હમ તુમ્હારે હૈ સનમ - 14 Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમ તુમ્હારે હૈ સનમ - 14

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૧૪)

અરમાન અને રિક્ષાવાળા કાકા ચા પી ને સ્ટેશન જવા નીકળે છે. એટલામાં લિયાક્ત ફરીથી જીપ્સી લઈને આવે છે. રોડ સિંગલ પટ્ટી હોય છે. એટલે રિક્ષા આગળ જઈ સકતી નથી. કાકા હોર્ન મારે છે પણ જીપ્સી આગળ વધતી નથી. એટલામાં જ પાછળ થી પોલીસની ગાડી આવે છે. અરમાન ને રિક્ષા માંથી બે પોલીસવાળા પકડી ને પોલીસ ની ગાડીમાં બેસાડી ને નજીકના પોલીસ સ્ટેશન લઇ જાય છે. જ્યાં લિયાક્ત ના અબ્બુ ઇસ્માઇલ નોકરી કરતા હોય છે. રિક્ષાવાળા કાકા બૂમો પાડે છે કે ક્યાં કારણ સર પકડી ને લઇ જાઓ છો પણ કોઈ જવાબ નથી આપતા. પોલીસ ની ગાડી જતા જ લિયાક્ત જીપ્સી લઇ ને નીકળી જાય છે.

અહીં આયતના અબ્બુ લિવિંગ રૂમમાં બેઠા હોય છે. રુખશાના આવે છે એમને પાણી આપવા.

"રુખશાના બેસ મારે વાત કરવી છે..."

"શું વાત કરવી છે? મારે જમવાનું બનાવવાનું બાકી છે..."

"એ પછી બનાવ જે બેસ..."

"શું વાત છે બોલો..."

"આયત ને કેમ છે?"

"એને સારું છે દવા આપી છે. તાવ ઓછો થયો છે."

"રુખશાના હું હારી ગયો..."

"હે! આ શું બોલો છો તમે? કોના થી હારી ગયા. ઓલા નાલાયક થી કે આપણી કમીની થી?"

"રુખશાના મારા આ દૂર વ્યવહાર થી... મને લાગે છે એ બને સાચા છે. આપણે જ ખોટા છીયે..."

"હું ખોટી નથી..."

"રુખશાના તું હવે માની જા આપી દે આયત રાજકોટ વાળા ને..."

"એના ટુકડા કરી ને કબરમાં નાખી દઈશ પણ નહીં આપું એમને..."

"તને આબિદ અલી સાથે બદલો લેવો છે ને?"

"હાય અલ્લાહ... મારા મન માં એ વાત પણ નથી તમે કેમ વારંવાર એ જ વાત કરો છો..."

"તો પછી જો તું આયત માટે હા કહી દઈશ તો હું સમજી જઈશ કે તને એની સાથે લગ્ન ન થવાનો અફસોસ નથી..."

"જુવો સુલેમાન તમારી પાસે બીજી વાત હોય તો કરો નઈ તો હું જાઉં કિચનમાં..."

"રુખશાના આજ સવારે મેં એને દસ થપ્પડ મારી એ એક શબ્દ ન બોલ્યો. પણ જેવું મેં કહ્યું ક્યાં છે આયત એને મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો. હું આયત ની ઈજ્જત કરું છું માસા. અને એના પર ભરશો છે મને. તમે ઈજ્જત ના કરો તો કઈ નઈ તમારી દીકરી પર ભરોસો તો કરો..."

"તો તમે માની ગયા લગ્ન માટે એમ? પણ હું ક્યારેય નહીં માનું..."

"રુખશાના તને ખબર છે આયત કેમ બેઠી થી આખી રાત છત પર?"

"બેઠી હશે એના ઇશ્કમાં મને ખબર હોત તો એમ જ કહેત કે બેસ હજી ચાર પાંચ દિવસ..."

"રુખશાના એ બને સાચા છે તું જીદ છોડ અને આયત આપી દે એમને..."

"તો તમે મને તલાક આપો... પછી કરાવી દેજો એના લગ્ન..."

"ના રુખશાના આવી વાત ન કર તું..."

"તમે અહીં આવો મારા માથા પર હાથ મુકો અને કહો... ચાહે આયત મરે કે અરમાન હું એમના લગ્ન નઈ થવા દઉં..."

"હા રુખશાના આયત મરે કે અરમાન હું એમના લગ્ન નહીં જ થવા દઉં..." સુલેમાન રુખશાનાના માથા પર હાથ મૂકી ને કહે છે.

રુખશાના આટલું સાંભળી ને ખુશ થાય છે. અહીં પોલીસ સ્ટેશન એ અરમાન ને રિમાન્ડ રૂમમાં ઊંધો સુવડાવી ને ઠંડો માર મારવામાં આવે છે. અરમાન ઉફ્ફ નથી કરતો. થોડીવારમાં ત્યાં લિયાક્ત આવે છે. ત્યાં રહેલા કોન્સ્ટેબલ ને કહે છે.

"ક્યાં છે પેલો...?"

"રિમાન્ડ રૂમમાં... અડધો કલાક થી મારીએ છીએ પણ એક શબ્દ નથી બોલતો..."

"સારું એને મારી જામીનગીરી પર છોડી દો..."

અરમાન ને બહાર લાવે છે. અરમાન લિયાક્ત ને જુવે છે. ત્યાં બેઠેલા કોન્સ્ટેબલ ને પૂછે છે.

"મને ક્યાં ગુનાહ માં અંદર કર્યો તો?"

"એક શંકાના કારણે.. હવે લિયાક્ત એ જામીનગીરી આપી તું જઈ શકે છે..."

"સારું તો મને મારુ પાકીટ આપી દો..."

પાકીટ લઈને એ લિયાક્ત સામે કતરાઈ ને કહે છે.

"બીજીવાર કોઈક ગુનો શોધી ને રાખજે.. અહીં જ મુલાકાત થશે... હાલ તો હું જાઉં છું..."

આયત દોડતી સારાના ઘરે જાય છે. એને જોતા જ થપ્પડ મારે છે અને કઈ પણ બોલ્યા વગર નીકળી જાય છે. સારા ના ઘરે એના ભાઈ ના લગ્ન ની જાન નીકળવાની તૈયારી હોય છે. સારા આયત પાછળ જાય છે એને રોકે છે.

"આયત રોકાઈ જા નહીતો મારુ મરેલું મોઢું જોઇશ.."

આયત ઉભી રહે છે.

"બોલ થયું છે શું?"

"તારા મામા એ અરમાન ને જેલમાં પુરાવી દીધો કાલ રાત્રી વાળી વાત ને લઇ ને.."

સારા ટેન્શનમાં આવી જાય છે.

"તું ઘરે જા હું કૈક કરું છું આયત..."

સારા અંદર આવે છે. બધા જાનૈયા ની સામે ઊંચા અવાજે બોલે છે.

"કાલ રાત્રી વાળી ઘટના ને કારણે મામા એ અરમાન ને જેલમાં પુરાવી દીધો... હવે જો મામા જાન માં આવશે તો હું નઈ આવું.. પછી ભલે તમે મારી ચામડી ઉંધેલી નાખો..."

આયત ઘરે જાય છે. અરમાન પણ પોલીસ સ્ટેશનથી નીકળે છે. આયત ફળિયામાં બેઠી હોય છે. આયતના અમ્મી આવે છે

"તું કેમ ના ગઈ સારા ના ભાઈ ની જાન માં?"

"કાલે જમણવારમાં જઈશ અમ્મી.."

"કાલે પણ નહીં જાય, મને ખબર પડી ગઈ.."

"સુલેમાન સાંભળો નવું ગતકડું આવ્યું.. કાલ રાત્રે ઓલો સારા ના ભાઈ ની પીઠી માં ગયો તો. બહાર આયત ને અરમાન બેઠા તા.. સારા ના કઝીન એ કહ્યું કે લગ્ન પહેલા આમ ના બેસો તમને ના શોભે.. તો અરમાન એ એને માર્યો.. પણ એને ખબર નતી કે લિયાક્ત ના પપ્પા છે કોણ.. બંધ કરાવી દીધો સાલા ને... એ લોકપ માં સળે..."

"રુખશાના પણ આ વાત સારી નથી. મારે જવું પડશે એને છોડવા..."

"તમારે શું કામ જવું છે? તમારો શું લાગે છે એ? બેસો છાના માના..."

આયત થી સહન ન થયું.. એ બોલી ઉઠી.

"અમ્મી ઓલો હરામખોર લિયાક્ત. મારી પાસે આવ્યો, મને ગંદી નજર થી જોયું.. મારી સાથે ગંદી વાત કરી... એતો સારું થયું ત્યાં અરમાન હતો નહિતર મારી રક્ષા કોણ કરેત...?"

"અમે શું મરી ગયા છીયે?"

"અમ્મી અલ્લાહ તમને લાંબી ઉમર આપે પણ મારી ઈજ્જત તો રખેવાળ તો એ જ છે..."

એટલામાં અરમાન આયત ના ઘરે આવી પહોંચે છે.

"સલામ માસા..."

"વાલેકુમ સલામ... "

"માસા હું રાજકોટ જતો તો, ઓલા લિયાક્ત એ રોકી લીધો. કહ્યું ના જા , તો બે દિવસ રોકાવું પડશે..."

"આપણે કોઈ ને નથી રાખવો સુલેમાન.. પોલીસ નો મામલો છે..." રુખશાના બોલી...

"માસા તમારી શું મરજી છે? બાકી હું તો અહીં જ રહીશ... મૌલવી સાબ ને ત્યાં..."

સુલેમાને આયત ને કહ્યું અરમાન ને ખુરશી આપ. આયત આ સાંભળીને ખુશ થઇ. રુખશાના ગુસ્સામાં લાલ થઇ ગઈ.

અરમાન ઘરે ન પહોંચતા અરમાન ના પિતાજી રાજકોટ થી જૂનાગઢ આવી ગયા. આયત એ ડેલી ખોલી.

"સલામ માસા..."

"વાલેકુમ સલામ બેટા... ક્યાં છે અરમાન...?"

"એ લિવિંગ રૂમ માં બેઠા છે."

આબિદ અલી લીવીંગ રૂમમાં સુલેમાન અને અરમાન સાથે બેઠા.

"આબિદ અલી આ રોજ રોજ અરમાન આવે છે એ સારું નથી..."

"સુલેમાન હું પણ તને એ જ કહું છું કે તમે હા કરો અને જલ્દી નિકાહ કરાવીએ..."

"આબિદ અલી મારી તો હા છે પણ રુખશાના ને માનવી લો તમે..."

"હા એને તો હું માનવી લઈશ...."

સાંજે સુલેમાન એના રૂમ માં સુતા સુતા રુખશાના ને કહે છે.

"રુખશાના મને આબિદ અલી ઈજ્જત વાળો લાગે છે પણ એ કે એને તને સ્પર્શ કર્યો તો?"

"આ કેવો સવાલ છે સુલેમાન , જૂની વાતો ન કાઢો..."

"રુખશાના મને અકબર ની વાતો ખબર છે તો આની પણ ખબર હોવી જ જોઈએ ને..."

"સગાઇ હતી મારી એની સાથે , એની પાસે મોકો પણ હોતો તો.. અને ઘણીવાર તો એ મને અમ્મી પાસે મુકવા પણ આવતો... એકવાર તો સવાર ના નીકળ્યા તા તો મોડી રાત્રે પહોંચ્યા હતા..."

"એટલે..?"

"એ મને મુકવા આવતો હતો ત્યારે રસ્તામાં એક હોટલ માં લઇ ગયો હતો..."

આટલું સાંભળતા જ સુલેમાન નું લોહી ગરમ થઇ જાય છે. એ રૂમ માંથી બહાર જતો રહે છે. રુખશાના પણ એના મનમાં આબિદ અલી વિશે ઝેર ભરવામાં બાકી નથી રાખતી.

થોડીવારમાં આબિદ અલી રુખશાના ને મળવા બોલાવે છે. રુખશાના લિવિંગ રૂમ માં આવે છે.

"આવ રુખશાના બેસ..."

રુખશાના જાણે એના પ્રેમી ને મળી રહી હોય એમ ખુશી થી હરખાય છે.

"દરવાજો બંધ કરી લે..."

"સાંકળ લગાવી લઉં?"

"ના એની જરુર નથી..."

"ક્યાં બેસું તમારી પાસે કે... પછી સામે..."

"સામે બેસ જરૂરી વાત કરવી છે..."

"તમે મને બધા સામે નાની બેન કેમ કહો છો? અને માથા પર હાથ રાખી ને પ્રેમ કેમ આપો છો?"

"પ્રેમ આપો પણ નાની બેન ન કહો.. "

"રુખશાના તું મને ભાઈજાન કહે છે..."

"ભાઈ તો હું સુલેમાન માટે કહું છું પણ તમે તો મારી જાન છો..."

"રુખશાના તું જીભ સાંભળી ને વાત કર..."

"હા હવે બોલો શું કેહતા હતા..."

