Swapn Mahel books and stories free download online pdf in Gujarati

સ્વપ્ન મહેલ

                                                 સ્વપ્ન મહેલ 
અમિત ખૂબ જ મહત્વકાંક્ષી છોકરો હતો. માં બાપ મજૂરી કરી અમિત ને ભણાવતા. અમિતનું ઘર એટલે ચાર દીવાલો.. જ્યાં શરૂ થાય ત્યાં પૂરી પણ થઈ જાય બસ એક નાની ઓરડી.  અમિત ભણવામા ખૂબ હોશિયાર છોકરો હતો. બાપુ રોજ મજૂરી કરીને આવે ને જે બે પૈસા મળ્યા હોય એમાંથી સીધું લાવી માં રોટલો બનાવે. માં બાપુનો આ સંઘર્ષ જોય,અમિતને પોતાની ગરીબી પ્રત્યે ખૂબ ઠેસ પહોંચતી. એ મોટો થઇ ખૂબ પૈસા કમાવવા ઈચ્છતો. એ માટે એ ખૂબ ધ્યાન આપીને ભણતો. એક રૂમ ની દુનિયા માંથી બહાર આવવાનું એનું સ્વપ્ન હતું. એની અભ્યાસ માટેની લગન એના શિક્ષકો પણ જોય શકતા હતા. એ હમેશા પ્રથમ જ આવતો. બારમા ધોરણમાં તો એ રાત દિવસ એક કરીને રાજ્યમાં ટોપ આવ્યો. એના માતા પીતાં ખૂબ ખુશ હતા. પણ આગળ ભણતર ના પૈસા નહોતા. તેથી બસ કોલેજ નો અભ્યાસ કરી એણે એક કંપની માં નોકરી કરવી ચાલુ કરી દીઘી. સમય પસાર થતો ગયો . પણ હજુ અમિત પાસે એટલા પૈસા નહોતા કે એ પેલી અણગમતી ઓરડી માંથી બહાર આવી શકે.  
  કોલેજ માં ભણતા ભણતા એક સુંદર શિક્ષિત છોકરી સાથે સંપર્ક થયો. એ યુવતી અમિત પ્રત્યે ખૂબ આકર્ષાઈ. એ છતાં અમિત એની આર્થિક પરિસ્થિતિ ને લઈ એને બહુ ભાવ નહોતો આપતો. એ છોકરી અનાથ હતી. એણે પણ જનમથીજ પોતાનું ઘર,પોતાનો પરિવાર ઘણા સ્વપ્ન હતા. નામ હતું મહેક. પણ પૂર્ણ કરનાર કોઈ ક્યાં હતું. નિયતિ એ દુનિયાની તમામ જાહોજલાલીથી એણે દૂર રાખી હતી. જેમ સમય જતો ગયો એમ બન્ને વધુ નજીક આવતાં ગયાં. બન્ને પોતાના પ્રેમ ને લગ્ન નું નામ આપવા તૈયાર હતા. અમિતે તેને પોતાના માં બાપ , ઓરડી ,એ ગરીબી સઘળુંય સમજાવ્યું પણ મહેક તો અમિત ના સાથે દરેક પરિસ્થિતિ માં ખુશ હતી. અમિત ને પણ મ્હેક ખૂબ ગમતી. એનું હાસ્ય દુનિયાના તમામ બંધનો થી દુર એક અજીબ મીઠાશ પ્રદાન કરતું. એને પણ  મ્હેક ની ગેરહાજરી માં બધું વ્યર્થ લાગતું. બન્ને એ લગ્ન કર્યા . બન્ને ખૂબ ખુશ હતા. હા હવે અમિતની જવાબદારી વધી હતી. ઘર નો ખર્ચ પણ. મહેક અમિત અને તેના માં બાપ સાથે ખુશ રહેતી. પણ એને પણ ઊંડે ઊંડે પોતાના ઘર ની ઈચ્છા હતી. એ પણ શિક્ષિત હતી. એણે પણ અમિત આગળ નોકરી કરવાનો પ્રસ્તાવ મૂક્યો.  હવે માં બાપુ ને અમિત મજૂરી એ જવા દેતો ન્હોતો.  મહેક ઘરકામ કરીને નોકરી એ જતી. બન્ને નો ઘરસંસાર ખુશીથી ચાલતો હતો.  બન્ને કરકસર કરીને થોડી  થોડી બચત કરતા હતા. 
