હમ તુમ્હારે હૈ સનમ - 16 Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમ તુમ્હારે હૈ સનમ - 16

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૧૬)

આયત ના અબ્બુ એની નાની બેન ને ડેલી એથી પાછી ફરતા જુવે છે.

"આટલી રાત્રે શું કરે છે બેટા અહીં?"

"અબ્બુ ચેક કરવા ગઈ તી કે ડેલી બંધ છે કે નહીં.. મને એમ હતું હું ભૂલથી ખુલ્લી રાખી ને આવી ગઈ તી સાંજે..." ડરતા ડરતા આયત ની નાની બેન બોલે છે.

એના અબ્બુ રૂમમાં જઈને સુઈ જાય છે. અહીં આયત ઘરથી ભાર શિક્ષક ના ઘરે જતી હોય છે. રસ્તામાં એને માસી અને શિક્ષક મળે છે.

"સલામ માસ્તર જી..."

"વાલેકુમ સલામ બેટા અમે તને જ લેવા આવતા હતા ચાલ અમારી સાથે..."

આયત, એના માસી અને શિક્ષક એમના ઘરે પહોંચે છે. અરમાન અને અક્રમ ત્યાં જ હોય છે. આયત અરમાન સામે જોતી હોય છે.

"અરમાન મારે ઘરે મુલાકાત થઇ જાય તો આ બધું કરવાની શું જરૂર છે. આટલું રિસ્ક લેવાની શું જરૂર છે?"

"આયત હું કહું છું. આ મેં જ પ્લાન કર્યો હતો..." અક્રમ બોલ્યો.

"પણ કેમ આની જરૂર શું છે?"

"એક ખાસ વાત કરવા તને અહીં બોલાવી છે. તું વાત સાંભળી ને ગુસ્સે ના થતી કે ના અહીં થી ચાલી જતી આ સલાહ પણ મારી જ છે."

"હા બોલો અક્રમ ભાઈજાન.... વાત શું છે..."

"વાત એ જ છે કે હવે તમારા આ સંબંધ ના બે જ રસ્તા છે. કાંતો એક થઇ જાઓ અને કાંતો મારી જાઓ..."

"એટલે?"

"એક થવા ના પણ બે રસ્તા છે, તારા અમ્મી અબ્બુ માની જાય અને કાંતો પછી તમે સંતાઈ ને નિકાહ કરી લો..."

આયત આટલું સાંભળી વધુ અચંબિત થાય છે. એ અરમાન સામે જુવે છે.

"શું અરમાન એ આ બાબતે હા કરી છે?"

"હા મારી હા છે આયત..." અરમાન બોલ્યો

"કેમ મોત થી ડરી ગયા?"

"ના હું મોત થી નથી ડર્યા આયત... તારી કસમ જો તું હાલ કહીસ કે અરમાન મરી જા.. હું એક પલ નહિ લગાડુ..."

"અરમાન મરવાની વાત હું ફક્ત મારી જ કરું છું. તમારા માટે તો કહું છું કે અલ્લાહ તમને લાંબી ઉંમર આપે..."

"તો આયત તું શું કહે છે?"

"અરમાન એ કહી દીધું તો હું તૈયાર છું... પણ નિકાહ કેવી રીતે થશે?"

"તમને જો વાંધો ન હોય ને કાલ આજ સમય એ આયત આવે તો હું અહીં બધી વ્યવસ્થા કરી ને રાખીશ..." શિક્ષક બોલ્યા.

"ના માસ્તર જી તમારા ઘરે લગ્ન ન થવા જોઈએ. તમારી બદનામી થશે...." અક્રમ બોલ્યો.

"આયત પણ તું નીકળીશ કેવી રીતે?" અક્રમ એ પૂછ્યું.

"અક્રમ ભાઈજાન દિવસ માં તો પાબંધી છે. શાળા એ પણ નથી જઈ સકતી. રાત્રે આજ સમય એ આજે આવી છું એમ આવીશ પણ નિકાહ નાની ને ત્યાં થશે... તો મારી ઈજ્જત થોડી રહી જશે..."

"આયત તું ખુશ નથી?" અરમાન એના ચહેરા ને જોઈ ને બોલ્યો.

"ના અરમાન હું ખુશ છું.. બસ હવે તમે નક્કી કરી જ લીધું છે તો હું આવીશ... કેટલા વાગ્યા અરમાન?"

"૧:૪૫ થયા છે. .."

"મેં નાની બેન ને કહ્યું છે બે વાગે દરવાજે આવી જાય. મારે જવું પડશે માસી ચાલો મૂકી જાઓ મને..."

