હમ તુમ્હારે હૈ સનમ
(ભાગ-૧૫)
આબિદ અલી પોતાની ઓળખાણ વાળા મંત્રી ને મળવા એમની ઓફીસ એ જાય છે. મંત્રી ને વાત કરે છે કે કોઈ વોરન્ટ કે અરજી વગર જ એમના દીકરા ની ધરપકડ કરી હતી. પોતાના પુત્ર સાથે વાત કરતા મળેલી માહિતી અનુસાર પોલીસ સ્ટેશન અને ત્યાં ફરજ બજાવતા ઓફિસર ની માહિતી પણ આપી. મંત્રી એ પોતાની ફરજ બજાવતા એ પોલીસ સ્ટેશન એ ઇન્કવાયરી બેસાડી. ઇન્કવાયરી દરમિયાન જાણવા મળ્યું કે કોઈ કારણ વગર લિયાક્ત ના પિતાના કહેવાથી પોતાની પર્સનલ અદાવત ને કારણે અરમાન ને જેલમાં પુરી બે કલાક ઢોર માર મારવામાં આવ્યો હતો.
આ ગુના હેઠળ લિયાક્ત ના પિતાને ખોટા ઠેરવી એમની વર્ધી ઉતારવામાં આવી અને એમને એમની જ જેલમાં બંધ કરવામાં આવ્યા. આ વાત સારા ના અમ્મી ને ખબર પડી એ ઘરે આવ્યા.
"બેટા સારા અરમાન એ તારા મામા ની વર્ધી ઉતરાવી દીધી. એને એ હાલ લોકપમાં છે..."
"સારું થયું અમ્મી મેં કહ્યું તું ને એ ગણી ને બદલો લેશે... લિયાક્ત ભાઈ ને કહેજો હવે જૂનાગઢ સામી લમણું ન કરે..."
"બેટા મેં સાંભળ્યું છે એ તને બેન માને છે. તું કઈશ તો એ તારા મામા અને લિયાક્ત ને માફ કરી દેશે..."
"હા અમ્મી એ મને બેન માને છે. પણ કોઈના ભાઈ મેં તમે કારણ વગર જેલ માં પુરી દો તો એ બેન કેમની માફ કરે એ તમે જ કહો..."
"બેટા એ મારી માનો જણ્યો છે. મારો ભાઈ છે. કંઇક કર ..."
અહીં અરમાન ઘરે બેઠો હોય છે. એના અમ્મી રડે છે. એની નાની બેન પણ રડે છે. અરમાન જયારે પણ જૂનાગઢ જઈને આવે છે ત્યારે કંઇક ને કંઇક થાય છે.
"અમ્મી તમે રડશો નહીં.. મને કઈ નથી થયું..."
"બેટા તું ના જા ત્યાં. રાજકોટમાં આયત થી સારી છોકરીઓ છે. હું તારા માટે શોધી લઈશ..."
"અમ્મી આયત જેવી દુનિયામાં બની જ નથી... હું જતો નથી મારા મન માં એક સેહલાબ આવે છે. એ મને આયત તરફ ખેંચી ને લઇ જાય છે. હું એમ પણ વિચારું કે આજે નથી જવું તો પણ મારા પગ આપો આપ એની તરફ ચાલવા લાગે છે..."
અહીં આયત એની નાની બેનના વાળ બનાવી રહી હોય છે. સારા આવે છે.
"આયત... ક્યાં છે તું?"
"અહીં નીચે રૂમમાં આવી જા..."
"આયત મામા જી ની વર્ધી ઉતરી ગઈ... એ એમના જ લોકપમાં બંધ છે..."
"અચ્છા... એને એના કર્યાની સજા તો મળવી જ તી..."
"આયત હું તને મનાવવા નથી આવી પણ તને લાગે તો કહેજે એને કે એ મામા મેં માફ કરી દે..."
"હું કહીશ તો એ મારા અમ્મી ને પણ માફ કરી દે.. પણ એનું દર્દ જોવાતું નથી..."
"સારું આયત.. તો હું ખાસ એ કહેવા આવી હતી કે આજે સાંજે રિસિપ્શન છે. તું ના આવતી... "
"કેમ?"