   અમિત ને પૈસા ભેગા કરી પોતાનું ઘર ખરીદવું બસ એ જ ધ્યેય. એના મન માં બસ ઘરપુરાણ જ ચાલતું હોય. થોડા જ સમય માં બન્ને એ નાની એવી મૂડી પણ એકત્ર કરી દીધી. હવે અમિત રોજ ઓફિસ થી આવી ઘર ની શોધખોળ કરતો. એને બસ પોતાનું એક સુંદર ઘર જોયતું હતું. મૂડી હતી પણ પોતાના ગમતા ઘરની કિંમત કરતા ઘણી ઓછી. ગમતું ઘર મળે તો એની કિંમત આસમાને હોય.રોજ નિરાશ થઇ પાછો આવતો. એ નિરાશા એને ઘેરી વળતી. ઘર વિશેની એની પ્રબળ ઈચ્છા એને  વધુ નિરાશા આપતી. રોજ સવારે ઘર શોધ  ની ઈચ્છા જનમતી ને સાંજે પડીને ભાંગી જતી.  રાત દિવસ બસ અમિત ઘર ના  જ વિચારો કરતો. વર્તમાન માં જીવવાનું એ ભૂલી ગયો. મહેક ને બધી જાણ હતી. એ રોજ એણે આશ્વાસન આપતી પણ બધું નિરર્થક. મહેક ને ભવિષ્ય માં ખુશ રાખવા એ આ બધું કરતો હતો પણ પોતે ખુશ રહી શકતો નહોતો. એક સાંધે ને તેર તુટે એવું ચાલ્યાં જ કરતું. ક્યારેક બાપુ ની બીમારી તો ક્યારેક ઘરખર્ચ. બસ એમાંથી બહાર નીકળાય નહિ .. 
 અમિત માટે પોતાનુ ઘર , પોતાનુ સ્વપ્ન મ્હેલ બસ એ સપનું ડાઉનલોડ કરવાનું રહી જતું. એક દિવસે મ્હેકે એને ઘર માં નવા મહેમાન આવવાની ખુશ ખબર આપી. અમિત ખૂબ ખુશ થઈ ગયો. હા મ્હેક પ્રેગનેટ હતી. નવા મહેમાન ખુશીઓનું સરનામુ લઈ આવ્યું હતું. એ એક રૂમ ની દુનિયા સાચા અર્થ માં મકાન માંથી ઘર બની રહી.તે દિવસે એક દૂરના સંબંધી ઘરે આવ્યા ને એમણે અમિતને એક જમીન ની વાત કરી . 
 મહેક અને અમિત એ જમીન જોય આવ્યા બન્ને ને ગમી. અને સોથી મોટી વાત પોતાની પાસે રહેલ મૂડીથી જમીનનું રોકાણ શક્ય હતું. અસંખ્ય આંટા ફેરા ,   ને અમિતની મહેનત આજે રંગ લાવી હતી. બન્ને ને નોકરી હતી જ તેથી જમીન પણ ખરીદાય ગયી. બન્ને ખૂબ ખુશ હતા. અમિત માટે તો જિંદગીની સૌથી મોટી ખુશી હતી. 
     જરૂરી કાગળ થઇ ગયા. અમિતે પોતાની ઓફિસમાં થોડી જરૂરી મૂડી માટે વાત કરી તો લોન પણ મળી ગયી. એક બાજુ પોતાના સ્વપ્ન નો મ્હેલ તૈયાર થતો હતો ને બીજી બાજુ મ્હેલ માં રહેનાર ના પગરણ થવાના હતા. બન્ને એ ભેગા મળી ઘર કેવી રીતે બનાવવું સઘળું તૈયાર કરીને આપી દીધું. ઘર બનવાનું ચાલુ  થઇ ગયું. રોજ અમિત પોતાનું ઘર જોતો હતો હા સ્વપ્ન નહિ રિયાલિટી માં. 
