Rahashy - 14 books and stories free download online pdf in Gujarati

રહસ્ય:૧૪

હવામાંથી નીચેની તરફ કોઈ વિમાન લેન્ડિંગ કરે તે રીતે ડાઈનોસોર નીચેની તરફ ગતિ કરી રહ્યા હતા. સામે વિશાળ પર્વત હતો. જેનો શિખર દેખાતો ન હતો. પર્વતની એકદમ પાસે આવી,તેઓએ વળાંક લઈ નીચે તરફ ગતિ કરવા લાગ્યા. ડાઈનોસોર નીચે જતા. પર્વતને એકદમ નઝદીકથી જોઈ શકાતો હતો. વિશાળ પર્વત કાળા ભૂખરાં રંગનો હતો. બને ડાઈનોસોર એક મેકની આંખ તરફ જોતા, ફરી નીચે જોતા આગળ વધી રહ્યા હતા.

વિશાળ દેહી પ્રાણી સર્પો સાથે લડી રહ્યો હતો. હજારોની સંખ્યામાં સર્પો આસપાસ હતા. કોઈ કોઈ સર્પ તેના શરીર પર તેના તીક્ષ્ણદાંત ભરાવીને બેઠા હતા! તેની સામેથી આવતા સર્પોને તે તેના જડબામાંથી દાંતો વડે બે ભાગ કરી દેતો.પાછળથી હુમલો કરતા સર્પોને પકડવા તે ગોળ ગોળ ફરતો.... આટલો વિશાલ દેહિપ્રાણી અમે જીવનમાં પહેલી વખત જોયો હતો. તે જ્યારે બરાડતો હતો, ત્યારે તેનો પડઘા દૂર સુધી પોહચતા હતા. જ્યારે તે પોતાના પગ જોરથી જમીન સાથે અથડાવતો, ત્યારે મોટા મોટા ખાડાઓ પડી જતા હતા.

પર્વતની તળેટીમાં સૂર્ય પ્રકાશ નોહતો આવતો.ના તો દૂર સુધી તેના શિખરનો પડછાયો દેખાતો હતો. સાપ- નોળીયાનો યુદ્ધ હજુ ચાલુ હતો. વનવાસીઓએ ગુફાની અંદર તરફ ચાલવાનો ઈશારો કર્યો. ગુફા વિશાળ હતી. ઉપરથી નીચે તરફ જતી હતી. ગુફાની અંદર જઇ તેના મુખ તરફ જોતા અદ્ભૂત દ્રશ્ય દેખાતો, ગુફાની અંદર બીજા ઘણા બધા મુખો હતા. ઘણા સમય સુધી અમે આ ભૂલ ભૂલૈયામાં ફરતા હતા. એક ગુફાથી બીજી ગુફામાં આવતા જતા હતા. જોરજોરથી કોઈ અવાજ સંભળાઈ રહ્યો હતો. આસપાસ જોરજોરથી બે પ્રાણીઓનો આવાજ અથડાઈને આવી રહ્યો હતો. અવાજ ગુંજતો હતો.

"અવાજ આ તરફથી આવી રહ્યો છે" કલ્પેશ કહ્યુ.

" ના અવાજ ત્યાંથી નહિ, આ તરફથી આવી રહ્યો છે." પ્રિયા બોલી.

અવાજ દરેક સમયે અલગ અલગ દિશાથી આવતો હતો.અવાજ ક્યાંથી આવે છે. તે ચોક્કસ ખબર નોહતી પડતી.

વનવાસીઓ બધાને ચૂપ રહેવાનું કહ્યું. એક જ પ્રકારનો અવાજ જ્યારે અલગ અલગ દિશાની ગુફાઓમાં જતો હશે, ત્યારે પવન સાથે તે અલગ અલગ દિશાઓથી અલગ અલગ રસ્તાઓથી અમારી સુધી આવી રહ્યો હતો. વનવાસીઓએ પાછળ પાછળ ચાલવાનું કહ્યુ. આજથી પહેલા માત્ર ફિલ્મોમાં જોવેલો, તેથી પણ વિશાળ આ એનાકોન્ડા સાપ મોટા નોળીયા જેવા દેખાતા પ્રાણી સાથે લડી રહ્યો હતો. એક એનાકોન્ડા સાપ મરેલી હાલતમાં બાજુમાં જ હતો. તો બીજાને નોળીયાએ એનાકોન્ડાના આખા મુખને પોતાના ઝડબામાં દબોચી લીધો હતો. જેથી સાપનો પાછળ નો હિસ્સો તડફલાઓ ખાઈ રહ્યો હતો. એક વનવાસીએ આગળ વધી, ધારદાર ભાલા વડે, એનાકોન્ડાના શરીરને ચીરી મુક્યો.