"તું આવીશ તો મારા અમ્મી તને આજીજી કરશે... એમ કહેશે મારો ભાઈ છે બેટા એને છોડાવી દે..."
"હા નહીં આવું પણ તું મને જમવાનું ઘરે મોકલાવી દેજે અને તારા ભાઈ ને મારા તરફ થી અભિનંદન આપજે..."
સારા જાય છે. એના અમ્મી એને પૂછે છે કેમ સારા આવી હતી. આયત જણાવે છે. આયત ના અમ્મીના હોશ ઉડી જાય છે કે એના મામા ને જેલમાં પૂર્યો. થોડીવારમાં કોઈ કામ થી આયત ના અમ્મી બહાર જાય છે. આયતના પિતા એની પાસે આવે છે.
"આવો અબ્બુ બેસો..."
"બેટા તારી અમ્મી બહાર ગઈ છે. મારે એક વાત કરવી છે..."
"હા બોલો અબ્બુ..."
"બેટા આમ તો હું તારી ને અરમાન માટે માની ગયો હતો પણ કાલે તારા માસા એ આવી ને મારા મનમાં ચિંતા પેદા કરી..."
"શું થયું અબ્બુ...?"
"તારા માસા અરમાન ની વાત કરવા નહિ પણ એમની ખુદની વાત કરવા આવ્યા હતા..."
"એટલે હું સમજી નહીં અબ્બુ..."
"તારા માસા એ કહ્યું એ અનિશા ને તલાક આપશે અને તારા અમ્મી ને મારી સાથે તલાક લેવા કહ્યું..."
"હું નથી માનતી અબ્બુ..."
"તારી અમ્મી પર ભરોસો નથી તને?"
"અબ્બુ મને માફ કરજો પણ અમ્મી ની વાત સાંભળી હું ભરોસો ન કરી શકું..."
"કેવી બેટી છો જે માં કરતા માસા પર ભરોસો કરે છે..."
"અબ્બુ એવું જ હોય તો બોલાવો માસા ને હું , માસા , તમે અને અમ્મી બેસી ને આ વાત નો ખુલાસો કરીયે... જો એ સાચી હશે તો હું અરમાન ને હમેશા માટે છોડી દઈશ...."
"એવું ના કરાય તારી અમ્મી ની ઈજ્જત ઉછાલવી છે..."
"અબ્બુ મને અમ્મી ની આ વાત પર ભરોસો નથી..."
"જો બેટા તારે માનવું હોય તો માન પણ હવે થી તું ઘર બહાર એક પગ નઈ મૂકે... "
"જી અબ્બુ મને તમારી શરત મંજુર છે. પણ હું વાત ન માની શકું..."
આયતના અબ્બુ બહાર આવે છે. આયતના અમ્મી ઘરે પાછા ફરે છે. એના અબ્બુ ને આયત ના રૂમ માંથી આવતા જોઈ એ મનમાં ડરી જાય છે કે એની જૂઠ પકડાઈ ન જાય.
"તમે આયત ના રૂમ માં કેમ ગયા તા? તમે ઓલી આબિદ અલી વાળી વાત તો એને નથી કરી ને?
"હા હું એના રૂમ માં એ જ વાત કરવા ગયો હતો , કે એને સાંભળી ને આંખો ખુલે પણ એ તો તને જ ગુનેહગાર માને છે કે તું ખોટું બોલે છે..."
રુખશાના ઢોંગ કરતા નીચે બેસી જાય છે. આ જોઈ સુલેમાન ડરે છે. એ એને પાણી આપે છે. થોડીવાર સુલેમાન ને આમ જ ટેન્શન આપે છે જેથી વાત ફરી જાય. એ પછી એ આયત પાસે જઈને એને ખુબ મારે છે. એને મારતા કહે છે તું મારી દીકરી થઇ ને મને ખોટી કહે છે.
અહીં ચા ની કેટલી એ અરમાન , કપ્તાન અને અક્રમ બેઠા હોય છે.
"અરમાન જો કોર્ટ મેરેજ કરી લે બીજો કોઈ ચારો નથી..."
કપ્તાન બોલે છે.
"એ નહીં કરું કપ્તાન... "
"અરમાન તો એની સ્કૂલ નો સમય પાંચ કલાક નો હોય છે. તું એ સમય માં નિકાહ કરી લે..." અક્રમ બીજો રસ્તો કહે છે.