આજે ઓફિસમાં ખૂબ કામ હોવાથી અમિત ઘરેથી વહેલો નીકળ્યો . ઘર પણ લગભગ રેડી થઇ ગયું હતું. તેથી આજે સાઈટ ઉપર ના ગયો. બપોરે લંચ બ્રેક પડતા એ જમવા જતો હતો..ત્યાં જ ફોન રણક્યો.
મ્હેક ને હોસ્પિટલમાં દાખલ કરી હતી,  આટલું બોલી મમ્મીએ ફોન મૂકી દીધો. દોડતા દોડતા અમિત હોસ્પિટલ પહોંચ્યો. જતાં જ ડોક્ટરે મહેક ની ક્રિટિકલ કન્ડીશન ની જાણ કરી. બ્લડ ની તાત્કાલિક જરૂર હતી.  અમિત તો રડવા જેવી હાલતમાં હતો.અમિત નો મિત્ર  ત્યાં તેની સાથે જ  આવ્યો હતો. તેની મદદથી સઘળું સારી રીતે પ્ત્યું ને મહેકે એક સુંદર સ્વસ્થ બાળક ને જનમ આપ્યો. પોતાના જીવનમાં પધારેલ નવા મહેમાન ને જોવા અમિત તલપાપડ હતો. હોસ્પિટલ રૂમ માં થોડી વાર મા જ અમિતના ખોળામાં પોતાનો રાજકુમાર હતો. અમિત ના આંખમાં ખુશીઓ ના આંસુ છલકાય ગયા. બન્ને પતિ પત્ની એકબીજાની આંખો માં સંતોષની નજરે જોય રહ્યા. કેવી આહ્લાદક ક્ષણ.. એક બાજુ બાપ બનવાની ખુશી ને ત્યાજ કોન્ટ્રાક્ટ નો ફોન આવ્યો.આજેજ ઘરની ચાવી લઈ જવા કહ્યું.અમિત આજે સાતમા આસમાને વિહરતો હતો. મ્હેક ને તેણે સરપ્રાઈઝ આપવા આ ચાવીની વાત ના કરી. 
 અમિતે બધી તૈયારીઓ કરી દીધી. હોસ્પિટલ માંથી રજા મળે એટલે પોતાના નવા ઘર માં..ના પોતાના સ્વપ્ન મ્હેલ માં જવાની . પોતાના ઘર નું સપનું સાકાર થઈ ગયું હતું  ને ઘર માં રેહનાર રાજકુમાર પણ આવી ગયો .હોસ્પિટલમાંથી રજા મળી ને અમિત મ્હેક ને સીધા નવા ઘરે લ ઈ ગયો. ત્યાં મમ્મી પપ્પા ને પરિવાર ના બધા સભ્યો પહેલેથીજ સ્વાગત કરવા ઊંભા હતા.મ્હેક નનો આનંદ બેવડાયો. અમિત અને મ્હેક સાચા અર્થ માં પ્રભુનો આભાર માની રહ્યાં. આખું ઘર અમિતે ફુગ્ગા ઓ થી સજાવી દીધું હતું..મ્હેક અપલક બધું જોઈ રહી.અમિત નું સપનું સાકાર થયું હતું પણ સામાન્ય ઈંટો થી નહિ... અગણિત ઈચ્છાઓ,અસંખ્ય કોમ્પ્રોમાઇઝ ... હર્દયપૂર્વકના પ્રયત્નો... ને સરવાળો .... સ્વપ્ન મ્હેલ ખુશીઓથી ભરેલો. અમિત અને  મહેક  પોતાના સાહ ચર્યની નિશાની હાથ માં લઈ ગૃહપ્રવેશ માટે નીકળ્યા. આનંદની આ ક્ષણ બન્ને ના ચહેરા પર ખુશી બની છલકાઈ ગઇ.
- તન્વી કે ટંડેલ. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED