હમ તુમ્હારે હૈ સનમ
(ભાગ-૯)
આયત અરમાન ને મલમપટ્ટી કરી રહી છે. ત્યાં અચાનક ડેલી જોરથી ધક્કો મારી ને ખોલી ને શાહીલ નો ભાઈ જે વકીલ છે એ અંદર આવે છે.
"મારા ભાઈ ને કોણે માર્યો.. તારી હિંમત કેમ ની થઇ..." સાથે બે ચાર ગાળો પણ આપે છે.
અરમાન ઉભો થાય છે. ત્યાં બાજુમાં પડેલું સાંભેલું લઇને એ વકીલ ના પેટમાં મારી દે છે. વકીલ એક જ ઘા માં નીચે પડી જાય છે. એ જે છરી લઈને અરમાન ને મારવા આવ્યો હોય છે તે અરમાન લઇ ને એને જ મારવા જાય છે.
"ના મારો તમને મારી કસમ..." આયત કસમ આપી ને અરમાન ને રોકે છે.
અરમાન રોકાઈ જાય છે. અરમાન એને ઉભો કરી ને દીવાલ ના ટેકે બેસાડે છે.
"ભાઈજાન તમે વકીલ છો તમારા હાથ માં આ છરી , હથિયાર ન શોભે... તમે મને મારશો તો ચાલશે પણ ક્યારેય ગાળ ના આપતા નહિતર હું જીવતા નઈ મુકું..."
એટલામાં આયતના મોટા બાપુજી ને વકીલ ના પિતા સલીમ ભાઈ આવે છે.
"એ છોકરા તે શું માંડ્યું છે આ.... હું હાલ જ બે ને હોસ્પિટલમાં એડમિટ કરી ને આવ્યો છું અને બે ને પાટા પિંડી કરી ને ખાટલામાં સુવડાવી ને. એક પણ ચાલે એવા નથી. ..."
"આ કોણ છે...?" આયત ને અરમાન પૂછે છે.
"એ મારા મોટા બાપુજી છે..."
"સલામ બાપુજી.... હું તમને પગે લાગીશ પણ હું મારી આયત કોય ને નહિ આપું..."
અક્રમ ત્યાં આયત ના ઘરે આવી પહોંચે છે. એ અરમાન ને આમ લોહી લુહાન જુવે છે. એ પણ ગુસ્સે થાય છે. પણ અરમાન એને જણાવે છે કે એ ચાર ને મારી ને આવ્યો છે.
આયત ના મોટા બાપુજી વકીલ ને લઇ ને જાય છે. વકીલ હજી પણ જાતે ચાલી સકતો નથી. અક્રમ ડોક્ટર નું સ્ટડી કરે છે એટલે એને ઘણું જ્ઞાન હોય છે.
"લાવ અરમાન હું તારી મલમપટ્ટી કરી આપું..."
"ના અક્રમ આજે તું ઇન્સટ્રકશન આપ. આજે આયત ડ્રેસિંગ કરશે..."
આયત એનું ડ્રેસિંગ કરે છે. સલીમ ભાઈ એના દીકરા ને ઘરે મૂકી ને મૌલવી સાબ પાસે જાય છે.
"મૌલવી સાબ તમારી એક મદદ જોઈએ છે..."
"હા બોલો સલીમ હું શું મદદ કરી શકું..."
"આજે જે થયું એની ખબર રાજકોટ ન જવી જોઈએ. આમતો મારો દીકરો વકીલ છે પણ હું આ વાત અહીં જ દબાવી દેવા માંગુ છું. મેં સાંભળ્યું છે એ છોકરો તમારી વાત માને છે. તમે એને મનાવો..."
"સલીમ... જો વાત તો એ તારી પણ માનશે. તારા પગે પણ લાગશે..."
"એ કેવી રીતે...?"
"બસ એની આયત એને આપી દો.... એ બંને ને એક બીજા ની લગની લાગી ગઈ છે. સાચો પ્રેમ થઇ ગયો છે એમને. તમને શું લાગે છે... એક સીધો છોકરો ચાર ખુંખાર સામે લડી શકે... મને તો જોઈ ને જ લાગ્યું તું કે આને અલ્લાહ ની ગેબી મદદ છે. હવે તો એ પણ મારશે... નઈ છોડે કોઈ ને પણ..."
"આમાં હું વધુ પડવા માંગતો નથી. હવે તો મારી પણ મરજી નથી કે મારા દીકરા ના લગ્ન એવી છોકરી સાથે કરું જે બીજા ને ચાહે છે... પણ મારો નાનો ભાઈ સમજતો નથી..."
"હા તો સમજાવો એને કે અરમાન મરી જશે પણ આયત ને કોઈ ની નહિ થવા દે..."
"હા મૌલવી સાબ એ તો હું કરીશ પણ તમે કાલે સવારે આમના રાગ કરવો...."
"હા તો સલીમ તારા ચાર છોકરાઓ ને લઇ ને આવી જજે... હું એને સમજાવી દઈશ...."