એનાકોન્ડાનો અવાજ નોળીયાના મુખમાં જ દબાઈ ગયો. તડફલાઓ ખાતો તેનું શરીર ધીમેધીમે શાંત પડી ગયું.

વનવાસીઓએ તેનો શરીર ચીરી અંદરથી જીવતા વનવાસીને બહાર કાઢ્યો. તેનો શરીર લાળથી ભરેલો હતો. તેના શરીરમાંથી અલગ પ્રકારની ગંધ આવતી હતી.આખી ગુફામાં અજીબ ગંધ પ્રસરી ગઈ. અમારી સાથે રહેલા વનવાસીઓ તેની પાસે ગયા. તેઓની ભાષામાં તેઓ કઈ વાતચીત કરી રહ્યા હતા.

અજય દેખાતો નોહતો એટલે ચિંતાઓ વધી ગઈ.

"અજય ક્યાં છે?" વિજય બોલ્યો.

"અહીં જ હશે.... આસપાસ...

અજય.... અજય.... " કલ્પેશ બોલ્યો.

અવાજ અથડાઈ પાછો આવ્યો પણ અજયનો જવાબ ન આવ્યો.

"ક્યાં છે અજય?" રાજદીપ વનવાસીઓ તરફ વધ્યો.

જાણે અમારા પ્રશ્નને સમજી ગયા કે અમે શુ પૂછવા માંગીએ છીએ. તેઓએ બીજી ગુફાની તરફ આંગળી ચીંધી.

"વનવાસીઓ કહેવા માંગે છે કે અજય ત્યાં છે."

ત્રણ વનવાસીઓ અમારી આગળ, બે અમારી પાછળ એમ અમે ગુફામાં આગળ વધી રહ્યા હતા.

***

"અજલા...."

જેને મહિનાઓથી જોવા આંખો તરસી રહી હતી. તે અમારી સામે હતો.

પેહલી નઝરે તો તેને પણ સપનું જ લાગ્યું.

કલ્પેશ, વિજય દોડીને તેની તરફ વધ્યા. અજય ચૂપ હતો. તેની આંખોમાંથી મેહુંલીયો વરસી રહ્યો હતો. ક્ષણેક માટે જાણે આખા શરીરને નીચેથી ઉપર જોઈ લીધું. ઠીક તો છે ને?

" મિસ યુ ભાઈ....." કહેતા જ અજય બંનેને ભેટી પડ્યો.

"ઠીક તો છો ને તું?" કલ્પેશ બોલ્યો.

"ઠીક છું... "અજયની આશુંઓ ભરેલી આંખો હસતા હસતા બોલી.

એક નઝર પ્રિયા તરફ કરી... અપલક તેને તાકતો રહ્યો.જ્યાં સુધી પ્રિયાએ તેની પલકો શરમથી ઢાળી ના દીધી....

ખોંખારો ખાતા રાજદીપ બોલ્યો " હું પણ અહીં જ છું. યગંમેંન...."

ભોઠપ અનુભવતો અજય કેપ્ટનને સેલ્યુટ મારતા બોલ્યો

" જય હિંદ...."

***

" આ ગુફામાં જવાનું છે આગળ આપણે... જ્યાંથી પથ્થર ડબલ ગતિએ પાછો આવ્યો હતો." અજય બોલ્યો.

"ગુફામાંથી પથ્થર કોણ પાછું ફેકતું હશે?" પ્રિયા બોલી...

બધા જાણે કઈ સમજ્યા નહિ, એટલે બોલ્યો..." તમે બધા પાછળ હટી જાવ...."

બધાના પાછળ હટતા, અજયે એક પથ્થર તે ગુફામાં ફેકયો, તેની બમણી ગતિએ તે પથ્થર અજયની તરફ આવ્યો. અજય તે દિશામાંથી હટવા ગયો પણ હટી ના શક્યો. પથ્થર તેનાં ખભાંમાં વાગ્યો, તે ઉછળીને પાછળ પડ્યો.

"અજય..… અજય... "પ્રિયા અજયની તરફ પહેલા ભાગી...

