ઓફિસ મા નોકરીએ લગાડવા અને પંકજ એ માટે પ્રિયાને રાજી પણ કરી લે છે. પ્રિયા પંકજ સાથે જ ઓફિસ જવા લાગે છે અને પ્રિયાની હાજરી થી સંજય પણ બને એટલું એની નજીક રહેવા પ્રયત્નો કરવા લાગ્યો અને પંકજ ને ઓફિસ ના કામો થી આઉટ ઓફ સ્ટેશન ના જ કામ આપવા લાગ્યો જેથી પંકજ ને એના નીચ વિચારોનો અંદાજો પણ ના આવે.

એક વખત વરસાદી માહોલ મા પ્રિયા બસ સ્ટેન્ડ પાસે બસ ની રાહ જોઈ રહી હતી કે એક કાર એની નજીક આવી ઊભી રહે છે.

"આવ પ્રિયા તને ઘરે મૂકી જાઉં" કાર નો દરવાજો ખોલી સંજય બોલ્યો.

"નો થેંકસ સર, હું જતી રહીશ, હમણાં બસ આવી જશે" પ્રિયાએ કીધું.

" અરે એમાં થેંકસ જેવું કંઈ નથી, અત્યારે ખૂબ વરસાદ છે એટલે કહું છું, આવ મારી જોડે." સંજય કહે છે.

આખરે છે તો મારા અને પંકજ ના બોસ, કાલ ઊઠી આ વાત નું ખોટું ના લગાડે એમ વિચારી પ્રિયા સંજય ની કાર મા બેસી જાય છે, અને કાર આગળ વધે છે. આખા દિવસ ની થાકેલ પ્રિયાની આંખો બંધ કરી કાર મા ચાલતું ગીત માણતી હોય હોય છે એ વાત થી તદ્દન અજાણ કે સંજય એને એના ઘર ના બદલે બીજે જ ક્યાંક લઈ જઈ રહ્યો હોય છે. કાર ને બ્રેક લગતા પ્રિયા પણ આંખો ખોલે છે.

"સર આ ક્યાં લઇ આવ્યા તમે મને??" સાવ વેરાન જગ્યા જોતા જ પ્રિયા ડઘાઈ જાય છે.

"ડોન્ટ વરી બેબી, તને કઈ નહિ થાય બસ હું કહું એમ કર તો હું બી ખુશ અને તને પણ એ બધી ખુશીઓ આપીશ જે પંકજ પણ નથી આપી શકતો તને.." લૂચું સ્મિત કરતાં સંજય પ્રિયા ને પોતાની પાસે ખેંચી લે છે અને પ્રિયા એને ધક્કો મારી ભગવા જાય છે એમાં સંજય એના ઉપવસ્ત્રો ખેંચી કાઢે છે. પ્રિયા કરગરતી રહે છે પણ સંજય પર તો હવસનું ભૂત સવાર હોય છે.

પ્રિયાને ચુંથી અને કહે છે ," જો ચૂપચાપ મની ગઈ હોત તો તને એટલી તકલીફ ના આપત જાનેમન. હવે બીજી વખત કહું ત્યારે તૈયાર રહેજે નહીંતર તને અંદાજો નથી તારી સાથે શું થઈ શકે છે."

"અરે શું કરી લઈશ તું કૂતરા? મારી આત્મા તો ચીરી જ નાખી છે તે હવે આગળ શું કરી શકે છે? મને મારી નાખીશ? તો હમણાં જ મારી દે ને, આવા જીવવા કરતા તો મરવું બહેતર છે" પ્રિયા ત્રાડ નાખતા કહે છે.

"નો બેબી.. નો.. ચિલ.. હું એવું કંઈ નહિ કરું સ્વીટી. બસ આ તારી કામુક વિડ્યો જ હમણાં જ ઉતર્યો છે ને એને વાયરલ કરી મૂકીશ જેથી તારી સાથે સાથે પંકજ પણ ક્યાંયનો નહિ રહે. ચાલ હવે કપડાં પહેર તારા અને ચાલતી પકડ. તારા જેવી હૂરપરી માટે તો કોઈ પણ હદ વટાવી જાઉં એવો છું આ તો સ્ટાર્ટ હતું બેબી. આગળ તો તારે એવું કેટલીય વખત કરવાનું આવશે એન્ડ આઇ હોપ કે હવે શરમ નહીં આવે તને મારી સામે બેબ્સ.."રાક્ષસી અટ્ટહાસ્ય વેરતા સંજય કહે છે.

પ્રિયા ચૂપચાપ ત્યાં થી જતી રહે છે. પણ મન માં પ્રણ લે છે કે આ ભૂખ્યા વરુ ને એની જાત ના બતાવું ત્યાં સુધી જંપીશ નહીં.