રાત્રીના આરામ પછી સવારે અરમાન જાગે છે. એની હાલત થોડી ખરાબ હોય છે. અક્રમ પણ એની સાથે જ હોય છે. અરમાન ના જાગતા જ અક્રમ કહે છે.
"ચાલ અરમાન મોઢું ધોઈ લે પછી નાસ્તો કરીયે..."
ત્યાં જ આયાત દોડતી આવે છે.
"આ લો નવું બ્રસ અને ટૂથપેસ્ટ...."
અરમાન એને જોઈ ને સ્માઈલ આપે છે અને બ્રસ ને ટૂથપેસ્ટ લે છે. અક્રમ એનો હાથ પકડી ને બ્રસ કરવા લઇ જાય છે.
"અક્રમ તું મને છોડી દે..માસી જોશે તો ખુસ થશે કે હું મારા પગ પર ચાલી નઈ શકતો..."
અરમાન ફળિયા માં એક નળ પાસે જાય છે ત્યાં ચક્કર આવે છે. એ પડતા પડતા બચે છે. અક્રમ એને સાંભળે છે. આયત આ જોઈ દોડી ને એની પાસે જાય છે. પણ આયત ના અમ્મી ને કોઈ ફર્ક નથી પડતો. અક્રમ એને નળ પાસે લઇ જાય છે. આયત એના અમ્મી પાસે કિચન માં જાય છે.
"અમ્મી આની હાલત જુવો તમને જરા પણ દયા નથી આવતી..."
"મને શું કામ ને આવે ...."
"અમ્મી તમારે બદલો લેવો જ છે તો માસા જોડે લો ને.. એમાં અરમાન ને મારી ભૂલ શું છે..."
આટલું બોલતા જ આયત ના અમ્મી એને હાથ પર વેલણ મારે છે. અરમાન અને અક્રમ આ બધું સાંભળી રહ્યા હોય છે.
આયત ના અબ્બુ જૂનાગઢ આવે છે. એ જાણી જોઈ ને બહાર ગામ ગયા હોય છે. જેથી એ આબિદ અલી ને કહી શકે કે હું તો હાજર જ ન હતો આ ઘટના બની એ સમયે. એ ચોકમાં પહોંચે છે ત્યારે રિક્ષાવાળા કાકા એમને રાત્રે બનેલી ઘટના કહે છે. એ સાંભળી એમના હોશ ઉડી જાય છે કે અરમાન એ ચારેય ને માર્યા. એ ઘરમાં પ્રવેશે છે.
"આયત બેટા.. અરમાન આવ્યો છે?"
"હા અબ્બુ. એ લિવિંગ રૂમ માં છે નાસ્તો કરે છે."
આયત ના અબ્બુ સુલેમાન ત્યાં લિવિંગ રૂમમાં જાય છે.
"કેમ ભાઈ અરમાન ક્યારે આવ્યો" એની હાલત વિષે કઈ પૂછ્યા વગર સીધો સવાલ કરે છે.
"સલામ માસા... કાલે સાંજે..."
"અક્રમ તું પણ સાથે આવ્યો...?"
"ના માસા હું ને તમે બંને લેટ પડ્યા...."
"સારું સારું ક્યારે પાછા જવું છે?"
"હું નહિ જાઉં માસા જી.... આજે તો અહીં જ રહીશ..."
"હું અહીં જ રહીશ એટલે ? તું અહીંનો જમાઈ નથી..."
"માસા જી, હું આજે નથી જવાનો..."
"તારી હાલત જો પેલા પછી પાવર કરજે..."
"માસા જી તમેં પિતા સમાન છો વધુ ના બોલાવો. હાલત તો એમની જોઈ આવો જેને હું મારી ને આવ્યો છું. જો એક પગે ઉભા થઇ ને આવે તો હું આબિદ અલી નો દીકરો નઈ..."
આટલું સાંભળી આયત ના અબ્બુ બહાર આવી જાય છે. એ આયત અને રુખશાના ને લઈને ઉપરના રૂમ માં જાય છે.
"બેસ બેટા... મને એક વાત કરવી છે."
"જી અબ્બુ બોલો...'
"બેટા એ કે મારી પરવરીશ કે પ્રેમ માં કઈ કમી રહી ગઈ?"
"ના અબ્બુ..."
"મને એ કે અરમાન સાથે લગ્ન સિવાય જીવન માં મેં તને કોઈ પણ વાતની ના પાડી છે ખરી?"
"ના અબ્બુ..."
"તો બેટા આમ મારી ઈજ્જત કેમ ઉછાલવા બેઠી છો?"
"અબ્બુ મારો જીવ જશે પણ તમારી ઈજ્જત ને આંચ નઈ આવવા દઉં..."
"તો જા બેટા એને કે ચાલ્યો જાય..."
"અબ્બુ તમેં બીજું જે પણ કશો એ હું કરીશ પણ એને જવાનું નહિ કઈ શકું..."
"બેટા તું સમજવાની કોશિસ કર તારા ને એના લગ્ન નઈ થઇ શકે..."
"હું ક્યાં કહું છું અબ્બુ તમે લગ્ન કરાવી દો...."
"તો શું તને ઘરમાં કુંવારી બેસાડી રાખશું?"
"અબ્બુ મન માં વેર રાખી શકો તો મને ઘરમાં કેમ નહીં..."
આટલું બોલતા જ આયત ના અમ્મી એને થપ્પડ મારે છે.
"ના મારો અમ્મી એ ચહેરા પર નિશાન જોશે તો વધુ ગુસ્સો કરશે..."
"સારું બેટા જા તો એને કે આજે ચાલ્યો જાય. પછી થોડા દિવસ પછી આવી જાય..."
"હા અબ્બુ હું કહી આવું છું..."
આયત નીચે લિવિંગ રૂમના દરવાજા પાસે આવે છે. પોતાની બંગડીઓ નો રણકાર કરે છે.
"હા બોલો શું કહેવું છે..." અરમાન પૂછે છે.
"તમે આજે ચાલ્યા જાઓ. પછી મન કરે તો કાલે આવી જજો..."
"એમ નહી સામે આવી ને કહો..."
આયત દરવાજા થી અંદર આવે છે.
"હા બોલો... હું સાચે ચાલ્યો જાઉં..."
"હા આજે ચાલ્યા જાઓ. કાલે મન થાય તો પાછા આવી જજો..."
"ચા પી લઉ..."
"હવે એમ તો નથી કહ્યું કે હાલ જ જતા રહો. આરામ થી ચા નાસ્તો કરી ને જજો..."
એટલામાં જ ડેલી જોરથી ખખડે છે. આયત ડેલી ખોલવા જાય છે. ડેલી ખોલતા જ સામે સલીમ ભાઈ, મૌલવી સાબ, સલીમ ભાઈ ના દીકરા અને શાહીલ ના ત્રણ માણસો હોય છે. બધા પાટા પિંડી વાળી હાલત માં હોય છે. આયત ના અબ્બુ પણ ડેલી એ આવી જાય છે.
"આ શું થયું શાહીલ ને...?" સુલેમાન શાહીલ ને જોતા પૂછે છે.
"અરમાન છે અંદર?" સલીમ ભાઈ પૂછે છે.
"હા છે..."
"મૌલવી સાબ તમે જાઓ એને સમજાવો..."
મૌલવી સાબ અંદર જાય છે. એ અરમાન પાસે પહોંચે છે દુઆ સલામ કરે છે.
"બેટા બહાર શાહીલ આવ્યો છે. એને ગળે મળી ને માફ કરી દે..."
"ક્યાં છે મૌલવી સાબ એ?"
"બહાર ફળિયામાં..."
"તમારો હુકુમ સર-આંખો પર... ચાલો હું આવું છું."
અરમાન બહાર આવે છે. હસતા મોઢે એ શાહીલ અને બીજા બધા ને ગળે મળે છે અને માફી માંગે છે. આ જોઈ આયત ખુશ થાય છે કે અરમાન નો ગુરુર ચાલ્યો ગયો. બસ ગુસ્સો બરકરાર છે. પણ આયત ના અમ્મી આ જોઈ ને અંદર અંદર બળે છે. એ ઘરના પાછળ ના ભાગ માં ચાલી જાય છે. અરમાન એમને જોઈ ને પાછળ જાય છે.
"માસી હું જાઉં છું. તમે મને માફ નહીં કરો...?"
"ના હું ક્યારેય માફ નહીં કરું..."
"પણ માસી મારો વાંક શું છે. મેં આયત ના ચહેરા પર ખુબ માર ના નિશાન જોયા છે. તમે એને સજા કેમ આપો છો..."
"જેને સજા મળે એની ભૂલ હોય એ જરૂરી નથી..."
"માસી મને એવું એક વ્યક્તિ બતાવો જેને ભૂલ વગર સજા મળી હોય..."
"મને જ જોઈ લે..."
"તમને...?"
"એ તારા બાપ ને પૂછી લેજે એ કહેશે તને..."
"માસી હું એ નથી જાણતો કે કોને તમારી સાથે શું કર્યું... અને તમે શું કરો છો... પણ આમાં મારો અને આયત નો કોઈ વાંક નથી એ હું નઈ સહન કરું..."
"તારા ને આયત ના લગ્ન નઈ થઇ શકે હવે અહીં આવતો નઈ..."
"માસી મને ચેલેન્જ ન કરો..."
"હા ચેલેન્જ છે તને. મારા જીવતા જીવ તો હું તારા લગ્ન એની સાથે નઈ જ થવા દઉં...."
"માસી તમને અલ્લાહ લાંબી ઉંમર આપે પણ મારા રસ્તા માં જે આવશે એની ખેર નથી.... અને માસી જતા જતા એ જરૂર કહેતો જઈશ કે તમારી આબરૂ પર આંચ નઈ આવવા દઉં. હું આયત ને લઇ જઈશ તો ડોલી માં બેસાડી ને જ...."
આટલું કહી અરમાન અને અક્રમ આયત ના ઘરે થી નીકળે છે.
(ક્રમશ:)