શક-એ-ઇશ્ક-૬ Rohit Suthar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શક-એ-ઇશ્ક-૬

અમનની સાથે વાત ન થવાથી ઇશા ઉદાસ રહેતી હતી, આરતીબેને આ નોંધ્યુ હતુ. અંતે તેમણે પુછ્યુ, “શુ થયુ બેટા કેમ આજકાલ ઉદાસ રહે છે, કોઇ તફલીફ હોય તો કહે.”

ઇશા એની મમ્મીની નજીક હતી એટલે એણે મનની દુવિધા કહેવી યોગ્ય સમજી, “મમ્મી આ અમન મારી સાથે આજકાલ વાત નથી કરતા, ખબર નહિ પણ એમની બહુ યાદ આવે છે. એમની સાથે વાત ના થાય તો મને બેચેની થાય છે,એવુ કેમ?”

આરતીબેન ઇશાની મનની તફલીફ સમજી ગયા, “હમમમ...તો મારી ઇશાને આ તફલીફ છે, સાચુ કહુ આવુ કેમ?”

“હા કહે ને મમ્મી, તને ખબર છે આવુ કેમ?” ઇશાએ પુછ્યુ.

“અમમ...આમ કેમ...આમ કેમ...અરે તને અમનથી પ્રેમ થઇ ગયો છે, બીજી કોઇ તફલીફ નથી મારી ઇશુને...” આરતીબેને હસતા હસતા કહ્યુ. અમૃતા પણ આ સાંભળીને હસી પડી.

રાતે ઇશા રૂમમા સુતી હતી ત્યારે વિચારવા લાગી, “શુ મને અમનથી સાચે પ્રેમ થઇ ગયો?” એને યાદ કરીને આંખોમા ચમક અને ચહેરા પર નુર આવી ગયુ. શરમથી પોતાની હથેળીઓથી તેના ચાંદ જેવા સુંદર ચહેરાને છુપાવી લીધો.

દસ દિવસ બાદ અમને ફોન કર્યો, “ઇશા તને લેવા આવુ કે હજુ રહેવુ છે?”

“કેમ તમારી લેવા આવવાની ઇચ્છા નથી, તો રહેવા દો.” ઇશાએ મોઢુ મચ્કોડ્યુ.

“ઠીક છે તો હજુ અઠવાડિયુ રહી જા, ઓકે” અમને હસીને કહ્યુ.

“અરે...તમને મારી યાદ નથી આવતી, તો ઠીક છે ના આવતા.” ઇશાએ ગુસ્સામા કહ્યુ.

“અરે ઇશુ આવુ છુ લેવા કલાકમા, રેડી રહેજે.” અમનની વાત સાંભળીને ઇશા ખુશ થઇ ગઇ.

દસ દિવસ બાદ અમનને સામે જોઇ ઇશાના જાણે જીવમા જીવ આવ્યો હોય એવુ લાગ્યુ. ચહેરા પર ખુશીના હાવભાવ છવાઇ ગયા. સાડી પહેરીને ખુબ સુંદર રીતે તૈયાર થઇ, હાથમા મહેંદી લગાવી અને એમા સૌથી ખાસ, અંદર લખેલુ “અમન” નુ નામ. અમન તો એને જોતો જ રહી ગયો. થોડા મહિના પહેલાના એ નિસ્તેજ ચહેરા પર હવે ખુશી અને નુર હતુ. ઘરના બધા સદસ્યોએ આ મહેસુસ કર્યુ હતુ. થોડીવાર બેસીને ઇશા અને અમન ઘરે જવા નીકળ્યા. ઇશા પોતાના દુખમાથી બહાર આવી રહી હતી, એ જાણીને બધા ખુશ હતા.

ઇશાને જોઇને હિરાબા અને અનિતા ખુશ થઇ ગયા. બંનેએ તેના ચહેરાને ચુંબન કર્યુ. અમન પણ ખુશ થયો.

***

ટીનાએ ફોન કરીને વિવેકને એની ઓફિસમા બોલાવ્યો. વિવેકના આવતા જ એને ધક્કો મારીને સોફા પર પાડ્યો. ટીના ફરી જંગલી બિલાડીની જેમ વિવેક પર તુટી પડી અને ફરી કલાકનો હવસભર્યો ખેલ શરૂ થયો. વિવેક આ બધાથી ખુબ કંટાળી ચુક્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી આ ખેલ ચાલતો હતો. વિવેક ફિલ્મની વાત કાઢતો તો ટીના વાત જ બદલી દેતી, ચિડાઇ જતી કે હજુ સ્ક્રીપ્ટ પુરી નથી થઇ, ફાઇનાંસર હજુ નથી મળ્યા, વગેરે બહાનાથી તે વાત ટાળતી હતી.

