વિવેકે ઘણી જગ્યાએ ફિલ્મ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા, પણ દરેક જગ્યાએથી નિષ્ફળતા જ મળી હતી. તેની આર્થિક પરિસ્થિતિ ખુબ તંગ હતી. છેલ્લા બે મહિનાથી તે ફ્લેટનુ ભાડુ પણ નહોતો ભરી શક્યો. મકાનમાલિકે છેલ્લા દસ દિવસની મુદ્દ્ત આપી હતી, જો ના ભરી શકે તો હવે માથેથી છત પણ જાય એમ હતી. તેણે અબ્બાસ પાસેથી પણ મદદ માંગી જોઇ, તે પણ કડકીમા જ હતો.
અબ્બાસે કહ્યુ, “તુ યાર પાગલ છે પેલી ટીના સામેથી ત્રણ ફિલ્મોમા સોલો હિરો તરીકે ઓફર આપી રહી છે, અને તુ છે કે....”
વિવેક શાંત જ રહ્યો કઇ ના બોલતા ફરી અબ્બાસ બોલ્યો, “ભાઇ જો આમ જ રહ્યુ ને તો દસ દિવસ પછી તુ ફુટપાથ પર ઉંઘતો થઇ જઇશ અને મહિનાની અંદર અંદર પાછો અમદાવાદ ભેગો થઇ જઇશ સમજ્યો ને?”
“નહિ….હુ આવુ કઇ જ નહી કરુ, મારી મહેનતે જ આગળ વધીશ.” વિવેકે કહ્યુ.
“ભાઇ તારા જેવા તો હજારો લોકો અહી હિરો બનવા આવે છે ને ક્યા ખોવાઇ જાય છે, એ કોઇને ખબર નથી હોતી. ભલે તારી એક્ટિંગમા દમ હોય, થોબડુ સુંદર હોય પણ કોઇ કામનુ નથી.” અબ્બાસ ખિજાઇને જતો રહ્યો.
વિવેક છેલ્લા ચાર વરસથી મુંબઇમા હતો, ઘણા ફ્રેંડસ બન્યા તો હતા પણ મુસીબતમા કોઇ કામ ના આવ્યુ. તેના માતા-પિતા તે જ્યારે કોલેજમા હતો ત્યારે એક અકસ્માતમા મૃત્યુ પામ્યા હતા, તે હવે એકલો જ હતો. ઘણી વાર ઇશાને યાદ કરીને રડતો હતો. તે સાચુ જ કહેતી હતી, “જો આ ફિલ્મ વિલ્મના ચક્કર છોડ અને કોઇ સારી જોબ શોધ, આપણે લગ્ન કરીને આપણી પ્રેમભરી દુનિયા વસાવીશુ. જેમા માત્ર તુ, હુ અને આપણો બહુ બધો પ્રેમ...”
સંજના પણ સ્ટ્રગલર્સ જ હતી, થોડુ ઘણુ મોડલિંગ કરીને કમાઇ લેતી, ફિલ્મો માટે ટ્રાય કરતી જ હતી. તે પણ મદદ ન કરી શકી. છેલ્લો દિવસ બાકી હતો, તેની પાસે ખાવાના પણ ફાંફા હતા, તો ભાડુ ક્યાથી ભરે? મકાનમાલિકે ફોન પર કહી દીધુ, “કાલે બે મહિનાનુ ભાડુ આપજે કાં તો ઘર ખાલી કરી દેજે.” વિવેક મજબુર થઇ ગયો હતો, તેના વિચારમા હવે એક જ માર્ગ હતો “ટીના મહેરા”
વિવેકે ટીનાને ફોન કર્યો અને રાતે ૯ વાગ્યે તેના ફ્લેટ પર મળવાનુ નક્કી થયુ. વિવેક નિયત સમયે પહોચી ગયો. ડોરબેલ વગાડતા ટીનાએ જ બારણુ ખોલ્યુ અને આવકાર આપ્યો. તે સોફા પર બેસ્યો અને ટીના અંદર બેડરૂમમા જતી રહી. અંદરથી ટીનાનો અવાજ આવ્યો, “વેઇટ ફોર ફાઇવ મિનિટ ડાર્લિંગ.”
પાંચેક મિનિટ બાદ ફરી અંદરથી ટીનાનો અવાજ આવ્યો, “કમ ઇન સ્વીટ હાર્ટ”
વિવેક અંદર ગયો અને ટીનાને જોતો જ રહી ગયો. ટીનાએ બ્લેક કલરનુ શોર્ટ હોટ કહી શકાય એવુ ગાઉન પહેર્યુ હતુ. તે લગભગ પાત્રીસ વરસની હતી પણ હજુ દેખાવે આકર્ષક લાગતી હતી, કદાચ મોંઘાદાટ મેકઅપ અને રેગ્યુલર બ્યુટી ટ્ર્રીટમેન્ટનો કમાલ હતો. તેણે શરાબના બે પેગ બનાવ્યા. બંનેએ પીધા બાદ ટીનાએ વિવેકને બાહોમા ભરી લીધો. બે શરીરનો ખેલ કલાક સુધી ચાલતો રહ્યો.
વિવેકે પચાસ હજાર રૂપિયાની માંગણી થોડા ખચકાટ સાથે કરી અને ટીનાએ આપતા કહ્યુ, “હવે આ મુલાકાતો થતી રહેશે.” ટીનાએ વિવેકની છાતી પર હાથ ફેરવતા તેના હોઠને ચુમતા કહ્યુ.
ઘરે આવ્યા બાદ વિવેક એ રાતે ખુબ રડ્યો હતો. કોઇએ એના શરીર પર ઝખ્મો આપ્યા હોય એવો આભાસ થતો હતો. તેને ઇશાની અને માતા પિતાની ખુબ યાદ આવતી હતી. મનથી તે એકલો હતો. ડોરબેલ વાગતા આંસુ લુછીને તેણે બારણુ ખોલ્યુ. સામે સંજના બેગ્સ લઇને ઉભી હતી, “અરે યાર એ રાસ્કલ મકાનમાલિકે નીકાળી દીધી, ચાર પાચ ફ્રેંડસ સાથે કાલે નાઇટ પાર્ટી કરતી હતી. પાડોશીઓએ ચુગલી કરી અને....” સંજના વાળ પર હાથ ફેરવીને મોઢુ બગાડતા બોલી.
“અંદર આવ....” વિવેકે કહ્યુ.
“જ્યા સુધી બીજે ક્યાક સગવડ ના થાય ત્યા સુધી અહી રહી શકુ?” સંજનાએ પુછ્યુ.
“હા વાંધો નહી, તુ મારી બેસ્ટ ફ્રેંડ છે યાર.” વિવેકે આછુ સ્મિત આપ્યુ.
સંજનાને વિવેકની આંખો થોડી લાલ અને સુજાયેલી લાગી, “હેયયય...આ શુ તુ રડતો હતો, પણ કેમ?” એને સમજવામા વાર ન લાગી.
“કઇ નહી એમ જ....” બોલતા તેના ગળે ડુમ્મો ભરાઇ ગયો.
સંજનાએ તેના હાથ વિવેકના ગાલ પર મુક્યા અને જોતી રહી. કોઇનો સાથ મળતા નજાણે વિવેકને શુ થયુ અને સંજનાને ગળે વળગી રડવા લાગ્યો. ઘણી વાર સુધી તે સંજનાની બાહોમા જ રહ્યો. સંજના તેના વાળ પર પ્રેમથી હાથ ફેરવીને પ્રેમ અને હુંફ આપી રહી હતી.
વિવેક શાંત થતા, તે બોલી, “શુ થયુ યાર કહે તો ખરી?”
વિવેકે તેની આંખો સામે જોયુ જેમા ચિંતા અને પ્રેમ ખુદ માટે દેખાયો. મન હળવુ કરી લેવાનુ મન થયુ અને તેની સાથે જે ઘટીત થયુ હતુ એ બધુ કહી દીધુ.
વિવેકની હાલત જોઇને સંજના ખુદને એમા જોતી રહી. બોલીવુડમાં અમુક લોકોએ તેનુ પણ શારીરીક શોષણ કર્યુ હતુ. તેના શરીરે પણ ઘણા જખ્મો હતા જે આજ સુધી તેણે બધાથી છુપાવ્યા હતા, આજે તે પણ તુટી ગઇ અને રડી પડી. વિવેક પણ તેને જોતો રહી ગયો. થોડી વારે શાંત થઇને સંજનાએ પણ પોતાની આપવીતી કહી. બંને એકબીજાને ગળે મળીને પોતાનો દુખ હળવો કરતા રહ્યા.
“જો વિવેક આ ઇન્ડસ્ટ્રી તારા માટે નથી, તુ અમદાવાદ પાછો જતો રહે.” સંજનાએ સલાહ આપી.
“હવે ત્યા મારુ કઇ છે જ નહી, મમ્મી-પપ્પા પણ ઓફ થઇ ગયા અને જેને પ્રેમ કરતો હતો તેણે બીજે લગ્ન કરી લીધા. હુ હવે બહુ આગળ વધી ગયો છુ, હવે પાછળ નહી જોઉ. ધીમે ધીમે આ બધાની ટેવ પડી જશે.” વિવેકની આંખોમા ફરી આંસુ આવી ગયા. સંજનાએ તેને ગળે લગાડ્યો. એ રાત બંનેને કોઇના હુંફની જરૂર હતી જે એકમેકના આલિંગનમા મળી હતી.
***
હિરાબાને લાગ્યુ કે અમન થોડો શાંત થયો હશે એટલે તેની સાથે વાત શરૂ કરી.
“પ્રેમ તો પ્રેમ જ હોય છે, એ ગમે ત્યારે કોઇની સાથે પણ થઇ શકે છે. લગ્નજીવનમા એક વસ્તુ હંમેશા યાદ રાખવી, જો બેમાથી એકની ભુલ હોય તો બીજાએ પ્રેમની ભાવના રાખીને એને ક્ષમા કરવો જોઇએ, તો જ લગ્ન નામના જીવનનુ ગાડુ એકંદરે ચાલતુ રહે છે, નહિતર પછી અટકી પડે છે.” હિરાબાએ અમનને કહ્યુ.
“એમ તો ઇશાથી પહેલા કિરણ સાથે તારી સગાઇ થઇ હતી. એક વરસની સગાઇમા તને પણ તો પ્રેમ હતો, તુ પણ તો કેટલીય વાર એની સાથે ફર્યો હતો. જો હવે લોકદુનિયા તારા પર શંકા રાખે તો?” અનિતાએ કહ્યુ.
અમનને અચાનક એનો ભુતકાળ યાદ આવ્યો અને રૂમમા જતો રહ્યો. બંને તેની પાછળ આવ્યા, પણ અમને અંદરથી બારણુ બંધ કરી દીધુ. અમન એના ભુતકાળની યાદમા સરી પડયો.
***
અમન અને કિરણની સગાઇ નક્કી કરવામા આવી. કિરણનુ રૂપ-સૌંદર્ય જ એવુ હતુ કે કોઇ પહેલી જ વારમા એના પ્રેમમા પડી જાય. અમનને પહેલી જ મુલાકાતમા એના પ્રત્યે ગજબનુ આકર્ષણ જાગ્યુ હતુ. ધીમે ધીમે વાતચીત વધવા લાગી. અમદાવાદની કોઇ જગ્યા બાકી નહતી, જ્યા બંને ફર્યા ન હોય.
ઓગસ્ટનો મહિનો હતો, બંને ગાર્ડનમા બેઠા હતા. વરસાદના વાતાવરણને લીધે લોકો નહીવત હતા. અચાનક જ ધોધમાર વરસાદ વરસી પડ્યો. અમન અને કિરણ સહેજ વારમા જ પલળી ગયા. કિરણ તો વરસાદમા નાચતી રહી, ઝુમતી રહી. આ જોઇને અમનના મનમા પહેલા કરતા વધારે પ્રેમની કુંપળો ફુંટવા લાગી. તે ઝાડ નીચે ઉભો રહીને જોઇ રહ્યો હતો, કિરણ હાથ ખેચીને એને બહાર લાવી.
કિરણનો ડ્રેસ સંપુર્ણ ભીંજાઇને દેહ સાથે ચીપકી ગયા હતા, જેથી તેનુ જોબનવંતુ યૌવનનો ઉભાર દેખાઇ આવતુ હતુ. વીજળીનો કકળાટ થતા ડરથી કિરણ અમનને કસીને ભેટી પડી. અમનના મનમા પણ કામના જાગી ગઇ. વરસતા સુંદર વરસાદમા બંનેના હોઠ ક્યારે એક થઇ ગયા, તેની ખબર બંનેને ના રહી. ના જાણે કેટલીય વાર સુધી બંનેના હોઠ એક થઇને પ્રેમની અદભુત લાગણીઓને માણતા રહ્યા.
એ દિવસ પછી બંને વધુ નજીક આવ્યા હતા, પણ એક મર્યાદા બાંધી રાખી હતી જેને ઓળંગવાનો વિચાર એકનો પણ નહતો.
અમન અને કિરણ એકબીજા સાથે ખુશ હતા, પણ નજાણે એક દિવસ ક્યાથી કિરણના મનમા વિચાર આવ્યો કે લગ્ન બાદ બંને અલગ રહેશે. આ વિચાર અમનને સહેજ પણ ના ગમ્યો, અલગ થાય તો પણ કોનાથી, એ પરિવાર જેના માટે પોતે જ સર્વસ્વ છે. હિરાબા અને અનિતા એને જોઇને જ તો જીવે છે. એક સંતાન તરીકે એની જવાબદારી અને કર્તવ્ય છે કે એમની સેવા કરે.
અમને કિરણને ખુબ સમજાવી પણ તે ના માની. તેનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો, “જો તમે મને પ્રેમ કરો તો લગ્ન બાદ પરિવારથી અલગ થઇ જાઓ, કાં તો તમારા પરિવાર માટે થઇ મને છોડી દો.”
અમનને બીજો વિકલ્પ વધુ યોગ્ય લાગ્યો. કિરણ સાથેની સગાઇ ફોક કરવામા આવી. લગભગ ત્રણેક મહિના તે ઉદાસીન રહ્યો. ધીમે ધીમે નોર્મલ થવા લાગ્યુ. ફરી એક નવા જીવન સાથે અમને શરૂઆત કરી.
અચાનક હવાથી બારી પછડાઇ અને અમન વિચાર તંદ્રામાથી બહાર આવ્યો. રાતના એક વાગ્યા હતા. તે પોતાના વર્તમાન ઇશા સાથે ફરી વિચારોના વૃંદાવનમા ખોવાયો.
પહેલી વાર બંને મળ્યા હતા ત્યારે ઇશાને મળીને અનુભવ્યુ હતુ કે તે ઉદાસ જણાતી હતી. અમન જ વધારે બોલતો હતો, ઇશા તો “હા” ને “હમમ” મા જ જવાબ આપતી હતી. ઇશાની સુંદરતા જોઇને તે મોહિત થઇ ચુક્યો હતો. ભુતકાળને ભુલીને એક નવા જીવનની તરફ અમનની વધવાની ઇચ્છા હતી.
હિરાબાએ ઇશાના પરિવાર વિશે સંબંધીઓ દ્વારા પુછપરછ કરાવી હતી, બધી જગ્યાએથી એક જ સુર સંભળાતો હતો, “ખુબ સારો અને સંસ્કારી પરિવાર છે, અમન નસીબદાર કહેવાય કે જીવનસંગિનીમા ઇશા જેવી પત્ની મળે.”
“જટ મંગની ઔર પટ બ્યાહ” જેવુ અમન સાથે થયુ. પંદર જ દિવસમા સગાઇ અને લગ્ન કરી દેવામા આવ્યા. ઇશા સાથે વધારે વાત કરવાનો મોકો જ ન મળ્યો કે ન તો જાણવાનો.
અમન મનોમન વિચારવા લાગ્યો, “એમ જોવા જઇએ તો મે પણ ખોટુ જ કર્યુ છે, એક ભુતકાળ ઇશાનો છે તો મારો પણ તો છે.”
પરંતુ બીજી જ ક્ષણે વિચાર બદલાયો, “પણ મે તો સગાઇ કરી હતી, જ્યારે એણે તો લફરુ કર્યુ હતુ.”
“નહિ...નહિ...એના પરિવારને આ વિશે જાણ હતી એટલે લફરુ પણ ના કહેવાય, એણે પણ મારી જેમ કોમળ અને પવિત્ર પ્રેમ જ કર્યો હશે.” અમનનો ફરી વિચાર બદલાયો.
“તો પણ મે તો પહેલી જ મુલાકાતમા મારી સગાઇ વિશે જાણ કરી હતી, અને એણે એનો ભુતકાળ કેમ છુપાવ્યો હશે?” આ પ્રશ્નનો જવાબ અમનને ના મળ્યો. વિચાર કરતા કરતા જ તે સુઇ ગયો.
***
ક્રમશ:
રોહિત સુથાર “પ્રેમ”