પ્રિયા પંકજ ને તમામ હકીકત કહે છે અને એ સંભળી પંકજ ત્યારે જ સંજયનો ખેલ ખતમ કરવા ઉતાવળો બને છે પણ પ્રિયા એને સંજયે ઉતરેલ એના વિડિયો ની વાત કરી એને આગળનો પ્લાન સમજાવે છે.

સંજય વિચારે છે કે પ્રિયા પાસે થી બને એટલું જલ્દી કામ કઢાવી એને અને પંકજ ને ઠેકાણે પાડી દે પણ એ માનતો હતો કે જો પ્રિયાએ પંકજ પાસે મોઢું ખોલ્યું હશે તો આગળ કંઈ ચાલ રમવી? પણ એના વિચારો થી તદ્દન વિરુદ્ધ પંકજ ઑફિસમાં નોર્મલ રહે છે અને પ્રિયા પણ ઓફિસ આવાનું ચાલુ રાખે છે. પંકજ સંજય ને ખ્યાલ નથી આવવા દેતો કે એ સંજયની કરતૂતોથી વાકેફ છે.

એક દિવસ જ્યારે સંજય પોતાની કેબિન મા બેઠો હતો ત્યારે પ્રિયા ત્યાં આવે છે અને એકદમ માદક અવાજ માં સંજયને કહે છે," તમે તો મને સાવ આમ ભૂલી જ ગયા કે શું સર, તમે તો કીધું હતું આપણે હજુ ઘણું કરવાનું છે પણ મને આમ મૂકી જ દીધી."

"પ્રિયા, શેની વાત કરે છે તું?" અણસમજ અને ભોળા બનવાનો ડોળ કરતા સંજય બોલ્યો.

"ઓહ સંજુ.. સાવ એવું તો ના કર મારી સાથે, આમ નાસમજ જેવી વાતો કેમ કરે છે સ્વીટહાર્ટ, જે મજા ત્યાં વેરાન જગ્યાએ કરી એ હવે ક્યાંક બીજે પણ ગોઠવ તો કંઇક વાત બને" પ્રિયા સંજયની નજીક જતાં બોલી.

" પણ તે દિવસે તો મને ઘણી ગળો આપતી ગઈ હતી ને, તે વળી આજે એટલો પ્રેમ ક્યાં થી?"

" એ તો કહેવું જ પડે ને, નહીતો તું મને બજારુ સમજી બીજી વખત આગળ પણ ના આવે. પણ તે તો ખરું કર્યું એ દિવસ પછી સામે પણ નથી જોતો" પ્રિયા ખોટા રિસામણા કરતાં બોલી.

"ઓહ તો એમ વાત છે, ચાલો તો આપણે આવતી કાલે સાંજે ઓફિસ પછી મારા ફાર્મ હાઉસ પર ગોઠવીએ" બોલી સંજય પ્રિયાની નજીક સરક્યો.

"જરાક ધીરજ રાખ સંજુ, ઓફિસ મા છીએ આપણે અને કાલે આપણે જોડે જ જઈશું અહી થી, બરાબર ને?? પ્રિયાએ કીધું.

"ડન.. હમણાં એક મીટીંગ માં જાઉં છું. બાકી કાલ મળીયે બેબ્સ. બ્બાય..."? કહી સંજય નીકળી જાય છે.

સાંજે પ્રિયા અને પંકજ પણ આવતીકાલ ના ફાઈનલ પ્લાનની ચર્ચા ચાલતી હોય છે.

"પ્રિયા, તું જરીકે ચિંતાના કરતી બધું વ્યવસ્થિત રીતે પાર પાડી જશે અને આ વખતે તું એકલી નથી હું તારી સાથે છું અને આપણા ભગવાનના આશીર્વાદ છે આપણી જોડે." પંકજ બોલ્યો

"હા પંકજ, એક ચાલ એ રમ્યો હતો મને પામવા અને હવે એક ચાલ હું રમી રહી છું એ નરાધમને જગ સામે ખુલ્લો પાડવા. મને મારી જરીક પણ ચિંતા નથી પણ એ નીચની પાશવી હરકતોને હું એમ નહીં જ માફ કરું." એટલું બોલતાં પ્રિયાની આંખોથી પ્રતિશોધની અગ્ની વરસી રહી હતી.

બીજા દિવસે સાંજે સંજય અને પ્રિયા કાર મા સંજયના ફાર્મ હાઉસ જવા નીકળે છે. અને એમની કાર પાછળ પંકજ પણ એમનો પીછો કરે છે. એક બંગલામાં સંજયની કાર દાખલ થાય છે અને પ્રિયા ફ્રેશ થવાનું કહી રૂમમાં સ્પાય કેમેરાની ગોઠવણ કરી રાખે છે અને અને આ બાજુ પંકજ પણ બંગલાની પાછળની બાજુ થી છુપીરીતે અંદર આવી સંતાઈ જાય છે.

"લુકિંગ વેરી હોટ બેબ્સ, ચાલ હવે વધારે રાહ નથી જોતી, કમ ફાસ્ટ." સંજય પ્રિયાને પોતાની નજીક લેવા જાય છે પણ પ્રિયા એને રોકે છે.

"જસ્ટ એ સેકંડ સંજય, પહેલા એ તો કહે કે આ વખતે પણ મારો વિડિયો કાઢવાનો પ્લાન છે કે નહિ?"

"કેમ આવું પૂછે છે, તું કહેતી હોય તો એટલી વાર કાઢું પણ હમણાં એ બધું મૂક અને અહીં મારી પાસે આવ."

"વાહ સંજય.. વાહ.." તાડી પડતાં સ્વાતિ અંદર પ્રવેશે છે (સ્વાતિ, સંજયની પત્ની)

"સ્વાતિ તું?? તું અહીં ક્યાંથી??" સંજય આભો બની જોતો જ રહે છે.

"તારા કાળા કામો નો ભાંડો ફૂટી ગયો છે સંજય." બોલતા સંજયની એક્સ એમપ્લોઇ નીતા પણ આવે છે જે એક સમયે સંજયની હવસનો શિકાર બની હતી અને  માટે એણે સ્વાતિ ને જાણ કરી અને પ્રિયાની મદદ પણ કરી સંજય નો પર્દા ફાશ કરવામાં.

"ઓહ.. તો તમે બંન્ને જાણી મળીને મારી ભોળી સ્વાતિને મારી માટે ભડકવો છો..?" સંજય પોતાના બચાવમાં બોલ્યો.

"બસ કર સંજય હવે, તારા કાળા કામોથી તો હું ઘણું પહેલેથી અવગત હતી જ બસ એમ સમજ કે રંગે હાથ તું આજે ઝડપાયો છે."સ્વાતિ ગુસ્સામાં લાલ પીળી થઈ રહી હતી.

"ઓહ એમ? તો આજે આ બકરીઓ મારા જેવા સિંહ નો શિકાર કરવા નીકળી છે... હા..હા..હા.. પણ તમારા લોકો માટે મારી ખિલાફ કોઈ સબૂત નથી." સંજય સાવ નફટ્ટાઈ થી બોલ્યો.

"એ ભૂલ છે તારી સંજય. આજે તો કોઈ કાળે તું નથી જ બચવાનો." બોલતા પંકજ અંદર પ્રવેશે છે અને સાથે સાથે પોલીસ પણ અંદર આવે છે.

" યુ આર અંડર અરેસ્ટ મિસ્ટર સંજય. તમે તમારા ગુનાહો તમારા જ મોઢે કબૂલી ચૂક્યા છો અને આ વીડિયો ક્લિપ છે એનું સબૂત." બોલતા ઈન ચાર્જ ઇન્સ્પેકટરે સંજયને હથકડી પહેરાવી દીધી.

"નારી તું નારાયણી, તમારા જેવી સ્ત્રીઓ જ મિસાલ કાયમ કરે છે આ સમાજ માં આના જેવા નરાધમને સજા આપવી. અને મિસિસ સ્વાતિ દલાલ તમને સલ્યુટ છે મારો જો દરેક સ્ત્રી ધારે તો એના પતિને સજા આપવી ખોટા રસ્તે થી સાચા માર્ગે લઈ જઈ શકે છે જેમ તમે કર્યું. મિસ્ટર પંકજ હું રજા લઉ હવે." ઇન્સ્પેકટરે કીધું અને સંજયને લઈ નીકળ્યા.

" થેંક યુ સ્વાતિ અને નીતા અમારી મદદ કરવા માટે." પંકજ અને પ્રિયા બોલ્યા

" થેંક યુ મારે તને કહેવું જોઈએ પ્રિયા કે તારી હિંમત ના લીધે આજે સંજયને એના કર્યાં ની સજા મળશે બાકી હું એકલી એનું કંઇ ન કરી શકત." નીતાએ કીધું.

" હા પ્રિયા, તારા કારણે જ અને સંજય ના ખોટા કામો હું રંગે હાથે પકડી શકી જેનો એને સબક મળશે." સ્વાતિએ કીધું.

તો ફાઇનલી આજે નીતા અને પ્રિયા સાથે ન્યાય થયો અને સંજયના કર્યાની એને સજા મળી.