"ના અક્રમ એ નહીં બને..."
"અરમાન સમજ એના અમ્મી અબ્બુ સટ્રીક્ટ થતા જાય છે એને માર પડે છે. તારા અમ્મી પણ રોજ રડે છે. કાલ ઉઠી ને એના અમ્મી અબ્બુ એને કસમ આપી કે કોઈ નાટક કરી એની પાસે સોગંધ ખવડાવી દેશે તો શું કરીશ...?"
"એવું કહી નઈ થાય અક્રમ..."
"અરમાન હું પણ ઇચ્છું કે આવું ન થાય પણ એના અમ્મી નો ભરોસો નહિ... "
"વધુ માં સુ થશે અમે મરી જશું એ જ ને..."
"અરમાન પ્રેમ મરતો નથી પ્રેમ કરવાવાળા મરી જાય છે. એ અલગ થઇ જાય છે... તારે જો કોઈ પુસ્તક માં એક અમર પ્રેમ કહાની નું પાત્ર બનવું છે કે પ્રેમ પામવો છે?"
અરમાન આ વાત વિશે થોડો વિચાર કરે છે ત્રણેય પાછા ઘરે ફરે છે. બીજા દિવસે અરમાન અને અક્રમ જેતપુર જાય છે. એના માસી ને વાત કરે છે કે એને નિકાહ કરવો છે. એમના માસી ને લઈને એ જૂનાગઢ આવે છે. જૂનાગઢ પેલા પ્રાથમિક શાળા ના શિક્ષક ને ત્યાં બેસે છે. સારા દ્વારા સમાચાર મોકલાવે છે. સારા જમવાનું આપવાના બહાને આયત ની ઘરે આવે છે.
"આયત લે તું જમવા ન આવી એટલે હું જ લઈને આવી... લે જમી લે..."
"સારું કર્યું સારા, મારા પર તો ઘરની બહાર નીકળવા પર પણ પાબંધી છે. "
"આયત એ આવ્યો છે..."
"તો અહીં કેમ ન આવ્યો?"
"એ , અક્રમ અને તારા જેતપુર વાળા માસી અહીં શિક્ષક ના ઘરે છે... એ અહીં નહિ આવે, તારે આજે ત્યાં જવું પડશે..."
"હું ના જઈ શકું ... મને અબ્બુ એ ઘર બહાર નીકળવાની ના કહી છે..."
"આયત એતો મને ખબર પડી હું આવી ત્યારે જ તારા અમ્મી એ મને પાંચ મિનિટ ઉભી રાખી ને ઇન્કવાયરી કરી કે કેમ આવી છે? શું વાત છે બધું..."
"હા તો એ જ કહું છું હું નઈ જઈ શકું..."
"આયત તારી નાની બેન ને કેજે એ રાત્રે બધા સુઈ જાય પછી તને મોકલી ને ડેલી બંધ કરી દે..."
"ના સારા... "
"જો હું તો એનો મેસેજ પહોંચાડવા આવી તી આગળ તારી મરજી એ સવાર ની નમાજ સુધી છે અહીં, પછી ચાલ્યો જશે... અને હું આવી ત્યારે દસ વાગ્યા તા... તું જે વિચારે જલ્દી વિચાર જે..."
રાત્રે એક વાગ્યા સુધી આયત ન આવી તો અરમાન અહીં ઊંચો નીચો થવા લાગ્યો.
"અક્રમ હું જાઉં એને લઈને આવું?"
"ના અરમાન અત્યારે તું જઈશ તો વાત બગડશે..."
"તો હું ને આપા જઈએ?" શિક્ષક એ કહ્યું.
"હા તમે બંને જતા આવો.."
અહીં રાત્રે ૧:૧૫ એ આયત ના અમ્મી નીંદર માંથી ઉઠે છે. એમને ડેલી ખખડવાનો અવાજ આવે છે. એ સુલેમાને જગાડી ને ડેલી ચેક કરવા જવાનું કહે છે. સુલેમાન બહાર ડેલી ચેક કરવા આવે છે ત્યાં જ ડેલી એથી આયત ની નાની બહેન પાછી ફરતી નજરે પડે છે.
(ક્રમશ:...)