“જુઓ તમે મને ફિલ્મમા ચાંસ આપશો કે નહી, છેલ્લા ત્રણ મહિનાથી ખોટા વાયદા કરતા હોવ એવુ મને લાગે છે.” વિવેકે પુછ્યુ.

ટીના તેની પાસે આવી અને સિગારેટનો ધુમાડો એના મો પર છોડતા બોલી, “ચાલ આજે તારા સવાલનો જવાબ આપી જ દઉ, મે માત્ર તારો ઉપયોગ કર્યો છે, જસ્ટ ફોર માય ફન. તને શુ લાગે છે? સુપરસ્ટાર રાહુલ કપુર સાથે દુશ્મની કરીને તુ આ ફિલ્મ લાઇનમા ટકી શકીશ? નેવર....પણ તારી મહેનત બેકાર નહી જાય.” આમ કહી તેણે તિજોરીમાથી બે લાખ રૂપિયા કાઢી ટેબલ પર ફેક્યા. “ઉપાડી લે તારી કિંમત એંડ જસ્ટ ગેટ લોસ્ટ.” ટીનાએ આંગળીથી દરવાજા તરફ ઇશારો કર્યો.

વિવેકે ગુસ્સામા આવીને ટીનાને જોરથી લાફો માર્યો અને તેનું ગળું દબાવવા લાગ્યો, “હવસખોર, જો આજે તને જીવતી મુકી દઇશ તો ના જાણે મારા જેવા કેટલાય ભોળા લોકોના જીવન સાથે તુ રમતી રહીશ.” તે વધારે જોરથી ગળુ દબાવવા લાગ્યો.

ટીનાએ ટેબલ પર થોડો હાથ લંબાવીને બટન દબાવ્યુ અને પ્યુન બારણા પાસે આવ્યો, પણ તે અંદરથી લૉક હતો. જે પ્રમાણે અંદરથી અવાજ આવતો હતો પરિસ્થિતિ પામીને તે સિક્યોરીટી ગાર્ડને બોલાવી લાવ્યો. ચાર-પાંચ ગાર્ડએ મળીને થોડી વારમા જ બારણો તોડી અંદર ગયા અને ટીનાને છોડાવી. ખાંસતા ખાંસતા તે બોલી, “આને બહુ ચરબી ચડી છે, વ્યવસ્થિત ખાતરદારી કરજો.” ચાર પાચ લોકોએ મળીને વિવેકને ડંડાથી ખુબ માર્યો. તેના માથા પરથી અને ચહેરા પરથી ખુબ લોહી નીકળી રહ્યુ હતુ. કપડા પણ ફાટી ગયા હતા. એક નિર્જન જગ્યાએ કાર ઉભી રહી અને બારણુ ખોલીને બેભાન થયેલા વિવેકને બહાર ફેકી દીધો.

રાતે અગિયાર વાગ્યે વિવેકે ડોરબેલ વગાડી, તરત જ સંજનાએ બારણો ખોલ્યો અને વિવેકની હાલત જોતા તે અચંબિત થઇ ગઇ. વિવેક લંગડાઇને ચાલીને અંદર આવ્યો અને સોફા પર ઢળી પડ્યો.

“અરે આ શુ થયુ તને? કેવી રીતે?” સંજના ફર્સ્ટ એડ બોક્સ લાવી અને ક્રીમ લગાવીને ડ્રેસીંગ કરતા બોલી.

વિવેકની આંખોમાથી આંસુ સરી રહ્યા હતા, “દગો....બહુ મોટો દગો....” બોલતા બોલતા અટકી પડ્યો.

“હે....શુ દગો...” સંજનાને કઇ ખબર ના પડી.

વિવેકે સંજનાને ગળે લગાવી અને કેટલીય વાર સુધી રડતો રહ્યો. શાંત થયા બાદ સંજનાએ પ્રેમથી પુછ્તા વિવેકે બધુ કહ્યુ. સંજના અવાચક બનીને સાંભળતી રહી.

“જો વિવેક આ ઇંડસ્ટ્રી તારા માટે નથી, હજુ કહુ છુ અમદાવાદ પાછો જતો રહે.” સંજનાએ કહ્યુ.

વિવેકે એની આંખ સામે જોઇને પુછ્યુ, “તો શુ આ ઇંડસ્ટ્રી તારા માટે છે?”

સંજના કઇ જ ના બોલી, બસ આંખ નમી ગઇ.

“હુ કાલે અમદાવાદ જઇ રહ્યો છુ, હવે આ શહેરથી મને નફરત થઇ ગઇ છે, શુ તુ મારી સાથે આવીશ?.” વિવેકે સંજનાનો હાથ પકડતા પુછ્યુ.