ખભોં પકડીને તે ઉભો થતા બોલ્યો...

" કઈ નથી થયું, હું ઠીક છું.."

"આર યુ શ્યોર?"

"હમ્મ....."

"પણ આ પથ્થર કેમ પાછો આવ્યો?" કલ્પેશે કુતૂહલતાથી પૂછ્યું.

કોઈ પાસે, આનો જવાબ નોહતો..

"આનો જવાબ સમય જ આપી શકે..." રાજદીપે કહ્યું.

વારાફરથી બધા, સુરંગ જેવી દેખાતી ગુફામાં વધ્યા....

ગુફામાં અંદર જતા શરીરમાં વજન ઓછો થઈ ગયો હોય તેવું લાગતું હતું.

"મને અવુ લાગે છે જાણે મારો વજન ઓછો થઈ ગયો હોય..." કલ્પેશ બોલ્યો.

"મને પણ એવું જ લાગે છે." મજીદે કહ્યું. એક પછી એક બધાએ જાણે આ વાતમાં સૂર પુરાવ્યો. આગળ જતા બધાનો વજન વધુને વધુ ઓછો થતો ગયો. એક સમયે તો બધા જેમ સ્પેસમાં ઉડે તે રીતે ઊડવા લાગ્યા.

"આપણે કેમ હવામાં ઉડી રહ્યા છીએ?" મજીદ બોલ્યો.

"લાગે છે. અહીં પૃથ્વીનો ગુરુત્વાકર્ષણબળ કામ નથી કરતો...." પ્રિયા બોલી...

ગુફાની અંદર કોઈ ખેંચી રહ્યું હોય, તેમ લાગતું હતું. જાણે મેગ્નેટ જે રીતે લોંખડને ખેંચે.

"બધા, પોતાના આસપાસ રહેલા પથ્થરોને મજબૂતાઈથી પકડી રાખજો..." રાજદીપે કહ્યું.

"ગુરુત્વાકર્ષણબળ એ વળી કઈ બલાનો નામ છે?" કલ્પેશ બોલ્યો.

" ગુરુત્વાકર્ષણબળના કારણે જ આપણે, પૃથ્વી ઉપર ચાલી શકીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળના લીધે છે. પૃથ્વીએ બધી જ વસ્તુઓને પોતાની તરફ ખેંચી રાખ્યા છે. એક સેકન્ડ માટે પણ જો પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ ના હોય તો? દરેક વસ્તુઓને વિભાજિત થઈ જાય, ઉપરની તરફ ખેંચાવા લાગે.બ્રહ્માંડની અંદર દરેક પદાર્થનું પોતાનું એક બળ હોય છે. સૂરજના ગુરુત્વાકર્ષણ બળના કારણે જ પૃથ્વી સૂરજની આસપાસ ચક્કર લગાવે છે. ચંદ્ર પૃથ્વીની. દરેક મોટા પદાર્થ નાના પદાર્થને પોતાની તરફ ખેંચે છે.જો આપણો વજન પૃથ્વી પર સાઈઠ કિલોગ્રામ છે તો ચદ્ર પર આપણો વજન દશ કિલોગ્રામ હશે. જેનો મતલબ એવો થાય, કે ચદ્રના ગુરુત્વાકર્ષણ થી પૃથ્વીનો ગુરુત્વાકર્ષણ બળ છ ગણું વધારે છે. સૂર્યમંડળના તમામ ગ્રહો એ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે જ છે. " પ્રિયા બોલી...

" પૃથ્વી પર દરેક જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ હોય તો અહીં કેમ નથી?"

"એવું જરૂરી નથી, દરેક જગ્યાએ હોય, ક્યાંક તેનું પ્રમાણ ઓછું વધુ હોય શકે.… પૃથ્વી પર ઘણી એવી જગ્યા છે. જ્યાં ગુરુત્વાકર્ષણ છે જ નહીં... અથવા ખૂબ ઓછું છે...

ભારતમાં પણ એક જગ્યા છે. જ્યાં ગુરુત્વાકર્ષણ બળના કારણે એક અજાયબીનું સર્જન થયું છે. લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે." પ્રિયા બોલી

"ભારતમાં?, ભારતમાં ક્યાં?" કલ્પેશ બોલ્યો.

"લેહ લદ્દાખ, ત્યાં એક મેગ્નેટિક હાઇવે આવેલ છે."

ક્રમશ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED