તારા વગરનો અધુરો વેલેન્ટાઈન - ૨ Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારા વગરનો અધુરો વેલેન્ટાઈન - ૨

તારા વગરનો અધુરો વેલેન્ટાઈન - ૨

૭ મહિનાથી હિંમત એકઠી કરીને રાખી હતી અને મન મજબૂત બનાવી લીધું હતું પણ તમારા એક પત્રએ બધીજ હિંમત તોડી નાખી અને હકીકત જણાવવા માટે મને મજબૂર કરી નાખી. ૭ મહિના થઈ ગયા હું તમારાથી દૂર થઈ ગઈ એટલે મને એમ લાગ્યું કે કદાચ તમે મને ભૂલી ગયા હશો અને તમારે ભૂલી જવું પણ જોઈએ કારણકે હું જ તમને વફાદાર ના રહી શકી અને તમને આપેલા વચનો પુરા ના કરી શકી. હું તમને વફાદાર તો ના થઇ શકી પણ ગુનેગાર પણ નથી બની. આજે પણ તમને એટલોજ પ્રેમ કરું છું જેટલો પહેલા કરતી હતી. ૧૪ ફ્રેબ્રુઆરીનો દિવસ મારા માટે પણ એક સામાન્ય દિવસ જ હતો. હા, કારણકે આપણે બંન્ને આ દિવસે પહેલાની માફક સાથે નહોતા. તમારા વગર મારા માટે પણ વેલેન્ટાઈન ડે નો કોઈજ અર્થ નહોતો. મને પણ એક પણ દિવસમાં સહેજ પણ રસ નહોતો. મને પણ કપલ્સમાં આપણો ચેહરો જ દેખાતો હતો. હું પણ તમને એટલાજ મિસ કરતી હતી જેટલી કદાચ તમે મને કરતા હતા. પણ, મારામાં પણ હિંમતતો નહોતી જ તમારી સામે આવવાની કારણકે તમારી સામે આવીને હું તમારી ગુનેગાર બનવા નહોતી માંગતી. હા, મને પણ યાદ છે એ ૩ માર્ચ ૨૦૧૬ નો દિવસ જ્યારે આપણે પહેલીવાર મળ્યા હતા. મેં તમને એ દિવસે થપ્પડ જરૂર મારી હતી પણ એનું જેટલું દુઃખ તમને થયું હતું એનાથી વધારે દુઃખ મને થયું હતું કારણકે મેં જોયા જાણ્યા વગર તમારા પર હાથ ઉઠાવ્યો હતો. હું જાણું છું આ બધીજ વાતો આપણને ખબર છે છતાં પણ ફરીવાર એને કાગળમાં ઉતારીને મારે માણી લેવી છે કારણકે ફરીવાર ક્યારેય આ યાદો આપણે નહીં માણી શકીએ. કારણકે આ યાદો જ છે જેના કારણે આપણાં મન હજી સુધી એકબીજા સાથે સંકળાયેલા છે. તમને ખબર છે કે એ દિવસે હું ઘરે જઈને કેટલી રડી હતી અને પસ્તાવાના કારણે હું જમી પણ નહોતી. ખબર નહિ પહેલીવાર મને કોઈને થપ્પડ મારવા પર આટલું બધું ગિલ્ટી ફીલ થતું હતું અને હું આખીરાત તમારા વિશેજ વિચારતી રહી હતી. કદાચ ત્યારેજ મારા મનમાં તમારા માટે લાગણીઓ ફૂટી નીકળી હતી. એજ કારણ હતુંકે મારા મનમાં તમારા માટે ત્યારથી જ માન વધી ગયું હતું. હા, તમે મને કહી તો દીધું કે અમદાવાદમાંથી મને શોધીને તારા આઈડીપ્રૂફસ લઈ જજે પણ કેવીરીતે શોધવા મારે તમને કારણકે મને કાઈજ ખબર નહોતી કે તમે કોણ છો અને ક્યાં રહો છો. એના પછીના ૨ દિવસતો તમે કોલેજ પણ નહોતા આવ્યા. પછી તમેજ મારા ઘરે આવીને મારા આઇડીપ્રૂફસ આપી ગયા હતા. હા, યાદ છે મને કે એ દિવસથી આપણા વચ્ચે મિત્રતાની દોર બંધાઈ હતી. સાચેજ આપણે કેવા કોલેજમાં બંક મારીને બધે ફરવા જતા હતા. અઠવાડિયામાં કોઈપણ મુવી આવે એનો પહેલા દિવસનો પહેલો શો આપણા નામનો જરૂર હોતો. તમે પણ મારી કેટલી સંભાળ રાખતા હતા. એક સારા મિત્ર તરીકે પણ જ્યારે હું તમારી સાથે હોવ ત્યારે પોતાને સિક્યોર ફીલ કરતી હતી. કારણકે તમે મારા માટે ખૂબ સ્પેશિયલ હતા. હું મારું બધુજ દુઃખ કે કોઈપણ વાત તમારી સાથે શેર કરી શકતી હતી. કારણકે મને વિશ્વાસ હતો કે કોઈપણ વાત હોય તમે મને જરૂર સાથ આપશો. સાચેજ, ક્યારે આપણી દોસ્તી પ્રેમમાં પરિણમી એની ખબરજ ના રહી. કદાચ આપણા બન્નેનો આ વિશ્વાસ જ કારણ હતું એકબીજા પ્રત્યે પ્રેમની લાગણીઓમાં પરિણમવાનું. અને ૩૦ જૂન ૨૦૧૬ નો એ દિવસ તો ક્યાંથી ભૂલી શકું હું. એ દિવસ મારા માટે મારા જીવનનો સૌથી અમૂલ્ય દિવસ હતો. જે વાત મારા દિલમાં હતી પણ હું તમને જણાવવાથી ડરતી હતી એ કારણેકે કદાચ પ્રેમનો પ્રસ્તાવ મુકવાથી હું એક સારા મિત્રને પણ ખોઈ બેસીસ એજ વાત તમે મારી સામે મૂકી. તમે મને વગર કહ્યે સરપ્રાઇઝના બહાને મારી મનપસંદ જગ્યા રિવરફ્રન્ટ પર લઈ ગયા હતા અને ઢળતા સૂરજની હાજરીમાં ઘૂંટણિયે બેસીને પોતાની જીવનસાથી બનાવાનો પ્રસ્તાવ મુક્યો હતો અને આ વાત જાણીને શરમના કારણે મારા ગાલ લાલ થઈ ગયા હતા. તે દિવસે મારી દુઆ કબૂલ થઈ ગઈ હતી અને હું એટલી ખુશ હતી કે વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. મને યાદ છે આપણે એકબીજાને આપેલા એ સાથે રહેવાના વચનો, આજે પણ મને યાદ આવે છે આપણી પહેલી કિસ, આજે પણ મને યાદ આવે છે આપણી એ ખાસ પળો જે આપણે સાથે વિતાવી હતી. કેટલી બધી કેર કરતા હતા આપણે બંન્ને એકબીજાની કારણકે આપણને આદત પડી ગઈ હતી એકબીજાની. એ આખો દિવસ વાતો કરવી, એકબીજાના ફોટોસ મોકલવા, એકબીજા સાથે વાત ના થાય ત્યારે બેચેન થવું અને એ પછીના વેલેન્ટાઈન ડે જે આપણા માટે કેટલા સ્પેશિયલ બની ગયા હતા. ખૂબ જ ખાસ હતી એ પળો આપના માટે અંશ આપણી જિંદગી ખૂબ સરસ વીતી રહી હતી બસ ફરક એટલો પડ્યો કે જિંદગી એક એવો વિશ્વાસઘાત કરી ગઈ જે ક્યારેય વિચાર્યું પણ નહોતું. અંશ, મે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારે આવીરીતે અધવચ્ચે તમારો સાથ છોડવો પડશે અને તમને આટલું દુઃખ આપવું પડશે. પણ કદાચ મારા દુઃખ આપવાથી જો તમારા જીવનમાં કોઈ તકલીફ ના આવતી હોય તો એ મને મંજુર હતું. હું જીવનના એક એવા વળાંક પર આવીને ઉભી હતી જ્યાંથી મારુ પાછું આવવું અશક્ય હતું. કારણકે મારી સામે મારુ મૃત્યુ હતું જે મને ભેટવા માટે આતુર હતું. મને માફ કરી દેજો અંશ, કારણકે હું તમને જે વાત જણાવવા જઈ રહી છું એનાથી કદાચ તમને ગુસ્સો પણ આવશે અને તમે તૂટી પણ જશો. “હું જીવનની છેલ્લી અવસ્થામાં હતી જેને કદાચ મૃત્યુ કહેવાય છે. મને બ્રેસ્ટ કેન્સર હતું અને એ પણ લાસ્ટ સ્ટેજ. આ બીમારી ક્યારે લાગુ પડી એની મને પણ જાણ નહોતી. મારી પાસે વધુ સમય નહોતો આગળ જીવવા માટે. ડોકટરે જણાવી દીધું હતું મારા જીવનનો અંત હવે નજીક છે. મારા પાસે વધુ સમય નહોતો. કદાચ ૩ મહિના, ૬ મહિના કે પછી ૧ વર્ષ પણ મારો અંત નક્કી જ હતો. મને ખબર હતી કે જો હું તમને આ વાત જણાવીશ તો તમે મારો સાથ ક્યારેય નહિ છોડો અને મારા કારણે તમે પણ હેરાન થશો. કારણકે હું જાણું છું કે તમે મને અનહદ પ્રેમ કરો છો અને મારા માટે તમે જીવનની છેલ્લી અવસ્થા સુધી હિંમત ના હારેત અને લડી લેત પણ લડાઈ લડ્યા પછી પણ ઈનામમાં શુ મળવાનું છે એ પણ હું જાણતી હતી. તમને અંતમાં દુઃખ અને આંસુ સિવાય બીજું કાઈજ ના મળેત અને હું નથી ઇચ્છતી કે મારા કારણે ક્યારેય પણ તમારી આંખોમાં આંસુ આવે. હું તમને ક્યારેય દુઃખી થતા નહીં જોઈ શકું કારણકે હું ક્યારેય તમારી ગુનેગાર બનવા નથી માંગતી. મારી પાસે તમને ઇગ્નોર કરવા અને તમારાથી દૂર જવા સિવાય બીજો કોઈજ રસ્તો નહોતો બસ આ જ કારણને લીધે હું તમારાથી દૂર જવા લાગી હતી. મને તો એ પણ નથી ખબર જ્યારે આ પત્ર તમારા સુધી પહોંચશે ત્યારે હું જીવતી હોઈશ કે નહીં. બસ મારી એકજ છેલ્લી ઈચ્છા છે કે તમે મારા પાછા ફરવાની રાહ ના જોશો અને મને તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર કરી નાખો અને મને હંમેશા માટે ભૂલી જઈને કોઈ સારો જીવનસાથી શોધીને એક નવા જીવનની શરૂઆત કરો. પ્લીઝ, મારી આ લાસ્ટ વિશ છે એટલે જરૂરથી પુરી કરજો.

લી. તમારા વગર અધૂરી,

કિસુ

W. App – 7201071861

Instagram :- mr._author