સંજના કઇ જ ના બોલી અને વિવેક સમજી ગયો કે એની અહી જ રહેવાની ઇચ્છા છે. બીજા દિવસે તે અમદાવાદ આવવા ટ્રેનમા બેસી ગયો. સંજના અંતિમ વાર તેને પ્રેમથી જોતી રહી, “એક વાર મારુ દેવુ ચુક્તે થઇ જાય, પછી તારી પાસે જ આવીશ, માય લવ.”

***

ભજન મંડળી તરફથી દ્વારકા જવાનો પ્રોગ્રામ હતો. હિરાબા અને અનિતા પણ તેમા જોડાયા. આ બહાને અમન અને ઇશાને ઘરમા એકલો રહેવાનો મોકો મળી રહે એ પણ હેતુ હતો. રવિવારનો દિવસ હતો. અમન અને ઇશાએ આખા દિવસ ખુબ વાતો કરી, ધમાલ-મસ્તી કરી. અમનનો સાથ એને ખુબ ગમતો હતો. એના કારણે એ ભુતકાળને ભુલવામા સફળ થઇ હતી.

સોમવારે સાંજે જ્યારે અમન ઓફિસેથી આવ્યો તો જોયુ કે બારણુ બંધ હતુ, પણ તાળુ મારેલુ નહતુ. તેણે બારણાને હાથ લગાવ્યો તો સહેજ ખુલ્યો. થોડુ વધારે ખોલીને તે ઘરમા દાખલ થયો. અંદર અંધારુ હતુ, તેને સહેજ ડર લાગ્યો કે ઇશા ક્યા ગઇ. લાઇટ ચાલુ કરી પણ ના થઇ. તેણે કિચનમા જઇને જોયુ ત્યા પણ નહતી. બેડરૂમના બારણાને ખોલીને તે અંદર પ્રવેશ્યો.

આખા રૂમને સુંદર રીતે શણગારવામા આવ્યો હતો. કેંડલ્સની આછી રોશનીમા તેણે ઇશાની સામે જોયુ. આછા ગુલાબી કલરના ડ્રેસમા તે ખુબ સુંદર લાગી રહી હતી. રેશમી છુટ્ટા વાળમા તે બાર્બી ડોલ જેવી લાગતી હતી. અમન તો ઇશાની સુંદરતા જોઇને ખુદ કોણ છે એ જ જાણે ભુલી ગયો. ઇશા એની તરફ આગળ વધી.

ઇશા અમનના હાથમા ગુલાબનો ફુલ આપતા બોલી, “આઇ લવ યુ....”

અમન ફુલ હાથમા લેતા બોલ્યો, “આઇ લવ યુ ટુ જાન....હુ આ ફુલ જીવનભર મારી પાસે સાચવીને રાખીશ.”

ઇશાએ અમનના ગાલ પર ચુંબન કર્યુ. અમનના તો શરીરમા જાણે ધ્રુજારી આવી ગઇ. ઇશાએ મોબાઇલમા રોમેંટીક સોંગ પ્લે કર્યુ. બંનેએ કપલ ડાંસ કર્યો.

“બાહો કે દરમિયાન, દો પ્યાર મિલ રહે હૈ,

બાહો કે દરમિયાન, દો પ્યાર મિલ રહે હૈ,

જાને ક્યા બોલે મન, ડોલે સુનકે બદન,

ધડકન બની જુબાન....”

અમનને ડાંસ કરતા આવડતુ નહતુ, એ તો બસ ઇશાની સુંદર આંખોમા ખોવાયેલો હતો. ઇશાનો પ્રેમ પામીને એ આજે ખુદ પુરો થયો હતો. ગીત પર ડાંસ કર્યા બાદ અમને વાત શરૂ કરી.

“યાર એક વાત કહુ, તારા હોઠમા તો જાદુ છે, શરાબ પીધા વિના જ નશો ચડી ગયો, લાય મારા હોઠને પણ થોડો નશો ચડવા દે.” આમ કહી અમન ઇશાના હોઠ પર ચુંબન કરવા ગયો, પણ ઇશાએ પોતાની આંગળી વચ્ચે લાવી દીધી, “અહહહ....બહુ જલ્દી છે શુ મિસ્ટર?”

“અરે દોસ્તી થઇ, પ્રેમનો એકરાર થયો, હવે મારી ગણતરી મુજબ તો સીધુ હોઠ પર ચુંબન જ બાકી રહ્યુ અને પછી....” અમન બોલવા જતો હતો પણ ઇશાએ શરમથી એના હોઠ પર આંગળી મુકી દીધી, “બદમાશ….ફોરજી થી પણ હાઇ સ્પીડ છે તમારી.”

