સાત વર્ષ બાદ અમન કેશવભાઇના ઘરે ગયો, ઇશા વિશે જાણવા. પણ પોતાની દિકરી ઇશા પર જ વિશ્વાસ ન કરીને કેશવભાઇએ પણ એને તરછોડી દીધી હતી. એમને પણ કોઇ માહિતી નહતી. ઇશાનુ સત્ય જાણીને બધા પુત્રી વિયોગમા કલ્પાંત કરવા લાગ્યા. કોઇને ખબર જ નહતી કે ઇશા શિમલામા ક્યા હશે. અમને એમને સાંત્વના આપી અને ઇશાને પાછી લાવવાનુ વચન આપ્યુ.
***
બહેતી હવા સા થા વો....
ઉડતી પતંગ સા થા વો....
કહા ગયા ઉસે ઢુંઢો....
અમનની જુની યાદો ફરી તાજા થઇ ગઇ. એ જ શિમલાને જોઇને, જ્યા તે ઇશા સાથે હનીમુન પર આવ્યો હતો. ફરક માત્ર એટલો હતો, આજે તે એકલો હતો, ઇશા નજાણે શિમલામા ક્યા હશે. રાતે નવેક વાગ્યે તે પહોચ્યો હતો. એક ગેસ્ટહાઉસમા રૂમ ભાડે રાખી અને ત્યા જઇને સુઇ ગયો. આવતી કાલથી ઇશાને શોધવાનુ કામ શરૂ કરવાનુ નક્કી કર્યુ.
સવાર પડતા જ ફટાફટ તૈયાર થઇને અમન ઇશાની શોધમા નીકળી પડ્યો. બેંક ઓફ ઇંડિયા પાસે આવેલા શિવ મંદિરમા જઇને તેણે હાથ જોડ્યા અને પ્રાર્થના કરી, “હે પ્રભુ મારી ઇશા જ્યા હોય ત્યા સુરક્ષિત હોય અને મને જલ્દી મળી જાય એવા આશિર્વાદ આપજો.” તેની આંખનો ખુણો ભીનો થઇ ગયો.
અમન દિવસભર ઇશાને શોધવા ઘણી જગ્યાએ ભટકતો રહ્યો. પાગલની માફક ઘણા રાહદારી, દુકાનદારોને ઇશાનો ફોટો બતાવીને એક જ સવાલ પુછતો રહ્યો, “શુ તમે આને ક્યાય જોઇ છે?” બધા નકારમા જ માથુ ધુણવતા હતા. આખા દિવસ દરમ્યાન તે જમ્યો જ નહી. રાતના દસ વાગ્યે થાકેલો હારેલો તે રૂમમા પરત ફર્યો. પેટને ભુખ લાગી હતી, પણ મન તૈયાર નહતુ. ખુરશી પર બેસીને ઇશાના ફોટાને જોતા જોતા ક્યારે ઉંઘ આવી ગઇ એની ખબર જ ના પડી.
શિમલાના ઉંચા પર્વતો, બરફ, એ મનમોહક નજારાઓ દર ક્ષણે ઇશાની યાદ અપાવતા હતા. એમ તો એનુ દિલ વર્ષોથી તડપી રહ્યુ હતુ, પણ ઇશા નિર્દોષ હતી એ જાણ્યા બાદ તો શ્વાસ લેવુ પણ અમન માટે કઠિન હતુ. બરફની વચ્ચે ઉભેલા અમને સામે ઇશાને જોઇ, તે દોડતી આવતી હતી, અમન એને જોઇ ખુશ થયો. ઇશાને બાહોમા ભરવા તેણે હાથ પહોળા કર્યા. નજીક આવીને તેણે હાથમા બરફનો ગોળો લીધો અને અમન તરફ ફેક્યો. “અરે ઇશા નહી....” અમને આંખ મીંચીને હાથ ચહેરા આગળ મુક્યા. ફરી જોયુ તો સામે ઇશા નહતી, આસપાસ માત્ર લોકોની ભીડ હતી. હનીમુન પર આવેલા ઘણા કપલ્સને જોઇ અમનને એમના પર ઇર્ષ્યા આવતી. ઇશાને યાદ કરીને અમનની આંખો સુકાવાનુ નામ લેતી નહતી.
શિમલામા ટુરિઝમ જ મુખ્ય બિઝનેસ હોય છે. એટલે હોઇ શકે એના રિલેટેડ જ કોઇ જોબ ઇશા કરતી હશે. એમ વિચારી તે ઘણી ટુરિઝમની ઓફિસ, હોટેલોમા બધે ફરી આવ્યો. ત્યા ઇશાના ફોટાને બતાવતા ફરી એ જ સવાલ પુછ્તો. દરેક જગ્યાએથી નિરાશા જ સાંપડી હતી.
આમ જ ચાર દિવસ વીતી ગયા હોવા છતા ઇશાનો કોઇ પતો ના લાગ્યો. શિમલાની હૉસ્પિટલોમા, જ્યા મકાનો હતા બધે જઇ આવ્યો, પણ ક્યાય તેને ઇશાની ખબર માત્ર પણ ન મળી. અમન બધી જગ્યાએ ફરી શકે એ માટે ભાડેથી બાઇક લીધી હતી. હવે તેને મનોમન થતુ હતુ કે દગાબાજ વિવેક ખોટુ બોલ્યો હશે.
***
અમન એક સ્કુલની બહાર બેઠો હતો. બધા બાળકો જ્યારે છુટીને બહાર આવ્યા તો અમન સ્નેહભરી નજરે એમને જોઇ રહ્યો. ચિચિયારીઓ પાડતા, મસ્તી કરતા બધા બહાર નીકળ્યા, જે અમનને ખુબ ગમ્યુ.
“જો ઇશા અને હુ સાથે રહ્યા હોત તો આજે અમારા પણ બાળકો હોત. કદાચ પાચ-છ વર્ષનો....” વિચારતા જ અમનની આંખો ભીની થઇ ગઇ. બધા બાળકોના જતા રહેવાથી શાંતી થઇ હતી, જે અમનને બિલકુલ ના ગમી. થોડી વાર ત્યા બેસીને બાઇક લઇને તે નીકળી પડ્યો.
રસ્તામા અનાયાસે જ અમનની નજર બાજુમા ફુલ સ્પીડથી ચાલતી વેન પર પડી. અંદર એક નાની બાળકી સ્કુલ યુનિફોર્મમા સુતી હતી, તેના મો પર દુપટ્ટો બાંધેલો હતો. જ્યારે હાથ-પગ રસ્સીથી બાંધેલા હતા. એક ક્ષણ માટે એ માસુમ બાળકીની આંખો અમન સાથે મળી અને જાણે તે મદદ માંગી રહી હોય તેમ લાગ્યુ.
વેન ફરી ફુલ સ્પીડથી આગળ વધી. અમન એની મદદ કરવા માંગતો હતો. એણે પણ શક્ય એટલી સ્પીડમા બાઇક દોડાવી અને પીછો કરવા લાગ્યો. અમને વેનને ઓવરટેક કરીને વેનની આગળ જઇને આડી બાઇક ઉભી રાખી દીધી. નાછુટકે ડ્રાઇવરે અચાનક જોરથી બ્રેક મારી.
ગુસ્સામા રહેલા ચાર ગુંડાઓ બહાર નીકળ્યા. અમનની પાસે આવીને એના મોઢા પર ખેંચીને મુક્કો માર્યો. અમન જમીન પર ઢળી પડ્યો, પણ તરત પાછો ઉભો થયો અને એ ચાર સામે અમન એકલા હાથે એક માસુમ જિંદગી બચાવવા માટે લડી પડ્યો. અમનને ગાલ અને માથા પરથી ઘણુ લોહી નીકળી ચુક્યુ હતુ, પણ અંતે તે ચારેય ગુંડાઓને ધુળ ચટાવવામા સફળ રહ્યો.
વેનમાથી અમને એ માસુમ બાળકીને નીકાળી. તેના પગ લથડાઇ રહ્યા હતા, તેણે એ બાળકીના મો પરથી દુપટ્ટો હટાવ્યો, હાથ-પગ ખોલ્યા. ભયના લીધે એ અમનને વળગી પડી. અમુક લોકો પણ ત્યા આવી ચુક્યા હતા અને એ ચારેય ગુંડાઓને પકડી લીધા અને પોલીસને જાણ કરવામા આવી, થોડીવારમા આવી ચારેયને ગિરફ્તાર કર્યા. અમનને ઘણી ઇજાઓ પહોચી હતી, આંખો સામેનુ દ્રશ્ય જાણે ઝાંખુ થઇ રહ્યુ હોય એમ લાગ્યુ અને તે બેહોશ થઇ ઢળી પડ્યો. એ બાળકી અમનને ગળે મળીને કઇક કહી રહી હતી, પણ એમ્બયુલેંસ આવી અને તેને હોસ્પિટલ ખસેડવામા આવ્યો. એ બાળકી અમનને જોતી જ રહી.