"હા બેટા... પણ કાલે શું કરીશું?"

"માસી હું આ સમય એ આવીશ.. અને અરમાન કાલે મોટરસાઇકલ લઈને આવજો. રિક્ષા કે બસ માં જઈશ તો ડરતી રહીશ.. નાની ને મનાવજો... હું જાઉં છું.."

આયત ને મુકવા એના માસી ને શિક્ષક નીકળે છે. અહીં આયત ની નાની બેન ૨:૦૦ વાગે દરવાજો ખોલવા જાગે છે પણ એ સમય એ આયત ના અમ્મી પણ જાગ્યા હોય છે વોસરૂમ જવા. એની બેન એ જોઈ જાય છે. એની બહેન બહાનું બનાવી ને અંદર જાય છે પણ એ જ સમયે આયત ડેલી એ આવી ને ધીરે ધીરે ડેલી ખખડાવે છે. એના અમ્મી એ જોઈ જાય છે. એ બધી દીકરીઓ જે ઓરડામાં સુવે છે ત્યાં ચેક કરવા જાય છે આયત ન હોવાથી બધા ને ઢોર માર મારે છે અને એની નાની બેન ને ડેલી ખોલવા મોકલે છે.

ડેલી ખુલતા જ આયત અંદર આવે છે. એના અમ્મી આંગણામાં જ ઉભા હોય છે. આયત ને મારતા મારતા રાત્રે એના અબ્બુ પાસે લઇ જાય છે. આયત ખુબ ગભરાઈ જાય છે. એ પ્રેસર લો થઇ જતા બેભાન થઇ જાય છે.

અહીં અરમાન અક્રમ ને કહે છે.

"આયત ખુશ નથી..."

"અરમાન હું જાણું છું. હું પણ ખુશ નથી , નાની પણ ખુશ નહિ હોય પણ એ કહેશે બીજો રસ્તો નથી..."

સવાર થતા જ આયતના અમ્મી એને ઉપર ના રૂમમાં બંધ કરી દે છે. જમવાનું જેમ જેલમાં આપે એમ આપે છે અને તરત લોક કરી દે છે. અહીં સારા એની તપાસ કરવા આવે પણ હવે કોઈ ને મળવા દેવામાં આવતા નથી. અક્રમ અને અરમાન જેતપુર જાય છે જ્યાં આયત ના નાની પણ રહેતા હોય છે.

એમને માંડી ને વાત કરે છે. નાનીમાં તૈયાર થઇ જાય છે.

"બેટા તું ચિંતા ના કર હું કરાવીશ નિકાહ... બસ કાલે તું એને અહીં લઇ ને આવી જજે..."

"નાનીમાં તમારો ખુબ ખુબ આભાર.."

નાનીમાં અરમાન ના મામા ને જેતપુર ના એક મૌલવી ને કહી રાખવાનું અને બીજી વ્યવસ્થા કરવાનું કહે છે. આ વાત એના મામી સાંભળે છે. એના મામી ની રુખશાના સાથે સારી બનતી હોય છે એટલે એ બધી વાતો સંતાઈ ને સાંભળી રહી હોય છે.

અહીં આયતના ઘરે ડેલી ખખડે છે. આયતના અમ્મી ડેલી ખોલે છે. લિયાક્ત એના અમ્મી સાથે આવ્યો હોય છે.

"કોણ તમે?"

"આંટી હું લિયાક્ત પી.એસ.આઈ. સાહેબ નો દીકરો ને આ મારા અમ્મી છે..."

"ઓહ... આવો આવો..."

"આયત ક્યાં છે આંટી?"

"બેટા તમે લિવિંગ રૂમ માં બેસો આપણે શાંતિ થી વાત કરીયે... તમારા અબ્બુ ની નોકરી ચાલી ગઈ મેં સાંભળ્યું હતું?"

"ના ના આન્ટી એ તો બે જ દિવસ માટે સસ્પેન્ડ થયા હતા. હવે પાછા નોકરી પર જાય છે..."

આયતના અમ્મી લિયાક્ત અને એના અમ્મી ને લિવિંગ રૂમ માં બેસાડે છે.

"બોલો શું લેશો ચા કે ઠંડુ?"

"પહેલા તો હું એને જોઇશ... પછી બધું લઈશ..." લિયાક્ત ના અમ્મી બોલ્યા..

"હા એને માથે થોડું વાગ્યું છે તો એ આરામ કરે છે"

"શું થયું આંટી એને હું જોઈ આવું?"

"ના ના તમે બેસો હું બોલાવી ને આવું છું..."

આયત ના અમ્મી ઉપર જાય છે. આયત ને કહે છે.

