રહસ્ય:૮ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્ય:૮

અજયની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો. તેના હાથ પર કોતરેલો ૐ તેને અહીં અજાણ્યા વનવાસીઓ ઈશ્વરનો નુમાઈદો સમજી સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપતા હતા.

અજય હવે મુક્ત રીતે ટાપુ પર હરફર કરતો.

તેની સાથે તેની જ ઉંમર નો એક યુવાન સાથે રહેતો.

પહાડો તરફ ઈશારો કરતા અજય પૂછ્યું" ત્યાં શુ છે?"

તે ભાષા તો નોહતો જાણતો, પણ એટલું સમજી ગયો, અજયને ત્યાં જવું છે. તે અજયને સમજવાનો પ્રયત્ન કરતો હતો. ત્યાં જીવનો જોખમ છે. સાત સમુદ્ર પાર દરિયો ખેડી અને અજય એ સાંભળવા નોહતો જ આવ્યો, કે ત્યાં ખતરો છે.

"મને ત્યાં જવું છે." જાણે તેને ત્યાં જવાની જીદ પકડી...

આ વાતની જાણ, ટાપુ પર રહેતાં બધા વનવાસીઓને થઈ.

ટાપુના તમામ વનવાસીઓને રાત્રિના સમયે બોલવામાં આવ્યા.

ઠેરઠેર... વનવાસીઓ મિટિંગ માટે આગ સળગાવી અજવાળું કરી રહ્યા હતા.

તેઓને જોઈને... અજયે બલ્બની શોધ કરવાવાળા મહાન આવિષ્કારક થોમસ અલ્વા એડિશનને મનોમન આભાર માન્યો, કે મારી દુનિયામાં મારે નાની-નાની વાતો માટે આટલો શ્રમ નથી કરવો પડતો.

સ્વીચ ઓન અને સ્વીચ ઓફ કરવા જેટલી જ મેહનત કરવી પડે છે.

એક વનવાસીને મેં ઈશારો કરી, મારું બેગ લઈ આવવાનું કહ્યું.

બેગમાંથી મેં સાથે લીધેલા જરૂરી સામાનમાં એક સોલર બેટરી પણ હતી...જે મેં ચાલુ કરતા જ બધા મારી સામે મોઢું ખોલી જોવા લાગ્યા.

બેટરીની એટલી ક્ષમતા હતી કે આસપાસ બેઠેલા ચાલીસ પચાસ જણાને આરામથી જોઈ શકાય..

બેટરીના પ્રકાશને જોતા જ વનવાસીઓ અંદરો અંદર કઈ વાતો કરતા હતા અને ઉભા થઇ બને હાથ હવામાં લહેરાવી નીચે કમર સુધી ઝૂકી મારું અભિવાદન કરતા હતા.

તે સિવાય મારા બેગમાં લાઈટર, રોપ, વોકિટોકી, બલુન ટેંન્ટ...

ધારદાર ચપ્પુઓ હતા.

જે મેં વારાફરથી બતાવ્યા, અને ઈશારો કરી આ શું કામ કરે છે. તે સમજાવાનો પ્રયત્ન કર્યો.

તેઓ મારાથી પહેલાથી જ પ્રભાવિત હતા. પણ આજે તેઓને મારા પ્રત્યે વધુ જ પ્રેમ ઉભરાઈ રહ્યો હતો.

મારો મિત્ર બની ગયેલ વનવાસીએ મને કહ્યું કે તેઓ બધા તેને ત્યાં મોકલવા માટે સહમત છે.

ત્યાં ટાપુ પર ઘણા બધા શિવલિંગ મેં જોયા હતા.

મંદિરો બનાવાની પ્રથા હજુ અહીં આવી નોહતી.

તેઓને પુષ્પ અને જળ અપર્ણ કરતા જ મેં જોયા હતા.

ના જાણે કેમ મનોમન મને લાગી રહ્યું હતું કે આ શિવમ ટાપુ જ છે.

ગાઈડ કાકા કહેતા હતા. આ ટાપુ માત્ર પૂનમના દિવસ જ દેખાય છે.

પ્રશ્નો ઘણા હતા! જેના જવાબ માત્ર સમય જ આપી શકશે..

ક્યારે પડખા ફરાવતા ફરાવતા ઉંઘ આવી ગઈ... કઈ ખબર જ ન રહી.

લીલું સમુદ્ર આજે સવારથી તુફાને હતો. મોજાઓ પવન સાથે કિનારે અથડાઈ ઉછળતા હતા.