પોલીસ સ્ટેશનમા બાળકીએ એના પરિવાર વિશે બતાવ્યુ. પોલીસે ફોન કરી એમને બોલાવ્યા. થોડીવારે એની મમ્મી આવી પહોચી અને થોડીઘણી કાર્યવાહી હાથ ધરવામા આવી.
પત્રકારો પણ ત્યા આવી પહોચ્યા. એ ચારેય ગુંડાઓના ફોટા પાડ્યા. એ બાળકી હજુ ભયભીત થયેલી એની મમ્મીના ખોળામા બેસીને છાતીથી ચિપકી ગઇ હતી. એક માના પ્રેમભર્યા આલિંગનમા તે સુરક્ષા મેળવી રહી હતી. પત્રકારોએ આ દ્રશ્ય કેમેરામા કેદ કરી લીધુ. થોડીવારે એ સ્ત્રી બાળકીને લઇને રવાના થઇ.
અમનને સાંજે રજા આપવામા આવી. તેના શરીરમા દુખાવો થતો હતો. જમવાનુ રૂમમા જ મંગાવી લીધુ હતુ. જમીને તેણે દવા લીધી અને તે ઉંઘી ગયો.
***
સવારના સાત વાગ્યા હતા અમન સુતો હતો. “ઓફ્ફો... હવે ઉઠો ને યાર...” ઇશાનો અવાજ તેના કાને પડ્યો.
અમન ના ઉઠયો. ઇશાએ પાસે આવીને પોતાના થોડા રેસમી વાળ ભેગા કરીને અમનના કાનમા નાખ્યા. અમનને ગુદગુદી થવા લાગી. તે હસવા લાગ્યો, “ઇશુ રહેવા દે, હેરાન ના કરીશ.” આમ કહી ઇશાને પકડીને પોતાની બાહોમા ભરી લીધી અને તેના ગાલ ચુમવા લાગ્યો.
અચાનક અમનની આખો ખુલી અને જોયુ તો ઇશાની જગ્યાએ ઓશીકુ હતુ. અમનની આંખોમા આંસુ આવી ગયા, “ઓહહ...ઇશુ તુ ક્યા છે યાર....” તેણે આંસુ લુછ્યા.
કોઇએ દરવાજો ખખડાવ્યો. અમન ઉભો થયો, તેના પગમા દુખાવો હતો અને લંગડાતા પગે ચાલીને બારણો ખોલ્યો. સામે હોટલનો મેનેજર ઉભો હતો.
“શુ થયુ?” અમને પુછ્યુ.
“સર આ જુઓ તો ખરા....તમારી વાઇફ....” મેનેજરે શિમલા સવેરા ન્યુઝપેપર અમનને આપતા કહ્યુ. અમને હોટલના સ્ટાફને પણ ઇશાનો ફોટો બતાવી પુછપરછ કરી હતી.
અમને થોડા અચરજ સાથે એ પાને જોયુ અને બસ...જોતો રહી ગયો. એ બાળકીનો ફોટો ન્યુઝપેપરમા આવ્યો હતો અને એની માને જોઇને અમન દંગ રહી ગયો, તે ઇશા હતી. એ બાળકીનુ નામ પણ વાંચ્યુ, “અમીશા”.
અમન ભુતકાળના વિચારોમા ખોવાયો. તે હંમેશા ઇશાને કહેતો હતો, “જો આપણી દિકરી થશે તો એનુ નામ અમીશા રાખીશુ.”
ઇશા હસીને પુછ્તી, “કેમ?”
અમન કહેતો, “મારા શરૂઆતના બે અક્ષર “અમ” અને તારો છેલ્લો અક્ષર “શા” જો ભેગા કરીએ તો “અમીશા” જ બને ને જાન”
આ સાંભળી ઇશા ખુશ થતી, “વાહ....ખુબ સરસ નામ છે, આપણી દિકરીનુ નામ અમીશા જ રાખીશુ સ્વીટુ.” તે અમનને ખુશીથી વળગી પડતી.
વિચારોની તંદ્રામાથી અમન જાગ્યો, “આનો મતલબ કે અમીશા અમારી દિકરી.” અમન એ ન્યુઝપેપરમા આવેલી તસવીરને છાતીથી લગાવી રડી પડ્યો. કઇક વિચાર કરી એ ત્યાથી નીકળી પડ્યો.
***
સવારે ૮ વાગ્યે જ પોલીસ સ્ટેશનમા જઇ તે પીએસઆઇ જયદેવ રાણાને મળ્યો. તેના ભુતકાળની ઘટના જણાવી, તેના અને ઇશાના ફોટા બતાવ્યા. ઇશા એની પત્ની છે એ વાતની ખાતરી કરાવી અને ઇશાનો એડ્રેસ માંગ્યો. મિ.રાણાને અમનની વાત સાચી લાગી. એફઆઇઆર નોંધાવતી વખતે ઇશાએ એના ઘરનો એડ્રેસ અને મોબાઇલ નંબર લખાવ્યા હતા. એ મેળવીને અમને મિ.રાણાનો આભાર માન્યો અને ત્યાથી રવાના થયો.
ટેક્સીમા બેસીને અમન બતાવેલા એડ્રેસે ૮:૩૦ એ પહોચ્યો. ઘરના દરવાજે તાળુ હતુ. પડોસમા એક બા બહાર ખુરસી પર બેસીને ચા પીતા હતા. તેમને જઇને પુછ્યુ અને જવાબ મળ્યો, “તેણે આ ઘર આજે જ ખાલી કર્યુ. અમુક ગુંડાઓનો ત્રાસ છેલ્લા એક મહિનાથી વધી ગયો હતો. બિચારીએ શિમલા છોડવાનુ જ નક્કી કરી દીધુ. અત્યારે ૮ વાગ્યે જ તે રેલ્વે સ્ટેશન જવા નીકળી છે, ઘણા દુખ જોયા છે. પતિ તો ઠિક, એના પોતાના પરિવારવાળાએ પણ તરછોડી દીધી. આવો મુઓ પતિ કોઇને ભગવાન ના આપે.” બાએ નિસાસો નાખ્યો.
“બા એ મુઓ પતિ હુ જ છુ.” અમનની આંખોમા આંસુ આવી ગયા.
“એ દિલ્હી જવા નીકળી છે, જલ્દી જા.” બાએ મોઢુ મચકોડીને કહ્યુ.
અમને બાનો ખુબ આભાર માન્યો અને ટેક્સી કરાવી રેલ્વે સ્ટેશન જવા રવાના થયો.
અમને ડ્રાઇવરને વિનંતી કરી, “મારી જિંદગીનો સવાલ છે, પ્રાજી ગાડી ફાસ્ટ ચલાવો.”
“તો એમ વાત છે, તો લો આ...” સરદારજીએ ગાડી ફાસ્ટ કરતા કહ્યુ.
અમન ઇશાને કેટલાય ફોન કરી ચુક્યો હતો, પણ તે સ્વિચ ઓફ આવતો હતો. અમનના ધબકારા વધી રહ્યા હતા. નજાણે તે દિલ્હીથી પછી ક્યા જશે.
***
રેલ્વે સ્ટેશને ઉતરી સરદારજીને ૨૦૦૦ ની નોટ પકડાવી અને બાકીના પૈસા પણ પાછા લેવા ના રહ્યો. “ઓયે તારા પૈસા તો લઇ જા.” સરદારજી જોરથી બોલ્યો પણ અમન વાત સાંભળ્યા વિના ફટાફટ અંદર જતો રહ્યો.
“દિલ્હીની ગાડી....?” કુલીને પુછ્યુ.
તેણે હાથથી સામે તરફ ઇશારો કર્યો અને અમન સમજી ગયો. સામે જ ટ્રેન ઉભી હતી પણ તે ચાલવા લાગી હતી.