"રુખશાના સુલેમાન માની ગયો છે , આયત અમને આપી દે..."

"ના જી ના... એ નઈ બને તમે સવાર સુધી કેહસો રહીશ તમારી પાસે.. કેહસો એ વાત કરીશ પણ એ વાત નઈ બને..."

"રુખશાના એ બંને સામે જો... મોટા ની સજા તું એમને કેમ આપે છે..."

"એમનું જે થવું હોય એ થાય હું તો તમે કહેશો તો આજે પણ આવી જઈશ તમારી પાસે..."

"રુખશાના તું કોઈ શરત મૂકી દે... કૈક માંગી લે પણ હા તો કર..."

"તમને યાદ છે, તમે મને હોટલ એ ગયા હતા એ રાત? તમે ને હું કેટલા નજીક હતા એ દિવસે... મેં સુલેમાન ને કહ્યું અમે હોટલ ગયા પણ એ નથી કહ્યું કે આખી રાત ત્યાં જ માણી તી..."

"રુખશાના જૂની વાતો ને દફન કર... અને સુલેમાન ને કેહવાની શું જરૂર હતી...?"

"એ મને રાત્રે પૂછતો હોય છે... નીંદર ન આવે તો..."

"રુખશાના એ બધું છોડ બાળકોની વાત કર..."

"એક શરત કહું છું માનશો...."

"હા મારા એ બાળકો માટે હું કઈ પણ માનીસ..."

"અને નઈ માન્યા તો?"

"મનીસ તું કેહ તો ખરા..."

રુખશાના આબિદ અલી ની પાસે આવી ને બેસે છે. આબિદ અલીનો હાથ હાથ માં લઈ ને કહે છે.

"અનિશા આપા ને તલાક આપી દો... હું સુલેમાન જોડે થી લઇ લઈશ. પછી આપણે લગ્ન કરી લઈશું... પછી તમે કેહસો ત્યારે આયત ને આપી દઈશ..."

આબિદ અલી ગુસ્સામાં ઉભા થઇ જાય છે.

"જોયું ને કહેતી હતી ને તમે શરત નહિ પાળી શકો"

"રુખશાના અલ્લાહ નો ખોફ રાખ... તું જે બોલી છે એ કેટલા અંશે વ્યાજબી છે..."

આટલું કહી આબિદ અલી અરમાન સૂતો હોય છે ત્યાં આવે છે.

"ચાલ બેટા ઉભો થા... ઘરે નીકળવું છે..."

"વાત થઇ ગઈ માસી સાથે?"

"હા બેટા..."

"માની ગયા માસી?"

"માની જશે... તું ચાલ અત્યારે..."

એટલામાં આયત આવે છે.

"માસા શું જમશો?"

"બેટા જમવું નથી અમે નીકળીએ છીએ..."

"અમ્મી એ ના પાડી?"

"બેટા તારા અબ્બુ માની ગયા છે, અમ્મી પણ માની જશે..."

"હા માસા હું પણ એ જ રાહમાં છું. પણ મને અમ્મી પર વિશ્વાસ નથી એ નહિ માને..."

અરમાન અને એના અબ્બુ ઘરે જવા નીકળે છે. એમના જતા જ રુખશાના ઘરના પાછળ ના ભાગમાં સુલેમાન ને લઇ ને જાય છે.

"બેસો એ સુ કહી ને ગયો તમને કહીશ તો હમણાં જ મોટો તોફો થશે..."

"બોલ શું થયું?"

"અલ્લાહ માફ કરે આવું બોલતા પણ મને શરમ આવે છે..."

"રુખશાના બોલ...." સુલેમાન નું લોહી વધુ તપે છે.

"કહેતો હતો રુખશાના તને ઓલી હોટલ વાળી રાત યાદ છે... તું મારી બાહોમાં હતી... કેટલો સુંદર એ સમય હતો... તું કેતો હું મારી પત્ની ને તલાક આપી દઉં... તું આવી જા મારી પાસે... અરમાન ને આયત નું તો જે થવું હોય તે થાય આપણે રંગરલીયો માનવીશું..."

રુખશાના એના પતિ સુલેમાનમાં વધુ ઝેર ભરવાની કોશિસ કરે છે. આબિદ અલી એ જે વાત કરી જ નથી અને પોતે જે આબિદ અલી ને કહી રહી હતી એ ઉલટું કરી ને કહેવાની કોશિસ કરે છે.

(ક્રમશ:...)