“હાયે.… આજે તુ કેટલી સુંદર લાગી રહી છે. આ ગોરા ગોરા ગાલ, રેશમી વાળ, ફુલ જેવા હોઠ, સુંદર.… ગુલાબી ડ્રેસ....” અમને કહ્યુ.

અમન ફરી તેના કાન પાસે જઇને ધીરેકથી બોલ્યો, “ટુંકમા કહુ તો માલ...”

આ સાંભળી ઇશા પ્રેમભર્યા ગુસ્સાથી અમનને મારવા દોડી પણ એણે એની બાહોમા ભરી લીધી અને પલંગ પર સુવડાવી દીધી અને એના ગાલ પર, ગરદન પર કેટલાય ચુંબનો કરવા લાગ્યો. ઇશાને ગુદગુદી થતા તે કેટલીય વાર સુધી હસતી રહી. બંને એકબીજાની બાહોમા કેટલીય વાર સુધી સમાયેલા રહ્યા.

હીરાબા અને અનિતા બે દિવસ બાદ દ્વારકાથી પરત ફર્યા હતા. રાતે બધા શાંતીથી ટીવી જોઇ રહ્યા હતા ત્યારે અનિતાએ વાત નીકાળી.

“શુ યાર, તુ તો લગ્ન બાદ ઇશાને ક્યાય ફરવા પણ ના લઇ ગયો, કયાક યાર હનિમુન પર જાઓ યાર.?” અનિતાએ અમનને કહ્યુ અને આ સાંભળી ઇશાની આંખ શરમથી ઝુકી ગઇ. પાસે હિરાબા બેઠા હતા.

“હા...બસ હુ વિચારીશ, જો બેંકમાથી રજા મળે તો ગોઠવુ....” અમને કહ્યુ.

“અહ...અહ...લુચ્ચા...” અનિતા હસી પડી.

ત્રણ દિવસ બાદ અમને ઇશાને કહ્યુ, “આંખ બંધ કર....”

“પણ શુ છે?” ઇશા કિચનમા રસોઇ બનાવતા બોલી.

“અરે બે મિનિટ યાર....” અમને કહ્યુ.

“ઓફો...લો બસ....” ઇશાએ આંખો બંધ કરી.

અમને એના હાથમા કઇક મુક્યુ અને આંખ ખોલીને તે જોઇ રહી, “ઓહ શિમલાની ટિકિટસ...આપણે શિમલા જઇશુ?”

“યેસ સ્વીટ હાર્ટ...” આ સાંભળી ખુશ થયેલી ઇશાએ અમનના ગાલે કિસ કરી.

રાતે અમન રૂમમા જઇને પલંગ પર સુતો હતો અને ઇશાની આવવાની રાહ જોતો હતો. હિરાબા અને અનિતા સાથે વાતચીત કરીને ૧૧ વાગ્યે તે રૂમમા આવી.

ઇશાને લાગ્યુ કે અમન ઉંઘી ગયો હશે પણ જેવી જ તે બાજુમા જઇને સુતી કે તરત અમને તેને બાહોમા ભરી લીધી અને ગાલ પર કિસ કરવા લાગ્યો.

“આજે હુ તારા આ મુલાયમ હોઠ ચુમીને જ રહીશ...” અમન તેના હોઠોને જોતા બોલ્યો. તે જેવો જ હોઠને ચુમવા ગયો ફરી ઇશાએ આંગળી વચ્ચે મુકી દીધી.

“અરે હવે શુ છે જાનુ?” અમન અધીરો થઇને બોલ્યો.

“મને શરમ આવે છે….” ઇશાએ બીજી બાજુ મો ફેરવી લીધુ.

અમને પોતાના હાથથી ઇશાનો ચહેરો પોતાની બાજુ કર્યો. ઇશાએ આંખો બંધ કરી લીધી અને અમને ઇશાના હોઠ પર ચુંબન કર્યુ. ધીરે ધીરે અમન આગળ વધી રહ્યો હતો પણ તેણે મહેસુસ કર્યુ કે ઇશાનો શ્વાસ ફુલી રહ્યો છે કદાચ હજુ આ બધા માટે તે તૈયાર નહી હોય.

“રિલેક્સ જાન....” અમન બોલ્યો.

“ઓહહ...મને આ બધા માટે સમય લાગશે.” ઇશાએ બીજી તરફ નજર ફેરવીને કહ્યુ.

અમને ઇશાના હાથમા હાથ પરોવ્યો અને આછુ સ્મિત આપીને બોલ્યો, “કોઇ વાંધો નહિ.”

ઇશાએ અમનની છાતી ઉપર પોતાનુ માથુ રાખ્યુ અને પ્રેમભરી વાતો કરતા કરતા બંને ઉંઘી ગયા.

***

ક્રમશઃ

રોહિત સુથાર “પ્રેમ”