મને જુહુ કિનારાની યાદ આવી ગઈ..

મોટા મોટા ધનપતિઓ અને ફિલ્મસ્ટારોના નગરમાં હું સાતમા આઠમા હતો ત્યારે મામાના ઘરે વેકેશનમાં ગયો હતો.

ત્યારે ત્યાંનો નજારો પણ કઈ આવો જ હતો.

ફરક ફક્ત એટલો જ હતો કે ત્યાં ભીડ હતી. હોર્નના અવાજો હતા. અહીં ફક્ત ચારેતરફ કુદરતી અવાજો, પક્ષીઓ વૃક્ષો.. અને દરિયાનો સંગીત હતું.

મારી સાથે ચાર વનવાસીઓ પણ આવવા તૈયાર થયા. બધાએ જરૂરી ચીઝ વસ્તુઓ લઈ, શિવલિંગ પર પુષ્પ ધરાવી મુખ્યા પાસે આવ્યા.

તેણે મારા હાથમાં કપડાંની નાની થેલી આપી, જેની અંદર કઈ હતું. મેં ખોલવાનો પ્રયત્ન કર્યો, તેને મને માથું ધુણાવી ના કરી દીધી.મેં તે પુટીયાને મારા બેગમાં મૂકી..

***

ઘટાદાર જંગલમાંથી બધા પસાર થઈ રહ્યા હતા.

વનવાસીઓ બે આગળ ચાલતા હતા તો બે પાછળ.

અજય વિચારતો હતો. જો મુસીબત ઉપરથી આવી તો આ લોકો મારા માટે શું કરશે?

ચાલતા ચાલતા રસ્તો, એક વિશાળકાય ગુફા પાસે આવી ઉભો રહી જાય છે.

વાતાવરણમાં ભયાનક ચીંખનો અવાજ આવ્યો.

"આટલો ભંયકર અવાજ ક્યાં પ્રાણીનો હોઈ શકે?"

તે ચારે અંદરો અંદર વાતો કરી રહ્યા હતા.

ફરીથી ચીંખની અવાજ આવી, હું તે દિશામાં કુતૂહલતાથી વધ્યો.

મારી પાછળ પાછળ વનવાસીઓ પણ આવ્યા.

ટેકરી પરથી ખુલ્લા મેદાનમાં ભાગતા....

ડાઇનોસોરને જોઈને હું આશ્ચચકિત થઈ ગયો.

જે પ્રજાતિ સાળા છ કરોડ વર્ષ પહેલાં લુપ્ત થઈ ગઈ હતી તેને સામેં જોઈને ભલભલાને ઝટકો લાગી શકે..

હું પણ જુરાસિક પાર્ક મુવી જોઈ જોઈને મોટો થયો છું.

પણ આ ડાઇનોસર... ઘેટા બકરોની જેમ ચરતા હતા. મતલબ તે શાકાહારી ડાઈનોસોર હતા.

તેઓની હાઈટ સિત્તેરથી એંશી ફિટ હતી.

મેં સાંભળ્યું છે, ત્યાં સુધી ત્રીસથી ચાલીસ હજાર કિલોગ્રામ તેનું વજન હશે..જે માત્ર આજ સુધી ફિલ્મોમાં જોયું હતું.

વનવાસીઓ ના ચેહરા ભાવશુન્ય હતા. તેથી એટલું જાણી શકાયુ કે તેઓ માટે આ કઈ નવું નોહતું.

મોટા મોટા વૃક્ષ ચરતા ડાઈનોસોરનો ટોળો અચાનક ભાંગમભાગી કરવા લાગ્યું.

આટલો મોટો પ્રાણી ભલા કોનાથી ડરીને ભાગતું હશે?

બીજી જ ક્ષણે મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો. એક વિશાળકાય ડાઈનોસોર જે શાકાહારી ડાઈનોસોરનો શિકાર કરવા માટે આવ્યો હતો તે ડાઈનોસોરએ પોતાના બારથી પંદર ફિટ જેટલા લાંબા જડબામાં એક શાકાહારી ડાઈનોસોરના બચ્ચાંને દબોચી લીધો.

આવા દ્રશ્યો ટીવી પણ ઘણી વખત જોયા હતા. જેમાં સિંહ અને વાઘને બીજા શાકહારી કે નાના પ્રાણીઓનો શિકાર કરતા હોય છે.

જો આ દ્રશ્ય તેના હાથમાં આવી જાય તો તેના ચેનલની ટીઆરપી ક્યાં જાય?

હું બસ મંત્રમુગ્ધ થઈ વિચારી રહ્યો હતો. ત્યાં જ મને વનવાસીએ હાથ ખંભા પર મૂકી ચાલવાનો ઈશારો કર્યો.

હું જ્યાં સુધી ડાઈનોસોરને જોતો હતો. તેટલા જ સમયમાં વનવાસીઓ એક નાનકડી હોડી શોધી લાવ્યા.

ગુફાની અંદર હોડી?

કોણ લઈ જાય...

હજુ હું મનમાં જ મારી જાતને પ્રશ્નો કરી રહ્યો હતો.

બીજી જ ક્ષણે ગુફામાં પ્રવેશતા વહેતી નદી જોઈ મારા તમામ પ્રશ્નોના જવાબ મળી ગયા.

અમે વારાફરથી નાવમાં ગોઠવાઈ ગયા હતા. મને વિચિત્ર લાગતું હતું. આ લોકો એકબીજાની ભાષા સમજતા હોવા છતાં પણ એકમેકથી વાત નથી કરતા.

અહીં હું કોઈથી વાત કરવા તલપાપડ થઈ રહ્યો હતો.

બેગમાંથી કાઢી ટોર્ચ ચાલુ કરી,

ટોર્ચનો પ્રકાશ ગુફામાં ફિકો પડી ગયો હોય તેવો લાગતો હતો.

ગઈ કાલે રાતે જે મને આ ટોચ પર ઘમંડ હતો તે ચૂરચુર થઈ ગયો.

વનવાસી મારા બેગ તરફ ઈશારો કરી કઈ કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

તે શું કહેવા માંગતો હતો એ હું ન સમજ્યો એટલે મેં બેગ તેને આપી દીધો...

તેંને કઈ રીતે ઝીપ ખોલવી તે ન સમજાતા ફરીથી બેગને મારા હાથમાં આપી દીધી, હું સમજી ગયો કે તે મુખીયાએ આપેલ પુટીયા માંગે છે.

મેં પુટીયા તેના હાથમાં આપતા, તેને પુટીયા માંથી કોઈ ચમકીલો પથ્થર આપ્યો.

આખી ગુફા પ્રકાશથી ઝળહળી ઉઠી. ગુફા એટલી વિશાળ હતી. કે આજ સુધી પૃથ્વી પર કોઇ માનવીએ કલ્પના નહિ કરી હોય.

આ બધું અદભુત હતું.

અને તેથી વિશેષ ગુફાની ઉપર ઉડતા પ્ટેરોસોર્સ ડાયનાસોરનું ટોળું....

આ બધું જોવા વાળો વનવાસીઓ સિવાય હું એક માત્ર માનવ હોઈશ..

આ સિદ્ધિ પણ નીલ આર્મસ્ટ્રોંગ જેટલી જ કહેવાય ને? મેં મારી જાતને પ્રશ્ન કર્યો.

નીલ આર્મસ્ટ્રોંગ તો બધા ઓળખે છે. પણ તેની સાથે બીજો વ્યક્તિ કોણ હતો?

મેં મારી જાત સાથે જ કે.બી.સી રમવાનું શુરું કરી દીધી..

આ જગ્યા ઉપર બીજું થઈ પણ શું શકે?

એડવિન "બઝ" એલ્ડ્રિન એ બીજો હતો...

માઈકલ કોલિન્સ તો તો અપલો અગિયારની નીચે જ નોહતો ઉતર્યો.

પણ તે ગયો હતો એ મોટી વસ્તુ હતી. તે લોકોને મુન પર જઈને કેવી ફીલિંગ આવતી હશે?

આજે મને પણ એજ ફીલિંગ આવી રહી છે.

એવું મેં મનોમન માની લીધું.

હું વિચારોમાં મગ્ન હતો. ત્યાં જ દૂરથી પ્રકાશ દેખાણો, ગુફાની અંદરની મુસાફરી એવી લાગતી હતી. જાણે કોઈ અંડર ગ્રાઉડ મેટ્રોમાં બેઠા હોઈએ....

પણ મેટ્રોમાં બેસવાનો ફાયદો એ હોય, ત્યાં તમારી સાથે વાતો કરવા લોકો હોય.. લોકો તો અહીં પણ છે. પણ તે મારી ભાષા નથી જાણતા.

ક્રમશ.