"તને છોકરા વાળા જોવા આવ્યા છે. ચમકીલા કપડાં પહેરી થોડું મેકઅપ કરી ને નીચે આવ. અને કોઈ પૂછે તો કેજે માથે દરવાજો ભટકાયો તો..."

"હા અમ્મી તમેં કહો એમ..."

આયતના અમ્મી પાછા નીચે આવે છે. લિયાક્ત એના અમ્મી ને મનાવતો હોય છે.

"રુખશાના મેં સાંભળ્યું તારી દીકરી ની ક્યાંક સગાઇ હતી"

"તમને ખોટી માહિતી મળી છે બેન ખાલી વાત હતી. અમે તો ભૂલી પણ ગયા પણ મારી બેન નો દીકરો ભુલ્યો નથી એ હેરાન કરે છે..."

"આંટી તમે ચિંતા ના કરો હું એને જોઈ લઈશ..."

"બસ બેટા એને કાબુમાં કરી લે તો પછી કઈ ચિંતા નથી..."

આયત ચા લઈને આવે છે. લિયાક્ત ને જોઈને એ સમજી જાય છે.

"સલામ આંટી..."

"વાલેકુમ સલામ બેટા... બહુ સુંદર લાગે છે તું.."

"સલામ ભાઈજાન..." આયત જાણી જોઈને લિયાક્ત ને ભાઈજાન કહીને બોલાવે છે.

લિયાક્ત ના અમ્મી ને બંને એની સામે જોઈ રહે છે.

"અરે બેન ચિંતા ન કરો લગ્ન પહેલા છોકરીઓ આમ જ કહે..." આયત ના અમ્મી વાત વાળતા કહે છે.

"આ માથે શું વાગ્યું?"

"આંટી મારા અમ્મી એ મારી હતી કાલે રાત્રે... પૂછો કેમ?"

"કેમ ?"

"મારો મંગેતર આવ્યો હતો એને મળવા ગઈ તી રાત્રે લેટ થઇ ગયું તો મારા અમ્મી એ મારી મને..."

આટલું સાંભળતા જ લિયાક્તના અમ્મી જાણે અપમાન થતું હોય એમ અનુભાવવા લાગ્યા. આયત ના અમ્મી ગુસ્સે થઇ ને બધાની સામે જ એક માથામાં ટાપલી મારી.

"ભાઈજાન લિયાક્ત જોસ માં આવી ને અમ્મી ને એમ ના કઈ દેતા કે અરમાન ને તમે રોકી લેશો.. એ તમને કાબુ માં કરી લેશે... અને આ વખતે જીવતો નઈ છોડે... એટલે સંભાળી ને..."

આમ અપમાન કરી ને આયત બહાર આવી ગઈ. એના અમ્મી પાછળ પાછળ આવ્યા ને આયત ને ખુબ મારવા લાગ્યા. લિયાક્ત ના અમ્મી અપમાન ન સહન થતા જવા લાગ્યા. આયત ના અમ્મી એ આવી ને એમને રોક્યા. લિયાક્ત પણ એના અમ્મી ને સમજવા લાગ્યો. આયત ના અમ્મી એમને પાછાં લિવિંગ રૂમ માં લઇ ગયા.

"તમે ચિતા ન કરો લગ્ન પછી આવું નઈ બને બે દિવસ એ રડશે પછી તો તમારા લિયાક્ત સાથે જ જીવન પાર પાડવાનું છે ને એમને..."

"હા અમ્મી તમે ચિંતા ન કરો હું આયત ને કાબુમાં રાખીશ..."

બંને ની આજીજી કરવાથી લિયાક્ત ના અમ્મી માની જાય છે. આયત ની નાની બેન સારા ને બોલાવા જાય છે.

"હા તો બોલો નિકાહ ક્યારે રાખશું... " લિયાક્ત ના અમ્મી પૂછે છે

"આજે રાત્રે જ..." રુખશાના જવાબ આપે છે.

"અમ્મી મઁજુર કહો...."

"હા મઁજુર રુખશાના બેન..."

એટલામાં સારા આવે છે.

"લો સારા પણ આવી ગઈ... બેટા સારા તારા લિયાક્ત ભાઈ નો નિકાહ છે આજ રાત્રે તારી સહેલી સાથે..."

સારા ત્યાં જ સ્તબ્ધ થઇ જાય છે એ બાર આંગણા તરફ નજર કરી ને જુવે છે આયત સામે. બંને આંખોમાં વાતો કરતા હોય એમ એક બીજા ને ના કહે છે..

(ક્રમશ:...)