અમન દોડ્યો. તેના પગે અસહનીય દુખાવો થઇ રહ્યો હતો, પણ એનાથી સો ગણી વધારે પીડા દિલની હતી. ઝડપથી દરેક ડબ્બામા બારીની અંદર તે જોઇ રહ્યો હતો, પણ હજુ ઇશા દેખાઇ નહતી. ગાડી ધીમે ધીમે ફાસ્ટ થઇ રહી હતી.
અચાનક બારીની બહાર અમીશાની નજર પડી અને આ દ્રશ્ય જોવા લાગી અને તે ઓળખી ગઇ. એની આંખોમા ચમક આવી અને ઇશાને કહ્યુ, “મમ્મી બહાર જો, ડેડી.....”
આ સાંભળી ઇશાએ પણ બારીની બહાર ડોકિયુ કર્યુ. અમનને જોઇને અચંબિત થઇ ગઇ. તે હજી દોડી જ રહ્યો હતો. “ઇશા.....” અમન જોરથી સાદ પાડી રહ્યો હતો.
ઇશા દોડીને દરવાજા પાસે ગઇ અને બહાર તરફ જોઇ અમનની તરફ હાથ ઉંચો કરતા જોરથી બોલી, “અમન.....”
અમન ઇશાને ૭ વરસ બાદ જોઇ રહ્યો હતો. જાણે કે બે ઘડી હ્રદયના ધબકારા ત્યા જ થંભી ગયા હોય એવુ લાગ્યુ. તે થાંભલા સાથે અથડાયો અને પડી ગયો. તે ઇશાની તરફ સુતા સુતા જ જોઇ રહ્યો હતો. ટ્રેન સ્ટેશન છોડી ચુકી હતી. તે જોરથી ચિલ્લાયો, “ઇશા....” તેણે હાથની મુઠ્ઠી વાળી. હવે તેનામા ફરી ઉભા થઇને ભાગવાની તાકાત ન રહી. ઇશા પણ તેને જોઇ રહી.
ઇશા તરત અંદર ગઇ અને ટ્રેનની ચેન ખેચી. ટ્રેન રોકાઇ ગઇ. ઇશા ઉતરીને અમન તરફ આવી રહી હતી. અમન આ જોઇને ફરી ઉભો થયો અને ઇશા તરફ દોડ્યો. બંને જાણે વર્ષોથી એકબીજા વિના અધુરા હોય એમ એકબીજાને ગળે મળવા અધીરા થયા હતા.
ઇશા દોડીને તેની પાસે આવી અને બે ક્ષણ અમનના ચહેરાને જોતી રહી. અમને હાથ જોડીને ઈશાની માફી માંગી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ઈશાએ તેના હાથ પકડી લીધા અને અમનને જોરથી કસીને ગળે લગાવ્યો. જાણે કે આ અશ્રુધારા હવે ક્યારેય રોકાવાની નહોય એમ બંને રડી પડ્યા. જાણે કે બંનેની વચ્ચે હવે હવાને પણ ત્યા પ્રવેશવાની મંજુરી ના હોય. આસપાસના લોકો આ નજારો જોઇ રહ્યા હતા, પણ વર્ષોથી અળગા રહેલા આ પ્રેમીઓને ક્યા કોઇની પડી હતી. બંને એકબીજાને હજારો વાર ગાલ, હોઠ, અને ગરદન પર ચુમતા રહ્યા.
ત્યા ઉભેલા અમુક લોકોનુ ટોળુ આ પ્રેમભર્યુ દ્રશ્ય જોઇ રહ્યુ હતુ અને એટલુ તો સમજી જ ગયા હતા કે આ લોકો વર્ષો બાદ એકબીજાને મળ્યા હશે.
નાનકડી સાત વરસની અમીશા પાસે આવીને બોલી, “મમ્મી....”
અમને અમીશા તરફ જોયુ.
“આપણી દિકરી....અમીશા....” હજુ પણ ઇશા રડતી જ હતી.
અમને અમીશાને ઉચકીને ગળે લગાવી અને ચુમવા લાગ્યો. અમીશાએ પણ અમનના ગાલ ચુમ્યા. અમને ફરી ઇશાને ગળે લગાવી અને ત્રણેય એકબીજાના આલિંગનમા આસપાસની દુનિયા ભુલી ગયા.
ટ્રેનની ચેન ખેચવા બદલ અમને દંડ ભર્યો. ત્રણેય અમન જ્યા રોકાયો હતો એ હોટલે પાછા ફર્યા. સાંજે જમવાનુ રૂમ પર જ મંગાવ્યુ. આટલા સમય બાદ સાંજે અમન પેટ ભરીને જમ્યો. તેણે ઇશાને અને અમીશાને એના હાથથી જ જમાડ્યા.
અમીશા તો રાતે નવ વાગ્યા જ ઉંઘી ગઇ હતી. અમને ખાતરી કર્યા બાદ તરત ઇશાને એની બાહોમા ભરી લીધી. ફરી એના ચહેરાને ચુમવા લાગ્યો.
અમને ઇશાને અમદાવાદમા જે ઘટીત થયુ હતુ એ બધુ ઇશાને કહ્યુ.
“સોરી, તમને જાણ કર્યા વિના હુ વિવેકને મળી.” ઇશાની આંખોમા આંસુ આવી ગયા. અમને પ્રેમથી આંસુ લુછ્યા અને કહ્યુ, “બસ હવે જે થયુ એને ભુલી જા, અરે આજે તો આપણા માટે ખુશીનો દિવસ છે ને?”
“પણ તુ અહી શિમલામા જ કેમ આવી?” અમને પુછ્યુ.
“અહી જ તમારી અને મારી પ્રેમભરી એ યાદો વસેલી હતી, બસ મન કર્યુ અને અહી જ આવીને વસી ગઇ. એક સ્કુલમા ટીચરની જોબ મળી ગઇ.” ઇશાએ કહ્યુ.
“એ ગુંડાઓ કોણ હતા?” અમને પુછ્યુ.
“પિંટુ નામનો ગુંડો પાગલની જેમ મારી પાછળ પડ્યો હતો, લગ્ન કરવા માંગતો હતો. મે કેટલીય વાર ના પાડી, પણ એ ન જ માન્યો. દરરોજ હેરાન કરવા લાગ્યો, જાણે કે હારીને હુ માની જ જઇશ. જબરદસ્તી હા પડાવવા જ એણે અમીશાને કિડનેપ કરી, પણ તમે બચાવી લીધી.” ઇશાએ કહ્યુ.
“મારા વિશ્વાસ ન કરવાને કારણે ઇશા અને મારી દિકરીને કેટલી તફલીફ ઉઠાવી પડી હશે.” અમન ખુબ પસ્તાઇ રહ્યો હતો. તેણે જોયુ હતુ કે વર્ષો પહેલાની સુંદર ઇશાનો ચહેરો હવે નિસ્તેજ અને શ્યામ પડી ગયો હતો.
થોડી વાર રૂમમા શાંતિ જ રહી. ફરી ઇશા જ બોલી, “ઇશ્વરનો આભાર કે અહી આવીને ખબર પડી કે હુ પ્રેગનન્ટ છુ, તમારા પ્રેમથી જ મને અમીશાના રૂપમા જિંદગી મળી ગઇ.” ઇશાની આંખોમા આંસુ આવી ગયા. અમને આંસુ લુછ્યા અને બંને એકબીજાની બાહોમા એવી રીતે સમેટાયા કે ફરી અલગ થવાનો મોકો જ ન મળે.
“આપણી આ જિંદગી પણ કેવી છે, દુખ, દર્દ અને આંસુથી ભરેલી, ૭ વર્ષ એકબીજાથી અલગ થઇને સહેવી પડેલી તડપ અને હવે ફરી એક થયા. આપણી આ કહાનીને પણ શુ નામ આપીએ?” અમને પુછ્યુ.
ઇશાએ કઇક વિચારીને હળવેથી અમનના ગાલે થપ્પડ મારી અને બોલી, “શક એ ઇશ્ક....”
***
“ મે રહુ તેરી બાહો મે ઇસકે સિવા કા જહાન
મુજે માલુમ નહી
જીના હર ઘડી તેરી સાસે ખુદ મે ભરકે
ઇસકે સિવા કી હવા હોતી કયા હૈ
મુજે માલુમ નહી....
જીના ભી મેરા ક્યા જીના
જીસ પલ મે અગર તુમ દુર હુએ
મર ભી મે જાઉ ઉસ પલ મે તો
મુજે માલુમ નહી....”
(મારી ખુદની રચિત કવિતા....)
સમાપ્ત
રોહિત સુથાર....